Anklet books and stories free download online pdf in Gujarati

પાયલ

માથા થી પગ સુધી પાણીમાં ભીંજાયેલા કરીમને ઘરની અંદર જોઈને શબાનાએ બુમ પાડી , “ બહાર જ લૂછાઈને અંદર નહોતા આવી શકતા ?

સીધા ઘરમાં જ આવી ગયા . એવું પણ ન વિચાર્યું કે ઘરની ફરસ પર પાણી પાણી થઈ જશે.

કરીમ શબાના નો કટાક્ષ સાંભળીને ગુસ્સે તો થયો,પરંતુ તેને ચુપ રહેવાનો ઈશારો કરીને તે ખૂણામાં પડેલી ખુરશી પર બેસી ગયો. કંઈક શોધતી નજરથી ચારેય બાજુ જોઈને કરીમએ પોતાનો પાયજામો ઢીલો કરી અને તેની કમરમાં બાંધેલો માટીનો લોંદો જમીન પર પડ્યો

“આ શું છે ? ” કરીમ એ “ માલિકના કુવામાં ડોલ પડી ગઈ હતી.તેને કાઢવા માટે જ્યારે હું કૂવામાં ઊતર્યો,તો આ વસ્તુ મળી હું બધાની નજરથી છુપાઈને લઈ આવ્યો.કરીમ બોલ્યો.માટીના લોંદાને જોઈને સુખિયાએ પૂછ્યું , " પણ આ શું છે ? '

કરીમ બોલ્યો “ તું જોઈશ , તો ખુશીથી પાગલ થઈ જઈશ ... સમજી ? ” કહીને તેણે ખૂણામાં મૂકેલા ઘડાના પાણીથી કીચડ સાફ કર્યો , તો તેના હાથમાં એક પાયલ ચમકવા લાગી .

“ અરે શબાના , જો આ ચાંદીની છે.કેટલી જાડી અને ભારે છે . અસલી ચાંદીની લાગે છે .

કરીમ પોતાની ખુશી સંભાળી ન શક્યો ચાંદીની પાયલ જોઈને શબાના ખુશીથી નાચી ઊઠી.

તે કરીમ નું બાયું પંપાળતા પ્રેમથી બોલી ,

“ શું તેની જોડી નહોતી ?"

પાણીની અંદર લાગ્યું કે બીજું કંઈ છે , પરંતુ ત્યાં સુધી મારા શ્વાસ રોકાવા લાગ્યા અને હું પાણીમાંથી ઉપર આવી ગયો.
કરીમ એ જણાવ્યું .

શબાના કરીમની કમર પર હાથ મૂકતા બોલી ,
“ સાંભળો ને , મારું મન કહે છે કે તમે આની જોડી જરૂર લાવશો . જુઓ ને , મારા પગમાં કેટલી સારી લાગે છે ... ” શબાના એક પગમાં પાયલ પહેરીને બોલી , “ હું આ પહેરીને પિયર જઈશ અને જે લોકો તમને લાલચુ કહીને ખુશ થાય છે , તમારી મજાક ઉડાવે છે , તેમને બતાવીશ કે મારો પતિ કંગાળ નથી.

તમારી ઈજજત પણ વધશે

સારું , હું એક વાર ફરી કૂવામાં ઊતરીશ,

પરંતુ દિવસે નહીં ,

અંધારામાં જઈશ ...

જ્યારે પૂરું ગામ ગાઢ નિદ્રામાં ઊંઘતું હશે . કરીમ બોલ્યો ,

તો શબાના ના ચહેરા પર સ્મિત આવી ગયું રાત થઈ ગઈ .

આખું ગામ ઊંધી રહ્યું હતું .
ગાઢ નિદ્રામાં ગામને જોઈને કરીમ ઘરથી બહાર નીકળ્યો. તેની પાછળપાછળ શબાના પણ દોરી લઈને નીકળી.બંને ધીરેધીરે માલિકના ઘર તરફ આગળ વધ્યા .કૂવાની નજીક પહોંચીને બંનેએ આજુબાજુ જોયું . કોઈ નહોતું .શબાનાએ કૂવામાં દોરી નાખી.કૃવામાં ઊતરતા પહેલાં કરીમ શબાના થી બોલ્યો કે તું કમર પર દોરી બાંધી લે , જેથી અચાનક હાથમાંથી છૂટવાનું જોખમ ન રહે . શબાનાએ દોરી બાંધી લીધી . દોરીનો એક છેડો કમર પર બાંધીને તેણે બંને હાથથી દોરી પકડી લીધી.કરીમ દોરીની મદદથી ધીરે ધીરે કુવામાં ગાયબ થઈ ગયો તે પાણીની અંદર ગયો.તેણે કીચડથી છલોછલ કૂવાને ફેંદી નાખ્યો . કાંકરાપર બીજું કોણ જાણે શું - શું તેના હાથમાં આવ્યું પરંતુ પાયલ ન મળી.કરીમના શ્વાસ રોકાવા લાગ્યા ત્યારે જલદી જલદી હાથપગ પછાડતા તે પાણીની સપાટી પર આવ્યો અને કુવાનું કુંડું પકડીને શ્વાસ લેવા લાગ્યો.કૂવાની અંદરથી શબાના ને પાણી પર ઊઠવાનો અવાજ આવ્યો,તો તેની આંખ ખીલી ઊઠી.તે કરીમ ના ઈશારાની રાહ જોવા લાગી,પરંતુ ત્યારે અંદરથી કોઈ ઈશારો ન મળ્યો ત્યારે તે નિરાશ થઈ ગઈ.થોડી વાર શ્વાસ લીધા પછી કરીમ ફરી પાણીની અંદર ગયો.બીજી બાજુ અંધારામાં કૂતરાના ભસવાનો અવાજ સંભળાયો.શબાના ના હૃદયના ધબકારા વધી ગયા.તેણે કૂવામાં ઝૂકીને કરીમને બુમ પાડી , પરંતુ કુવામાંથી તેનો જ અવાજ પાછો આવ્યો.તેનું મન બેચેન થઈ ગયું.અચાનક માલિકના ઘરનો દરવાજો ખૂલ્યો.લાલટેનનો આછો પ્રકાશ કૂવાના ચબૂતરો પર પડ્યો.

“ કોણ છે ? ત્યાં કોણ ઊભું છે ? દરવાજેથી અવાજ આવ્યો . માલિકનો અવાજ સાંભળીને શબાના ગભરાઈ ગઈ .તેના હાથપગ ધ્રુજવા લાગ્યા.ડરના માર્યા કોણ જાણે કેવી રીતે શબાના ની કમર પરથી દોરી છૂટીને હાથમાં આવી ગઈ અને હાથમાંથી છૂટી ગઈ.કરીમ ના ઉપર આવવાનો સહારો કૂવામાં ગુમ થઈ ગયો.માલિક લાલટેન લઈને કૂવા સુધી આવ્યો. ત્યાં તેમને કોઈ ન દેખાયું આજુબાજુ નજર કરીને તે પાછા ફર્યા

કરીમએ પાણીથી ઉપર આવીને દોરી પકડીને શ્વાસ લેવાનો પ્રયત્ન કર્યો,તો દોરી ઉપરથી આવીને તેના તન પર લપેટાઈ ગઈ.દોરી તેના માટે નાગ બની ગઈ અને તે પાણીમાં ડૂબવા લાગ્યો.હાથપગ મારવા મજબૂર થઈ ગયો.ધીરે ધીરે પાણીમાં ઊઠતા પરપોટા શાંત થઈ ગયા.શબાના અંધારામાં ઠોકરો ખાતાખાતા ઘરે પહોંચી. ડરના માર્યા તેનું શરીર ધ્રૂજી રહ્યું હતું.હૃદયના ધબકારા વધી રહ્યા હતા.માલિકના હાથે કરીમ ના પકડાવાના ડરથી તે પૂરી રાત ઊંઘી ન શકી.

સવારે થતા જ માલિકના કૂવા પર ભીડ ભેગી થઈ ગઈ.શબાનાને કોઈએ આવીને કરીમના ડૂબી જવાની ખબર આપી,
તો તે બેભાન થઈને નીચે પડી , ગામવાળાએ કરીમની લાશને કુવામાંથી કાઢીને આંગણામાં મૂકી .શબાના રડતાંરડતાં જયારે કરીમની લાશ પાસે ગઈ , ત્યારે તેની આંખ તેના હાથમાં દબાયેલી કોઈ વસ્તુ પર અટકી ગઈ . શબાનાએ કરીમના હાથને પોતાના હાથમાં લઈને જ્યારે પાયલની ઘુંઘરીનો અવાજ સાંભળ્યો , તો તેનું હૃદય તે વસ્તુને મુઠ્ઠીમાં બંધ કરીને શબાના રડવાઆઆ લાગી . તેની લાલચે જોગવાનો જીવ લઈ લીધો હતો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED