ખીલતી કળીઓ - 11 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ખીલતી કળીઓ - 11

ખીલતી કળીઓ - ૧૧


અનય તેની બર્થ ડે ગીફ્ટ નમાયા પાસે માંગે છે.

નમાયા- શું જોઈએ છે તારે?

અનય નમાયાનો હાથ પકડી કહે છે, નમાયા દવે, વીલ યુ મેરી મી?

નમાયા- હેં....

નમાયા બે ઘડી આમ જ અનયને જોઈ રહે છે.

અનય- મને ખબર નથી કે તું કેટલો સમય મારી પાસે રહીશ પણ હવેનો બધો સમય તારી પાસે રહેવા માંગું છું.. એ પણ તારો થઈને.... કાલે હું વીસ વર્ષનો થઈશ... મને ખબર છે કે આપણી ઉંમર નાની છે મેરેજ કરવા માટે... હજી હું કમાતો પણ નથી... પણ આ સમય મને ફરી ક્યારેય નહીં મળે...!

નમાયાનાં આંખમાં આંસુ આવી જાય છે, તે તરત જ અનયને હગ કરી લે છે અને કહે છે, હું પણ તારી સાથે જ રહેવા માંગું છું... અનય મહેતા.. હા, હું તારી સાથે જ મેરેજ કરીશ.. આઈ વોન્ટ ટુ બી મિસીસ. નમાયા અનય મહેતા..!

અનય પણ નમાયાને ટાઈટ હગ કરે છે.. બંનેના આંખોમાં ખુશીનાં આંસુ હોય છે.

તેઓ નક્કી કરે છે કે આ વાત બંનેની ફેમીલીને સાથે જ કહેશે.


બીજા દિવસે એટલે કે આજે અનયની બર્થ ડે હોય છે. અનયનાં બધા ફ્રેન્ડસ તેના ઘરે જઈને તેને વિશ કરે છે, બધા મસ્તી મજાક કરે છે. અનય તેમને બધાને સાંજે નમાયાના ઘરે આવવાનું કહે છે.

નમાયાનાં હવે સારું લાગતું હોય છે.. તે ધીમે ધીમે ઘરમાં હરતી ફરતી હોય છે. નૈનેશભાઈએ કોલેજમાંથી અઠવાડિયાની રજા લઈ લીધી હોય છે નમાયાની દેખરેખ કરવા માટે...

અનય તેની મોમને પણ કહે છે કે સાંજે નમાયાને ત્યાં જવાનું છે અને તેના ડેડને પણ કહે છે, સાંજે હું, મોમ અને તમે સાથે નમાયાને ત્યાં જઈશું..!

નમાયા અનયને ફોન કરી તેને બર્થ ડે વિશ કરે છે. અનય થેન્ક યુ કહે છે અને પછી થોડી વાતો કરી ફોન મૂકે છે.

નમાયા ડેકોરેટરને બોલાવીને અનયની બર્થ ડે માટે સ્પેશિયલ લીવિંગ રૂમને ડેકોરેટ કરાવે છે. બેકરને ફોન કરી કેકનો ઓર્ડર પણ આપી દે છે. તેને અનયને ગીફ્ટ આપવું હોય છે પણ શું આપવું તે ખબર નથી પડતી અને તે અત્યારે બહાર પણ નથી જઈ શકતી..! તેને કેયા યાદ આવે છે.. તે કેયાને ફોન કરે છે અને ગીફ્ટ વિશે વાત કરે છે. નમાયા બે અલગ ગીફ્ટ આપવાનું વિચારે છે.

આ બાજુ અનય પણ નમાયાને કંઈક આપવા માટે વિચારે છે.


સાંજે અનય તૈયાર થાય છે.. અનયે સ્કાય બ્લ્યુ કલરનો શર્ટ અને ડેનિમ જીન્સ પહેર્યુ હોય છે. અનય ખરેખરમાં હેન્ડસમ લાગતો હોય છે. અનિષભાઈ પણ ઘરે આવી જાય છે. અનિતાબેન પણ તૈયાર થઈ ગયા હોય છે. ત્રણેય એક જ ગાડીનાં સાથે નમાયાનાં ઘરે જવા નીકળે છે. અનયનાં ફ્રેન્ડસ પણ નમાયાનાં ઘરે પહોંચી જાય છે. બધા નમાયા સાથે બેઠા હોય છે અને કોમેડી કરી નમાયાને હસાવતાં હોય છે. અનય અને તેનું ફેમીલી પણ નમાયાનાં ઘરે આવી જાય છે.

અનય તો ડેકોરેશન જોઈને છક થઈ જાય છે. નમાયાએ તેની રીતે ખૂબ જ સુંદર ડેકોરેશન કરાવ્યું હોય છે.

નૈનેશભાઈ અનયનાં મોમ-ડેડને આવકારે છે. અનય નૈનેશભાઈને પગે લાગી આશીર્વાદ લે છે. અનય તેના મોમ- ડેડને પણ પગે લાગે છે.

અનય- અંકલ, નમાયા?

નૈનેશભાઈ- ઉપર તેની રૂમમાં છે..

અનય ઉપર જતો રહે છે.

નૈનેશભાઈ, અનિષભાઈ અને અનિતાબેન સોફા પર બેસી વાતો કરે છે.

અનય રૂમમાં જાય છે તો મનન, કરન, નમિત, જીયા અને કેયા બધા ત્યાં હાજર હોય છે.

નમાયા ખૂબ જ સુંદર દેખાઈ રહી હોય છે.. તેને પણ સ્કાયબ્લ્યુ કલરનો વનપીસ પહેર્યો હોય છે. બંને એ કોઈ કલર નક્કી નહોત કર્યો પણ અનાયાસે જ મેચીંગ કલરનું પહેરે છે.

અનય- નમાયા... તારી તબિયત સારી નથીને કેમ આટલું બધુ કર્યું?

નમાયા તેનો હાથ આગળ કરી અનયને તેની પાસે બોલાવે છે. અનય તેની પાસે આવીને બેસી જાય છે.

નમાયા- મેં કંઈ જ નથી કર્યું.. મેં ડેકોરેટરને બોલાવી બધુ કરાવ્યું છે.

અનય- તો ઓકે...

નમાયા- હમ્મ...

અનય- ગાય્સ... થોડી વાર માટે તમે ઊંધા ફરી જાઓને...

બધા હસી પડે છે.. મનન કહે છે, હા.. કેમ નહીં... લવ બર્ડસ

બધા ફ્રેન્ડસ ઊંધા ફરી જાય છે.

અનય નમાયાની એકદમ નજીક આવી જાય છે.

નમાયા અનયની ડોક પર હાથ મૂકીને કહે છે, હેપ્પી બર્થ ડે માય લવ...

અનય- થેન્ક યુ સ્વીટહાર્ટ...

અનય નમાયાને પકડીને હોઠ પર કીસ કરી લે છે. બંને પાંચ મિનિટ સુધી આમ જ કીસ કરે છે.

નમિત- ઓ મારા પ્રેમી પંખીડાઓ... પત્યું કે નહીં?

અનય અને નમાયા છૂટા પડે છે...

અનય ધીમેથી કહે છે, હા.. તમે હવે ફરી શકો છો...

બધા તેમની બાજુ ફરી હસવાં લાગે છે...

નમાયા- હવે જઈએ નીચે?

બધા નીચે જાય છે. અનય નમાયાનો હાથ પકડી તેને નીચે લઈ જાય છે.

જીયા અને કેયા સેન્ટર ટેબલ પર બોક્સમાંથી કેક કાઢીને મૂકે છે.

અનિષભાઈ- વેઈટ... હા..

અનિષભાઈ બહાર જઈ ગાડી માંથી કેક લઈને આવે છે.

અનિષભાઈની લાવેલી કેક પણ ત્યાં મૂકે છે.

અનય મીણબત્તીઓને ફૂંક મારી કેક કટ કરે છે. પહેલો પીસ તેની મોમ પછી તેના ડેડ, નૈનેશભાઈ અને નમાયાને ખવડાવે છે.. અને પછી તેના દોસ્તોને ખવડાવે છે. અનયનાં બધા ફ્રેન્ડસ વારાફરતી અનયને ગીફ્ટ્સ આપે છે.

અનય બધાની ગીફ્ટ્સ ખોલી તેમને થેન્કસ કહે છે.

નૈનેશભાઈ અનયને વોચ ગીફ્ટમાં આપે છે.

અનિતાબેન અને અનિષભાઈ બંને તેને સોનાની ચેઈન આપે છે.

કરન- નમાયા તું નથી લાવી ગીફ્ટ?

અનય- એને તો મને કાલે જ મારું ગીફ્ટ આપી દીધું હતું..

કરન- શું?

નમાયા- ના, હું લાવી છું... કેયા મને એ બોક્સ આપજેને...

કેયા નમાયાનો મોટું લંબચોરસ બોક્સ આપે છે.

નમાયા તે બોક્સ અનયને આપે છે. અનય બોક્સ ખોલે છે જેમાં મોટી ફ્રેમ હોય છે.. જેમાં તેના અને નમાયાનાં ફોટોસને કોલાજ કરી બનાવ્યા હોય છે.

અનય- વાઉં... બહુ જ મસ્ત છે... આ આપણા બેડરૂમમાં જ લગાવીશું..!

મનન- આપણા બેડરૂમમાં એટલે?

બધાને નવાઈ લાગે છે કે અનય શું બોલે છે એમ..?

નમાયા- અનય... તુએ બાફી નાખ્યુંને...!

અનય- સોરી... આમપણ કહેવાનું તો હતું જ ને...

નમાયા- ચાલ.. તો કહી દઈએ?

અનય- હું અને નમાયા બધાને એક વાત કહેવા માંગીએ છીએ... મોમ- ડેડ, અંકલ પહેલા વાત સાંભળી લેજો પછી જ કંઈ કહેજો.. પ્લીઝ...

બધાના ચહેરા પર પ્રશ્નાર્થ હોય છે.. અને જાણવા આતૂર કે અનય અને નમાયા શું કહેવાના હશે?

અનય- મેં અને નમાયાએ લગ્ન કરવાનું વિચાર્યુ છે.... મેં જ નમાયાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું કાલે રાત્રે... નમાયા પાસે જેટલી પણ લાઈફ બાકી રહી છે તેટલી હું તેની સાથે ગાળવાં માંગું છું... આઈ નો અમે હજી નાના છીએ મેરેજ માટે... પણ આઈ હોપ તમે મારી વાત સમજશો..! અનય તેના પપ્પા સામે જોઈ છે... તેના પપ્પા સમજી જાય છે તેઓ આંખથી ઈશારો કરી શાંત થવાં કહે છે.

અનયના ફ્રેન્ડસને પહેલા શોક લાગે છે પણ તેઓ ઘણા જ ખુશ થાય છે.

અનય- જો તમારા બધાની પરમિશન હોય તો શું હું નમાયા સાથે લગ્ન કરી શકુ છું?

અનિષભાઈ- મારી તો હા જ છે.

અનિતાબેન- મારી પણ...

બધાની નજર નૈનેશભાઈ તરફ હોય છે... તેમના આંખમાં આંસુ હોય છે.. અનિષભાઈ નૈનેશભાઈના ખભા પર હાથ મૂકી તેમને સાંત્વના આપે છે. નમાયા પણ તેના પપ્પા પાસે આવી તેમનો હાથ પકડી લે છે.

નૈનેશભાઈ થોડા સ્વસ્થ થઈ કહે છે, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે નમાયાનાં મેરેજ થશે એમાં પણ જ્યારે ખબર પડીકે તેને કેન્સર છે.... મને ખબર હતી કે એનાં મેરેજ નહીં થાય... પણ... હવે થશે... એટલે હું ખુશ છું... અનય... માય સન... તારા જેવો છોકરો મારી છોકરીને નહીં મળે.... મારી હા છે...!

બધા ખુશ થઈ જાય છે.

અનય નમાયાની પાસે જાય છે, ઘૂંટણ પર બેસી અને ખીસ્સામાંથી રીંગનું બોક્સ કાઢી અને ખોલીને કહે છે, નમાયા.. પ્લીઝ મેરી મી..

નમાયા કેયા પાસે બોક્સ માંગી અને રીંગનું બોક્સ ખોલી તે પણ અનય સામે નીચે બેસીને કહે છે, યસ.. આઈ વીલ મેરી યુ એન્ડ વીલ યુ?

અનય- અફકોર્સ યસ...

બંને એકબીજાને રીંગ પહેરાવે છે. બધા તાળીઓથી બંનેને વધાવી લે થે. નમિત, કરન, મનન, જીયા અને કેયા પાંચેય અનય અને નમાયાની ચારેય તરફ ગોઠવાયને પેટલ પાર્ટી પોપર્સ ફોડે છે અને ચિચયારીઓ કરે છે. અનય અને નમાયા તેમના બંને પપ્પા અને મમ્મીને પગે લાગી આશીર્વાદ લે છે. બધા પછી સાથે ડિનર કરે છે અને પછી ડાન્સ, મસ્તી કરી થોડી વાર બેસીને અનયનાં દોસ્તો ઘરે જવા નીકળે છે.

અનય- મોમ, હું નમાયાને ઉપર મૂકીને આવું પછી નીકળીએ...

અનિતાબેન હા કહે છે.

અનય નમાયાને ઉપર લઈ જાય છે.

અનિષભાઈ- નૈનેશભાઈ મેરેજની ચિંતાના કરતા તમે.. બધુ જ થઈ જશે...! આપણે આવતાં અઠવાડિયે મેરેજ રાખીએ તો ચાલશે ને?

નૈનેશભાઈ- અઠવાડિયામાં તૈયારીઓ કેમની થશે? અને જલ્દી નહીં થઈ જાય..?

અનિષભાઈ- નમાયા પાસે એટલો સમય નથી... એટલે કે હજી ચાર મહિના છે... બને તો બંને વધારે સાથે રહી શકે એટલે કહુ છુ... શોપિંગની ચિંતાના કરતાં... અનિતા નમાયા સાથે જશે..!

અનિતાબેન- હા, હું નમાયાની સાથે જ રહીશ...

નૈનેશભાઈ- મારી ઈચ્છા છે કે આપણે પ્રાઈવેટ ફંક્શન જેવું જ રાખીએ... તમારે જેટલાં માણસોને બોલાવા હોય એની છૂટ છે...

અનિષભાઈ- અમારી પણ એવી જ ઈચ્છા છે.. અને અમારી તરફથી પણ બહુ મહેમાન નહીં હોય..!


અનય નમાયાને બેડ પર બેસાડે છે અને કહે છે, તો હવે કેવું લાગે છે મારી ફિયાન્સીને?

નમાયા શરમાય જાય છે.

અનય- હાય..... શું શરમાય છે તું...!

અનય નમાયાને ગાલ પર કીસ કરે છે.

અનય- જો તને કંઈ વાંધો ના હોય તો હું તને નાઈટડ્રેસ પહેરાવું?

નમાયા- અનય... મેરેજ સુધી તો રાહ જો...

અનય- હવે એમાં શું છે? આપણે ઓફિસ્યલી એન્ગેજ્ડ છીએ...! પ્લીઝ..!

નમાયા- પણ હું જાતે પહેરી શકુ છુ...

એટલામાં જ અનિતાબેન અનયને બૂમ પાડે છે, ચાલ બેટા.. હવે નમાયાને આરામ કરવાં દે... લેટ થઈ ગયું છે..

નમાયા હસવાં લાગે છે.

અનય- યાર... આ મોમ પણ... બચી ગઈ તું હા...

નમાયા હસીને કહે છે, હા....

અનય તરત જ નમાયાની નજીક જઈ તેને હોઠ પર કીસ કરી લે છે અને પછી છૂટા પડી કહે છે, થેન્ક યુ મારી બર્થ ડેને આટલી યાદગાર અને સ્પેશિયલ બનાવવા માટે..! અનય ફરી હોઠ પર કીસ કરી બાય કહી નીચે જાય છે.

નમાયા તેનો ફોન લઈ કેયાને થેન્ક યુ નો મેસેજ કરે છે અને પછી સૂઈ જાય છે.


બંને તરફ લગ્નની તૈયારીઓ શરૂ થઈ જાય છે. અનિતાબેન વડોદરાનાં ફેમસ એથનીક વેરનાં શોરૂમમાં જઈ નમાયા માટે ચોલી બનાવવાનો ઓર્ડર આપે છે. નમાયાને કમ્ફર્ટ લાગે અને બહુ વજન લાગે નહીં તે રીતે ચોલી બનાવવા આપે છે. તેવી જ રીતે અનય માટે મેચીંગ શેરવાની બનાવવાનો ઓર્ડર આપી દે છે.

નૈનેશભાઈ મોઘોં પાર્ટી પ્લોટ બૂક કરાવે છે. નમાયાની પસંદગીનું ડેકોરેશન કરવાનું કહે છે. કેટરર્સવાળાંને પણ ઓર્ડર આપી દે છે. ગણતરીનાં મહેમાનો ને આમંત્રણ પણ આપી દે છે. અનય અને નમાયાના મેરેજની બધી વિધીઓ સાથે જ રાખી હોય છે. બંનેની પીઠી, મહેંદી, સંગીત, મેરેજ અને રિસેપ્સન.. બધુ સાથે જ હોય છે અને ટોટલ ચાર દિવસનો પ્રોગામ હોય છે.

અનય અને નમાયા પ્રિ- વેડીંગ ફોટોશુટ પણ કરાવે છે. બધી તૈયારીઓનાં અનય અને નમાયાંના દોસ્તો પણ મદદ કરવાં લાગે છે.


આગળ જોઈશું અનય અને નમાયાનાં યાદગાર મેરેજ..

વાંચતા રહો આગળનો ભાગ - ૧૨રેટ કરો અને રિવ્યુ આપો

Vishwa

Vishwa 2 વર્ષ પહેલા

nilam

nilam 2 વર્ષ પહેલા

Heena Suchak

Heena Suchak 2 વર્ષ પહેલા

Bhaval

Bhaval 2 વર્ષ પહેલા

Pinky Shah

Pinky Shah 2 વર્ષ પહેલા