નમસ્તે મારા પ્યારા વાંચકો,
‘પરાગિની’ અને ‘દિલની વાત ડાયરીમાં’ આ બંને નવલકથાને ભરપૂર પ્રેમ આપવા બદલ દિલથી ધન્યવાદ..! તમને કહ્યું એ રીતે પરાગિનીનો બીજો ભાગ હું જલ્દી પ્રસ્તુત કરીશ પરંતુ એ પહેલા હું નાની નવલકથા તમારી સમક્ષ મૂકવા માંગું છું. જેનું નામ છે ‘ખીલતી કળીઓ’..! આ એક પ્રેમકથા છે. મને આશા છે કે તમને જરૂરથી પસંદ આવશે.
“ખીલતી કળીઓ”
પરિચય:
ખીલતી કળીઓ એક ટીનએજ લવસ્ટોરી છે. આ સ્ટોરીમાં તમને પ્રેમની પરિભાષા જાણવાં મળશે, કોઈ ટવીસ્ટ કે ટર્ન નહીં હોય.. હા, એક ટર્ન હશે..! આ સ્ટોરી કાલ્પનિક છે, કોઈ મૂવી કે સિરીઝ પરથી નથી લેવામાં આવી. તો હવે ચાલુ કરીએ નવી નવલકથા - ‘ખીલતી કળીઓ’
*********
ખીલતી કળીઓ - ૧
ઓગણીસ વર્ષનો છોકરો એટલે અનય મહેતા. તે તેના ગ્રૂપ સાથે ફોર્ચ્યુનર ગાડી લઈને વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર સ્પીડમાં આમતેમ જતી હોય છે. તેની ગાડીમાં જોર જોરથી રોક સોંગ વાગે છે અને તેની આખી ગેંગ જોર જોરથી સોંગ ગાઈ રહી છે અને ચિચયારી પાડી રહી હોય છે. તેઓ વડોદરાથી અમદાવાદ ફક્ત આંટો મારવાં જ નીકળ્યા હોય છે કેમ કે અનય અને તેના ફ્રેન્ડ્સની બારમા ધોરણની બોર્ડની પરીક્ષા આજે જ પૂરી થઈ હોય છે અને તેઓ પરીક્ષા પૂરી કરી સેલિબ્રેશન કરવાં નીકળી પળ્યા હોય છે.
અનય મહેતા- વડોદરા શહેરનાં જાણીતા હાર્ટ સર્જન ડો. અનિષ મહેતા અને ડેન્ટીસ્ટ ડો. અનિતા મહેતાનો જીદ્દી, બિંદાસ એકનો એક છોકરો. અનય દેખાવમાં હેન્ડસમ હોય છે, ગોરોવાન, ભૂરી આંખો, ઊંચો અને ફન્કી હેરસ્ટાઈલ.. ઘણી છોકરીઓ સ્કુલમાં અનય પાછળ પાગલ હતી પણ અનય કોઈને જોતો પણ નહીં. અનયનાં મોમ-ડેડનાં ડિવોર્સ થઈ ગયા હોય છે. મોટાં ભાગે અનય તેની મમ્મી સાથે જ રહેતો પરંતુ ક્યારેક તેના પપ્પા સાથે પણ રહેવા જતો..! બંનેના લાડ પ્યારના લીધે અનય તેનું ધાર્યુ જ કરતો.. હા, પણ તેને કોઈ વ્યસન કે ખરાબ ટેવ નહોતી.. અનય ભણવાંમાં પણ હોશિયાર... સાથે તેને ક્રિકેટ અને ફૂટબોલ રમવું બહુ ગમતું.. તે બંને સ્પોર્ટસમાં સ્ટેટ લેવલ સુધા રમી ચૂક્યો છે. અનય જ્યાં પણ ફરતો ત્યાં તેની ગેંગ લઈને ફરતો. હા, અનયની ગર્લફ્રેન્ડ પણ હોય છે, કેયા પટેલ.. જે અનયના ગેંગની સભ્ય પણ છે. અનયના ગેંગમાં તેનો બેસ્ટ ફ્રેન્ડ મનન.. મનન અને અનય નાનપણથી જ ફ્રેન્ડ હોય છે. બંને પહેલા ધોરણથી બાર ધોરણ સુધી સાથે જ રહ્યા હોય છે. તેના ગેંગમાં બીજુ હોય છે, કરન, નમિત અને જીયા. નમિત અને જીયા કપલ (ટીનએજ કપલ) હોય છે. અનયનું આ ગ્રુપ નવમાં ધોરણમાં બન્યું હોય છે. અનય શહેરની સૌથી સારી સ્કૂલમાં ભણ્યો હોય છે.
અનય ગાડી ચલાવતો હોય છે. તે તેની ગાડી કોઈને ચલાવવા નથી આપતો હોતો, હંમેશા તે જાતે જ ડ્રાઈવ કરતો..! મનન અનયને પૂછે છે, રાતનો શું પ્લાન છે?
અનય કહે છે, કંઈ વિચાર્યુ નથી.. પણ આપણે બધા મારા જ ઘરે જમીને મસ્તી કરીશું..!
ફરીને તેઓ ઘરે હોય છે. અનય સીટીમાં પણ સ્પીડમાં ગાડી ચલાવતો હોય છે. અચાનક કૂતરાંનું બચ્ચું ગલૂડીયું અનયની ગાડી પાસે આવી જતાં અનય જોરથી બ્રેક મારે છે અને બરાબર તે જ વખતે લાલ સિગ્નલ પણ પડે છે. નમાયા સામેના રસ્તા પરથી જોઈ છે કે ગલૂડીયું ગાડી નીચે આવતાં બચી ગયું અને તે ડરનાં મારે આમતેમ દોડતું હોય છે. નમાયા દોડતી આવે છે અને ગલૂડીયાને ઊંચકીને રસ્તાની સાઈડ પર મૂકી દે છે. આ દ્રશ્ય અનય જોઈ છે પરંતુ અનયને નમાયાનો ચહેરો સાફ નથી દેખાતો..! અનય ભલે બિંદાસ, જીદ્દી હતો પણ અંદરથી તેટલો જ સારો પણ હતો. એક છોકરી ગલૂડીયાને બચાવા બીજી બાજુથી દોડતી આવી તે જોઈને તેને ગમ્યું..! અનય તે છોકરીને જોવાનો પ્રયાસ કરે છે પણ તેટલાંમાં જ સિગ્નલ ખૂલી જતા તે ગાડી ભગાવી મૂકે છે.
નમાયા દવે- નમાયા અઢાર વર્ષની મધ્યમ વર્ગીય પરીવારમાંથી આવે છે. પરીવારમાં ફક્ત તે અને તેના પપ્પા જ હોય છે. તેની મમ્મી આ દુનિયામાં નથી હોતી.. નમાયાનાં જન્મ બાદ તેના મમ્મીનું મૃત્યુ થઈ ગયું હોય છે.. તેથી તેના પપ્પાએ તેને લાડકોડથી મોટી કરી હોય છે. તેના પપ્પા એટલે કે પ્રોફેસર નૈનેશ દવે, તેઓ શહેરની જાણીતી યુનિવર્સિટીમાં ફિઝીક્સનાં પ્રોફેસર હોય છે. નમાયાનાં પપ્પાનો પગાર સારો એવો હોય છે. તેના પપ્પા તેને બધુ જ લઈ આપતાં તેને બધી જ ખુશી આપવાંનો પ્રયત્ન કરતાં..! નમાયાની લાઈફમાં તેના પપ્પા સિવાય બીજુ કોઈ નથી હોતું. નમાયાની પણ આજે બારમાં ધોરણની બોર્ડની પરીક્ષા પૂરી થઈ હોય છે. નમાયા એકદમ શાંત અને હોશિયાર છોકરી હોય છે. તેને સાદું રહવું જ ગમતું, દેખાવમાં નમાયા ખૂબ જ સુંદર હતી પણ તેની કોઈક કારણોસર તેને આ સુંદરતાને બાંધી દીધી હતી. ગોરોવાન, સીલ્કી કમર સુધીના વાળ, નમણી કાયા, કાળી આંખો અને હસે ત્યારે ગાલે ખંજન પડે..! તેને બુક્સ વાંચવાનો ઘણો શોખ અને તેનાથી વધારે તેને ખગોળશાસ્ત્રી બનવું હતું.. તેના પપ્પા એ અમેરિકાથી તેને ટેલિસ્કોપ પણ મંગાવી આપ્યું હોય છે, પણ કોઈક કારણોસર તે ખગોળશાસ્ત્રી બનવાનું ટાળી દે છે પરંતુ તે હંમેશા રાત્રે તેના રૂમની બાલ્કનીમાંથી નહીં તો તેના ઘરની અગાસી પરથી ટેલિસ્કોપમાંથી બધા ગ્રહો જોતી..! નમાયાને ગીત ગાવાનું પણ બહુ ગમતું, તેને કૂકીંગનો પણ શોખ છે..! નમાયાના ખાસ એવાં કોઈ દોસ્ત નહોતા.. તેની પાછળ પણ એક કારણ હોય છે. બસ સ્કૂલમાં તેના એક દોસ્ત હતી... જેની શાહ.
અનય અને નમાયા બંને એ તેમનું બારમું ધોરણ સાયન્સ સ્ટ્રીમમાં કર્યુ હોય છે.
બે મહિના આમ જ પૂરા થઈ જાય છે. બે મહિના બાદ બારમાં ધોરણનું રિઝલ્ટ બહાર પડે છે. જેમાં નમાયા ૯૯.૧૦% સાથે ગુજરાતનાં બીજા નંબરએ અને વડોદરા શહેરમાં પહેલો નંબર આવ્યો હોય છે. અનયના ૯૨% આવે છે. અનયનાં પેરેન્ટ્સ ઘણાં ખુશ હોય છે. તેઓએ અનયને છૂટ આપી હોય છે કે તેને જેમાં એડમીશન લેવું હોય તેમાં લઈ શકે છે. અનયને પહેલેથી ફોરેન્સિક સાયન્સમાં રસ વધારે હોય છે તેથી તે એમાં એડમીશન લેવાંનુ નક્કી કરે છે તે તેના મોમ- ડેડને કહી જાણીતા કોલેજમાં ઓનલાઈન ફોર્મ પણ ભરી દે છે. અનયનાં બધા ફ્રેન્ડસ પણ અનય સાથે જ તે જ કોર્સમાં જવાનું નક્કી કરે છે.
અનાયા તેના પપ્પા સાથે બેસીને ચર્ચા કરતી હોય છે.
નૈનેશભાઈ- જો બેટા તારે જેમાં એડમીશન લેવું હોય એમાં તને છૂટ છે. મેડીકલ લાઈનમાં જવું હોય તો પણ છૂટ છે.
નમાયા- તમને કારણ ખબર છે પપ્પા કે કેમ હું મેડીકલમાં નથી જતી...
નૈનેશભાઈ થોડા ભાવુક થઈ જાય છે અને કહે છે, કાશ... તારી મમ્મી હોત...!
નમાયા પણ રડી પડે છે. થોડીવાર બાદ બંને સ્વસ્થ થાય છે.
નમાયા કહે છે, પપ્પા મારે ફોરેન્સિક સાયન્સમાં જવું છે.
નૈનેશભાઈ- ઠીક છે બેટા...
નમાયા ઓનલાઈન ફોર્મ ભરી દે છે.
પંદર દિવસ બાદ પહેલું મેરિટ બહાર પડે છે. અનય અને નમાયા બંનેને એડમીશન મળી જાય છે. અનયના દોસ્તોને બીજા રાઉન્ડમાં એડમીશન મળે છે. અનયની ગર્લફ્રેન્ડ કેયાને પણ તે જ કોર્સમાં એડમીશન મળી જાય છે.
અનય ખૂબ ખુશ હોય છે કે હવે કોલેજ લાઈફ એન્જોય કરવાં જઈ રહ્યો છે. નમાયા તો પહેલેથી જ તેના લાઈફનાં બધા દિવસ સારી રીતે જીવવાં માંગતી હોય છે. વીસ દિવસ બાદ તેમની કોલેજ ચાલુ થવાની હોય છે.
વીસ દિવસ બાદ....
કોલેજનો આજે પહેલો દિવસ હોવાથી અનય ગાડી લઈ તેની ગેંગને લઈને કોલેજમાં પહોંચે છે. અનય અને તેની ગેંગ તેમનો ક્લાસ શોધીને જાય છે અને ક્લાસની છેલ્લી બેંચીસ પર બધા ગોઠવાય જાય છે.
નમાયા ઘરેથી ભગવાનનાં દર્શન કરી તેનું એક્ટીવા લઈ કોલેજ પહોંચે છે. એક્ટીવા પાર્ક કરી નોટીસ બોર્ડ પર ક્લાસ શોધી ક્લાસમાં જાય છે. તે જોઈ છેકે ઘણા બધા ક્લાસમાં આવીને બેસી ગયા હોય છે. નમાયા બીજે કશે જોયા વગર પહેલી બેંચ પર બેસી જાય છે. કોલેજનો પહેલો દિવસ હોવાથી બધા જ તૈયાર થઈને આવે છે ફક્ત નમાયા જ સાદી તૈયાર થઈને આવી હોય છે.
આખો ક્લાસ ભરાય જાય છે. નવ વાગતાં પ્રોફેસર આવી તેમની ઓળખાણ કરે છે અને વારાફરતી બધાને તેમની ઓળખાણ આપવાં કહે છે. પહેલો પિરીયડ આમ જ પૂરો થઈ જાય છે. દિવસ આમ જ પૂરો થઈ જાય છે. ક્લાસમાં પહેલા દિવસે ઘણાં બધા એકબીજાનાં મિત્રો બને છે. ફક્ત નમાયા જ એવી હોય છે કે તેનો કોઈ દોસ્ત નથી બન્યો..!
બે-ત્રણ દિવસ આમ જ નીકળી જાય છે. અનય અને તેના દોસ્તો કોલેજમાં સવારે ગાર્ડનમાં બેઠા હોય છે ત્યારે જ નમાયા તેનું એક્ટીવા પાર્ક કરી કેમ્પસ તરફ જતી હોય છે. કરન તરત અનયને નમાયા તરફ આંગળી કરતાં કહે છે, જો પેલી બહેનજી... બારમાં માં ટોપર હતી... આપણા ક્લાસમાં જ છે.. એકલી જ ફરે છે. ચાલને તેને હેરાન કરીએ... કોલેજમાં આવ્યા પછી આપણે કોઈને હેરાન નથી કર્યા..!
કેયા- કરનની વાત સાચી છે આપણે કોલેજમાં આવ્યા પછી કોઈને હેરાન નથી કર્યા...
મનન- કોઈ છોકરીને હેરાન નહીં કરીએ આપણે....
નમિત- ઓહ... ક્યાંક તને એ છોકરી ગમી તો નથી ગઈને...? હેં... હેં....
મનન- વોટ... રબીશ...!
અનય નમાયાને જોઈને વિચારતો હોય છે કે આ છોકરીને ક્યાંક તો જોઈ છે.
નમિત- શું કહે છે અનય? કોને હેરાન કરીશું...?
અનય- મનનની વાત બરાબર છે અત્યારે કોઈ છોકરીને હેરાન નહીં કરીએ... છોકરો હશે તો ચાલશે...!
જીયા- ચાલો તો બકરો શોધીએ..।।
અનય અને તેની ગેંગ ક્લાસમાં પહોંચે છે. ક્લાસમાં બધાને ખબર પડી ગઈ હોય છે કે અનય કોણ છે..!
ક્લાસમાં આવી અનય એક છોકરા તરફ આવી ઈશારો કરે છે અને તેને આગળ ટેબલ પાસે બોલાવે છે.
અનય- જો આપણા સિનીયર બહુ સારાં છે કે એમણે આપણું રેગિંગ નથી કર્યુ... પણ કોલેજમાં મસ્તીના કરીએ તો કોલેજનાં કહેવાયને....
નમિત- તારે આજે બધાને મજા કરાવવાની છે..
કરન- જો હજી પહેલું લેક્ચર ચાલુ થવામાં વીસ મિનિટની વાર છે પ્રોફેસર આવે એ પહેલા કંઈક તો તારે કરવું પડશે નહીંતર અમે તારું નામ બીકણ સસલું પાડી દઈશું અને આખી કોલેજ પછી તને એ જ કહીને બોલાવશે..!
એ છોકરો બીકના મારે ગમે તેમ નાચવાં લાગે છે. આખો ક્લાસ હસતો હોય છે સિવાય નમાયા... નમાયા તેની નોવેલ વાંચવાનાં વ્યસ્ત હોય છે.
કેયા નમાયાની નજીક આવે છે તેની બૂક બંધ કરવા જતી હોય છે પણ નમાયા તરત તેની બૂક લઈ લે છે.
કેયાને ગમતું નથી અને તે નમાયાને કહે છે, તારું નામ શું છે છોકરી?
નમાયા એકદમ શાંતિથી જવાબ આપે છે અને કહે છે, નમાયા...
અનયને ખબર પડે છે કે તેનું નામ નમાયા છે.
કેયા- આખો ક્લાસ મજા લે છે અને તું કેમ નોવેલ વાંચે છે?
નમાયા- કેમ કે હું વાંચવામાં વ્યસ્ત છું... અને હા.. મારે મજા નથી કરવી એટલે જ વાંચું છું..
જીયા- એટીટ્યૂડ તો જો આ છોકરીનો..
નમાયા- એટીટ્યૂડ મને નથી શોભતો.... એ તો તમારા જેવા લોકો માટે જ છે અને હા... તમે જે કર્યુ એમાં મેં તમને નથી રોક્યા કે નથી હું અડચણરૂપ બની તો તમે કેમ મને રોકવા આવો છો?
જીયા- હવે કંઈક વધારે બોલે છે તું...
નમાયા- શરૂઆત તમે જ કરી છે...
આખો ક્લાસ શાંત થઈને નમાયા, કેયા અને જીયાની વાતો સાંભળતા હોય છે.
અનય- ગર્લ્સ... કૂલ ડાઉન... કેયા એ છોકરીને તું મૂકને.. આપણે આપણું એન્જોય કરીએ..
જીયા- ના... હવે આ છોકરી આપણાને મજા કરાવશે... એ છોકરાં તું બેસી જા... તને અમે છોડી દીધો... હવે નમાયાનો વારો....
કેયા- જીયા તે બરાબર કર્યું.... બહુ એટીટ્યૂટ બતાવતી હતીને... ચાલ હવે આગળ આવી જા.. અને ડાન્સ કરી બતાવ...
હજી પણ નમાયાના ચહેરા પર સ્થિર હાવભાવ હોય છે.
અનયને નવાઈ લાગે છે કે નમાયા આટલી સ્થિર કેમની રહી શકે? તેને સમજ નથી પડતી કે કેયા અને જીયા આટલું ગમે તેન બોલે છે છતાં નમાયા એકદમ શાંત છે.. સહેજ પણ ગુસ્સો નથી કરતી..!
જીયા- એ છોકરી હું તને જ કહું છું...
આખા ક્લાસની નજર નમાયા પર હોય છે કે આખરે નમાયા શું કરશે?
શું નમાયા અનય અને તેની ગેંગએ કરેલ હેરાનનો શિકાર બનશે?
નમાયા કંઈ રીતે પોતાને બચાવશે?
જાણવાં માટે વાંચતા રહો આગળનો ભાગ-૨