ખીલતી કળીઓ - 7 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખીલતી કળીઓ - 7

ખીલતી કળીઓ - ૭



નમાયા તેની બિમારી વિશે અનયને જણાવે છે.

અનય નમાયાને ઘરે મૂકી સીધો તેના પપ્પા પાસે જાય છે. તેના પપ્પાને ફોન કરી ઊઠાડે છે અને બહાર આવવા કહે છે.

અનિષભાઈ દરવાજો ખોલી અનયને અંદર આવવા કહે છે. અનિષભાઈ જોઈ છે કે અનયનો ચહેરો રડી રડીને લાલ થઈ ગયો હોય છે.

અનિષભાઈ અનયનાં ખભે હાથ મૂકીને કહે છે, શું થયું બેટા?

અનય તેના પપ્પાને ગળે વળગીને ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડે છે.

અનિષભાઈ અનયને શાંત પાડે છે અને પાણી પીવડાવીને પૂછે છે, શું થયું દિકરા?

અનય તેને બધી વાત જણાવે છે કે તે નમાયાને પ્રેમ કરે છે અને તેને કેન્સર છે..

અનય- પપ્પા... પ્લીઝ મારી હેલ્પ કરો તમે... તમે એની ટ્રીટમેન્ટ કરો... પ્લીઝ.. ખબર છે પપ્પા પહેલી વખત મને કોઈ છોકરી માટે આટલા બધી લાગણી થઈ છે અને હવે હું એને પ્રેમ કરું છું તો આવું થયું...!


અનિષભાઈ પોતાના દિકરાને દુ:ખી જોતાં પોતે પણ ભાવુક થઈ જાય છે. તેઓ અનયને ગળે લગાવી લે છે અને કહે છે, હું જરૂર તેની ટ્રીટમેન્ટ કરીશ..! એને જણાવી દેજે કે કાલે મારી હોસ્પિટલ આવી જાય..!

અનય રાતે તેના પપ્પાને ત્યાં જ રોકાય જાય છે.


બીજા દિવસે સવારે અનય તેની મમ્મી પાસે જાય છે. અનયને જોતા જ અનિતાબેન સમજી જાય છે કે તેને કંઈ થયું છે..!

અનિતાબેન- ક્યાં હતો બેટા તું?

અનય- ડેડ પાસે હતો.. ત્યાં જ સૂઈ ગયો હતો..

અનિતાબેનને નવાઈ લાગે છે કે અનય તેના પપ્પા સાથે કોઈ દિવસ રાત રોકાતો પણ નથી અને આજે કેમ રોકાયો હશે? પરંતુ તેઓ અનયને કંઈ પૂછતા નથી અને ફ્રેશ થવાં મોકલે છે.


આ બાજુ નમાયા અનય વિશે જ વિચારતી હોય છે કે અનય આજે કોલેજ આવશે કે નહીં? શું પોતાને કેન્સર છે તે જાણીને મારી સાથે અનય નહીં રહે? ઘણાં બધા વિચાર નમાયાનાં મગજમાં ચાલી રહ્યાં હોય છે.

નૈનેશભાઈ નમાયાને જોઈ છે કે તે ગૂંચવાયેલી લાગી રહી છે.

નૈનેશભાઈ- શું થયું બેટા?

નમાયા- હં... કંઈ નહીં પપ્પા...

નૈનેશભાઈ- અનયની સાથે રહીને જૂઠ્ઠું બોલતા શીખી ગઈ છેને...!

નમાયા- પપ્પા....

નમાયા કાલ સાંજની બધી વાત તેના પપ્પાને કહે છે.

નૈનેશભાઈ- બેટા.. વધારે તો કંઈ નહીં કહું પણ મને લાગે છે કે તું પણ એને પસંદ કરે છે.. અને જ્યારે તમને કોઈ વ્યકિત ગમે ને તો એ વ્યકિત પાસે ક્યારેય કોઈ આશા નહીં રાખવાની... કહેવાનો મતલબ તું હવે આશા રાખીને બેઠી છે કે અનય તારી પાસે આવશે એમ... હું એવું નથી કહેતો કે અનય આ વાત સાંભળીને જતો રહેશે એમ પણ તમે રાખેલી આશા દુ:ખ પણ આપે છે. તું કંઈ પણ વિચાર્યા વગર કોલેજ જા... આગળ જે થશે તે જોયું જશે..

નમાયા તેના પપ્પાને હગ કરી કોલેજ જવા નીકળી જાય છે.


અનય તેની મોમ સાથે નાસ્તો કરતો હોય છે.

અનિતાબેન- આજે તને મોડુ નથી થઈ ગયું?

અનય- હા.. મોમ નાસ્તો કરીને નીકળું જ છું...

અનિતાબેન- સારૂં...

અનય નાસ્તો કરી કોલેજ જવા નીકળે છે.


આ બાજુ કેયા નમિત, કરન અને જીયા સાથે વહેલી કોલેજ પહોંચી ગઈ હોય છે. કેયાએ નમાયાને નીચી દેખાડવા માટે કંઈક તૈયાર કરીને રાખ્યું હોય છે. અનય નમાયાની સાથે જ રહેતો હોવાથી કેયાને સહેજ પણ નથી ગમતું હોતુ તેથી તે નમાયાને સબક શીખવાડવાનું નક્કી કરે છે જેથી તે અનયથી દૂર રહે...!

નમાયા કોલેજમાં આવે છે તેની આંખો અનયને શોધી રહી હોય છે પણ અનય દેખાતો નથી..! તે ગાર્ડનમાં જઈને જોઈ છે ત્યાં પણ નથી હોતો.. પરંતુ ગાર્ડનમાં બેસેલા સ્ટુડન્ટસ એક બાજુ મોબાઈલમાં જોઈ છે અને બીજી બાજુ નમાયા તરફ જોઈને તેની પર હસતા હોય છે.

નમાયા ખાસ એવું ધ્યાન નથી આપતી.. નમાયા લાયબ્રેરીમાં જાય છે ત્યાં પણ અનય નથી હોતો.. લાયબ્રેરીમાં પણ બધા મોબાઈલમાં કંઈ જોઈ નમાયાની વાતો કરતાં હોય છે. નમાયાને કંઈ તો અજીબ લાગે છે. નમાયા ક્લાસમાં પણ જોવા જાય છે ત્યાં પણ નથી હોતો અનય.. ક્લાસનાં જતાં જ એક છોકરો નમાયાને જોઈને કહે છે, ક્લાસની ટોપર તું તો જબરી નીકળીને.. શું જોરદાર ફોટોગ્રાફી કરાવે છેને?

નમાયાને કંઈ ખબર પડતી નથી કે તે છોકરો શું કહેવા માંગે છે કેમ કે તેનું ધ્યાન અનયમાં જ હોય છે. નમાયા અનયને શોધવા કેન્ટીનમાં જવાનું નક્કી કરે છે.

અનય તેની ગાડી પાર્ક કરી ક્લાસ તરફ જતો હોય છે કે તેની નજર નમાયા પર પડે છે અને જોઈ છે કે નમાયા કેન્ટીન તરફ જાય છે એટલામાં જ તેના મોબાઈલમાં મેસેજની ટોન વાગે છે. અનય મેસેજ ખોલીને જોઈ છે તો તેની આંખો પહોળી થઈ જાય છે. તે વિચારે છે કે શું નમાયાએ આ ફોટો જોયો હશે? અનય વિચારે છે જો નમાયા જોશે અને કંઈક થઈ જશે તો? તે તરત નમાયા પાછળ જાય છે પણ નમાયા કેન્ટીનમાં પહોંચી ગઈ હોય છે.

કેન્ટીનમાં પ્રવેશતા જ બધા નમાયા તરફ જોઈને હસતાં હોય છે. અનયનું ગ્રૂપ પણ ત્યાં જ બેઠું હોય છે પણ અનય ત્યાં નથી હોતો..!

કેયા- (લુચ્ચું હસતાં) તું તો બહુ હોટ નીકળી નમાયા..!

જીયા- મોડેલને પણ ટક્કર મારે એવી..

નમાયા પ્રશ્નસૂચક ચહેરા સાથે કેયા અને જીયાને જોતી હોય છે. નમિત નમાયા તરફ આવી તેના ફોનમાં નમાયાને ફોટો બતાવે છે જેમાં કોઈ સ્વીમીંગ કોસ્ચ્યૂમ પહેરેલ મોડેલ હોય છે પરંતુ મોડેલના ચહેરાની જગ્યાએ નમાયાનો ચહેરો ફોટોશોપ કરી મૂકી દીધો હોય છે. આવો પોતાનો ફોટો જોતાં જ નમાયા ઢીલી પડી જાય છે. કેન્ટીનમાં બધા જ નમાયા પર હસતાં હોય છે.

નમાયાને આંખે અંધારા આવે લાગે છે.. તે ચક્કર ખાયને પડવા જ જતી હોય છે કે અનય દોડતો આવીને નમાયાને પકડી લે છે. અનય તેને પકડીને ચેર પર બેસાડે છે અને પાણી પીવડાવે છે.

અનય- આ હરકત કોણે કરી છે?

નમિત હસતાં કહે છે, કેવું લાગ્યું તને અનય? મજા આવીને?

અનયને ગુસ્સો આવે છે અને તે નમિતને જોરદારનો લાફો મારી દે છે અને કહે છે, આજ પછી નમાયાને હેરાન ના કરતો..!

આખી કેન્ટીનમાં સન્નાટો છવાય જાય છે.

કેયા- કેમ અનય? આ બહેનજી માટે બહુ લાગી આવે છેને તને.. આ આને જ લાયક હતી..!

અનયને કેયા પર પણ ગુસ્સો આવે છે અને કહે છે, કાન ખોલીને સાંભળી લે તું... આ જ પછી કેયાને હેરાન ના કરતી અને એનું નામ પણ લેતી અને હા... મને નમાયા માટે બહુ કરતાં પણ વધારે લાગી આવે છે કેમ કે હું પ્રેમ કરું એને.. યુ મિસ. કેયા સ્ટે અવે ફ્રોમ નમાયા.. અધરવાઈઝ યુ નો મી.. વોટ કેન આઈ ડુ..!

કેયા, નમિત, કરન અને જીયાને આ સાંભળીને જોરદાર શોક લાગે છે. આવી ગંદી મજાક, નમાયાનો ફોટોશોપ કેયા, નમિત અને જીયાએ મળીને કર્યો હોય છે.

અનય- અને હા... આ જે પણ બધુ ફેલાયું છેને તે તરત સાફ થઈ જવું જોઈએ.. નમાયાનો ફોટો..!

અનય નમાયાનો હાથ પકડી તેને ત્યાંથી લઈ સીધો નમાયાને ઘરે મૂકી આવે છે. ઘરે મૂકવા જતી વખતે અને ઘરે જઈને પણ અનય નમાયા સાથે વાત નથી કરતો હોતો..! અનય નૈનેશભાઈને ફોન કરી ઘરે બોલાવી લે છે અને નૈનેશભાઈ જેવા ઘરે આવે છે અનય તેવો જ ત્યાંથી નીકળી જાય છે.


અનિતાબેન અનિષભાઈને ફોન કરી પૂછે છે કે અનયને શું થયું છે એમ..! અનિષભાઈ બધી વાત કહે છે અને અનયનું ધ્યાન રાખવાં કહે છે.


અનય બે- ત્રણ દિવસ કોલેજ નથી જતો. નમાયા કોલેજ જતી પણ અનયને ના જોતા તેને બેચેની થતી..! નમાયા અનયને ફોન કરતી પણ અનય તેનો ફોન ઉપાડતો નહીં..!

નમાયા હિંમત કરી મનન પાસે જાય છે... કેમ કે અનયના ગ્રૂપમાં મનન વ્યવસ્થિત હોય છે.

નમાયા- હાય.. મનન..

મનનને થોડી નવાઈ લાગે છે નમાયાને જોઈને..!

મનન- હાય..

નમાયા- અનય આજકાલ નથી આવતો.. ક્યાં છે એ? ખબર છે તને?

મનન- સોરી નમાયા.. મને પણ નથી ખબર... મેં એને ઘણી વખત ફોન કર્યો પણ મારો ફોન નથી ઊપાડતો..!

નમાયા- ઓકે.. થેન્ક યુ.. જો તારી કંઈ પણ વાત થાય છે તો મને કહેજેને..

મનન- હા.. ચોક્કસ..!


આજે અઠવાડિયું થઈ ગયું હોય છે પણ અનય કોલેજમાં દેખાતો હોતો નથી.

અનયને ન જોતા નમાયાની બેચેની વધતી જતી હોય છે. નમાયા પોતની સાથે જ વાતો કરતી હોય છે, અનયની ગેરહાજરી મને કેમ આટલી હેરાન કરે છે? હું તો ઈચ્છતી જ હતી કે અનય મને પ્રેમનાં કરે... હવે એ દૂર છે તો મને કેમ કંઈ ગમતું નથી? આખો દિવસ કેમ એનાં જ વિચારો આવે છે? શું એ ઠીક તો હશે ને? શું હું એને પ્રેમ તો નથી કરવાં લાગીને? શું પ્રેમ આવો હોય?

નમાયા તેનું મન શાંત કરવાં મંદિરમાં બેસવાં જતી રહે છે.


શનિવારે મનન અનયને મળવાં તેના ઘરે જાય છે.

મનન- કેમ ભાઈ? શું થયું? તું કોલેજ કેમ નથી આવતો?

અનય- તબિયત નહોતી સારી એટલે..!

મનન- ખોટું ના બોલીશ.. મને ખબર છે કે તને નમાયા ગમે છે.. બોલ તો ચાલ હવે...

અનય મનનને બધી જ વાત કહે છે...

મનનને પણ શોક લાગે છે સાંભળીને કે નમાયાને બ્લ્ડ કેન્સર છે એમ..!

મનન- નમાયા મને પૂછવા આવી હતી કે તું કોલેજ કેમ નથી આવતો એમ..!

અનય- શું કહ્યું તે?

મનન- મને પણ ક્યાં ખબર હતી કે તું કેમ નહોતો આવતો.. ફોન પણ ક્યાં ઉપાડે છે તું... તો એવું જ કહ્યું છેકે મને કંઈ નથી ખબર એમ..!

અનય- સારું... એને કંઈ દેજે... એકદમ બરાબર છુ..

મનન- સોરી.. અનય..

અનય- કેમ?

મનન- તારા દોસ્ત થઈને પણ તને ના સમજી શક્યા... નમાયા સાથે ખોટું કર્યુ આપણા ગ્રૂપએ.. તું જેને લવ કરે છે એ મરવાં તરફ જઈ રહી છે અને અમે સ્વાર્થી બની તમને હેરાન કર્યા... તારી સાથે ઊભા રહેવાની જગ્યાએ કંઈ બીજુ જ કર્યુ..! માફ કરજે યાર...

અનય- અરે..બસ દોસ્તીમાં આવું બધુ ના હોય...

અનય અને મનન ગળે લાગે છે. મનન થોડી વાર બેસી ત્યાંથી જતો રહે છે.

મનન નમાયાને ફોન કરી કહે છે કે અનય તેના ઘરે જ છે.. થોડી તબિયત નહોતી સારી એની એટલે...

નમાયા- શું થયું એને?

મનન- થોડી વીકનેસ છે બસ..

નમાયા- ઓકે.. શું તું મને એના ઘરનું એડ્રેસ આપીશ?

મનન નમાયાને અનયનાં ઘરનું એડ્રેસ આપે છે. નમાયા થેન્ક યુ કહી ફોન મૂકે છે.

કાલે રવિવાર છે તો નમાયા કાલે જ અનયનાં ઘરે જવાનું નક્કી કરે છે.


રવિવારે નમાયા ઊઠીને રોજ મુજબ તેનું કામ પતાવી અગિયાર વાગ્યે તેના પપ્પાને કહીને અનયના ઘરે જવા નીકળે છે. તે તેના પપ્પાની ગાડી લઈને જ જાય છે.

નમાયા અનયના ઘર પાસે આવી ગાડી સાઈડ પર પાર્ક કરી અનયનાં ઘર તરફ જાય છે. અનયનું ઘર ઘણું મોટું હોય છે, વચ્ચે ઘર અને આજુબાજુ ગાર્ડન... નમાયા કાળા કલરના ગેટને ખોલી અંદર જાય છે.

નમાયા જોઈ છે કે અનય બહાર તેના ઘરનાં ગાડી પાર્કીંગમાં તેના ગાડીમાંથી બધી વગર કામની વસ્તુ બહાર કાઢતો હોય છે અને તેની જાતે જ તે ગાડી પણ સાફ કરતો હોય છે.

નમાયા અનય તરફ જાય છે. અનયને નહોતી ખબર કે નમાયા આવી છે.

નમાયા- અનય....

નમાયાનો અવાજ સાંભળતા જ અનય તેની નજર ગાડીની બહાર તરફ કરે છે તો નમાયા ઊભી હોય છે.

અનય ઢીલા મોંએ ગાડીમાંથી બહાર આવે છે.



શું અનય નમાયા સાથે વાત કરશે? શું અનય નમાયાને સ્વીકારશે?

શું નમાયા અનયને તેના મનની વાત કહેશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ - ૮