Manav to Mahatma books and stories free download online pdf in Gujarati

માનવ થી મહાત્મા

આજે જયારે ટેકનોલોજી નો યુગ છે ત્યારે એક જગ્યા એ થી બીજી જગ્યાએ અવર જવર હવે સહેલું બન્યું છે.સંદેશા વ્યવાહર માટે મોબાઈલ,ઈન્ટરનેટ,વોટ્સઅપ, ફેસબુક,ટ્વીટર જેવી અનેક માધ્યમો ઉપલબ્ધ છે. પણ ક્યારેક વિચારો તો જયારે આ સગવડો ન હતી ત્યારે મોહનદાસ ગાંધીએ કઈ રીતે આખા દેશને ખાદી પહેરતા કરી દીધા સ્વચ્છતા અને વ્યસનમુક્તિ નો સંદેશ આખા દેશને આપ્યો અને સ્વતંત્રતા માટે લોકોને એકજૂટ કેમ કર્યા હશે ? આ એક ચમત્કાર જ કહેવાય 40 વર્ષની ઉંમરે ટ્રેનના ડબ્બામાં મુસાફરી કરી ભારત ફર્યા કષ્ટવેઠી સ્વતંત્રતાની ચળવળને જોર આપ્યું અને એ પણ અહિંસાના માર્ગ પર ચાલી ને શ્રી કૃષ્ણ ના સિદ્ધાંત કર્મને અપનાવી ગાંધીજી એ લોકોને સ્વાવલંબી બનાવ્યા અને તેઓ ભારત જ નહીં પણ પુરા વિશ્વ માટે યુગપુરુષ બની ગયા 1947 પછી શાંતિ માટે મળેલા નોબેલ પુરુષકાર થી સન્માનિત થયેલ મહાનુભાવો ના ભાષણ માં અચુક મહાત્મા ગાંધી નો ઉલ્લેખ કરાતો આવ્યો છે એટલેજ મનમોહન અને મોહનદાસ ની કાર્યશૈલી માં ફરક નથી જણાતું.

વ્યસનમુક્તિ ના હિમાયતી બાપુએ દારૂબંધી અંગે એવું કહેતા કે મને ક્ષણવાર માટે પણ સરમુખત્યાર બનાવવામાં આવે તો હું પેલું કામ દેશમાં દારૂબંધી દાખલ કરવાનું કરું બાપુ ના આ વિચારો પર આજે દેશ આગળ આવી રહ્યું છે ગાંધી ના ગુજરાતમાં હાલે દારૂબંધી કાયદાને વધુ કડક બનાવાઈ રહ્યું છે ગુજરાતની સુખાકારી અને સમૃદ્ધિનું એક કારણ દારૂબંધી પણ છે

મહારાષ્ટ્ર રાજ્ય માં જ્યાં દારૂના શોખીનો વધુ પ્રમાણ માં છે પણ ત્યાં પણ હવે લોકો માં નવી જાગૃતિ જોવા મળે છે અમુક જાગૃત મહિલાઓની ઝુંબેશના કારણે કાયદેસર રીતે કેટલાય વિસ્તારો શરાબ મુક્ત જોન જાહેર કરાયા છે જેમાં નવી મુંબઈના એરપોર્ટ ની આજુબાજુનો વિસ્તાર મુંબઈ નુ ઉપનગર ખારઘર જેવા અનેક વિસ્તારો શરાબ મુક્ત જોન જાહેર કરાયા છે. અને હજુ પણ લોકજાગૃતિના ભાગરૂપે વધુ વિસ્તારો આ દાયરામાં આવશે એવું મનાઈ રહ્યું છે

બિહારમાં પણ હાલે દારૂબંધી કરાઈ છે આમ ક્યાંક ને ક્યાંક દેશની પ્રગતિમાં મહાત્મા ગાંધીના વિચારો નો ફાળો રહેલો જ છે.

તેમની વૈભવશાળી જીવનશૈલી નો તેઓ એ ત્યાગ કરી સ્વતંત્રતા સંગ્રામ અને દેશ ના લોકો ની આઝાદી માટે પોતાના જીવન ના સાડા ત્રણ દાયકા તેઓ એ દેશ ને આપ્યા.જેમાં અસંખ્ય વેદના ઓ ભોગવી ને પણ જનહિત ના કર્યો બાપુ એ કર્યા હતા

આમ તો દરેક વ્યક્તિ પોતાની માટે કંઈક ને કંઈક વિચારતો હોય છે પણ બાપુ એ તો માત્ર ને માત્ર ભારત ની આઝાદી માટે જ જીવતા હતા અને જ્યારે 1947 માં લાલ કિલ્લા પર આઝદી નો ઐતિહાસિક ઉત્સવ ઉજવાઇ રહ્યો હતો ત્યારે પણ બાપુ લોકો ની વચ્ચે રહ્યા અને કોમી રમખાણો શાંત કરવાનું કામ કર્યું હતું દેશ ની આઝાદી ના કેન્દ્ર બિંદુ હોવા છતાંય પણ આટલી સાદગી એક મહાત્મા રૂપી બાપુ માજ હોઈ શકે.
અહિંસા ના પૂજારી મહાત્મા ને પ્રથમ વખત રાષ્ટ્રપિતા નો નામ સુભાસ ચન્દ્ર બોઝ એ 1944 માં આપ્યું હતું. દેશ આખા ને એક જુથ કરનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એવુ કહેતા કે મને કાર્યશક્તિ પૂજ્ય બાપુ ગ પાસે થી મળતી રહેતી
ઇઝરાયલ જેવા શક્તિશાળી દેશ માં પણ ગાંધીજી ના વિચારો થી લોકો પ્રભાવિત થયેલા છે ત્યાં ના એક મ્યુઝીમ માં પ્રથમ પ્રમુખ ના રૂમ માં ગાંધીજી ની છબી મુકેલી છે અને લખેલું છે "અનેક અસ્મિતા ઓ ધરાવતા દેશ ને એક બંધારણ નીચે ઘડનાર મહાત્મા ગાંધી ના ફોટો માંથી હું પ્રેરણા લવ છું.

અહિંસા ના આ પૂજારી એ ક્રૂર અને સંવેદનહીન ગણાતા અંગ્રેજ શાસકોને પણ હચ મચાવ્યા હતા તેના પાછળ પ્રજાની અહિંસક તાકત અને શાંતિપૂર્વક ની સંગઠનશક્તિ હતી જેનાથી આવા નિર્દઈ શાસકોને પણ ઝુકવું પડ્યું હતું

ગુજરાત ના કવિ નરસિંહ મહેતા નું વૈષ્ણવ જન તો .. ભજન બાપુ ને બહુ ગમતું હતું અને પોતાના નિત્યકર્મ ની પ્રાર્થના માં આવરી લીધું હતું આ ભજન વિશ્વ વિખ્યાત બની ને રહ્યું છે અનેકો દેશ માં આ ભજન ને ખુબમાન મળ્યું છે. જેના કારણે આજ પણ બાપુ ને વૈષ્ણવ જન શબ્દ આવતા ની સાથે લોકો યાદ કરી રહ્યા છે.
આમ જો ગાંધીજી ના વિચારો સમજવા હોય તો ગાંધીવાદી લોકો નહીં પણ ગાંધીજી સાથે પ્રેમ કરતા લોકો ને સમજ જો તો જીવન માં નવચેતન કરવું સહેલું બનશે

હાલ દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ગાંધીજી ના વિચારો થી ખુબજ પ્રેરીત છે.અને આ વિચારો સમગ્ર દેશ માં કઈ રીતે પ્રસાર કરવા જેથી લોકો અને દેશ બને ઉન્નતી ના પંથે આગળ વધે તેવા પ્રયાસો ગાંધીજી ના વિચારો સાથે દેશ માં થઈ રહ્યા છે. સ્વચ્છતા અભિયાન તેનું એક ઉત્તમ ઉદાહરણ છે.દેશ ના લોકો ને સ્વનિર્ભર બને તે માટે આત્મનિર્ભર જેવી યોજના ઓ મૂકી દેશ ના યુવાધન ને એક નવી દિશા આપવાનું પ્રયાસ કરાઈ રહ્યો છે.આમ રાષ્ટ્રપિતા મહાત્માગાંધી ના જીવન માંથી આ દેશ ના દરેક લોકો પ્રેરણા લઈ આત્મનિર્ભર બને તેમાટે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર મહત્વના કાર્યક્રમો ઘડીને લોકો ને સ્વાવલંબી બનાવવા ના પ્રયાસો કરી રહ્યા છે એ બાપુ ના જીવન નું મહત્વ નું કાર્ય પણ ગણી શકાય..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED