હાઇવે નો મરજીવો Ajay Khatri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

હાઇવે નો મરજીવો

અચાનક મુસીબત ના સમય માં સહાયક બની ને આવતા હાઇવે પર ના મરજીવા ની વાત આજે હું આપ સમક્ષ મુકું છુ.હળવદ હાઇવે હોટલ ના વ્યવસાય સાથે સંકળાયેલા નિખાલસ,સરળ વ્યક્તિત્વ અને નીડર પત્રકારીતા નો ત્રિવેણી સંગમ આ યુવાન માં જોવા મળશે.

હું ગાંધીનગર થી કચ્છ મારા વતન પાછો ફરતો હતો ત્યારે મારી મુલાકાત આ હાઇવે ના મરજીવાથી થઈ હતી.
અત્યાર સુધી કેટલાય લોકો ને ઉપયોગી થનાર આ મરજીવો ખરેખર મસ્ત મયુર બની રહે છે.આમ તો વાતો થતી હતી પણ રૂબરૂ મુલાકાત નો મોકો પહેલી વાર મળ્યો આ મરજીવા ની મહેમાન ગતી માળી આનંદ થયો અને તેમના દ્વારા કરાતી કામગીરી જોઈ લાગ્યું હજુ એ માનવતા ક્યાંક જીવે છે.
હાઇવે પર જ્યારે કોઈ પણ વ્યક્તિ તકલીફ કે મુસીબત માં હોય તો તેના સમાચાર મળતાજ આ મરજીવો તરતજ એ જગાયા પર પહોંચી મદદ રૂપ થતો હોય છે.
અત્યાર સુધી કેટલાય એકસીડન્ટો માં લોકો ના જીવ બચવા માં દોડ કરતો રહેતો આ મરજીવો હોસ્પિટલ અને ડોક્ટરો ને ભલામણ કરતા જોઇએ તો એવુંજ લાગે કે આ એક્સિડન્ટ એના કુટુંબ ના કોઈ વ્યક્તિ નુજ થયું છે.કોઈને પણ નાત જાત ના ભેદભાવ રાખ્યા વગર અને કોઈ પણ ઓળખાણ વગર લોકો ની સેવા કરતો રહે છે.
કેટલાય લોકો ની ગાડી ઓ ખરાબ થાય પંચર પડે કે અન્ય તકલીફ પડે ત્યારે તેઓ ને ઉપયોગી થઈ પોતાના ગામ અને સમાજ નું નામ સામે વાળા ના હૃદય માં છાપી નાખતો આ મરજીવો જયારે કોઇ પણ પ્રવાસી તેને કામ માં ઉપયોગી થવા માટે રૂપિયા આપવાની કોશિશ કરે ત્યારે મહાદેવ બોલી ધર્મ ના કામ માં વાપરવા નું કહી ચાલતી પકડતો આ બ્રહ્મદેવ ખુબજ લોક ચાહના મેળવી રહ્યો છે.

થોડા સમય અગાઉ કચ્છ કંડલા પોર્ટ ના એક અધિકારી ની ગાડી ધડાકા ભેર એક બંધ ટ્રક માં અથડાઈ અવાજ આવતા તરતજ હોટલ પર બેસી પોતાની રોજ ની આદત મુજબ સમાચાર લખતો મરજીવો તરતજ ત્યાં પહોંચે છે અને જુવે છે તો લોહી માં લથપથ બે લોકો પડ્યા હતા ગાડી નું તો કચુંબર બની ગયું હતું ભારે જહેમત બાદ બને ને બાહર કઢાયા અને સારવાર અર્થે હોસ્પિટલ લવાયા પણ અકસ્માત ની ગટના એટલી ગંભીર હતી કે ત્યાંજ એ અધિકારી નું મૃત્યુ થયું હતું અને એમના પત્ની પણ ગંભીર ઇજા ઓ થઈ હતી મરજીવો એક જીવ ઉગારી શક્યો અને એક જીવ ન બચાવી શકવાનું હજુ પણ અફસોસ વ્યક્ત કરતો હોય છે. ખડેપગે હાજર રહી મૂર્તક ના પરિવાર ના લોકો ને સાંત્વના આપી પોસમોટમ રિપોર્ટ સુધી ની પ્રક્રિયા બાદ ની વીધી સુધી મરજીવા એ મદદ કરી આમ એક માનવતાવાદી આ મયુર ને સૌ સૌ સલામ અકસ્માત માં જે લોકો ને દુઃખ તકલીફ પડે તેમાં આ મરજીવો ભગીદાર બનવાની કોઈ કસર બાકી નહિ રાખતો હંમેશા અજાણ્યા લોકો ને વાહરે આવી ઉભો રહેતો હોય છે. આમજ એક દિવસ હળવદ હાઇવે પર થી પસાર થતા કચ્છ ના એક ઉધોગપતિ મોબાઈલ પર વાત કરતા તેઓ ની ગાડી એક ટ્રક ની પાછળ જઈ ભટકાણી હતી આ વાત ના સમાચાર થતા અકસ્માત માં ગંભીર ઇજા ઓ પામેલા આ ઉધોગપતિ ને પણ તરતજ 108 ની મદદ લઇ હોસ્પિટલ પહોંચાડી તેમનું જીવ બચાવ્યું

જેનો ઉપકાર સમજી આજે પણ આ ઉધોગપતી હાઇવે પર આવતા જતા મરજીવા ને મળતા હોય છે.અને આભાર માનતા હોય છે અને જરૂરી કોઈ પણ કામ હોય તો કહેતા સંભળાય છે.પણ નિષવાર્થ ભાવે સેવા કરતો આ વ્યક્તિ કોઈ દી હાથ લાબું નહિ કરતો.અને મોજ માં રહેતો હોય છે અને ભગવાન એને આ કામ માટે નિર્મિત કર્યા નું કહી એક ઊંડી સ્મિત આપતો હોય છે.

આવોજ એક પરિવાર નો ગમખાર અકસ્માત માં ચાર લોકો ને નડેલું અને બે લોકો જીવ ગુમાવ્યો હતો તેઓ ની ગાડી માં બે થી અઢી લાખ રૂપિયા ની રકમ મળતા પરિવાર ને પરત કરી હોવાનું ઉલ્લેખ કરતા બે મૃતકો ના અગ્નિ સંનસ્કાર સુધી પોતે હાજર રહેલો આ મરજીવો હવે એકલો નથી એની આ નિષ્ઠાપૂર્વક ની સેવા જોઈ અન્ય લોકો પણ દોડી એની મદદે આવતા થયા છે.

પોલીસ ચોકી અને હોસ્પિટલ ના ડોકટરો આ પત્રકાર સમાં હાઇવે ના મરજીવા નો અવાર નવાર આભાર વ્યક્ત કરી તેની માનવતા અને કર્તવ્ય નિષ્ઠા ને પ્રણામ કરતા હોય છે. આમ આવો માનવતાવાદી અને સ્વાભિમાની મિત્ર ના સાંનિધ્ય થી હું ખુબજ ધન્ય થયો છું.