બંદરિય નગરી માંડવી ના બંદર ની આ વાત છે દરિયાઈ માર્ગે માંડવી બંદર થી
દ્વારકા,પોરબંદર,નવલખી અને મુંબઇ અવરજવર કરાતી
૮ નવેમ્બર ૧૮૮૮ ની સવારના સાડા સાત વાગે વૈતરણા નામ નો જહાજ ૭૪૬ જેટલા મુસાફરો અને કર્મચારીઓ ને લઇ મુંબઈ તરફ રવાના થાય છે.તે સમયે મેટ્રિક ની પરીક્ષા મુંબઈમાં ડિસેમ્બર માં લેવાતી તેથી આ મુસાફરો માં કેટલાક વિદ્યાર્થી
ઓની સાથે તેર વરરાજા,જાનૈયા ઓ ,વેપારીઓ અને અનેક બાળકો મુસાફરી કરી રહ્યા હતા
વૈત્રરણા નામ થી રજીસ્ટર્ડ થયેલું આ જહાજ ત્રણ વર્ષે જૂનું હતું તે જહાજ પર ઇલેક્ટ્રિક લાઇટો જડી હોવાને કારણે એ ‘વીજળી’ ના નામથી મુસાફરો માં વધારે પ્રખ્યાત હતું. ઇંગ્લેડ ની બનાવટ તેનું રજિસ્ટ્રેશન પણ લંડનમાં થયેલું. વીજળી’ના કપ્તાન કાસમ ઇબ્રાહિમ. આ ઉપરાંત એક હાજી કાસમ નૂરમોહમ્મદ પણ હતા,
આ જહાજ ના મુસાફરો મુંબઈ પહોંચવાની મીટ માંડી ૩૦ કલાક ની મુસાફરી અને મુંબઈ શહેર પહોચવાની આશ સાથે મુસાફરી શરૂ થઈ
મુંબઈ પહોંચતા પહેલાં ‘વીજળી’ દ્વારકા પહોંચે છે. અહીંથી થોડા મુસાફરોની ઉત્તર-ચડ થાય છે. પછી પોરબંદર પહોંચવાની અહીંથી લગભગ સો મુસાફરો ચડવાના છે, પણ તે દિવસે દરિયો તોફાની હતો,તેથી પોરબંદરના બંદરમાં લાંગરવાને બદલે ‘વીજળી’ સિગ્નલ આપી મુંબઈ તરફ આગળ વધી જાય છે. તે વખતે સાંજના સાડા પાંચ થયા છે. રાત્રે એક વાગ્યે ‘વીજળી’ માંગરોળ પાસેથી પસાર થાય છે. તે પછી સંભવતઃ માધવપુર (ધેડ) પાસે પણ અમુક લોકો દૂરથી ‘વીજળી’ને દરિયામાં જતી જુએ છે. બસ. ‘વીજળી’ની આ અંતિમ ઝલક. મધદરિયે ભયાનક ચક્રવર્તી તોફાન ઊઠે છે અને ‘વીજળી’ દરિયાના પેટાળમાં ગરકાવ થઈ જાય છે. ‘વીજળી’ માત્ર ડૂબતી નથી, તે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે. નથી એના ભંગારનો એક અંશ જડતો નથી એના પર સવાર થયેલા એક પણ મનુષ્યજીવનો દેહ મળતો નથી ‘વીજળી’ એક વિરાટ પ્રશ્નચિહ્ન, એક કરુણાંતિકા, એક રહસ્ય બનીને રહી જાય છે.
વાય.એમ. ચીતલવાલાએ ભારે જહેમત ઉઠાવીને ‘વીજળી હાજી કાસમની’ નામનું મહત્ત્વનું પુસ્તક લખ્યું છે. આ સિલસિલાબંધ પુસ્તકમાં તેઓ ‘વીજળી’ને યોગ્ય રીતે ‘ટાઇટેનિક’ સાથે સરખાવે છે.
વાય. એમ. ચીતલવાલાનું નિરીક્ષણ કહે છે કે વિખ્યાત સાહિત્યકાર ગુણવંતરાય આચાર્યે ૧૯૫૪માં ‘હાજી કાસમ તારી વીજળી ડૂબી’ નામની નવલકથા લખીને શ્રેષ્ઠ કામ કર્યું છે, પણ આ કથામાં ઐતિહાસિક તથ્યો કરતાં કલ્પનાને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ‘વીજળી’ ડૂબી પછી ટૂંક સમયમાં જામનગરના કવિ દુર્લભરાય વિ. શ્યામજી ધ્રુવે ‘વીજળી વિલાપ’ નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો. તે પછી ભીખારામ સવજી જોશીએ એ જ શીર્ષક હેઠળ વિલાપિકાની રચના કરી.
આમ વીજળી માટે અનેકો દંત કથાઓ એ જન્મ લીધું જેમાં દુર્ઘટના ઘટી પછી વર્ષો સુધી સૌરાષ્ટ્રના દરિયામાં ક્યારેક ‘વીજળી’નું ભૂત એટલે કે ઘોસ્ટ શિપ દેખાતું રહ્યું હોવાની પણ વાયકા છે.આ કરુણ ઘટના આપણે કલ્પના કરીયે ત્યારે રુવાડા ઉભા થઇ જતાં હોય છે. ૭૪૬ જેટલા લોકો ની જળ સમાધી જેમાં બાળકો અને સ્ત્રીઓ પણ હતી.
એવું કહેવાય છે મિસ્ટર લેલી એટલે પોરબંદરના તે સમયના અંગ્રેજ એડમિનિસ્ટ્રેટર, જેમણે વીજળી ને પાછી વાળવાનું ફરમાન કર્યું હતું. જોકે કપ્તાનને ખરેખર આવો કોઈ આદેશ મળ્યો હોવાનો પુરાવો સાંપડયો નથી.પણ જો આવું થયું હોત તો વીજળી પાછી માંડવી બંદરે પહોંચી હોત.
દરિયો પોતાના પેટાળ માં કહી રાખતો નથી એ બારે ફેંકે છે તો પણ વીજળી નો કોઈ અવશેષ કેમ હજુ સુધી ન મળ્યું આટલી મોટી દુઃખદ ઘટના બની તો અમુક સાહિત્યઓ માંજ કેમ સીમિત રહી ગઈ એવા હજારો પ્રશ્નો ઉભા થાય છે હાજી કાસમની વીજળી વેરણ થઈ પણ આજ સુધી તેના અવશેષનો એક અંશ સુધ્ધાં કેમ મળ્યો નથી તે ખરું રહસ્ય છે. અને વીજળી એ એક દુઃખદ યાદ બની રહી ગઈ છે.....
સંકલન- અજય ખત્રી