ખીલતી કળીઓ - 6 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

ખીલતી કળીઓ - 6

ખીલતી કળીઓ - ૬



અનય તેની ગાડી રિસોર્ટમાંથી સીધી એક સૂમસામ જગ્યા પર લઈ જાય છે. નમાયા થોડી ગભરાય જાય છે.

નમાયા- તું ક્યાં લઈ જાય છે મને?

અનય- ગભરાઈશ નહીં.. હું તારી સાથે એવું કંઈ જ નથી કરવાનો...

અનય એક જગ્યાએ ગાડી ઊભી રાખે છે જ્યાં વાહનોની અવર-જવર લગભગ નહીવત જેવી જ છે.. આજુબાજુ એકલા ખેતરો જ છે.. અનય ગાડીની હેડલાઈટ ચાલુ રાખે છે અને ગાડીમાંથી ઊતરી નમાયાને ઊતારે છે.

નમાયા હજી ગભરાયેલી હોય છે.

અનય- મારા પર તે થોડો વિશ્વાસ કર્યો છે તો થોડો વધારે કરી લે.. અને જલ્દી થોડું હા.. દસ વાગવાનાં જ છે.

અનય નમાયાનો હાથ પકડી એક જગ્યા એ લઈ જાય છે. થોડી આગળ જતાં અનય તેના ફોનની ફ્લેશલાઈટ ચાલુ કરે છે અને તેઓ આગળ જાય છે.

અનય- હવે તારી ડાબી બાજુ જો..

નમાયા તેના ડાબી બાજુ જોઈ છે તો અસંખ્ય નાની નાની પીળા કલરની લાઈટ દેખાય છે.

નમાયા- આટલાં બધા આગિયા (fireflies)?

અનય- હા.. તને બતાવવા માટે જ અહીં લાવ્યો... આ મારી ફેવરેટ જગ્યા છે.. કોઈને નથી ખબર આ જગ્યા વિશે મારા સિવાય અને હવે તને ખબર છે...! હું અહીં ઘણી વખત એકલો આવું છું... મને આ આગિયા જોવા બહુ જ ગમે છે.

નમાયા- બ્યુટીફૂલ... તું પણ કંઈ ઓછો છૂપારૂસ્તમ નથી હા...

નમાયા એક આગિયાને તેના હાથ પર બેસાડે છે અને અનય તરત તેનો ફોટો પાડી લે છે.

થોડીવાર રોકાયા બાદ અનય અને નમાયા ત્યાંથી નીકળી જાય છે.

બરાબર દસ વાગ્યે અનય નમાયાને ઘરે મૂકી જાય છે. અનય નમાયાને થેન્ક યૂ કહે છે, ડેટ પર આવવા માટે...

નમાયા- થેન્ક યૂ મને મારી લાઈફનો આટલા સારો દિવસ બનાવવા માટે... હવે હું આમ જ મારા દિવસોને સુંદર રીતે વિતાવીશ..!

અનયને સમજણ નથી પડતી કે નમાયા શું કહેવા માંગે છે પણ તે બાય અને ગુડ નાઈટ કહી નીકળી જાય છે.


અનય અને નમાયાનું સારું એવું બનવા લાગ્યું હોય છે. બંને કોલેજમાં સાથે જ રહેતા હોય છે. અનય અને તેના દોસ્તોને નથી ગમતું હોતું પણ તેઓ કંઈ કરી નથી શક્તા..! કેયાને નમાયા પર સખત ગુસ્સો આવતો હોય છે તેથી તે નમાયા સાથે કંઈ કરવાનું વિચારે છે.

અનય અને નમાયાએ એકબીજાનો ફોન નંબર પણ લઈ લીધો હોય છે. નમાયાની સાથે અનય પણ હવે ભણવામાં ધ્યાન આપતો..! બીજું સેમેસ્ટર પણ આમ જ પૂરું થઈ જાય છે. હવે વેકેશનનો સમય હોય છે. અનય અને નમાયા એકબીજાને મળી શકતા નથી હોતા પણ ફોન કે મેસેજથી વાત કરી લેતા..!

અનયને તો નમાયા સાથે પ્રેમ થવા લાગ્યો હોય છે તે હવે નમાયાને તેના દિલની વાત કહેવા માંગતો હોય છે. આ બાજુ નમાયાને પણ અનય માટે લાગણી થતી હોય છે પરંતુ તે નક્કી કરે છે કે અનયને તેની લાઈફમાં નહીં આવવા દે..!

વેકેશનમાં તેઓ ઘણી વખત સાથે આવી રીતે શહેરથી બહાર કોઈ શાંત જગ્યાએ બેસતા.. વાતો કરતાં.. સાથે લંચ કે ડિનર કરવાં જતાં..!

દિવસો આમ જ વિતવા લાગે છે.

ત્રીજું સેમેસ્ટર ચાલુ થઈ જાય છે. પહેલાની જેમ જ અનય અને નમાયા સાથે રહેવા લાગે છે.

શનિવારનો દિવસ હોય છે. કોલેજ વહેલી પતી જાય છે. નમાયા ઘરે જઈ આરામ કરીને સાંજનું જમવાનું બનાવે છે અને તેના પપ્પાને કહે છે, પપ્પા આજે હું રાત્રે પાસેનાં ગાર્ડનમાં જવાની છું ટેલિસ્કોપ લઈને..! આજે ખાસ એક વસ્તુ જોવાની છે.

નૈનેશભાઈ હસવા લાગે છે અને કહે છે, સારું.. પણ ધ્યાન રાખજે બેટા..!

નમાયા- હા...

નમાયા જમીને તેની રૂમમાં જઈ તેની કોલેજની બેગમાં થોડો સામાન મૂકે છે અને ટેલિસ્કોપનું બોક્સ લઈ તોના પપ્પાના ગાડીમાં મૂકે છે.

નમાયા ગાડી રસ્તા પર હંકારી મૂકે છે અને તેના ઘરની નજીક એક ગાર્ડન પાસે ઊભી રાખે છે. નમાયા ગાડીમાંથી બધી વસ્તુ કાઢતી હોય છે બરાબર તે જ વખતે અનય તેની ગાડી લઈને તેના પપ્પાના ઘરેથી તેની મમ્મી પાસે જતો હોય છે અને તેની નજર નમાયા પર પડે છે. નમાયા ગાડી લોક કરી બેગ ખભે લટકાવી અને ટેલિસ્કોપનું બોક્સ લઈ અંદર ગાર્ડનનાં જતી રહે છે.

અનયને નવાઈ લાગે છે કે નમાયા અત્યારે અહીં શું કરે છે?

અનય તેની ગાડી પાર્ક કરી અંદર નમાયાની પાછળ જાય છે. નમાયાને થાય છે કે તેની પાછળ કોઈ આવી રહ્યું છે તેથી તે પાછળ ફરીને જોઈ છે તો અનય હોય છે.

નમાયા- અનય.. તું અહીં?

અનય- હા.. પણ આટલી રાત્રે તું અહીં શું કરે છે? એ પણ એકલી?

નમાયા- જાણવું હોય તો ચાલ મારી સાથે...

નમાયા ગાર્ડનનાં છેક પાછલા ભાગમાં જાય છે. તેનો સામાન મૂકી બેગમાંથી ચાદર કાઢી નીચે પાથરે છે. અનય પ્રશ્નસૂચક ચહેરા સાથે નમાયા જે કરતી હોય છે તેને જોયા કરતો હોય છે.

નમાયા ટેલિસ્કોપનું બોક્સ ખોલે છે અને પહેલા તેનું સ્ટેન્ડ કાઢી સ્ટેન્ડને ગોઠવે છે.

અનય- (નવાઈ પામતાં) આ સાચું ટેલિસ્કોપ છે?

નમાયા- હા...

અનય- તું જબરી મને શોક પર શોક આપે છે. ગાડી પણ ચલાવે છે, ટેલિસ્કોપ પણ રાખે છે.

નમાયા હસી પડે છે.

અનય- રાત્રે એકલી ગાર્ડનમાં પણ આવે છે...!

નમાયા સ્ટેન્ડ પર ટેલિસ્કોપને ગોઠવે છે અને તેની બેગમાંથી એક મેપ જેવું કાઢે છે જેમાં તારામંડળની રચના હોય છે. તે મેપમાંથી જોઈ એક તારા તરફ તેનું ટેલિસ્કોપ એડજસ્ટ કરે છે.

અનય તો ચૂપચાપ તેને જોતો હોય છે.

નમાયા ટેલિસ્કોપમાંથી ખરતાં તારાને જોઈ છે. નમાયા અનયને બોલાવી તેને પણ બતાવે છે.

અનય- તું તો ગજબ છેને..!

અનયના જોયા પછી નમાયા ટેલિસ્કોપ સેટ કરી અનયને બીજું કંઈ બતાવે છે...

અનય- ઓહો.... માર્સ અને જ્યૂપિટર એક જ લાઈનમાં?

નમાયા- હા...

નમાયા તેને બીજું ઘણું બધુ બતાવે છે. બધુ જોયા બાદ બંને ત્યાં બેસે છે.

અનય- તું ક્યારે અહીં આવે છે? એટલે કે આ બધુ જોવા?

નમાયા- આવું કંઈ જોવાનું હોય એટલે કે અવકાશમાં કોઈ રચના દેખાવાની હોય ત્યારે આવું બાકી ત ઘરના ટેરેસ પરથી જ જોઈ લઉં..! મને એસ્ટ્રોનોટ બનવું હતું અને મને હજી પણ રસ છે જ બધુ જોવાનો એટલે પપ્પાએ મને લઈ આપ્યું હતું.. છ મહિના પછી એક ખરતો તારો આપણી પૃથ્વી પાસેથી પસાર થવાનો છે, તે તારો લગભગ ૨૫૦ વર્ષ પછી જોવા મળે છે અને એ પણ ફક્ત નવ મિનિટ માટે જ જોવા મળશે..! તે તારો જોવા માટે બીજું ટેલિસ્કોપ જોઈએ.. જે હું અને પપ્પા ઘરે બનાવવાનાં છે.. પપ્પાએ બધા પાર્ટસ બહારથી મંગાવી લીધા છે.

અનય- તું તો બહુ જીનિયસ છેને...

નમાયા- જીનિયસ નથી મને આવું બધુ જાણવું બહુ ગમે છે.

અનય અને નમાયા પછી ત્યાં નીચે બેસીને ખાસી એવી વાતો કરે છે અને પછી છૂટા પડે છે.


અનયને હવે નમાયાની આદત પડી ગઈ હોય છે. નમાયાને પણ અનયનો સાથ ગમતો હોય છે. અનય તેના દિલની વાત કહેવા બીજી ડેટ અરેન્જ કરે છે. અનય નમાયાને બીજ વખત ડેટ પર લઈ જાય છે.

આ વખતે તે નમાયાને મોલમાં લઈ જાય છે. તેઓ ગેમ ઝોનમાં ઘણી બધી ગેમ રમે છે. સાથે મૂવી જોઈ છે. ફૂડ ઝોનમાં જમીને આમ તેમ ફરે છે. અનય નમાયાને સરસ બ્રાન્ડેડ ટોપ ગીફ્ટમાં આપે છે.

ગાડીનાં બેસતા અનય નમાયાને ટેટૂનાં સ્ટીકર બતાવતાં કહે છે, આમાંથી તને કયું ગમે છે?

નમાયા ખુશ થતાં બે સ્ટીકર સિલેક્ટ કરે છે જેમાંથી એક બટરફ્લાયનું અને બીજું રોઝનું હોય છે.

નમાયા- ઓહ... તો તને યાદ છે એમને કે મને ટેટૂ ગમે છે..!

અનય- હા... બોલ ક્યાં લગાવીશ?

નમાયા એક ટેટૂ હાથ પર લગાવવા કહે છે.

અનય- બીજું?

નમાયા બીજુ ટેટૂ ગરદન પર લગાવવા કહે છે.

અનય- તું મને સરપ્રાઈઝ પર સરપ્રાઈઝ કરે છે.

નમાયા હસી પડે છે.


સાંજે ઘરે મૂકવા જતા પહેલા નમાયા અને અનય શહેરનાં જાણીતા ગાર્ડનમાં બેસવા જાય છે. બેસીને થોડી આમતેમ વાતો કરી તેઓ ગાર્ડનમાં થોડીવાર ચાલે છે. અનય ધીમે ધીમે નમાયાને તેના મનની વાત કહેવાની ચાલુ કરે છે.

અનય- નમાયા તને ખબર છે તારા વગર હવે મને ચાલતું નથી..

નમાયા- ઉપ્સ.. શરત ભંગ થઈ જ ગઈ એમને...!

અનય- હા... નમાયા હું આખી લાઈફ તારી સાથે વિતાવવા માગું છું... આઈ લવ યુ નમાયા..!

નમાયા થોડી ઢીલી પડી જાય છે... તેને જેની બીક હતી તે જ થાય છે. નમાયા તેની લાઈફમાં કોઈને લાવવા નહોતી માંગતી...!

નમાયા કંઈ બોલતી નથી..

અનય- હું કંઈ તારી પાસે હમણાં જવાબ નથી માંગતો.... પણ જ્યાં સુધી હું તને મહેસૂસ કરું છું મને એટલી ખબર પડી ગઈ છે કે પ્રેમ તો ખબર નહીં પણ તું મને પસંદ કરે છે....!

નમાયા થોડી રડવાં જેવી થઈ જાય છે.

અનય જોઈ છે કે નમાયા થોડી ઢીલી પડી ગઈ છે અને રડવાં જેવી થઈ ગઈ છે.

અનય નમાયાનો હાથ પકડી તેને કહે છે, હેય... તું ગભરાઈશ નહીં... તારો જે જવાબ હશે મને મંજૂર હશે.. તું આમ રડીશ નહીં... પ્લીઝ...!

નમાયા અનય તરફ જોઈ રડી પડે છે.

અનય તેને શાંત પાડે છે અને પાણી પીવડાવે છે.

નમાયા- હા.. તારી વાત સાચ્ચી છે... મને તું પસંદ છે, મને તારો સાથ ગમે છે પણ મેં મારી જાતને તને પ્રેમ કરતાં રોકી રાખી છે અને એની પાછળ એક કારણ છે. મારે તને એક વાત કહેવી છે... મેં તને કહ્યું હતું ને કે મારા પ્રેમમાં ના પડતો... પછી હું ટેટૂ નથી પડાવી શકતી, મેં તને આઉટડોર ગેમ રમવાની પણ ના પાડી હતી.. તું એ મને કોઈ દિવસ પૂછ્યું પણ નહીં કે કેમ હું ના કહું છું..!

અનય- ના... મને એમ હતું તે તને આ બધુ નહીં ગમતું હોય એટલે નહોતું પૂછ્યું...

નમાયા- હું બિમાર છું...

અનય- (ગભરાયને) તુંએ મને કહ્યું કેમ ના... રોજ વાત થાય છે તોપણ કહેતી નથી.. શું થયું છે તને? અને તું બિમાર તો લાગતી નથી?

નમાયા- હું એવી બિમાર નથી...

અનય- એટલે? કંઈ ખબર પડે એવું બોલીશ નમાયા?

નમાયા પહેલી વખત અનયનો હાથ પકડે છે. અનયને પ્રેમની જગ્યાએ ડરની લાગણી અનુભવાય છે.

નમાયા અનયની સામે જોઈને કહે છે, અનય મને લ્યૂકેમિયા છે એટલે કે બ્લ્ડ કેન્સર..।

અનયને જબરદસ્ત આંચકો લાગે છે અને નમાયાએ પકડેલ હાથ અનાયાસે જ તેનાથી છૂટી જાય છે. અનયને આઘાત લાગે છે.

બે મિનિટ માટે તો અનય કંઈ બોલતો નથી...

નમાયા રડતી રડતી અનયને કહે છે, તું કંઈ કહે નહીં?

અનય થોડો સ્વસ્થ થઈને કહે છે, પણ તું સારી થઈ શકે છે ને..એટલે...

અનયને બોલવા માટે શબ્દો નહોતા મળી રહ્યા...

નમાયા- ટ્રીટમેન્ટ ચાલે જ છે પણ લાસ્ટ સ્ટેજ પર છે કેન્સર અને મારું બોડી કંઈ રિએક્ટ નથી કરતું.. એટલે કે આટલી હું સારી નથી થઈ શકતી..!

અનય- તું મને અત્યારે કેમ બધુ કહે છે?

નમાયા- (રડતી) તું મને છોડીને જતો રહે.. તારી આટલી સારી લાઈફ મારી પાછળનાં વેડફે..

અનયની આંખો માંથા પણ આસું આવી જાય છે.

અનય થોડો મક્કમ થઈને નમાયાનો હાથ પકડી તેને ઊભી કરીને કહે છે, હવે ઘરે જવું જોઈએ...

ઘરે જતાં બંને માંથી કોઈ કંઈ બોલતું નથી...

અનય નમાયાને ઘરે મૂકીને બહારથી જતો રહે છે.

અનય સીધો જ તેની ગાડી તેના પપ્પાના ધર તરફ જવા દે છે.



શું અનયનો નમાયા પ્રત્યેનો પ્રેમ ઓછો થઈ જશે?

શું અનય નમાયાને સ્વીકારશે?

નમાયા શું કરશે હવે?

શું કેયા નમાયાને હેરાન કરશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ - ૭