Red stone books and stories free download online pdf in Gujarati

લાલપથ્થર

એક યુવાન નિરાશ હતાશ થઈ હિંમત હારી ભગવાન ના મંદિર માં ક્રોધિત થઈ મનો મન પ્રાર્થના માં ફરિયાદ કરતો હોય છે.

હે ભગવાન તું મને આવું જીવન કેમ?

મને સફળ કેમ ન બનાવ્યો ? હું હવે હાર્યો છું... આ જીવન થી.. અસફળતા, દુઃખ અને બસ દુઃખ જ કેમ ???
મારા જીવન ની કિંમત શું છે ?
આવા અનેકો પ્રશ્નો સાથે આ યુવાન વલેપાત કરતો હતો..

ત્યાં અચાનક ભગવાન પ્રગટ થયા અને બોલ્યા હે યુવાન તને તારા જીવન ની સાચી કિંમત જાણવી છે ને તોલે આ લાલ પથ્થર અને આની સાચી કિંમત જાણી ને બતાવ તને તારા પ્રશ્ન નો જવાબ મળી જશે પણ હા યાદ રાખજે આ લાલ પથ્થર ને વેચતો નહિ અને મને પાછો આપજે આટલું બોલી ભગવાન અદ્રશ્ય થઈ ગયા
યુવાન અમુક ક્ષણો માટે યુવાન વિચારો માં પડ્યો ભગવાન આવું શા માટે બોલ્યા ? વિચારો વિચારો
યુવાન લાલ પથ્થર લઇ અને મંદિર થી ગામ તરફ જાય છે ત્યાં તેને દૂધ વાળો મળે છે યુવાન પથ્થર આપી તેને કે છે આ પથ્થર તમે કેટલામાં લેશો દૂધ વાળો વિચારે છે આ લાલ પથ્થર ને ઘર ના દરવાજા માં ફિટ કરી શકાશે તે આ પથ્થર ની બદલે થોડોક દૂધ આપવાની વાત કરે છે.યુવાન ત્યાંથી આગળ વધે છે.

ત્યાં તેને એક ખેડૂત દેખાય છે.જે પોતાના ખેતરે થી ખેતી કરી અને થાકી ને પોતાના ઘરે જવા નીકળ્યો હોય છે ત્યાંજ યુવાન ખેડૂત ને પથ્થર આપી પૂછે છે ભાઈ આ પથ્થર આપ લેશો ત્યાંજ થાકેલા ખેડૂતે ગરમ અવાજે બોલ્યો આ પથ્થર શું. માથું ફોડવા લવ મારે નહિ જોઈતું
ગુસ્સે ભરાયેલા ખેડૂત ને યુવાન શાંત કરી યુવાન આગળ વધે છે.

ત્યાં તેને મીઠાઈ ની દુકાન દેખાય છે તે દુકાન દાર ને પથ્થર આપી ને કહેછે આની કિંમત કેટલી મીઠાઈ નો દુકાન દાર કહેછે આની ઉપયોગીતા ચૂલા ને રીપેર કરવા જેટલી છે.તો હું થોડીક મીઠાઈ આપીસકુ યુવાન પથ્થર લઈ આગળ જાય છે.

ત્યાં જ તેની નજર એક મોચી પર પડે છે જે રસ્તા પર બેસી ચમ્પલ સિવા નું કામ કરતો હોય છે.યુવાન તેને પથ્થર આપી ને પૂછે છે આ ની કિંમત કેટલી મોચી કહે છે બે આના આપીસકુ હું આના ...
આમ યુવાન વિચારતો હોય છે ત્યાં એક વેપારી મોચી પાસે બુટ પોલીસ કરવા આવે છે. યુવાન એ વેપારી ને કહેછે તમે આ પથ્થર લેશો વેપારી પથ્થર જોઈ વિચારે છે. આ પથ્થર ક્યાં થી લાવ્યા ? નો પ્રશ્ન યુવાન ને કરે છે.યુવાન મારા મિત્ર એ કિંમત ચકાસવા આપીયું છે.એ વેપારી કહે છે.આ પથ્થર તો અનમોલ છે આની કિંમત ન હોય આ એક અમૂલ્ય રતન છે. આની કિંમત ચૂકવી અશક્ય છે.

આ લોક પર વસ્તા મનુષ્ય ના જીવન મા અનેક ઉતાર ચડાવ આવે છે અને જ્યારે જ્યારે મનુષ્ય હતાશ અને નિરસ્તા મા સમય વ્યતિત કરતો હોય છે ત્યારે ઘણાં લોકો ને આ પ્રશ્ન સતાવતો રહે છે કે આપણાં આ અમૂલ્ય જીવન નું મૂલ્ય શું ?
જ્યારે કુદરતે મનુષ્ય ની ઉત્પત્તિ આ પૃથ્વી લોક પર કરી ત્યારે જ તેના જીવન માં સુખ અને દુઃખ નું ભાથું બાંધી ને આ લોક મા મનુષ્ય ને અવતરણ આપ્યું હતું.. પરંતુ સુખ કે દુઃખ કંઈ રીતે ઉદ્દભવે છે તે જોવા માટે ની દિવ્ય દ્રષ્ટિ કુદરતે મનુષ્ય ને આપી નથી.. આ દિવ્ય દ્રષ્ટિ કુદરતે માત્ર ને માત્ર કર્મ ને આપેલ છે... એટલે જ ગીતા મા ભગવાન શ્રીકૃષ્ણ એ કહ્યું છે... હે.. મનુષ્ય તું કર્મ કર પરંતુ ફળ ની અપેક્ષા ન રાખીશ જ્યારે તે કરેલા કર્મો નું ફળ મળવાનું શરૂ થશે ત્યારે આપોઆપ તારા જીવન મા અપેક્ષા રૂપી જીવન ખુશી તારા મુખ પર મલ્કી ઉઠશે.. અર્થાત્.. દરેક દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ આવે જ છે એટલે મનુષ્યે આ મૃત્યુલોક મા કયારે પણ ભગવાન પાસે સુખ કે દુઃખ માટે વલોપાત ન કરવું જોઈએ.. કારણ કે સુખ દુઃખ, અયાધી વ્યાધિ , અને ઉપાધિ આ સર્વે મનુષ્ય જીવન ની પ્રક્રીયા છે જે કર્મ ને આધિન છે... એટલે જ આ સ્ટોરી ના અંતે મુજ ને એક સરસ શબ્દો ની નાનકડી હારમાળા સાથે ગીતા નો સરસ ઉપદેશ યાદ આપવાની કોશિશ કરતા કહે છે... કે.. હે મનુષ્ય જીવાત્મા તુમ...
કર્મ કિયે જા.. ફલ કી ઈચ્છા મત કરના ઇન્સાન..જેશે કર્મ કરેગા વેસા.. ફલ દેગા ભગવાન.. યે હે ગીતા કા જ્ઞાન.. યે હે ગીતા કા જ્ઞાન... અસ્તુ..✍️ અજય નો વિજય બહુમૂલ્ય જીવન પર..🙏💐

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED