ખીલતી કળીઓ - 8 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખીલતી કળીઓ - 8

ખીલતી કળીઓ - ૮



નમાયા અનયનાં ઘરે પહોંચે છે. અનય તેનું મન બીજે લગાવવા માટે તેના ગાડી સાફ કરતો હોય છે.

નમાયા અનય પાસે જઈ અનયને બોલાવે છે. નમાયાનો અવાજ સાંભળતા જ અનય ગાડી માંથી બહાર આવે છે.

અનય નમાયાના સામે ઊભો રહી બસ નમાયાને જ જોતો રહે છે.

બંને માંથી કોઈ કંઈ બોલતું નથી... બંનેને ઘણું બધુ કહેવું હોય છે પણ શું બોલવું તે જ તેમને ખબર નથી હોતી...!

બંને દસ મિનિટ સુધી આમ જ ઊભા રહે છે. નમાયા ધીમે રહીને અનયને કહે છે, અનય.. આઈ એમ રીઅલી સોરી... મારે તને પહેલા બધી વાત કરી લેવી જોઈતી હતી... જ્યારે મેં તને કહ્યું હતું કે મારા પ્રેમના પડતો ત્યારે જ કહેવાનું હતું.. પણ મને નહોતી ખબર કે આવું થશે... મને એમ હતું તું કેયાને....

અનય- એનું નામ ના લઈશ....

નમાયા- હમ્મ.... હુ તને એટલું જ કહેવા આવી હતી કે અનય... મેં મારી જાતને બહુ રોકી કે તને પ્રેમના કરું.... તારાથી દૂર રહુ... હું તો બસ થોડા મહિનાઓની મહેમાન છું... પણ હું તારી લાઈફ નથી બગાડવા માંગતી... અનય હું હારી ગઈ...

આટલું કહેતા નમાયા રડી પડે છે...

અનય- નમાયા....

નમાયા- પહેલા મને વાત કહી દેવા દે... ખબર નહીં પછી ક્યારે મોકો મળે? અનય તારી આ ભૂરી આંખો જ્યારે જોઈને ત્યારથી મને ગમી ગઈ હતી... તને ખબર મને લવ મેરેજ કરવા હતા... મારે પણ બધી છોકરીઓની જેમ કોઈને ખૂબ પ્રેમ કરી મારા પ્રેમી સાથે રહેવું હતું... મેં પપ્પાને પણ કહી રાખ્યું હતું કે હું લવ મેરેજ જ કરીશ... પણ મને જ્યારે ખબર પડી કે મને બ્લ્ડ કેન્સર છે તે રાત્રે હું ખૂબ જ રડી હતી... તે રાતથી જ નક્કી કર્યુ હતુ કે હું કોઈને મારી નજીક નહીં આવવા દઉં અને હું પણ કોઈને પ્રેમ નહીં કરું... પણ આ બધુ આપણા હાથમાં હોતું જ નથી... તારા કારણે હું છેલ્લા કેટલા મહિનાથી હસતાં શીખી છું બાકી તો ખાલી મારા પપ્પા માટે જ જીવતી હતી હું... તારા કારણે હું મને નાની નાની ખુશીઓ મળે છે. અનય... આખરે હું તારા પ્રેમમાં પડી જ ગઈ... આઈ લવ યુ અનય... તારો જે પણ નિર્ણય હશે મને સ્વીકાર છે..!

અનય નમાયાની નજીક આવી તેને એકદમ ફીટ ગળે લગાવી લે છે અને અનય પણ રડી પડે છે.

અનય- આઈ લવ યુ ટુ નમાયા... મેં કંઈ બસ તારી સાથે ટાઈમ પાસ કરવાં પ્રેમ નથી કર્યો.... તારી સાથે હોવ ત્યારે હું કંઈક અલગ જ અનય હોવ છું.... તને હું મૂકીને નથી જવાનો... મને માફ કરજે તારી સાથે રહેવાની જગ્યાએ તને એકલી મૂકી દીધી મેં.... સોરી નમાયા...! હવે તને ક્યારેય એકલી નહીં મૂકું હું...! પ્રોમિસ..!

નમાયા પણ રડી પડે છે.. તે પણ અનય એક દીમ ફીટ પકડીને ઊભી રહે છે.

અનય થોડો અળગો થઈ નમાયાનો ચહેરો પકડી કપાળ પર ચુંબન કરે છે.


અનિતાબેન તેમના રૂમની બારીમાંથી આ દ્રશ્ય જોઈ ભાવુક થઈ જાય છે. તેઓ નીચે જાય છે. અનય અને નમાયા હજી આમ જ હગ કરીને ઊભા હોય છે. અનિતાબેન ત્યાં જઈ ખોખારો ખાય છે... અનય અને નમાયા આ સાંભળી અલગ થાય છે. બંનેને શરમ આવતી હોય છે. અનયનો ચહેરો તો શરમથી લાલ થઈ ગયો હોય છે. આ જોઈ અનિતાબેનને હસવું આવી જાય છે.

અનિતાબેન- મારા છોકરાને શરમાતાં પણ આવડે છે..?

અનય- મોમ....

અનિતાબેન- ઓકે.. ચાલો બંને અંદર આવતા રહો....

અનય નમાયાનો હાથ પકડી લે છે અને બંને અંદર જાય છે.

અનય અને નમાયા સોફા પર બેસે છે. અનિતાબેન કિચનમાં પાણી લેવા જાય છે. નમાયા થોડી ગભરાયેલી હોય છે. અનય તેને જોઈને કહે છે, ડોન્ટ વરી.. મારી મોમ એવું કંઈ તને નહીં બોલે... મોમને બધી જ ખબર હોય છે ખાલી આપણી વાત જ મેં નથી કીધી.. એ ટીપીકલ મોમ નથી.. તે જરૂર સમજશે..!

નમાયા અનયને હળવી સ્માઈલ આપી આંખોથી હા કહે છે.

અનિતાબેન બંનેને પાણી આપે છે અને તેઓ પણ સોફા પર તેમની સાથે બેસે છે.

અનય- મોમ.. હું તમને કેવાનો જ હતો પણ...

અનિતાબેન- મને ખબર છે કે તને નમાયા ગમે છે...

અનય- હેં.... કેવી રીતે...

અનિતાબેન- તું તારા પપ્પાને ત્યાં રોકાઈને આવ્યો ત્યારે મને નવાઈ લાગી તો મેં તારા પપ્પાને ફોન કર્યો હતો એમણે જ કહ્યું..!

અનય- ઓહ....

અનિતાબેન- નમાયા બેટા... તું તારું ધ્યાન રાખજે અને હા... મને ખબર છે અનયે તો તને નહીં કહ્યું હોય પણ અનયના પપ્પા બહુ જ હોશિયાર ડોક્ટર છે... તારી બધી વ્યવસ્થા થઈ ગઈ છે ટ્રીટમેન્ટની.. આજથી તારી ટ્રીટમેન્ટ ચાલુ થઈ જશે...

નમાયા- પણ મારી દવા ચાલુ જ છે..

અનય- પ્લીઝ નમાયા... મારી માટે...

નમાયા- ઠીક છે... પપ્પા સાથે વાત કરવી પડશે...

અનય- વાત થઈ ગઈ છે.. મારા ડેડ આજે વાત કરવાના હતા... એટલે હમણાં સુધી વાત થઈ ગઈ હશે.

અનિતાબેન- નમાયા જમીને જ જજે હવે... તમે બંને બેસો હું થોડું કામ પતાવીને આવું...!

અનય અને નમાયા બેસીને વાતો કરે છે. નમાયા અનિતાબેન સાથે પણ ઘણી વાતો કરે છે. જમીને અનય નમાયાને તેના ઘરે મૂકવા જાય છે.

ઘરે જઈને અનય નમાયાના પપ્પાને વિનંતી કરે છે કે તેઓ નમાયાની ટ્રીટમેન્ટ તેના પપ્પા પાસે કરાવે..!

અનય- મને ખબર છે કે તેની ટ્રીટમેન્ટ ચાલે છે અને જે ડોક્ટર પાસે તમે જાઓ છો.. તેમની સાથે પપ્પા વાત કરી લેશે અને એમની જરૂર હશે તો એ ડોક્ટર પણ ત્યાં જ રહેશે... પ્લીઝ..!

નૈનેશભાઈ નમાયા તરફ જોઈને હા કહે છે.

અનય થેન્ક યુ કહી નમાયાને બાય કહી તેના ઘરે જવા નીકળી જાય છે.

અનયનાં ગયા બાદ નમાયા તેના પપ્પાને કહે છે, પપ્પા મેં આજે મારા દિલની વાત કહી...!

નૈનેશભાઈ- આખરે મારી દિકરીને પ્રેમ થઈ જ ગયો... પણ બેટા શું અનય પર વિશ્વાસ કરવો યોગ્ય છે? એટલે ખબર નહીં પણ મારું મન અનય માટે શ્યોર નથી...!

નમાયા- પણ હું શ્યોર છું પપ્પા... પહેલા મને પણ તમારી જેવી જ ફિલીંગ્સ હતી અનય માટે.. પણ જ્યારથી તેના સાથે દોસ્તી થઈ ત્યારથી એ અલગ લાગ્યો... મેં એને એકદમ નજીકથી ઓળખ્યો છે.

નૈનેશભાઈ- ઓકે.. બેટા.. હું બીજું કંઈ નહીં કહુ... બસ ધ્યાન રાખજે તું...

નમાયા આરામ કરવા તેના રૂમમાં જતી રહે છે.


આ બાજુ અનય ઘરે જઈ નમાયા માટે કંઈ કરવાનું વિચારે છે. તેને યાદ આવે છે કે નમાયાને રોમેન્ટિક કપલ ડાન્સ કરવો બહુ જ ગમે છે. તે સીધો તેની મોમ પાસે જાય છે.

અનય- મોમ.. તમારી એક હેલ્પ જોઈતી હતી..

અનિતાબેન- હા.. બોલ બેટા...

અનય- મોમ.. તમને રોમેન્ટિક કપલ ડાન્સ આવડે છે?

અનિતાબેન હસીને અનયને કહે છે, ઓહો..... તારે શું કામ પડ્યું?

અનય- મોમ... કહોને આવડે છે?

અનિતાબેન- પહેલા હું અને તારા પપ્પા જ્યારે પણ બહારના દેશમાં ફરવા જતાં ત્યારે અમારી રોમેન્ટિક ડિનર નાઈટ હોતી ત્યારે થોડો ડાન્સ કરી લેતા... તારા પપ્પાને ખાસ એવો નહોતો આવડતો.. એમ તને પણ નથી આવડતો...! વેઈટ હું જરાં વીડિયોમાં જોઈ લઉં.. ખાસો સમય થઈ ગયો છે મેં ડાન્સ નથી કર્યો... સ્ટેપ્સ જોઈ લઉં..

અનિતાબેન વીડિયો જોઈ પછી અનયને ડાન્સ શીખવાડે છે.

રાત્રે જમીને નમાયા અનયને ફોન કરે છે.

અનય- હા.. નમાયા...

નમાયા- શું કરે છે?

અનય- કંઈ નહીં... તારા માટે સરપ્રાઈઝ તૈયાર કરતો હતો.

નમાયા- શું સરપ્રાઈઝ?

અનય- એ થોડી કહેવાનું હોય કંઈ... હવે એવું કહુ છુ કે કાલે આપણે ડિનર પર જઈએ?

નમાયા- હવે પૂછવાનું થોડી હોય કંઈ... હા.. જઈશું..!

અનય- ઓકે.. તે દવા લીધી?

નમાયા- હા.. હમણાં જ લીધી...

અનય- ગુડ.. હવે તું આરામ કર... અને હા.. હવેથી કોલેજ તું મારી સાથે જ આવીશ.. હું તને રોજ લેવા આવીશ અને મૂકી પણ જઈશ..!

નમાયા- અનય.. હું એટલી પણ વિક નથી...

અનય- ના.. આમાં હું કંઈ સાંભળી નહીં લઉં..!

નમાયા- ઠીક છે.

અનય- હવે સૂઈ જા તું.. કાલે તૈયાર રહેજે લેવા આવી જઈશ.. ગુડ નાઈટ... ટેક કેર..!

નમાયા- હા.. ગુડ નાઈટ.. ટેક કેર..

નમાયા બૂક વાંચતી વાંચતી જ સૂઈ જાય છે. અનય તેના લેપટોપમાં લ્યૂકેમિયા વિશે બધી માહિતી વાંચે છે... કેવી રીતે કેર લેવી, શું સાવચેતી રાખવી તે બધુ જ વાંચે છે. બધુ જ એક ડાયરીમાં લખીને તે સૂઈ જાય છે.


આ બાજુ રાત્રે મનન નમિત, કરન, જીયા અને કેયાને ફોન કરી કેફેમાં મળવાં બોલાવે છે.

બધાને એ વાતથી નવાઈ નથી લાગતી કે હવેથી અનય તેમની સાથે નથી રહેતો..!

કરન- શું વાત છે મનન? કેમ બધાને અહીં બોલાવ્યા?

જીયા- તારો જીગરી દોસ્ત ના આવ્યો?

મનન- મારે તમને એક વાત કહેવી છે... અનય નમાયાને પ્રેમ કરે છે અને તેને નમાયાને પ્રપોઝ પણ કર્યુ છે.

કેયાને આ સાંભળી ગુસ્સો આવે છે.

મનન- સોરી કેયા.. તને હર્ટ કરવાનો કોઈ ઈરાદો નથી પણ મેઈન એ વાત છે કે અનય જેને પ્રેમ કરે છે એટલે કે નમાયા તેને બ્લ્ડ કેન્સર છે એ પણ લાસ્ટ સ્ટેજ પર....

આ સાંભળીને ચારેયને ઝાટકો લાગે છે. બધા એકબીજાની બાજુ જોવા લાગે છે.

મનન- અનય ત્રણ-ચાર દિવસ સુધી કોલેજ નહોતો આવતો એટલે હું એને મળવા ગયો હતો ત્યારે મને ખબર પડી... જાણે- અજાણે આપણે ભૂલ તો કરી જ છે... આપણે બંને પાસે જઈને માફી માંગવી જોઈએ.. ગમે તેમ હોય અનય આપણો દોસ્ત છે... એને અત્યારે આપણી જરૂર છે... દરેક પરિસ્થિતિમાં અનયે જ આપણી મદદ કરી છે.. હવે આપણો વારો છે..!

નમાયાને કેન્સર છે તે વાત જાણી કેયાનો ગુસ્સો જાણે ગાયબ જ થઈ જાય છે. તેને મનોમન ભારે પસ્તાવો થાય છે કે તેને નમાયા સાથે બહુ જ ખોટુ કર્યુ હતું... સાથે કરન, નમિત અને જીયાને પણ લાગે છે કે નમાયા સાથે બહુ જ ખોટું કર્યું છે..!

મનન- કાલે કોલેજ મળીએ... કાલે આપણે માફી માંગી લઈશું...!

આટલું કહી મનન કેફેની બહાર નીકળી જાય છે.

કરન, નમિત, જીયા અને કેયા થોડી વાર એમ જ બેસી રહે છે અને પછી તેઓ પણ ઘરે જવા નીકળી જાય છે.


બીજે દિવસે સવારે નમાયા તૈયાર થઈ અનયની રાહ જોતા સોફા પર બેસી જાય છે.

નૈનેશભાઈ- કેમ બેસી ગઈ બેટા? કોલેજ નથી જવાનું?

નમાયા- અનય લેવા આવે છે..!

નૈનેશભાઈ- (હસતાં) ઓહ....

નમાયા- મેં તો ના જ પાડી હતી... એને જ કહ્યું કે હવે થી ઘરેથી મને લઈ જશે અને મૂકી પણ જશે...!

નૈનેશભાઈ મનમાં વિચારે છે, વાત તો બરાબર છે તેની.. આમ પણ મને રોજ ચિંતા રહેતી જ્યારે નમાયા એક્ટીવા લઈને કોલેજ જતી... હું તેને કહીને થાકી ગયો હતો કે હું તેને રોજ મૂકી જઈશ પણ તે માનતી નહીં...! કંઈ નહીં ચાલો.. કદાચ અનય નમાયા માટે બરાબર છે.. બસ બંને ખુશ રહે...!

નમાયા- શું થયું પપ્પા?

નૈનેશભાઈ- કંઈ નહીં દિકરા... આજે હોસ્પિટલ જવાનું છે.. યાદ છેને..?

નમાયા- હા... પપ્પા..!

એટલામાં જ અનય તેની ગાડીનો હોર્ન મારે છે.

નમાયા- અનય આવી ગયો લાગે છે.

નમાયા બારીમાંથી જોઈ છે તો અનય હોય છે. તે તેના પપ્પાને બાય કહી તેનુ બેગ લઈ નીકળી જાય છે.

નમાયાનાં ગયા બાદ નૈનેશભાઈ પણ ઘર બંધ કરી કોલેજ જવા નીકળે છે.


અનયની ગાડી કોલેજ કેમ્પસમાં પ્રવેશે છે. બધા જોઈ છે અનય સાથે તેના દોસ્ત નહીં પણ નમાયા હોય છે.

અનય તેની ગાડી પાર્ક કરે છે અને બંને ક્લાસ તરફ જ જતાં હોય છે. બધા તેમને જ જોતા હોય છે.

નમાયા- બધા કેમ આપણાને આમ જોઈ છે?

અનય- આજનો હોટ ટોપિક એમને મળી ગયો ને એટલે...!

તેઓ ક્લાસ તરફ જતાં હોય છે કે વચ્ચે બંનેને નમિત, કરન, જીયા અને કેયા રોકે છે.



શું નમિત, કરન, જીયા અને કેયા અનય અને નમાયાની માફી માંગશે?

અનય અને નમાયાનું આગળ શું થશે તે જાણવા વાંચતા રહો ભાગ - ૯