સ્ત્રીનો સંઘર્ષ - 9 Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

સ્ત્રીનો સંઘર્ષ - 9

ભાગ-૯

 

નિત્યાએ પંકજ સાથે લગ્ન જલ્દી કેમ નક્કી થયાં. એ પૂછવા અંગે વિચાર્યું હતું. પણ મીરાંના આવવાથી નિત્યા કાંઈ પૂછી નાં શકી. ઉલટાનું તેનાં આવ્યાં પછી પંકજનુ ધ્યાન મીરાંમા વધારે અને નિત્યામાં ઓછું હતું. નિત્યાને પોતાનાં ભાવિ પતિ સાથે હોવાં છતાં એકલું એકલું ફીલ થતું હતું.

"પંકજ સાથેનો દિવસ કેવો રહ્યો??" વંદિતા શાહે નિત્યાના આવતાં જ ઉત્સાહિત થઈને પૂછ્યું.

 

"સારો." નિત્યા એકાક્ષરી જવાબ આપીને પોતાનાં રૂમમાં જતી રહી.

 

વંદિતા શાહ નિત્યાને પંકજ સાથે જોઈને ખૂબ ખુશ થતાં. પણ એ ખુશી નિત્યાની ખુશીમાં ન હતી. એ ખુશી તો વંદિતા શાહ એમ સમજતાં, કે તેમણે નિત્યા નામની બલા પંકજને સોંપી દીધી. એનાં માટેની હતી.

 

પંકજ નિત્યાને તેની ઘરે મૂકીને મીરાં સાથે પીત્ઝા ખાવાં ગયો હતો. પંકજ નિત્યા સાથે વાતો નાં કરતો. એની ડબલ વાતો મીરાં સાથે કરી રહ્યો હતો. બંને એકસાથે એટલાં ખુશ હતાં, કે નિત્યા કદાચ આ દ્રશ્ય જોઈ લેતી. તો એ અંદરથી સાવ તૂટી જતી.

 

પંકજ નિત્યાને બિલકુલ સમય નાં આપતો. જ્યારે મીરાં માટે તે કાંઈ પણ કરી છૂટવા તૈયાર હતો. નિત્યા પંકજની પત્ની બનવાની હતી. છતાં પંકજ પર તેનો કોઈ અધિકાર ન હતો. જ્યારે મીરાં પંકજની પત્ની બન્યાં વગર જ પંકજ પર બધાં હક ધરાવતી હતી. આ બધી વાતોથી અજાણ એવી નિત્યા પંકજની બધી વાતો ચુપચાપ માની રહી હતી.

 

"આજે તો હું તને મારાં હાથે ખવડાવીશ." મીરાંએ પંકજના મોઢામાં પીત્ઝાનો એક ટુકડો મૂકીને કહ્યું.

 

પંકજ હોંશેહોંશે મીરાંના હાથે પીત્ઝા ખાતો હતો. સાથે પંકજ પણ મીરાંને ખવડાવતો હતો. આ બંને વચ્ચે નિત્યાનુ તો કોઈ અસ્તિત્વ જ ન હતું.

 

નિત્યા પોતાનાં રૂમમાં એકલી બેઠી હતી. નિત્યાના પંકજ સાથે લગ્ન થવાનાં હતાં. પણ હજું સુધી નિત્યા પંકજ વિશે કાંઈ જાણી શકી ન હતી. પંકજે નિત્યાને એવો કોઈ મોકો જ આપ્યો ન હતો, કે નિત્યા પંકજ વિશે જાણી શકે. એમ કહીએ તો પણ ચાલે એમ હતું.

 

નિત્યાના લગ્નમાં માત્ર પંદર દિવસ જ બાકી રહ્યાં હતાં. નિત્યા ઘરે રહીને જ પોતાનો અભ્યાસ કરી રહી હતી. જેથી તે બાકી સ્ટુડન્ટ્સથી પાછળ નાં રહી જાય. નિત્યા પોતાનાં રૂમમાં હતી. એ સમયે વંદિતા શાહ તેની પાસે ગયાં.

 

"તારો લહેંગો આવી ગયો છે. ચેક કરી લેજે. કોઈ ખામી હોય. તો હેમલતાબેને જણાવવા કહ્યું છે." વંદિતા શાહ નિત્યાના હાથમાં લહેંગો આપીને જતાં રહ્યાં.

 

નિત્યા લહેંગો હાથમાં રાખીને બેડ પર બેઠી રહી. તેણે હળવેથી લહેંગો થેલીમાંથી બહાર કાઢ્યો. લહેંગો બહાર નીકળતાં જ નિત્યાએ સજાવેલ અનેકો અરમાનો ફરી નિત્યાની નજર સામે તરવરવા લાગ્યાં. લહેંગાનો એ લાલ રંગ... એમાં કરેલ ભરતકામ... લહેંગાને જે દોરા વડે બનાવવામાં આવ્યો હતો. એનાં એક એક તાંતણા સાથે નિત્યાના અરમાનો જોડાયેલાં હતાં. નિત્યા પોતાની પસંદનો લહેંગો તો લઈ શકી ન હતી. પણ લહેંગો જોતાં તેનાં ચહેરા પર આછેરુ સ્મિત આવી ગયું.

 

નિત્યા પ્રેમથી એ લહેંગા પર હાથ ફેરવવા લાગી. નિત્યાએ પોતાનાં લગ્નને લઈને બહું બધાં અરમાનો સજાવ્યાં હતાં. લગ્નનું પવિત્ર બંધન તેનાં અને પંકજના જીવનને ખુશીઓથી ભરી દે. એવી જ પ્રાથર્ના નિત્યા મનોમન કરતી હતી.

 

નિત્યાને લહેંગો જોઈને કંઈક યાદ આવી ગયું. તે તેણે નાનપણથી સાચવી રાખેલ એક નાનો પટારો લઈને, તેને ખોલીને બેસી ગઈ. જેમાં એક સરસ મજાની ઢીંગલી હતી. જેને નિત્યા નાનપણમાં ખુબ ખુશીથી સજાવતી, ને તેનાં લગ્ન કરાવતી. નિત્યાને તેનાં દાદી ખૂબ જ પ્રેમ કરતાં. તેઓ જ નિત્યાની ઢીંગલીને તૈયાર કરવામાં નિત્યાની મદદ કરતાં. એ ઢીંગલી જોઈને, નિત્યાને તેનાં દાદીની યાદ આવી ગઈ. નિત્યાએ એ જ નાના પટારામાંથી એક ફોટો કાઢ્યો. જે નિત્યાના દાદીનો હતો. એ ફોટાને જોતાં જોતાં નિત્યા હસી રહી હતી, ને એક જ પળમાં નિત્યાની આંખો ભીની થઈને ભરાઈ આવી.

 

નિત્યા તેનાં દાદીના ફોટા સામે મન ભરીને રડી. નિત્યા નાની હતી. ત્યારે રડતી તો તેનાં દાદી તેને છાતી સરસી ચાંપીને શાંત કરાવી દેતાં. પણ આજે નિત્યાને શાંત કરવાવાળું કોઈ ન હતું. નિત્યા રડતી હતી. એ સમયે તેને બહાર કોઈ અજાણ્યા વ્યક્તિનો અવાજ સંભળાયો. નિત્યા તરત જ બહાર ગઈ. બહાર અરવિંદભાઈ આવ્યાં હતાં. પણ નિત્યા જાણતી ન હતી, કે એ હર્ષનાં પપ્પા છે.

 

અરવિંદભાઈ આશુતોષ શાહ સાથે કંઈક વાત કરી રહ્યાં હતાં. આશુતોષ ખૂબ જ ગુસ્સે જણાતાં હતાં. વંદિતા શાહ ઘરમાં ન હતાં. એટલે નિત્યા બહાર ઉભી રહીને આશુતોષ શાહ અને અરવિંદભાઈની વાતો સાંભળવા લાગી.

 

"તારી હિંમત કેમ થઈ. મને જાણ કર્યા વગર મારી કંપનીનું કામ છોડીને નવી કંપની શરૂ કરવાની??" આશુતોષ શાહ ઉંચા અવાજે ગુસ્સામાં લાલઘૂમ થઈને બોલ્યાં.

 

"એ કંપની મારું અને મારાં દિકરાનું સપનું છે. તેણે બહું મહેનતથી તેને શરું કરી છે. હું તેને હવે પાછા હટવાનું નાં કહી શકું. મેં મારી આખી જીંદગી બીજાંની કંપનીમાં કામ કર્યું છે. પણ મારો દિકરો એવું કામ કરે. એવું હું નથી ઈચ્છતો." અરવિંદભાઈ એકદમ ભાવુક થઈને બોલ્યાં.

 

"તો હું પણ જોવ છું. તું કેવી રીતે તારી કંપની શરૂ કરે છે. એક તો મારું જે નુકશાન થયું. તેને ભરપાઈ કરવા રૂપિયાનાં ફાંફાં પડે છે. એમાં તે મારે ત્યાં નોકરી છોડીને નવી કંપની શરૂ કરી. તને મનમાં એમ છે, કે મારી કંપની બંધ કરાવીને, તું તારી કંપની શરૂ કરી શકીશ. તો એ વાત તું ભૂલી જાજે." આશુતોષ શાહે અરવિંદભાઈને રીતસરની ધમકી આપી.

 

નિત્યા આશુતોષ શાહનાં સ્વભાવથી વાકેફ હતી. આશુતોષ શાહ જે કહેતાં. એ કરીને બતાવતાં. પછી ચાહે એ ખરાબ કામ જ કેમ નાં હોય.

 

નિત્યા અરવિંદભાઈને ઓળખતી ન હતી. એટલે તે તેમની મદદ પણ કરી શકતી ન હતી. અરવિંદભાઈ આશુતોષ શાહ સાથે વાત કરીને જતાં હતાં. ત્યારે નિત્યા પોતાનાં રૂમમાં જતી રહી. અરવિંદભાઈના ગયાં પછી આશુતોષ શાહ પણ જતાં રહ્યાં. એ સમયે નિત્યાને એક વિચાર આવ્યો. તે અરવિંદભાઈની પાછળ ગઈ.

 

"અંકલ, એક મિનિટ મારી સાથે વાત કરશો??" આશુતોષ શાહ કાર લઈને જતાં રહ્યાં હતાં. અરવિંદભાઈ હજું સોસાયટી કમ્પાઉન્ડમાં જ હતાં. એટલે નિત્યાએ તેમની પાસે જઈને પૂછ્યું.

 

અરવિંદભાઈ નિત્યાને જોઈને ચોંકી ગયાં. નિત્યા અરવિંદભાઈને ઓળખતી ન હતી. પણ અરવિંદભાઈ નિત્યાને ઓળખતાં હતાં. જ્યારે આશુતોષ શાહે હર્ષને નિત્યા વિશે જણાવ્યું. ત્યારે આશુતોષ શાહે નિત્યાનો ફોટો પણ હર્ષ અને અરવિંદભાઈને બતાવ્યો હતો.

 

"હાં, શું વાત કરવી છે?? બોલ ને બેટા." અરવિંદભાઈએ પ્રેમાળ અવાજે કહ્યું.

 

"મારાં પપ્પાની કંપનીમાં કેટલું નુકશાન થયું છે??" નિત્યાએ પૂછ્યું.

 

"બેટા, એ તો મને પણ ખબર નથી. હું તો માત્ર ત્યાં નોકરી કરતો. મને કોઈ વાતની જાણકારી નથી. સર ક્યારેય કોઈને કંપની વિશે વાતો નથી કરતાં. પણ નુકશાન મોટું થયું છે. એ મને ખબર છે." અરવિંદભાઈએ શાંતિથી કહ્યું.

 

"અંકલ, તમે બિલકુલ ચિંતા નાં કરો. તમારી કંપની કે તમારું સપનું અધૂરું નહીં રહે. પણ તમે મારાં પપ્પાની બની શકે એટલી મદદ કરજો. જેથી તેમની કંપની બંધ નાં થાય. બાકી તમારું અને તમારાં દિકરાનું સપનું પૂરું થાય. તેનું ધ્યાન હું રાખીશ." નિત્યાએ અરવિંદભાઈને ભરોસો અપાવતાં કહ્યું, કે તે અરવિંદભાઈને કોઈપણ પ્રકારનું નુકશાન થવા નહીં દે.

 

આશુતોષ શાહ નિત્યાને જરાં પણ પ્રેમ કરતાં ન હતાં. એ વાત અરવિંદભાઈ સારી રીતે જાણતાં હતાં. નિત્યા અરવિંદભાઈને ઓળખતી ન હતી. એ વાત પણ અરવિંદભાઈને ખબર હતી. છતાંય નિત્યા આશુતોષ શાહ અને અરવિંદભાઈ બંનેની ખુશી માટે કાંઈ પણ કરવાં તૈયાર હતી. એ વાત જાણીને અરવિંદભાઈને ખુશી તો થઈ. પણ સાથે દુઃખ પણ થયું, કે જે નિત્યા અરવિંદભાઈ અને હર્ષનુ સપનું પૂરું કરવા તેમનો સાથ આપવા તૈયાર હતી. તેમનાં લીધે જ આજે નિત્યા મુસીબતમાં હતી. છતાંય અરવિંદભાઈ કાંઈ પણ કરવાં સક્ષમ ન હતાં.

 

અરવિંદભાઈને ખુદનો પણ પરિવાર હતો. આથી તે નિત્યાનો સાથ આપીને પોતાનાં પરિવારને મુસીબતમાં મૂકી શકે એમ ન હતાં. હર્ષનાં દિલમાં નિત્યા પ્રત્યે લાગણી હતી. એ વાત અરવિંદભાઈથી છુપાયેલી ન હતી. પણ નિત્યા હર્ષથી દૂર રહે. એમાં જ બધાંની ભલાઈ છે. એમ સમજીને અરવિંદભાઈ નિત્યાના માથે હાથ ફેરવીને જતાં રહ્યાં.

 

આશુતોષ શાહને કંપનીમાં નુકશાન થયું હતું. તેઓ મુસીબતમાં હતાં. એ વાત જાણીને નિત્યા ખૂબ પરેશાન હતી. આશુતોષ શાહને ભલે નિત્યાની ચિંતા ન હતી. પણ નિત્યા તેનાં પપ્પાને પરેશાન જોઈને દુઃખી હતી.

 

દુનિયામાં આવ્યાં પછી આપણને બધાં સંબંધો તૈયાર મળે છે. એક દોસ્તીનો સંબંધ જ એવો છે. જેને આપણે ખુદ બનાવીએ છીએ. નિત્યાને તો એક પણ સંબંધનું સુખ મળ્યું ન હતું. છતાંય તે બધાંની ચિંતા કરતી. નિત્યા બીજાં માટે જ જીવતી. એમ કહેવામાં કંઈ ખોટું નથી. નિત્યાનુ પોતાનું કહી શકાય. એવું એકમાત્ર તેનું ડોક્ટર બનવાનું સપનું જ હતું. બાકી તો તેનું આખું જીવન બીજાંને જ સમર્પિત હતું.

 

નિત્યા તેનાં પપ્પાની ચિંતા કરતી કરતી ભૂખ્યાં જ સૂઈ ગઈ. પણ જેને નુકશાન થયું હતું. એ તો પારિતોષભાઈના રૂપિયાથી દારૂની મોજ માણતાં હતાં. આશુતોષ શાહની કંપની મોટું નુકશાન ભોગવી રહી હતી. છતાંય તેમને એ વાતથી કોઈ ફરક પડતો ન હતો.

 

અરવિંદભાઈ ઘરે આવીને સોફા પર બેઠાં હતાં. તે થોડી ચિંતામાં જણાતાં હતાં. એટલે દેવકીબેન તેમનાં માટે પાણીનો ગ્લાસ લઈને તેમની પાસે ગયાં.

 

"શું થયું?? ક્યાં ગયાં હતાં?? આટલાં પરેશાન કેમ છો??" દેવકીબેન પાણીનો ગ્લાસ અરવિંદભાઈ આગળ ધરીને પૂછવા લાગ્યાં.

 

"આશુતોષ શાહને મળવાં ગયો હતો. મેં તેની કંપનીની નોકરી છોડી દીધી. એ વાતથી એ ખૂબ જ ગુસ્સે છે. તેઓ મારી કંપની શરૂ નહીં થવા દે. એવી ધમકી આપી રહ્યાં છે." અરવિંદભાઈએ પોતાની ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.

 

"પપ્પા, એ કાંઈ નહીં કરી શકે. આપણે તેનાં ગુલામ નથી, કે તેને પૂછ્યાં વગર કોઈ કામ નાં કરી શકીએ. આપણી કંપની જરૂર શરૂ થશે." હર્ષ દરવાજે ઉભો રહીને અરવિંદભાઈની વાતો સાંભળતો હતો. અરવિંદભાઈની વાત પૂરી થતાં એ એકાએક જ બોલી ઉઠ્યો.

 

"બેટા, આપણે કોઈ સાથે દુશ્મનાવટ કરવાની નથી. આપણે આપણું કામ કરીશું. આશુતોષ શાહને નિત્યા સંભાળી લેશે. તેણે મને કહ્યું છે, કે એ કોઈનું નુકશાન થવા નહીં દે. પણ આપણે તેનાં પપ્પા સાથે કંઈ ખોટું કરવાનું નથી. તેમની મદદ કરીને, તેમને મુસીબતમાંથી કાઢવાનાં છે." અરવિંદભાઈએ હર્ષને પ્રેમથી સમજાવતાં કહ્યું.

 

નિત્યાનુ નામ સાંભળીને હર્ષ ફરી ભૂતકાળમાં સરી પડ્યો. દોઢ મહિના પહેલાં નિત્યા અને હર્ષ વચ્ચે થયેલી મુલાકાત હર્ષને ફરી યાદ આવી ગઈ. એ સાથે જ અનેક જખ્મો તાજાં થઈ ગયાં. હર્ષ કાંઈ પણ બોલ્યાં વગર પોતાનાં રૂમમાં જવાં સીડીઓ ચડવા લાગ્યો.

 

"આશુતોષ શાહ સાથે દુશ્મનાવટ નાં કરી શકાય. બાકી હર્ષ માટે નિત્યા જેવી છોકરી આપણને ક્યાંય નહીં મળે. હવે કિસ્મતના ખેલ જોવાનાં બાકી છે. નિત્યા પંકજ સાથે ખુશ રહે. એવી જ ભગવાનને પ્રાર્થના છે." અરવિંદભાઈ દેવકીબેનને પોતાનાં દિલની વાત કહેવા લાગ્યાં.

 

હર્ષે તેનાં પપ્પાની બધી વાતો સાંભળી લીધી. પંકજનુ નામ આવતાં જ હર્ષને મોલમાં જે થયું હતું. એ કિસ્સો યાદ આવી ગયો. હર્ષ નિત્યાને તો પોતાનાં દિલની વાત જણાવવા સક્ષમ ન હતો. પણ હર્ષે પંકજની ઉલટતપાસ શરૂ કરી દીધી.

 

હર્ષે તેનાં મિત્ર પાર્થની મદદથી પંકજ પર ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું. જેથી પંકજ કેવો છોકરો છે. એ હર્ષ જાણી શકે. નિત્યાના લગ્નને માત્ર થોડાં દિવસ જ બાકી હતાં. એટલાં સમયમાં પંકજ વિશે જાણીને, તેનાં વિશે નિત્યાને બધું જણાવવું. થોડું અઘરું કામ હતું. છતાંય હર્ષે કોશિશ ચાલું રાખી. હર્ષનાં લીધે નિત્યા સાથે જે થયું. એ માટે હર્ષ નિત્યાની માફી માંગી શક્યો ન હતો. પણ બદલામાં એ તેની મદદ કરવાં માંગતો હતો.

 

પંકજની ઘરે લગ્નની લગભગ બધી તૈયારીઓ થઈ ગઈ હતી. પંકજે મીરાં સાથે પોતાનાં માટે શોપિંગ પણ શરૂ કરી દીધી હતી. પંકજ બધી વસ્તુઓ મીરાંની પસંદની જ લઈ રહ્યો હતો.

 

હર્ષે તેનાં પાર્થને પંકજ પર નજર રાખવાનું કામ સોંપ્યું હતું. તેણે એ કામ શરૂ કરી દીધું હતું. એક દિવસ પંકજ મીરાં સાથે આઈસ્ક્રીમ ખાતો હતો. ત્યારે પાર્થે બંનેને સાથે જોઈ લીધાં. પાર્થની નજર બહું તેજ હતી. પાર્થ તો તે બંનેને જોતાં જ એ બંને વચ્ચેનો સંબંધ સમજી ગયો હતો. છતાંય હર્ષ સુધી કોઈ ખોટી ઇન્ફર્મેશન નાં પહોંચે. એ વાતને ધ્યાનમાં રાખીને પાર્થે પંકજ અને મીરાંનો પીછો કર્યો.

 

પંકજ અને મીરાં તે દિવસે તો આઈસ્ક્રીમ ખાઈને સીધાં ઘરે જતાં રહ્યાં. જેનાં લીધે પાર્થ વધું કાંઈ જાણી નાં શક્યો. પણ તે દિવસ પછી પાર્થે રોજ પંકજનો પીછો કરવાનું નક્કી કર્યું. પંકજ રોજ વધું સમય મીરાં સાથે જ જોવાં મળતો. એક દિવસ તો પાર્થ મીરાં સાથે એક હોટેલમાં ગયો. પછી આખી રાત હોટેલમાં જ રહ્યો હતો.

 

 

*******

રેટ કરો અને રિવ્યુ આપો

Rajiv

Rajiv 3 વર્ષ પહેલા

Vipul

Vipul 3 વર્ષ પહેલા

Mamta Soni Pasawala

Mamta Soni Pasawala 3 વર્ષ પહેલા

Kamini

Kamini 3 વર્ષ પહેલા

r patel

r patel 3 વર્ષ પહેલા