Blooming buds - 9 books and stories free download online pdf in Gujarati

ખીલતી કળીઓ - 9

ખીલતી કળીઓ - ૯


અનય અને નમાયા તેમના ક્લાસમાં જતા હોય છે કે નમિત, કરન, જીયા અને કેયા તેમનો રસ્તો રોકે છે.

કેયા નમાયા પાસે આવે છે અને કહે છે, નમાયા આઈ એમ સોરી... મેં તને બહુ હેરાન કરી છે. શું આપણે ફ્રેન્ડ બની શકીએ છે?

આ સાંભળી અનય અને નમાયા બંનેને નવાઈ લાગે છે.

નમાયા- ઈટ્સ ઓકે કેયા... અને આપણે તો ફ્રેન્ડસ છીએ જ..

નમિત, કરન અને જીયા પણ નમાયા પાસે માફી માંગે છે સાથે અનયને પણ સોરી કહે છે. અનય બધાને ગળે લગાવી લે છે.

કેયા - સોરી અનય...

અનય- મેં તારી સાથે પણ ખોટું કર્યુ છે... મને માફ કરી દે..

કેયા- કદાચ આપણી વચ્ચે એવું કંઈ બોન્ડીંગ હતું જ નહીં... પણ તું અને નમાયા સાથે સારાં લાગો છો..!

અનય- થેન્કસ...

નમાયા- હવે ક્લાસમાં જઈએ?

બધા ક્લાસમાં પહોંચે છે. લેક્ચર અને પ્રેક્ટીકલ પત્યા બાદ અનય નમાયાને ઘરે મૂકવા જાય છે અને કહે છે સાંજે તૈયાર રહેજે ડિનર પર જવાનું છે.

નમાયા- ઓકે... બાય

અનય બાય કહી ઘરે જવાં નીકળી જાય છે.

ચાર વાગ્યે નમાયા અને તેના પપ્પા બંને અનિષભાઈની હોસ્પિટલ જાય છે. અનિષભાઈ તેનો કેસ સ્ટડી કરે છે અને અમુક ટેસ્ટ કરાવવા કહે છે. નમાયા તેના ટેસ્ટ કરાવી ઘરે જાય છે. ઘરે જઈ પહેલા તેના પપ્પા માટે જમવાનું બનાવી દે છે.

નૈનેશભાઈ- કેમ બેટા વહેલું જમવાનું બનાવી દીધુ?

નમાયા- હું અનય સાથે બહાર જાવ છું ડિનર માટે તો તમારું બનાવી જઉંને પપ્પા..

નૈનેશભાઈ- હું બનાવી દેતને બેટા... ડોક્ટરે તને આરામ કરવા કહ્યો છેને..!

નમાયા- હા. પપ્પા.. હું છું ત્યાં સુધી હું જ જમવાનું બનાવીશ....!

નૈનેશભાઈ- સારૂં

નમાયા જમવાનું બનાવી તૈયાર થવા જતી રહે છે. તૈયાર થઈને બેસે છે કે અનયનો ફોન આવે છે..

અનય- રેડી છે તું?

નમાયા- હા...

અનય- ઓકે... દસ જ મિનિટમાં આવ્યો..

નમાયા- શાંતિથી આવજે... સ્પીડમાં ના ચલાવતો ગાડી...

અનય- હા, તમે જેમ કહો તેમ જ થશે..

નમાયા હસી પડે છે અને બાય કહી ફોન મૂકે છે.

દસ મિનિટ પછી અનય આવી જાય છે. ડોરબેલ વાગતાં જ નૈનેશભાઈ દરવાજો ખોલે છે અને અનયને અંદર આવવા કહે છે.

બંને સોફા પર બેસે છે.

અનય- નમાયાનું ચેકઅપ કરાવી આવ્યા?

નૈનેશભાઈ- હા...

અનય- અંકલ.. તમે ચિંતાના કરતાં.. હવેથી નમાયાનું ધ્યાન હું રાખીશ... અને હા.. આ છેલ્લી વખત જ નમાયાને બહાર લઈ જાવ છું... એના પછી એ પૂરો આરામ કરશે..!

એટલામાં નમાયા નીચે આવી જાય છે. નમાયાએ અનયે આપેલું ટોપ અને પેરેલલ પેન્ટ પહેર્યો હોય છે. નમાયા ખૂબ જ સુંદર લાગી રહી હોય છે. અનય બસ તેને જોતો જ રહે છે.

નમાયા- પપ્પા, અમે જઈએ?

નૈનેશભાઈ- હા, બેટા.. ધ્યાન રાખજે..!

નમાયા- અનય, જઈશું?

અનય- હા, કેમ નહીં..!

બંને ગાડીમાં બેસે છે. અનય ગાડી ચાલુ કરી સીટીની બહાર એક જાણીતા રિસોર્ટમાં તેની ગાડી જવા દે છે.

અનય ગાડી પાર્ક કરી ઊતરીને તરત નમાયાનો હાથ પકડી તેને ગાડીમાંથી ઊતારે છે.

નમાયા- અનય.. હું જાતે ઊતરી શકુ છું.. હજી એટલી વિક નથી..

અનય- મને ખબર છે.. પણ મને તારી કેર કરવી ગમે છે.. અને હું કરીશ જ..!

અનય ગાડીનો દરવાજો બંધ કરી ગાડી લોક કરી નમાયાનો હાથ પકડી રિસોર્ટનાં રેસ્ટોરન્ટ તરફ જવા લાગે છે.

મેનેજર તેમને ઉપર ટેરેસ પર લઈ જાય છે. ટેરેસને અલગ અલગ લાઈટ્સથી ડેકોરેટ કર્યુ હોય છે. ટેરેસના સેન્ટરમાં ડિનર ટેબલને સજાવ્યુ હોય છે. ખૂબ જ સુંદર નજારો હોય છે અને સ્લો મ્યૂઝીક વાગતું હોય છે. નમાયાને આ નજરાણું એક જ નજરમાં ગમી જાય છે. તે અનયને કહે છે, તું આવો આટલો બધો રોમેન્ટિક છે હા... મને તો ખબર નહોતી... કહેવું પડે..!

અનય હસી પડે છે અને કહે છે, હજી તું મને ઓળખતી નથી...

નમાયા- એવું?

અનય- હા, પહેલા ડિનર કરી લઈએ?

નમાયા- હા, કેમ નહીં..!

વેઈટર આવીને બાર્બેક્યૂ પીરસે છે.

અનય- તને ભાવે છેને?

નમાયા- હા...

અનય- મેં મારી રીતે આજે ક્યૂઝીન સિલેક્ટ કર્યા છે.

નમાયા- તો તો મને ભાવશે જ...

બંને ડિનર કરી લે છે.

ડિનર કર્યા બાદ અનય રોમેન્ટિક મ્યૂઝિક ચાલુ કરાવે છે અને તેનો હાથ નમાયા આગળ ધરતાં પૂછે છે, શેલ વી ડાન્સ?

નમાયા તેને લૂક આપતાં કહે છે, તને તો ફાવતું નથી?

અનય- હા કે ના?

નમાયા- અફકોર્સ હા...

નમાયા અનયનાં હાથમાં તેનો હાથ આપે છે. અનય નમાયાનો હાથ પકડી તેને સેન્ટરમાં લઈ જાય છે અને બંને રોમેન્ટિક કપલ ડાન્સ કરે છે.

નમાયાને નવાઈ લાગે છે કે પહેલી વખત તો અનયને ફાવતું પણ નહોતું ડાન્સ કરતાં અને આજે તો કેટલો સરસ કરે છે.!

નમાયા- શું વાત છે અનય બહુ જલ્દી ડાન્સ શીખી ગયો ને?

અનય- હા... તારા માટે.... મોમ પાસે શીખ્યો... મારે એ બધુ જ કરવું છે જે તારે કરવું છે...

ડાન્સ કરતાં કરતાં અનય નમાયાને તેની નજીક ખેંચી લે છે. નમાયા અનયને રોકતી નથી.. તે પણ અનય સાથે એક એક પળને માણવા માંગતી હોય છે. બંને એકબીજાની એકદમ નજીક ઊભા હોય છે. અનય ધીમેથી નમાયાના ચહેરા પર આવતાં વાળને સરખાં કરી કાન પાછળ વાળ જવાં દે છે. ધીમે રહીને અનય નમાયાને ગાલ પર કીસ કરે છે. અનયનાં આ પ્રેમભરાં સ્પર્શથી નમાયાનાં રોમ રોમમાં ઝણઝણાટી પ્રસરી જાય છે. નમાયાનો ચહેરો શરમથી લાલ થઈ જાય છે અને નીચું જોવા લાગે છે. અનય નમાયાનો ચહેરો ઊંચો કરે છે પણ નમાયાની નજરો હજી નીચી જ હોય છે. અનય તેનો ચહેરો નમાયાની ચહેરાની નજીક લઈ જાય છે, નમાયા તેની આંખો બંધ કરી દે છે. બંને એકબીજાના અથડાતાં શ્વાસને મહેસૂસ કરતાં હોય છે. અનય નમાયાને વધુ નજીક લાવી એકદમ ફીટ પકડીને નમાયાનાં ગુલાબી હોઠ પર તેના હોઠ મૂકી દે છે. અનયનાં હોઠનો સ્પર્શ થતાં જ નમાયા અનયનાં બાવડાંનો જોરથી પકડી લે છે. અનય હળવું ચુંબન કરી નમાયાને ગળે લગાવી દે છે. થોડી વાર બાદ બંને છૂટા પડે છે અને અનય નમાયાને કપાળ પર ચુંબન કરે છે. નમાયા અનયનો હાથ પકડી રાખે છે. હાથ પકડી તેના પગેથી સહેજ ઉપર થઈ અનયનાં હોઠ પર તેના હોઠ રાખી દે છે. બંને પાંચ મિનિટ સુધી આ રોમાંચને માણતાં રહે છે.

પાંચ મિનિટ બાદ બંને એકબીજાને હગ કરીને ઊભા જ રહે છે.

નમાયા- અનય... મારે બસ આમ જ તારી આ બાહોમાં હંમેશા માટે સૂઈ જવું છે.

અનય- આવું કેમ બોલે છે?

નમાયા- સત્ય કડવું છે પણ હકીકત તો આ જ છે ને...!

અનય- અત્યારે બહુ સારો મૂડ છે... પ્લીઝ ડોન્ટ સ્પોઈલ ઈટ...

નમાયા ફક્ત સ્માઈલ આપી અનયને વીંટળાયને ઊભી રહી છે.

થોડીવાર ત્યાં બેસીને પછી તેઓ ઘરે જવાં નીકળે છે. અનય નમાયાને ઘરે મૂકીને તેના ઘરે જવાં નીકળી જાય છે. અનય ઘરે જતો હોય છે કે રસ્તામાં તેના પપ્પાનો ફોન આવે છે. અનય ગાડી સાઈડમાં ઊભી રાખી ફોન ઉપાડે છે.

અનય- હા, પપ્પા

અનિષભાઈ- ક્યાં છે બેટા તું?

અનય- ઘરે જઉં છું.. નમાયા સાથે બહાર ગયો હતો...

અનિષભાઈ- ઠીક છે કાલે કોલેજ પત્યા બાદ મને મળીને ઘરે જજે..

અનય- કંઈ ખાસ વાત છે ડેડ?

અનિષભાઈ- ના.. ના, બેટા...! બસ આટલું કહેવા જ ફોન કર્યો હતો..!

અનય- ઓકે.. બાય ડેડ..!

અનિષભાઈ- બાય અને શાંતિથી જજે ઘરે..

અનય- હા...

અનય ફોન મૂકે છે અને તેને થાય છે કે પપ્પાએ કંઈ કહેવા ફોન કર્યો હતો પણ કહ્યું ના.... કંઈ વાંધો નહીં કાલે જોઈ લઈશું..!

અનિષભાઈ ફોન મૂકે છે. અનિષભાઈ વિચારે છે, અનયને નમાયાના રિપોર્ટ્સ વિશે જણાવું કે ના જણાવું? જણાવીશ તો શું રિએક્શન આપશે એ? પરંતુ હકીકત તો જણાવી જ પડશેને...!


કોલેજમાં હવે નમાયા અને અનયનું ગ્રૂપ એકબીજા સાથે હળીમળી ગયું હોય છે. કેયા ખુશ હોય છે અનય અને નમાયા માટે પરંતુ અંદરથી થોડી દુ:ખી પણ હોય છે કે તે અનયને પામીના શકી એની પાછળનું કારણ પણ પોતે જ છે અને તેને પસ્તાવો પણ હોય છે. કરન, મનન, જીયા બધા જ નમાયાની સંભાળ પણ રાખતાં... નમાયા તેમને કહેતી પણ ખરી કે હું બધુ કરી શકુ છુ.. તમે આટલું બધુ ના કરશો..!

કરન- હવે આપણે દોસ્ત છીએ તો દોસ્તીમાં આવું બધુ તો હોય જ...!


અનય સાંજે તેના પપ્પાને મળવાં હોસ્પિટલ જાય છે.

અનય- ડેડ, શું વાત હતી? તમે કાલે ફોન કર્યો હતો..!

અનિષભાઈ તેને બેસવાનું કહે છે અને થોડા ગૂંચવાય છે કે અનયને નમાયા વિશે જણાવું કે નહીં?

અનય તેના પપ્પાને જોઈ છે કે તેઓ કંઈ વિચારે છે એમ...!

અનય- ડેડ... શું કહેવાના છો?

અનિષભાઈ- હં... મને ખબર નથી પડતી...

અનય- નમાયાની વાત છેને? કંઈ નહીં જે પણ વાત હોય તે કહી દો... જે પણ પરિણામ હશે હું સાંભળવા રેડી છું..

અનિષભાઈને નવાઈ લાગે છે કે અનય આટલું સમજું ક્યારથી થઈ ગયો..?

અનિષભાઈ- મને એવું હતું કે જો હું તને જણાવીશ.. તો પહેલાની જેમ તું ક્યાંક વિખરાયનાં જાય..!

અનય- ના... ડેડ... આ પ્રેમ જ એવી વસ્તુ છે કે તમને એ બધુ જ શીખવી દે છે. સહનશક્તિ અને સમજણ બંને આપોઆપ શીખવી દે છે.

અનિષભાઈ- ઓહો... મારો છોકરો તો બહુ મોટી મોટી વાતો કરે છે..!

અનય હસી પડે છે.

અનિષભાઈ- તારે હવે નમાયાનું ધ્યાન વધારે રાખવું પડશે... એને લાસ્ટ સ્ટેજ પર કેન્સર છે એતો તને ખબર જ છે...! એ બહારથી બિમાર નથી લાગતી પણ અંદરથી બહુ જ વિક પડી ગઈ છે. એને હરવાં ફરવાંનું ઓછું કરવું પડશે.. એટલે કોલેજ જઈ શકે છે પણ ચાલવાનું ઓછું... અને....

અનિષભાઈ હજી ગભરાય છે કે અનયને કહેવું કે નહીં....

અનય- ડેડ... આ બધુ મને ખબર છે... મુખ્ય વાત શું છે તે કહો...! મારી ચિંતા ના કરો જે હશે હું સાંભળવા તૈયાર છું...

અનિષભાઈ- વાત એમ છે કે... કિમોથેરાપી એક જ ઈલાજ છે તેની માટે પણ એનાથી પણ કંઈ ખાસ ફરક નહીં પડે કેમ કે નમાયા કિમોથેરાપી સહન નહીં કરી શકે.. અને અસર પણ નહીં થાય..!

અનિષભાઈ અનયના હાથ પર હાથ મૂકતાં કહે છે, નમાયા પાસે હવે ફક્ત છ મહિના જ છે....

અનય બહારથી કંઈ બતાવતો નથી પણ અંદરથી તૂટી જાય છે.

અનય પાંચ મિનિટ સુધી કંઈ બોલતો નથી.

અનય- શું આ વાત નમાયાને ખબર છે?

અનિષભાઈ- ના, રિપોર્ટ્સ આવ્યા પછી મેં પહેલા તને જ ફોન કર્યો હતો... એને એવું ખબર હશે કે તે વધાકે જીવી નહીં શકે પણ છ મહિના જ છે તે નથી ખબર....

અનય- એ જ્યારે રિપોર્ટ્સ લેવા આવે ત્યારે તમે એમને કંઈ જ કહેતા નહીં... પ્લીઝ ડેડ.. હું નથી ઈચ્છતો કે એ દુ:ખી થઈને આ દુનિયા છોડીને જાય..!

આટલું કહી અનય તરત ગાડી લઈને નીકળી જાય છે. અનિષભાઈને ખબર પડી જાય છે કે અનય અંદરથી તૂટી ગયો છે. અનિષભાઈ પણ દુ:ખી થઈ જાય છે.


અનિતાબેન અનયની રાહ જોતા હોય છે. રાતના દસ વાગી જાય છે પણ અનય હજી ઘરે નથી આવ્યો હોતો..!

તેઓ અનિષભાઈને ફોન કરી પૂછે છે, અનિષભાઈ કહે છે મેં અનયને મળવાં બોલાવ્યો હતો અને તે તો સાત વાગ્યાનો હોસ્પિટલથી નીકળી ગયો હતો..! અનિષભાઈ સાથે જણાવે છે કે નમાયાની વાત કરવા માટે બોલાવ્યો હતો.. બંને ચિંતા થવા લાગે છે કે અનય ક્યાં ગયો હશે?


આખરે અનય ક્યાં ગયો હશે.?

શું નમાયાને જાણ થશે કે તે ટૂંક સમયની મહેમાન છે?


જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ - ૧૦


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED