ખીલતી કળીઓ - 4 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખીલતી કળીઓ - 4

ખીલતી કળીઓ - ૪


અનય નમાયા માટે કંઈ અલગ જ ફિલ કરતો હોય છે. સામે નમાયાને હજી અનય માટે આકર્ષણ નથી હોતું પણ અનય સાથે રહીને તેને થાય છે કે અનય જેવો દેખાય છે તેવો નથી... તે સારો છે પણ તેના દોસ્તો સાથે રહીને તે અલ્હ્ડ, બિંદાસ બની ગયો છે.

પ્લેની તારીખ નજીક આવી ગઈ હોય છે. બે દિવસ પછી તેમનો શો હોય છે. અનયએ ખાસી એવી મહેનત કરી હોય છે. કોલેજમાં લેક્ચર પત્યા બાદ પ્લેમાં જેમને ભાગ લીધો હોય છે તેઓ બધા રિહર્સલ કરે છે. અનય સારું એવું પરર્ફોમન્સ આપે છે, જેનિફર મેડમ અનયને કહે છે, બસ આવું જ પરર્ફોમ પ્લેના દિવસે કરજે.. ગુડ..!

નમાયાને પણ સારું લાગે છે કે અનય મહેનત કરી રહ્યો છે.


પ્લેનો દિવસ આવી જાય છે. સ્ટેટ લેવલનો આ પ્લે તેમની કોલેજમાં જ રાખવાંમાં આવ્યો હોય છે. રાજ્યોની જુદી જુદી કોલેજમાંથી ઘણાં લોકો આવ્યા હોય છે. કુલ દસ કોલેજએ ભાગ લીધો હોય છે. વારાફરતી બધા પ્લે રજૂઆત કરે છે. હવે અનય અને નમાયાની કોલેજનો વારો આવે છે.

પ્લે જોવા માટે અનયનાં પેરેન્ટ્સ અને તેના દોસ્તો પણ આવ્યા હોય છે, નમાયાના પપ્પા પણ આવ્યા હોય છે.

પ્લે શરૂ થાય છે. જેનિફર મેડમ સ્ટેજ પર સાઈડમાં ઊભા રહ્યા હોય છે કોઈને દેખાયના એમ... તેઓ પ્રાર્થના કરતાં હોય છે કે પ્લે સારી રીતે અને કોઈ ભૂલ વગર પતી જાય..! નમાયા અને અનય પ્લેને જોરદાર રીતે રજૂઆત કરે છે. અનય એકદમ નેચરલ રીતે એક્ટીંગ અને ડાયલોગ્સ બોલે છે. નમાયા પણ કંઈ પાછળ પડે તેમ નહોતી.. પ્લેનો છેલ્લો પડાવ આવી જાય છે જેમાં નમાયાને તેના પાર્ટનર એટલે કે અનય માટે સોંગ ગાવાનું હોય છે. આ સોંગ સરપ્રાઈઝ હોય છે. પ્લેમાં અને કોલેજમાં કોઈને ખબર નથી હોતી કે આવું સોંગ ગાવાનું છે. પ્લેમાં જેને ભાગ લીધો હોય છે તેમને કહી રાખ્યું હોય છે કે છેલ્લે એક ગીત હશે જે નમાયા ગાશે પણ ક્યું હશે તે કોઈને ખબર નથી હોતી સિવાય નમાયા અને જેનિફર મેડમ...!

નમાયા સોંગ ગાવાનું ચાલુ કરે છે... નમાયાને આટલું સરસ અને સૂરમાં ગાતા જોઈ બધા તેને જોઈ જ રહે છે. અનય તો આશ્ચર્ય પામે છે નમાયાને ગાતા જોઈ કે તે આટલું સરસ ગાય છે.


‘ખુટે ભલે રાતો પણ, વાતો આ ખૂટે નહીં

વાતો એવી તારી મારી.....

ચાલતી રહે આ વાત , ચાલતી સદા રહે

મીઠી-મીઠી વાતો વાળી....’


‘કોઈ ગઝલ બને છે જો

નવી સવી રે....

ગુલમહોર ખીલે છે જો

કે તારા પ્રેમમાં રે....’


છેલ્લી પંક્તિ એકદમ ધીરેથી નમાયા ગાય છે.


‘ક્યારે પૂરા થશે મનનાં કોડ...

હો.... ક્યારે પૂરા થશે મનનાં કોડ...

કે સાયબો....

કે સાયબો મારો ગુલાબનો છોડ...

મારો ગુલાબનો છોડ..’


આટલું ગાતાં જ આખા ઓડિટોરીયમમાં બેઠેલા પ્રેક્ષકો ઊભા થઈ જોર જોરથી તાળીઓથી નમાયાને વધાવી લે છે.

નમાયાનાં ગાયેલા એક એક શબ્દો અનયના દિલ પર વાગે છે... તે ઊભો થઈ નમાયા પાસે જઈ બધાની સામે તેને હગ કરીલે છે અને ત્યાર પછી જ પડદો બંધ થાય છે. બધાને એવું હતું તે હગ કરવું પણ પ્લેનો એક ભાગ હશે પણ ના, તે અનયના દિલમાં રહેલી લાગણી હતી..!

અનય- સોરી... નમાયા.. હું મારી જાતને રોકીનાં શક્યો..! સોરી બધા માટે..!

આટલું કહી તે ત્યાંથી જતો રહે છે.

નમાયાને અનયની લાગણીને મહેસૂસ કરે છે.

અનય નમાયાને હગ કરે છે તે જોઈને કેયાને સહેજ પણ નથી ગમતું. નૈનેશભાઈને પણ અજીબ લાગે છે.

જેનિફરમેડમ પણ ખુશ હોય છે તેમની મહેનત રંગ લાવી હોય છે.


આ વર્ષે પણ પ્લેમાં પહેલો નંબર અનય અને નમાયાની કોલેજને જ મળે છે. પ્રિન્સિપાલ સર આખી ટીમને વધાવે છે. બધા જ ખુશ હોય છે.

અનયનું મન અને દિલ હજી નમાયા તરફ જ જતું હોય છે. અનયનાં વિચારોમાંથી નમાયા જતી જ નથી હોતી.

અનય તેના પેરેન્ટ્સ સાથે ઘરે પહોંચે છે.

અનિષભાઈ- ગુડ જોબ સન..! તને પહેલી વખત એક્ટીંગ કરતાં જોયો.. સારી કરે છે.

અનય- (હસતાં) મને પણ નહોતી ખબર મને એક્ટીંગ આવડે છે.

અનિતાબેન અનિષભાઈ તરફ જોતાં કહે છે, વી આર બોથ પ્રાઉડ ઓફ યુ..!

અનય- થેન્કસ મોમ એન્ડ ડેડ..! એક વાત કહું તમને બંનેને?

અનિતાબેન- હા.. બોલ

અનય- તમે બંને ફરી સાથે થઈ જાઓને...

અનિતાબેન- સોરી બેટા... ઈટ્સ નોટ પોસીબલ..!

અનિષભાઈ- સી ઈઝ રાઈટ... નોટ પોસીબલ બેટા..! બટ ડોન્ટ વરી... તારા માટે અમે સાથે જ રહીશું.. એઝ એ પેરેન્ટ્સ અમે સાથે રહી શકીએ છે બટ એઝ એ હસબન્ડ-વાઈફ.. નહીં રહી શકીએ..!

અનય- હું ફોર્સ નહીં કરું... પણ તમે બંને એટલિસ્ટ વિચારી તો શકો છોને? મે બી કોઈ હોપ દેખાય..?

અનિતાબેન અને અનિષભાઈ બંને એકબીજા તરફ જોઈ રહે છે અને સાથે જ કહે છે, સારું.. જોઈશું..!


આ બાજુ નમાયા તેના પપ્પા સાથે ઘરે પહોંચે છે.

નૈનેશભાઈ- આ અનયે તને હગ કેમ કર્યું? શું પ્લેનો પાર્ટ હતોએ?

નમાયા- ના, પપ્પા.. મને પણ ખબર નથી એને કેમ આવું કર્યુ? પણ તે સમયે તે એકદમ અલગ જ લાગતો હતો.. અલ્હડ, બિંદાસ કે જીદ્દી અનય નહોતો... તે એકદમ માસૂમ અને નરમ દિલવાળો અનય હતો..!

નૈનેશભાઈ- શું વાત છે મારી દિકરી પ્રેમની ડિક્શનરીના શબ્દો બોલે છેને? તુંએ તો નક્કી કર્યુ હતુ કે પ્રેમથી દૂર રહીશ..!

નમાયા- મારા તરફથી તો એવી જ કોશિશ છે પપ્પા પણ... અનયનું ખબર નહીં ?


*_*_*_*_*_*_*


બીજા દિવસે નમાયા તેનું એક્ટીવા પાર્ક કરી તેના ક્લાસ તરફ જતી હોય છે અને અનય તેના દોસ્તો સાથે બેઠો હોય છે. નમાયાને જતી જોઈ અનય હિંમત કરી ઊભો થાય છે અને નમાયા તરફ ચાલવા લાગે છે. અનયના દોસ્તોને નવાઈ લાગે છે કે અનય નમાયા તરફ કેમ જાય છે?

નમિત- બહેનજીને હેરાન કરવાં જતો હશે...!

કેયાને હવે થોડું થોડું સમજ આવવા લાગે છે કે કાલનું અનય અને નમાયાનું હગ સાચું હતું... આજે અનય નમાયા પાસે જાય છે તે પણ કદાચ અનયની નમાયા તરફની લાગણી જ છે.

અનય નમાયાની સામે જઈને ઊભો રહી જાય છે. નમાયા અનય સાથે અથડાતાં રહી જાય છે.

નમાયા- આમ કોણ રસ્તો રોકે?

અનય- મેં તને કાલે સોરી કહ્યું હતું..! તે એનો જવાબનાં આપ્યો?

નમાયા આસપાસ જોઈ છે.. તેને એવું હતું કે કદાચ અનય તેના દોસ્તો સાથે નથી એટલે જ મારી સાથે વાત કરવાં આવ્યો પણ તેના દોસ્તો ત્યાં જ બેસેલાં હતા. નમાયાને નવાઈ લાગે છે કે અનય તેના દોસ્તોની સામે તેની સાથે વાત કરવાં આવ્યો..!

નમાયા- સોરી શેની માટે..?

અનય- પહેલું સોરી.. મારે તે દિવસે બધાની સામે તારી ઈનસલ્ટ નહોતી કરવી જોઈતી..! મને એમ હતું કે મારા દોસ્તોને જાણ થશે તો શું વિચારશે એમ.. પણ મને અફસોસ છે કે મેં ખોટું કર્યુ..!

નમાયા- ઈટ્સ ઓકે...

અનય- બીજુ સોરી... કાલે મેં તને પૂછ્યા વગર જ બધા સામે હગ કરી લીધુ... પણ મારી લાગણીઓને હું કાબૂનાં કરી શક્યો...! મારે આવું નહોતું કરવું જોઈતું...!

નમાયા- ઈટ્સ ઓકે... મેં તને માફ કરી દીધો..!

આટલું કહી નમાયા ક્લાસ તરફ ચાલવાં લાગે છે પણ અનય તેને બૂમ પાડી રોકે છે..

અનય નમાયા પાસે જઈને અચકાતાં કહે છે, શું તું મારી સાથે ડેટ પર આવીશ?

નમાયા- હેં...? ડેટ?

અનય- હા..

આ સાંભળીને કેયાને ખૂબ લાગી આવે છે તે ગુસ્સામાં ત્યાંથી જતી રહે છે. અનયનાં દોસ્તોનો તો શોક લાગે છે. તેમને સમજ નથી પડતી કે અનય કરવાં શું માંગે છે?

નમાયા- શરત યાદ નથી?

અનય- પ્રેમમાં ક્યાં પડયો છું? ફક્ત ડેટ કરવાનુ જ કહું છુને..!

નમાયા- પછી એમાંથી પ્રેમમાં પડીશ તો?

અનય- આગળનું અત્યારથી શું કરવાં વિચારવાનું? આગળ જે થશે તે જોયું જશે..!

નમાયા- હા, પણ મને પરમિશન નથી ઘરેથી ડેટ પર જવા માટે..!

અનય- જો તારા પપ્પા હા કહે તો પણ નહીં આવે?

નમાયા- મારા પપ્પા તને હા નહીં કહે..

અનય- અને કહેશે તો?

નમાયા- તો વિચારીશ કે તારી સાથે જવું કે નહીં..?

અનય- ઠીક છે... જો તારા પપ્પા હા કહે તો શનિવારે આવવું પડશે..

નમાયા- વિચારીને કહીશ પણ તારી ગર્લફ્રેન્ડ ગુસ્સામાં જતી રહી છે..! અને ગર્લફ્રેન્ડ છે તો પણ મને ડેટ પર લઈ જઈશ?

અનય- ગર્લફ્રેન્ડ છે પણ તેની સાથે કોઈ દિલથી લાગણી નથી.. જેવી તારી સાથે થાય છે.

નમાયા- કેટલી છોકરીઓને આ ડાયલોગ કહ્યો છે?

અનય- એક જ છોકરીને કહ્યો છે.. નમાયા દવેને...!

નમાયા- જૂઠ્ઠું પણ બોલી લે છેને?

અનય- જો નમાયા... તું મને જૂઠ્ઠો સમજે તો જૂઠ્ઠો પણ મારી આ લાગણી સહેજ પણ જૂઠ્ઠી નથી..!

આટલું કહી અનય ક્લાસમાં જતો રહે છે.

નમાયા પણ ક્લાસમાં જાય છે અને તે અનયને જોઈને તેની બેન્ચ પર જઈ બેસી જાય છે.

દિવસ આમ જ પૂરો થઈ જાય છે.

અનય તેના રૂમમાં બેસીને વિચારતો હોય છે કે તે નમાયાના પપ્પાને કેવી રીતે કહેશે અને કેવી રીતે મનાવશે? અનય કોઈને ફોન કરીને માહિતી મેળવે છે કે નમાયાના પપ્પા ક્યાં જોબ કરે છે તે..!


બીજે દિવસે અનય લેક્ચર પૂરા કરી સીધો નમાયાના પપ્પા જે કોલેજમાં પ્રોફેસર હોય છે ત્યાં પહોંચે છે. બધાને કેમ્પસમાં પૂછતો પૂછતો ફિઝીક્સ ડિપાર્ટમેન્ટમાં પહોંચે છે. સ્ટાફરૂમમાં જઈ તે નૈનેશભાઈ પાસે જાય છે અને કહે છે, સર મારે તમારી સાથે વાત કરવી છે, પ્લીઝ એકલાંમાં..!

નૈનેશભાઈ અને અનય ફિઝીક્સની લેબમાં બેઠા હોય છે. અનય થોડો ગભરાયેલો હોય છે પણ તે હિંમત કરીને કહે છે, સર.. મેં અલરેડી નમાયાની પાસે માફી માંગી લીધી છે મેં જે કર્યુ તેના માટે..!

નૈનેશભાઈ અનયની વાત શાંતિથી સાંભળતા હોય છે.

અનય- પ્લેના અંતમાં નમાયાને હગ કર્યુ હતું તેની માફી પણ માંગી લીધી છે..

નૈનેશભાઈ- આટલી જ વાત કહેવા તું અહીં આવ્યો?

અનય- ના... વાત એમ છે કે... જ્યારે પહેલી વખત નમાયાને મળ્યો ત્યારે મને એ નહોતી સમજાતી.. જો કે અત્યારે પણ અમુક વખત નથી જ સમજાતી...! શરૂઆતમાં તેની સાથે મેં ખરાબ વ્યવહાર કર્યો પણ તે કોઈ દિવસ રિએક્ટ નહોતી કરતી...! પછી પ્લેમાં તેની સાથે ભાગ લીધો ત્યારે મને તે અલગ લાગી... હું તેની તરફ ખેંચાતો જતો હતો... તેનાથી દૂર રહ્યો એટલે કે તે મારી સાથે વાત નહોતી કરતી ત્યારે સમજાયું મને કે મેં બહુ ખોટું કર્યુ તેની સાથે...! દિવસે દિવસે હું તેની પ્રત્યે આકર્ષાતો ગયો... અને હવે તો કંઈક અલગ જ અનુભવુ છું તેની માટે... પ્લે દરમ્યિાન પણ ખબર નહીં મને શું થઈ ગયું હતું.. હું મારી લાગણીઓને કાબૂમાં ના કરી શક્યો અને નમાયાને હગ કરી લીધું...! આઈ એમ સોરી તમને અજીબ લાગતું હશે કે હું તમને નમાયા પ્રત્યેની મારી લાગણીઓ કહું છુ... છોકરીના પિતાને ક્યારેય ના ગમે આવી વાત.. પણ મારી માટે બધી વાત કહેવી જરૂરી છે.. હું કોઈ વાત છૂપાવવા નથી માંગતો...! હું તમારી પાસે પરમિશન માંગવા આવ્યો છું... વાત સાંભળીને ગુસ્સો પણ આવશે તમને... ઈચ્છો તો તમે મને મારી શકો છે વાંધો નહીં..!

નૈનેશભાઈ- શું વાત છે?

અનય- હું નમાયાને મારી સાથે ડેટ પર લઈ જવા માંગું છું.... આઈ નો કે બહુ જ વિચિત્ર લાગશે..! પણ અમારી જનરેશન આવી જ છે..!

નૈનેશભાઈ- શું?

અનય- આઈ એમ રિઅલી સોરી...! મેં પહેલા નમાયાને જ પૂછ્યું હતું... પણ તેને ના કહ્યું... અને એવું કહ્યું કે તેના પપ્પા એટલે કે તમે જો હા કહેશો તો જ તે વિચારીને હા કહેશે...! મારી વાત મેં કહી દીધી.. તમારો જે નિર્ણય હશે તો હું માનીશ..!

નૈનેશભાઈ કંઈ વિચારે છે અને કહે છે, જો હું ના કહું તો?

અનય- તમે ના કહેશો તો હું કંઈ જબરદસ્તી નહીં કરું... અને નમાયા તરફ જોવ પણ નહીં... પરંતુ હા, એના સિવાય હું કોઈને પણ ડેટ નહીં કરું અને કદાચ મેરેજ પણ નહીં...!

નૈનેશભાઈ ફરી વિચારવા લાગે છે.


શું નૈનેશભાઈ અનયને પરમિશન આપશે?

શું નમાયા ડેટ પર જવા અનયને હા કહેશે?

કેયાનું શું થશે?

જાણવાં માટે વાંચતા રહો આગળનો ભાગ - ૫