Madai ... books and stories free download online pdf in Gujarati

મડઇ...

ગરવી ગુજરાત ની ભુમી નો અભય અંગ કચ્છ છે. જ્યાં દરિયો,ડુંગર અને રણ ના ત્રીવેણી સંગમ થી સંસ્કૃતી ની મહેક આજ પણ મહેકી રહી છે.કચ્છ ના સમુદ્રીતટ પર આવેલ માંડવી શહેર એક રમણીય પર્યટન સ્થળ છે. માંડવી શહેર મહાભારત ના પ્રચલીત ઋષી માંડવ્ય ના નામ થી અંકિત થયું છે.જેનો બીજે અર્થ વિકસીત બંદર (મડઇ) તરીકે પણ થાય છે.

આ શહેર ની સ્થાપના કચ્છ મહારાવ ખેગારજી પ્રથમ દ્વારા સોળમી સદી માં કરાઈ હતી. વિશ્વ ફલક પર સમુદ્રી વેપાર કરી કચ્છ નો વિકાસ કરવાનો શુધ્ધ વિચાર સાથે કચ્છ ના મહારાવ માંડવી માં જહાજ ઉધોગ ને અગ્રતા આપી જહાજ વાળો સ્થાપ્યો હતો જે આજ પણ કાયમ છે અને ત્યાં ભવ્ય જહાજે બને છે.

માંડવી ની ભુમી ઉર્જા શક્તિ નું મુખ્ય કેન્દ્ર બિદું છે. ઉર્જા નો મુખ્ય સ્ત્રોત શાંતિ છે. આ શાંત વાતાવરણ ની વચ્ચે કચ્છ મહારાવ વિજયરાજ દ્વારા અહીં ભવ્ય વિજય વિલાસ પેલેસ નું નિર્માણ કરાયું છે. તો એશિયા નો પ્રથમ પવન ઉર્જા નો પાયો પણ માંડવી ના દરિયા કિનારે વિન્ડફાર્મ (પવનચકી) ના રૂપે સ્થપાયો હતો..

માંડવી શહેર ની નાનકડી ગલીઓ માં આજે પણ સંસ્કાર,સમૃદ્ધિ અને કલાનો વારસો આજે પણ ધબકી રહ્યો છે.અહીં ની બાંધણી પ્રવાસીઓ ના મનો ને રંગી નાખે છે.આ રંગાટ નું કામ કરતા રંગેજ ખત્રી લોકો દેશ - વિદેશ માં બાંધણી પહોંચાડી માંડવી નો નામ ઉજાગર રાખ્યો છે.અહીં ની બંધેજ ની બાંધણી દેશ-વિદેશ માં પ્રખ્યાત છે.જેઠીબાઇ વિરાંગના પણ માંડવીના આ રંગાટ બાંધણી વ્યવસાય થી જોડાયેલા હતા.

માંડવીના જહાજ ઉદ્યોગ બનતા જહાજો આજે વિદેશ માં ફરી રહ્યા છે.અને માંડવી ના લોકો ની સાહસ ગાથા ને અમર રાખ્યો છે. દરીયાઈ માર્ગ બતાવતી દીવાદાંડી માંડવી બંદરે શાન નથી અડીખમ ઊભી રહી અહીં ની ભવ્ય બંદર નો વારસો દર્શાવી રહી છે.અહીં 84 બંદરોના વેપારી જહાજો ની હાજરી ની સાક્ષી આ દીવાદાંડી પૂરી રહી છે.માંડવી પોર્ટ અને કાંઠા પર ની ભવ્ય ઇમારતો માંડવી ની સદ્ધરતા બતાવી રહી છે.

આ સમુદ્રી શહેર માત્ર ભૌતિક સમૃદ્ધિ જ નહિ પણ અહીં વસતા જનમાનસ પણ એટલા જ સમૃદ્ધ છે.કચ્છની પ્રથમ કન્યા છાત્રાલય શેઠ ખીમજી રામદાસ માંડવીમાં સ્થપાયેલી તેમજ ભારતને આઝાદ કરાવવા અને ક્રાંતિની બીયુગલ ફૂંકનારા ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા નો જન્મ માંડવી માં થયો હતો. તેમને શ્રદ્ધાંજલી રૂપ ક્રાંતિ તીર્થ પણ અહીં એક દેશભક્તિ નો ઉત્તમ ઉદાહરણ માંડવી ની ભુમી પર પૂરો પાડે છે.

શિવ ભક્ત અને ભારત ના અશ્વના વેપાર ના મહારથી શેઠ સુંદરજી સોદાગર પણ માંડવીના હતા.

માંડવી ની ભુમી પર સાધુ દ્વારા શબ્દ સાધના કરી સંગીત માં લીન થનારા નારાયણ સ્વામી પણ અહીં જ સુર સાધના કરતા લીન થયા..

વિવિધ કોમો અહીં વસવાટ કરે છે.જેમાં ભાટીયા, ખારવા,જૈન,ખત્રી,લુહાણા,સોની,મુસ્લિમ,વોરા વગેરે જ્ઞાતિઓ માંડવી ના વિકાસ માં પોતાનું યોગદાન આપી રહી છે.

વિદેશ માં રહેતા લોકો પણ માંડવી ને માતૃભૂમી નું ઋણ ચુકવતાજ રહેતા હોય છે.જેમાં માંડવી નો ટોપણસર તળાવ અને માંડવી ની મધ્યમાં આવેલો ટાવર આજ પણ તેની સાક્ષી પુરી પાડી રહ્યા છે.

માંડવી માં બનેલી દાબેલી આજે વિશ્વ ફલક પર પોતાનું નામ અમર કરી ગઈ છે.તે પ્રથમ દાબેલી માંડવી ના બે મિત્રો રૂપન અને મોહન નો સ્નેહ ની ભેટ છે.

રૂકમાવતી અને સમુદ્રની વચ્ચે બનેલો પુલ માંડવી ની ભવ્ય વીરાસતની ઝાંખી આજે પણ અહીં આવતા- જતા લોકો ને આપતો હોય છે.

સમુદ્રી શહેર માં ગલીએ ગલીએ મંદીર, મસ્જિદ અને દેવાલય જોવા મળશે અહીં ની કોમી એકતા અને નિખાલસતા ની હાજરી અહીં ના દેવી દેવતા ઓ અને લોકમેળા ઓ માં જોવા મળશે..

માંડવી એ કેટલાયે નામી આનામી મહાનુભાવો આ દેશને સેવા માં આપ્યા છે.જે અગણિત છે.
Ajay khatri

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED