Women's struggle - 4 books and stories free download online pdf in Gujarati

સ્ત્રીનો સંઘર્ષ - 4

ભાગ-૪

 

હર્ષ ઘરે આવીને પોતાનાં જ રૂમમાં ખુદને બંધ કરીને, રૂમમાં આમથી તેમ આંટા મારી રહ્યો હતો. એ સમયે જ તેને એક મેસેજ આવ્યો.

 

"મારું કામ સરળ કરવા માટે તારો આભાર." મેસેજ વાંચીને હર્ષને ખૂબ જ દુઃખ થયું.

 

હર્ષે મોબાઈલનો દિવાલ પર ઘા કરીને મોબાઈલ તોડી નાંખ્યો. રૂમની બધી વસ્તુઓ વેરવિખેર કરી નાંખી. હર્ષનાં રૂમમાંથી વસ્તુઓ તૂટવાના અવાજો આવવાથી તેનાં પપ્પા તેનાં રૂમ તરફ દોડી આવ્યા, ને દરવાજો ખખડાવવા લાગ્યાં. પણ હર્ષે દરવાજો નાં ખોલ્યો.

 

હર્ષે નિત્યા સાથે જે કર્યું હતું. એ વાતનું હર્ષને ભારોભાર દુઃખ હતું. હાં, હર્ષે જ તેનાં પપ્પા અને આશુતોષ શાહનાં કહેવાથી નિત્યા સાથે આ બધી રમત રમી હતી.

 

આશુતોષ શાહ જાણતાં હતાં, કે રમિલાબેન એક વખત નિત્યાને કોઈ છોકરાં સાથે જોઈ જાય. પછી તેમને સમજાવવા મુશ્કેલ હતાં. એમને વાતનું વતેસર કરતાં બરાબર આવડતું. એટલે જ આશુતોષ શાહે જાણી જોઈને નિત્યા જે સમયે કોલેજેથી સોસાયટીમાં આવવાની હતી. એ જ સમયે આશુતોષ શાહે રમિલાબેનને એમ કહીને બહાર મોકલ્યાં હતાં, કે વંદિતા શાહ તેમને નીચે કોઈ કામથી બોલાવી રહ્યાં છે.

 

હર્ષે તેનાં પપ્પા શું કામ કરવાં કહેવાના છે. એ પૂછ્યાં વગર જ હર્ષે તેમને તેમનું કામ કરી આપવાનું વચન આપી દીધું હતું. હર્ષ તેનાં પપ્પાનું કોઈ પણ વચન ક્યારેય તોડતો નહીં. એ બાબતને ધ્યાનમાં રાખીને હર્ષે તેનું મન નાં હોવાં છતાં નિત્યા સાથે એ બધું કરવું પડ્યું. નિત્યા હર્ષનાં આપેલાં વચન‌ અને આશુતોષ શાહે આદરેલી રમતથી અજાણ આ બધાં ખેલમાં ફસાઈ ગઈ.

 

હર્ષનાં પપ્પા હજું પણ દરવાજે જ ઉભાં હતાં. તે હર્ષને દરવાજો ખોલવા માટે વિનવણી કરી રહ્યાં હતાં. આખરે હર્ષનાં મમ્મી પણ હર્ષનાં રૂમનાં દરવાજે ધસી આવ્યાં. એટલે હર્ષે દરવાજો ખોલવો પડ્યો.

 

"તે આ રૂમની શું હાલત કરી છે?? અચાનક શું થયું તને??" રૂમની બધી વસ્તુઓ વેરવિખેર જોઈને દેવકીબેન બોલી ઉઠ્યાં.

 

"પપ્પા, તમે મારી પાસે કેવું કામ કરાવ્યું છે‌. તેનો તમને કોઈ અંદાજો છે??" હર્ષે અરવિંદભાઈને પૂછ્યું.

 

"તું નિત્યાની વાત કરે છે??" અરવિંદભાઈએ સામો સવાલ કર્યો.

 

"હાં."

 

"તેણે તેની મમ્મીને મારવાની કોશિશ કરી હતી. તે પાગલ છોકરી છે. તેને ડોક્ટરે ઘરની બહાર નીકળવાની પણ નાં પાડી છે. છતાંય તે કોલેજે જતી. જોબ પર જતી. એટલે તેની સુરક્ષા માટે જ તો આપણે એ પ્લાન બનાવ્યો હતો." અરવિંદભાઈએ તેમને આશુતોષ શાહે નિત્યા વિશે જે જણાવ્યું હતું. એ બધું ફરી યાદ અપાવતાં કહ્યું.

 

અરવિંદભાઈ આશુતોષ શાહની કંપનીમાં કામ કરતાં. અરવિંદભાઈ આજે જે કાંઈ પણ હતાં. એ આશુતોષ શાહનાં કારણે જ હતાં. પણ અરવિંદભાઈના પરિવારે ક્યારેય નિત્યાને જોઈ ન હતી. આશુતોષ શાહે નિત્યાને હંમેશા બધાંથી દૂર જ રાખી હતી. જેનાં લીધે આશુતોષ શાહે અરવિંદભાઈને નિત્યા વિશે જે કાંઈ કહ્યું. એ બધું અરવિંદભાઈએ કાંઈ જાણ્યાં વગર જ સાચું માની લીધું હતું.

 

"નિત્યા કોઈ પાગલ છોકરી નથી. એ બિચારી તો કોઈ મોટાં દુઃખનો સામનો કરી રહી છે. તે પાગલ હોત ને, તો તેણે મારાં તેને હેરાન કરવા પર કોઈ તો આડીઅવળી હરકત કરી હોત. પણ આટલાં દિવસ દરમિયાન એવું કાંઈ થયું નથી. આશુતોષ શાહે તમને નિત્યા વિશે બધું ખોટું જણાવ્યું છે." હર્ષ અરવિંદભાઈને બધી હકીકતથી વાકેફ કરાવતાં બોલ્યો

 

અરવિંદભાઈ પણ હર્ષની વાત સાંભળીને ચોંકી ગયાં. પણ હવે બહું મોડું થઈ ગયું હતું. હર્ષે બહું મોટી ભૂલ કરી નાંખી હતી. નિત્યા સાથે વાત કર્યા પછી હર્ષને કંઈક ખોટું થતું હોય. એવું લાગી રહ્યું હતું. છતાંય વચનથી બંધાયેલ હર્ષે નિત્યા સાથે નાં કરવાનું કરી નાખ્યું.

 

એક તરફ નિત્યા રડતી હતી. બીજી તરફ હર્ષને પોતે જે કર્યું એ વાતનો પસ્તાવો હતો. પણ આશુતોષ શાહ અને વંદિતા શાહ તો ખુશ થતાં હતાં. આશુતોષ શાહે તો તેનાં મિત્ર પારિતોષભાઈને કોલ કરીને, તેમનાં દિકરા પંકજ સાથે નિત્યાની સગાઈની વાત પણ કરી લીધી હતી. સવારે પંકજ આશુતોષ શાહની ઘરે આવવાનો હતો.

 

"તમે પ્લાન બાકી સારો બનાવ્યો હતો. હવે આપણે આપણાં રસ્તે ને નિત્યા તેનાં રસ્તે...હવે આપણી ઉપર કોઈ બોજ નહીં રહે‌." વંદિતા શાહ પગ પર પગ ચડાવીને સોફા પર બેસીને બોલતાં હતાં. આશુતોષ શાહ તેમની વાતો પર માત્ર હસતાં હતાં.

 

આશુતોષ શાહની ખુશીની તો કોઈ સીમા ન હતી. તેમની મહેનત આટલી જલ્દી સફળ થાશે. એવું તેમણે વિચાર્યું પણ ન હતું.

 

નિત્યા રડતાં રડતાં થાકીને સૂઈ ગઈ હતી. ઉંઘમાં પણ નિત્યાની આંખોમાંથી આંસુ દડદડ વહેતાં હતાં. નિત્યાને હજું કેટલું સહન કરવાનું બાકી હતું. એ તેની સમજમાં આવી રહ્યું ન હતું.

 

સવારે પક્ષીઓનાં અવાજથી નિત્યાની આંખ ખુલી. તેનાં રૂમનો દરવાજો ખુલ્લો હતો. નિત્યાને એમ હતું, કે તેનાં પપ્પાનો ગુસ્સો શાંત થઈ ગયો. હવે પોતે કોલેજે જઈ શકશે. એટલે નિત્યા ફટાફટ નાહીને, તૈયાર થઈને, બેગ લઈને બહાર નીકળી.

 

"ક્યાં જાય છે??" નિત્યાને ઘરનાં દરવાજા તરફ જતી જોઈને આશુતોષ શાહે પૂછ્યું.

 

"ક...ક...કોલેજે જાઉં છું." નિત્યા તૂટક શબ્દોમાં બોલી.

 

"બેગ મૂકીને રૂમમાં જા. આજે કોઈ કોલેજે જવાનું નથી. હમણાં ઘરે મહેમાન આવે છે." આશુતોષ શાહે પોતાનું ફરમાન જાહેર કરી દીધું.

 

નિત્યા દરવાજા પર જ ઉભી રહી ગઈ. આશુતોષ શાહનો ઈશારો મળતાં, વંદિતા શાહ નિત્યાને તેનાં રૂમ સુધી લઈ ગયાં. તેમણે નિત્યાને એક સાડી આપી.

 

"આ પહેરીને તૈયાર થઈ જા. મહેમાન બસ આવતાં જ હશે." વંદિતા શાહે કહ્યું.

 

નિત્યા જ્યારે ઘરે કોઈ આવતું. ત્યારે ક્યારેય સાડી નાં પહેરતી. પણ આજે તેનાં મમ્મીએ તેને સાડી પહેરવા આપી. એ જોઈને નિત્યાને થોડું અજીબ લાગ્યું. પણ નિત્યા કોઈ સવાલ કર્યા વગર તૈયાર થઈ ગઈ. તેને એમ હતું, કે આજે મહેમાન આવવાનાં છે. એટલે આશુતોષ શાહે તેને કોલેજે જવાની નાં પાડી હતી. પણ પછીથી તે કોલેજે જઈ શકશે. પણ નિત્યા જે વિચારતી હતી. એ તદન ખોટું હતું.

 

દશ વાગ્યે પંકજ તેનાં મમ્મી-પપ્પા સાથે આશુતોષ શાહની ઘરે પહોંચી ગયો. વંદિતા શાહ તેમને બેસાડીને, નિત્યાને લેવાં આવ્યાં. નિત્યા ચુપચાપ તેનાં મમ્મી સાથે બહાર ગઈ. તેઓ તેને કિચનમાં લઈ ગયાં, ને નિત્યાના હાથમાં ચા નાસ્તાની પ્લેટ પકડાવી દીધી.

 

"આ બહાર જઈને બધાંને આપી આવ." વંદિતા શાહે કહ્યું.

 

નિત્યા ચા નાસ્તો લઈને બધાંને આપવા ગઈ. પંકજ એકીટશે નિત્યાને જોઈ રહ્યો હતો. પણ નિત્યાએ પંકજ સામે એકવાર પણ જોયું ન હતું.

 

"આ મારી દિકરી નિત્યા છે." આશુતોષ શાહે પારિતોષભાઈના પરિવારને કહ્યું.

 

નિત્યા ચા નાસ્તો આપીને ફરી કિચનમાં જતી હતી. ત્યાં વંદિતા શાહે તેનાં હાથમાંથી ખાલી પ્લેટ લઈને, તેને હેમલતાબેન પાસે બેસાડી દીધી.

 

"અમને તો નિત્યા પસંદ છે. હવે પંકજ કહે એમ થાય." હેમલતાબેન બોલ્યાં.

 

હેમલતાબેનની વાત સાંભળી નિત્યાને આશુતોષ શાહની વાત યાદ આવી. તેમણે નિત્યાના લગ્ન કરી દેવાની વાત કરી હતી, ને અત્યારે હેમલતાબેન તેમને નિત્યા પસંદ છે. એમ કહી રહ્યાં હતાં. વંદિતા શાહે ક્યારેય નહીં ને આજે નિત્યાને સાડી પહેરવા કહ્યું હતું. એ બધી વાતો એકસાથે જોડતાં જ નિત્યાની આંખ ભરાઈ ગઈ.

 

"અંકલ, હું નિત્યા સાથે બે મિનિટ વાત કરી શકું??" પંકજે આશુતોષ શાહને પૂછ્યું.

 

"હાં બેટા, તમે નિત્યાના રૂમમાં જઈને વાત કરી શકો." આશુતોષ શાહે ખૂબ જ પ્રેમથી જવાબ આપ્યો.

 

આશુતોષ શાહની હાં મળતાં જ પંકજ ઉભો થયો. પણ નિત્યા તેની જગ્યાએ જ બેઠી રહી. નિત્યા કોઈ ગરબડ કરે. એ પહેલાં વંદિતા શાહ તેમની પાસે ગયાં, ને તેને તેનાં રૂમ સુધી મૂકી આવ્યાં.

 

નિત્યા પોતાનાં જ રૂમમાં હોવાં છતાં ગભરામણ મહેસૂસ કરી રહી હતી. પંકજને શું કહેવું, એ તેની સમજમાં આવી રહ્યું ન હતું.

 

"હું તને પસંદ છું??" પંકજે નિત્યાને પૂછ્યું.

 

નિત્યાએ તો પંકજને ઉંચી નજર કરીને જોયો પણ ન હતો. એમાં નિત્યા શું જવાબ આપવો. એ બાબતે મુંજવણ અનુભવી રહી હતી.

 

"મારે અત્યારે લગ્ન નથી કરવાં. મારે હજું ભણવું છે. મારે ડોક્ટર બનવું છે." નિત્યાએ પોતાનાં મનમાં જે ચાલી રહ્યું હતું. એ પંકજને જણાવી દીધું.

 

પંકજ નિત્યાની વાત સાંભળી એકીટશે નિત્યા તરફ જોવાં લાગ્યો. નિત્યાએ પંકજ આગળ પોતાની વાત તો કહી દીધી. પણ પંકજની એ નજરથી નિત્યા ડરી ગઈ હતી. નિત્યા દરવાજો ખોલીને બહાર જવા જતી હતી. ત્યાં જ પંકજે દરવાજા આગળ ઉભાં રહીને નિત્યાને રોકી લીધી.

 

"આપણે આ મહિને માત્ર સગાઈ કરીશું. પછી જ્યારે તારી કોલેજ પૂરી થશે. ત્યારે લગ્ન કરીશું. આગળનું ભણવાનું લગ્ન પછી પૂરું કરી લેજે." પંકજે એકદમ શાંતિથી કહ્યું.

 

પંકજની વાત સાંભળી નિત્યાને થોડીવાર માટે તો પંકજની વાત પર વિશ્વાસ જ નાં આવ્યો. પણ પંકજે જે વાત નિત્યાને કહી‌. એ જ વાત તેણે બહાર જઈને નિત્યાના અને પોતાનાં મમ્મી-પપ્પાને પણ કહી. ત્યારે નિત્યાને પંકજની વાત પર વિશ્વાસ આવ્યો.

 

એક અઠવાડિયા પછી સગાઈનુ નક્કી કરીને પંકજ અને તેનાં પરિવારે વિદાય લીધી. આશુતોષ શાહ તો ખુશીનાં માર્યા પાગલ જ થઈ ગયાં હતાં. તેમણે તો નિત્યાને ગળે લગાવી લીધી. આશુતોષ શાહ પોતાનાં સ્વાર્થ માટે ખુશ હતાં. છતાંય વર્ષો પછી પોતાનાં પપ્પાને ગળે વળગીને નિત્યા ખુશ હતી.

 

*******

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED