ખીલતી કળીઓ - 10 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખીલતી કળીઓ - 10

ખીલતી કળીઓ - ૧૦


અનય હોસ્પિટલથી નીકળી ક્યાંક જતો રહે છે.

અનિતાબેન અને અનિષભાઈ બંને ચિંતામાં હોય છે અનય ઘરે પહોંચ્યો નથી હોતો અને ફોન પણ સ્વીચ ઓફ આવતો હોય છે.

અનિતાબેન પહેલા નમાયાને ફોન કરવાંનું વિચારે છે પણ નથી કરતાં કેમ કે જો નમાયાને ખબર પડશે અને ચિંતા કરશે તો ક્યાંક એની તબિયત ના બગડી જાય..!

અનિતાબેન તેના બધા દોસ્તોને ફોન કરે છે પણ અનય કોઈને ત્યાં નથી હોતો..! અનિતાબેન છેલ્લે મનનને ફોન કરે છે. મનન ફોન ઉપાડે છે, હા, આંટી..

અનિતાબેન- બેટા, શું અનય તારી સાથે છે?

મનન- હા, આંટી મારા ઘરે છે.

અનિતાબેનને થોડી હાશ થાય છે અને કહે છે, તેને ઠીક તો છેને?

મનન- હા, થોડ ઉદાસ તો છે.. મેં એને થોડું ખવડાવી દીધુ છે એટલે તમે ચિંતા ના કરતાં... રાતે અહીં જ સૂઈ જશે.. સવારે હું મૂકી જઈશ એને ઘરે..!

અનિતાબેન- હા.. કંઈ પ્રોબ્લમ થાય તો ફોન કરજે..!

મનન- હા, આંટી..

અનિતાબેન ફોન મૂકી અનિષભાઈને ફોન કરી જણાવે છે કે તે મનનને ત્યાં છે. અનિષભાઈને થોડો હાશકારો થાય છે.


બીજા દિવસે અનય જાતે જ તેના ઘરે જઈ તૈયાર થઈ નાસ્તો કરી નમાયાને લઈને કોલેજ જાય છે. અનયે રાત્રે નક્કી કર્યુ હોય છે કે તે નમાયાને જાણ નહીં થવા દે અને તે હવે આવું ઉદાસ વાળું બિહેવ નહીં કરે... અને જેટલા પણ દિવસ છે નમાયા પાસે તેટલા દિવસ તેની સાથે ખુશ થઈને રહેશે..!

મનન અનયને આટલો બદલાયેલો જોઈને નવાઈ પામે છે. જ્યારે નમાયા કેયા અને જીયા પાસે બેઠી હોય છે ત્યારે મનન અનયને પૂછે છે, કાલે નમાયાની લાઈફસ્પાન જાણીને તું ઉદાસ હતોને આજે કેમ આવો મક્કમ અને ખુશ?

અનય- શું કરું નમાયાને જોઉં ત્યારે પપ્પાએ કહેલી વાત તો યાદ આવે પણ મારે એને દુ:ખી નથી જોવી... રોજ એને ખુશ રાખવાં માંગું છું...!

મનન અનયનાં ખભા પર હાથ મૂકી તે સહાનુભૂતિ આપે છે.

અનય અને નમાયા આમ જ તેમના દિવસો સુંદર રીતે વિતાવતા હોય છે, સાથે ત્રીજું સેમેસ્ટર પણ પૂર્ણ થાય છે.

અનયને યાદ હોય છે કે પંદર દિવસ પછી ૨૫૦ વર્ષ પછી જે ખરતો તારો પૃથ્વી પાસેથી પસાર થવાનો હોય છે તે નમાયાને જોવો હોય છે. આ બાબતે વાત અનય નૈનેશભાઈને મળવાં તેમની કોલેજમાં જાય છે અને ટેલિસ્કોપ બનાવવાં બાબતે વાત કરે છે.

નૈનેશભાઈ કહે છે, બધા પાર્ટસ અને લેન્સ પણ આવી ગયો છે.

અનય- તો કોલેજ પછી હું ઘરે આવી જઈશ.. આજથી જ બનાવવાનું ચાલુ કરી દઈએ...!

નૈનેશભાઈ- બનાવવાની કંઈ જરૂર નથી ફક્ત પાર્ટસ અને લેન્સ જ બદલવાના છે..!

અનય- ઓકે... એતો હું તે દિવસે જ કરી દઈશ...! હવે હું જઉં છું.. બાય સર..!

નૈનેશભાઈ- ટેક કેર.. બાય.

નૈનેશભાઈને પણ હવે અનય પસંદ હોય છે.. અનય પ્રત્યેનું તેમનું વલણ હવે બદલાવા લાગે છે.

હવે અનય પણ ક્યારેક નમાયાને ત્યાં સાંજે ડિનર માટે જતો.. નમાયા પણ અનયને ત્યાં ડિનર માટે જતી..!


એક દિવસ સાંજે અનય અને નૈનેશભાઈ બંને નમાયા માટે ડિનર બનાવવાનું નક્કી કરે છે. તેઓ નમાયાને આરામ કરવાનું કહે છે અને કહે છે કે આજે જમવાનું તેઓ બંને મળીને બનાવશે એ પણ પિત્ઝા બનાવશે..!

અનય બધા વેજીટેબલ કટ કરે છે, નૈનેશભાઈ પિત્ઝા સોસ બનાવે છે.

બધી તૈયારીઓ થઈ ગયાં બાદ અનય નૈનેશભાઈને નમાયા સાથે બેસવાનું કહે છે.

અનય પિત્ઝા બેઝ પર સોસ લગાવી ઉપર બધા વેજીટેબલ્સ મૂકી છીણેલા ચીઝને ભભરાવી ઓવનમાં મૂકી દે છે. એવી રીતે બીજા ત્રણ પિત્ઝા પણ તૈયાર કરી દે છે.

પિત્ઝા બની ગયા બાદ ત્રણેય સાથે જમવાં બેસે છે.

નમાયા પિત્ઝા ટેસ્ટ કરે છે અને કહે છે, હમ્મ... તમે બંનેએ તો જોરદાર પિત્ઝા બનાવ્યા છેને..!

નૈનેશભાઈ અને અનય સ્માઈલ આપીને પિત્ઝા ખાવાનું ચાલું કરે છે.

જમી રહ્યા બાદ અનય બધુ ક્લીન પણ કરી દે છે.

અનય કીચનમાં જ હોય છે અને નમાયા પાણી પીવા આવે છે.

અનય- મજા આવી તને આજે?

નમાયા- હા, બહુ જ...

નમાયાને થોડું સારું લાગતું નથી હોતું... તે ડગતી હોય છે.

અનય જોઈ છે કે નમાયા ડગે છે..

અનય- નમાયા તું ઠીક તો છેને?

નમાયા- હા... થોડી ધ્રુજારી થાય છે.

અનય- તું બેસી જા.. તને જે જોઈએ તે મને કહેજે.. હું આપીશ..

નમાયા સોફા પાસે જતી હોય છે પણ વચ્ચે જ તેને ચક્કર આવતાં તે બેભાન થઈ નીચે પડવા જતી હોય છે કે અનય તરત દોડતો જઈ તેને પકડી લે છે. અનય તરત એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવી લે છે.

અનિષભાઈની હોસ્પિટલમાં જ નમાયાને લઈ જવામાં આવે છે.

અનિષભાઈ તરત જ ટ્રીટમેન્ટ ચાલુ કરી દે છે. તેનું બ્લ્ડ લઈ ટેસ્ટીંગ માટે પણ આપી દે છે. કલાક બાદ અનિષભાઈ નૈનેશભાઈને તેમના કેબિનમાં બોલાવે છે અને કહે છે, કાલનો દિવસ અમારે નમાયાને ઓબ્ઝર્વેશનમાં રાખવી પડશે... કાલે રિપોર્ટ્સ આવી જશે પછી નિર્ણય કરી શકાય કે શું કરવું..? અત્યારે બેઝિક ટ્રીટમેન્ટ ચાલું કરી દીધી છે. અત્યારે નમાયા સ્ટેબલ છે.

અનય નમાયા પાસે જઈને બેસે છે. નમાયાનો હાથ પકડી ત્યાં જ બેસી રહે છે. અનિષભાઈને મળીને નૈનેશભાઈ પણ ત્યાં આવે છે. તેઓ અનયને કહે છે, અનય તારે ઘરે જવું હોય તો જા.. નમાયા સાથે હું છું..!

અનય- ના, અંકલ તમે ડેડનાં રૂમમાં જઈ આરામ કરો.. હું નમાયાની પાસે જ રહીશ..

નૈનેશભાઈ- ઠીક છે. કંઈ પણ જરૂર પડે તો બોલાવજે મને..

અનય- હા...

અનય નમાયા પાસે જ તેનો હાથ પકડી બેસી રહે છે અને ત્યાં જ બેડ પર માથું રાખી નમાયાને જોતા જોતા સૂઈ જાય છે.

સવારે નમાયાની આંખ ખૂલે છે, તે જોઈ છે કે અનય તેની પાસે જ સૂઈ ગયો છે. નમાયા અનયના માથાં પર હાથ ફેરવે છે. નમાયાનાં હાથનો સ્પર્શ થતાં જ અનય ઊઠી જાય છે. તે ઊભો થઈ નમાયાના ગાલ પર હાથ મૂકીને પૂછે છે, કેવું લાગે છે તને હવે?

નમાયા- થોડું સારું... થોડી વિકનેશ પણ લાગે છે.

અનય- ઓકે.. હું હમણાં જ નર્સને બોલાવીને આવું...

અનય નર્સને બોલાવા જાય છે અને સાથે નૈનેશભાઈને પણ કહે છે, નમાયા ઊઠી ગઈ છે.

નૈનેશભાઈ નમાયાને મળવાં જાય છે. અનય નર્સને નમાયાનું ચેકઅપ કરવાનું કહી તેના ડેડનાં રૂમમાં જઈ ફ્રેશ થઈ જાય છે.

અનિષભાઈ પણ હોસ્પિટલ આવી જાય છે. તેઓ પહેલા નમાયાનું ચેકઅપ કરે છે. અનિષભાઈ નમાયાને પૂછે છે, આર યુ ફિલ બેટર?

નમાયા- યસ.. બટ સ્ટીલ ફિલ સમ વિકનેસ..!

અનિષભાઈ- ઓકે..

અનિષભાઈ ચેકઅપ કરી તેમના કેબિનમાં જાય છે. અનય તેના ડેડને જઈને પૂછે છે, ડેડ નમાયાને કેવું છે?

અનિષભાઈ- અત્યારે તો સારૂં છે... રિપોર્ટસ આવે પછી ખબર પડે...

અનય- ઓકે...


અનિતાબેનને જાણ થતાં તેઓ પણ નમાયાને જોવા હોસ્પિટલ આવી જાય છે. નમાયા સાથે બેસીને થોડી વાતો કરે છે અને ઘરેથી બનાવીને લાવેલ ગરમ નાસ્તો નમાયાને કરાવે છે, સાથે નૈનેશભાઈને પણ નાસ્તો આપે છે.

નમાયા તેના પપ્પાની ઓળખાણ અનિતાબેનને આપે છે. એટલાંમાં અનય પણ ત્યાં આવી જાય છે.

અનય- મોમ, મારા માટે ના લાવી? તને તો હવે નમાયા જ દેખાય છે..!

અનિતાબેન હસીને કહે છે, હોય એવું કંઈ? ચાલ આવી જા.. તારા માટે પણ લાવી છું અને તારા પપ્પાને પણ આપી આવ...

અનય- ડેડને તું આપી આવને મોમ... મારે નમાયા સાથે બેસવું છે...

અનિતાબેન- ઠીક છે.

અનિતાબેન અનયને ડિશમાં નાસ્તો આપી અનિષભાઈની કેબિનમાં જાય છે.

અનિતાબેન- તમે નાસ્તો કર્યો છે?

અનિષભાઈ- ના, હમણાં કેન્ટીનમાંથી મંગાવી લઈશ...

અનિતાબેન- ના મંગાવશો.. હું લાવી છું... તમે સોફા પર આવી જાઓ... બધા માટે લાવી હતી અને તમારા માટે પણ...મને ખબર હતી કે નમાયા માટે તમે ઘરેથી વહેલા નીકળી જશો અને નાસ્તો નહીં કરો...

અનિષભાઈ- હા...

અનિષભાઈ કબાટમાંથી ડિશ કાઢી ટેબલ પર મૂકી સોફા પર બેસી જાય છે.

અનિતાબેન ઘરેથી લાવેલ ડિશમાં નાસ્તો કાઢી ડિશ અનિષભાઈને આપે છે.

વર્ષો બાદ આવી રીતે અનિતાબેન અનિષભાઈને નાસ્તો પીરસે છે. બંનેને તેમના જૂના દિવસો યાદ આવી જાય છે.


આ બાજુ નૈનેશભાઈ અનયને કહે છે, હું જરાં ઘરે જઈને કોલેજ જઈને તરત આવું છુ.. આજે હું રજા લઈ લઈશ.. ત્યાં સુધી તું નમાયા સાથે રહેજે..!

અનય- ડોન્ટ વરી અંકલ... હું તો હવે નમાયા સાથે જ રહીશ... તમે શાંતિથી જઈને આવો..

નૈનેશભાઈ- નમાયા બેટા.. કંઈ પણ તકલીફ થાય તો તરત અનયને કહેજે અને તેના પપ્પા પણ અહીં જ છે.

નમાયા- હા, પપ્પા...

નૈનેશભાઈ- અનય કંઈ ઈમરજન્સી આવે તો ફોન કરી દેજે..

અનય- હા, ચોક્કસ..!

નૈનેશભાઈ નમાયાને વ્હાલ કરી ઘરે જવા નીકળી જાય છે.


અનય ઊભો થઈ નમાયાને વાળ ઓળી આપે છે. નેપકીનને ગરમ પાણીથી ભીનો કરી નમાયાનો ચહેરો સાફ કરે છે.

અનય- બોલ, કંઈ બુક વાચું આજે તારી માટે?

નમાયા- કોઈ પણ રોમેન્ટિક...

અનય- ઓહ.... ઓકે

અનય તેના બેગમાંથી એક બુક કાઢી વાંચવાનું ચાલુ કરે છે.

અનય વાંચતો રહે છે અને નમાયા સાંભળતા સાંભળતા સૂઈ જાય છે.

અનય જોઈ છે કે નમાયા સૂઈ ગઈ છે.. તે નમાયાને બ્લેન્કેટ ઓઢાડી ત્યાં તેની પાસે જ બેસી રહે છે.


અનિષભાઈ પાસે રિપોર્ટસ આવી જાય છે. જેમાં લખ્યું હોય છે કે નમાયાના નવાં બ્લ્ડ સેલ્સ બનાવાના ઘટી ગયાં છે. હવેથી તેને વિકનેશ પણ રહેશે જ..!

અનિષભાઈ અનયને તેની કેબિનમાં બોલાવે છે. અનય એક નર્સને નમાયા પાસે રહેવાનું કહી તેના ડેડ પાસે જાય છે.

અનિષભાઈ રિપોર્ટસ બતાવે છે અને કહે છે, એ હવે નોર્મલ રીતે હરી ફરી નહી શકે કેમ કે તેને લાસ્ટ સ્ટેજ છે અને વિકનેશ પણ રહેશે જ.. નવા બ્લ્ડ સેલ્સ પણ બનતાં ઓછા થઈ ગયાં છે. આ વીકમાં આપણે એને બહારથી બ્લ્ડ સેલ્સ આપીશું પછી જોઈએ કે બોડી શું રીએક્ટ કરે છે..!

અનય- ઓકે.. ડેડ તમે જે કરશો એ બેસ્ટ જ હશે..! એ ઘરે ક્યારે જઈ શકશે?

અનિષભાઈ- કાલે બ્લ્ડ સેલ્સ આપીશું... પછી બે દિવસમાં જઈ શકશે..!

અનય- ઓકે..

અનિષભાઈ નમાયાનાં પપ્પા સાથે પણ વાત કરી લે છે. બીજા દિવસે નમાયાને બ્લ્ડ સેલ્સ પણ આપી દે છે.

બ્લ્ડ સેલ્સ આપ્યા બાદ નમાયાને થોડું સારું લાગે છે. બે દિવસ પછી નમાયાને તેના ઘરે શીફ્ટ કરી દે છે. અનય રોજ નમાયાનાં ઘરે જતો અને પછી તેની સાથે રહી રાત્રે તે તેના ઘરે આવતો..!

આજે રાત્રે પેલો ખરતો તારો દેખાવાનો હોય છે. અનય નમાયાના ટેલિસ્કોપમાં બધા પાર્ટસ ચેન્જ કરી દે છે અને લેન્સ પણ ફીટ કરી દે છે. રાત્રે જમીને અનય ટેરેસ પર બધું ગોઠવી દે છે. ટેલિસ્કોપ ગોઠવીને તૈયાર રાખે છે. બધી તૈયારી થઈ ગયા બાદ અનય નમાયાને ઊંચકીને ઉપર લઈ જાય છે. તે નમાયાને ખુરશીમાં બેસાડે છે. નમાયા જાતે જ ટેલિસ્કોપમાં બધા સેટીંગ્સ કરી તે તારો જોઈ છે. તે અનયનો હાથ પકડી તેને તેની નજીક બોલાવી તેને તે તારો જોવાનો કહે છે.

અનય પણ જોઈ છે. નમાયા તેને વિશ માંગવાનું કહે છે. અનય હસે છે અને નમાયા માટે વિશ માંગે છે.

નમાયા ટેલિસ્કોપમાં બીજા બધા ગ્રહો જોઈ છે અને અનય નમાયાને જોઈ રહે છે.

અનય નમાયાનાં બંને હાથ પકડી લે છે. નમાયા ટેલિસ્કોપ છોડી અનય તરફ જોઈ છે અને કહે છે, શું થયું?

અનય નમાયા સામે નીચે બેસે છે, નમાયા પણ અનય સામે ફરી જાય છે.

નમાયા અનયનાં ગાલ પર હાથ ફેરવી કહે છે, શું વાત છે અનય? કંઈ કહેવું છે?

અનય નમાયાનાં હૂંફાળા સ્પર્શને માણતાં કહે છે, હા, કહેવું છેને...।

અનય ફરી નમાયાનાં બંને હાથ પકડીલે છે અને કહે છે, કાલે મારી બર્થ ડે છે... મારે ગીફ્ટમાં જે માંગું તે આપીશ?



અનય નમાયા પાસે શું માંગશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ - ૧૧