Women's Struggle - 2 books and stories free download online pdf in Gujarati

સ્ત્રીનો સંઘર્ષ - 2

ભાગ-૨

વહેલી સવારે સુરજના કિરણો નિત્યાના ચહેરા પર પડતાં નિત્યાની આંખો ખુલી. નિત્યા માટે રોજનો દિવસ એકસરખો જ રહેતો. તેનાં માટે દિવસનું અજવાળું પણ દુઃખોનું અંધારું લઈને જ આવતું. જ્યાં ખુદનાં મમ્મી-પપ્પા જ પોતાનાં સંતાનોને નફરત કરતાં હોય. ત્યાં એક દિકરી કાંઈ નાં કરી શકે.

 

નિત્યા સાથે પણ કંઈક એવું જ થઈ રહ્યું હતું. નિત્યાએ તેનાં મમ્મી-પપ્પાને અલગ થતાં તો રોકી લીધાં હતાં. પણ આજે ત્રણેય એક ઘરમાં રહેવા છતાંય મનથી અલગ થઈ ગયાં હતાં.

 

નિત્યાએ ઉઠીને, નાહીને, ભગવાનની પૂજા આરતી કરીને, પોતાનાં દિવસની શુભ શરૂઆત કરી. પણ આ શુભ શરૂઆત ગમે ત્યારે અશુભ બની જવાની હતી. એ વાત નિત્યા પણ જાણતી હતી.

 

આશુતોષ શાહ જેવાં ઘરે આવશે. એવાં ફરી એ નિત્યાને કડવાં વેણ સંભળાવશે. એ નક્કી હતું. નિત્યાએ પોતાનાં માટે કોફી બનાવી. એ સમયે જ ઘરનો દરવાજો ખુલ્યો. દરવાજો ખુલતાં જ નિત્યાના હાથ ધ્રુજવા લાગ્યાં. જેનાં લીધે કોફીનો કપ પણ ડોલવા લાગ્યો.

 

નિત્યાએ કપને પ્લેટફોર્મ પર મૂકી દીધો. તે એક પૂતળાની માફક પ્લેટફોર્મને ટેકો આપીને ઉભી રહી ગઈ. ખાસ્સો એવો સમય વિતી ગયો. પણ કોઈ કિચન તરફ આવ્યું નહીં. એટલે નિત્યા જાતે જ કિચનમાંથી બહાર નીકળીને બધી જગ્યાએ જોવાં લાગી. હોલમાં તો કોઈ ન હતું. નિત્યા તેનાં પપ્પાના રૂમ તરફ વળી. તેઓ આરામથી બેડ પર સૂતાં હતાં. તેમને સૂતાં જોઈને નિત્યાએ એક ઉંડો શ્વાસ લીધો. પછી તે ફરી કિચનમાં જઈને કોફી પીવા લાગી.

 

નિત્યા પોતાનાં જ ઘરમાં પોતાનાં જ પપ્પાથી એટલી ડરેલી રહેતી, કે ધીમે-ધીમે તેનાં મગજ પર એ વાતોની અસર થવા લાગી હતી. નિત્યા હસવાનું અને બોલવાનું પણ ભૂલી ગઈ હતી. તેની અંદરની બધી ઈચ્છાઓ મરી પરવારી હતી. વધ્યું હતું તો માત્ર એક સપનું... નિત્યા માટે ડોક્ટર બનવું, ને બીજાને જીવનદાન આપવું. એ જ એકમાત્ર તેનો ધ્યેય હતો.

 

નિત્યા પોતે તો જીવવાનું ભૂલી ગઈ હતી. પણ તે બીજાનાં જીવન માટે યોગદાન આપવા માંગતી હતી. ડોક્ટર બનીને બીજાંને નવું જીવન આપવા માંગતી હતી. નિત્યા એની પાછળ પૂરી મહેનત પણ કરતી હતી. નિત્યાનો બારમાં ધોરણનાં સાયન્સમાં આખાં અમદાવાદમાં પ્રથમ નંબર આવ્યો હતો. એ વાતની તેને બહું ખુશી હતી. પણ એ જ વાતનો એક અફસોસ પણ હતો, કે તેનાં મમ્મી-પપ્પા એ વાતથી ખુશ થયાં ન હતાં. તેમનાં માટે તો નિત્યા અમદાવાદમાં પ્રથમ આવે, કે આખી દુનિયામાં પ્રથમ આવે. તેમને મન એ વાતથી કોઈ ફરક પડતો ન હતો.

 

નિત્યા કોફી પીને પોતાનાં રૂમમાં જતી રહી. જ્યાં સુધી આશુતોષ શાહ ઘરમાં હતાં. ત્યાં સુધી નિત્યાની રૂમની બહાર નીકળવાની હિંમત નાં થઈ. નિત્યાની કોલેજ અને જોબમા એક જ દિવસનો સમય વધ્યો હતો. નિત્યાને જોબ તો મળી ગઈ હતી. પણ નિત્યાની વધુ બોલવાની આદત ન હતી. આથી તે મોલમાં બધું કેવી રીતે મેનેજ કરશે. એ અંગે ચિંતા કરતી હતી.

 

નિત્યા માટે જોબ જરૂરી હતી. એટલે કાંઈ પણ કરીને તેને જોબ કરવી હતી. પણ તેનાં મનમાં એક ડર બેસી ગયો હતો, કે તેનાંથી જોબ સારી રીતે નહીં થાય, ને તેને જોબ છોડવી પડશે. તો પોતે રૂપિયા ક્યાંથી લાવશે. નિત્યાની ચિંતા પણ વ્યાજબી હતી. આશુતોષ શાહને રૂપિયાની ખોટ ન હતી. છતાંય એ રૂપિયા પર નિત્યાનો કોઈ હક ન હતો. નિત્યાએ પોતાની નાનામાં નાની જરૂરિયાત પૂરી કરવા ઘણી મુસીબતોનો સામનો કરવો પડતો.

 

નિત્યાને તેનાં પપ્પાએ કોલેજ કરવાની તો સાવ મનાઈ કરી હતી. બાર ધોરણ સુધી તેનાં પપ્પાએ તેનો ભણવાનો ખર્ચ ઉઠાવ્યો હતો. પણ હવે તેઓ કોઈ ખર્ચ ઉઠાવે, એવું નિત્યાને લાગતું ન હતું. નિત્યાની તેનાં પપ્પા પાસે રૂપિયા માંગવાની હિંમત પણ ન હતી.

 

નિત્યાને પોતાનો બારમાં ધોરણમાં પ્રથમ નંબર આવ્યો હતો. એનાં લીધે તેને કોલેજમાં એડમિશન તો સરળતાથી મળી ગયું હતું. પણ જ્યારે કોલેજની ફી ભરવાની થાશે. ત્યારે પોતે રૂપિયા ક્યાંથી લાવશે. એ ચિંતા નિત્યાને સતાવતી હતી. કારણ કે, તેને જે જોબ મળી હતી. એમાંથી માત્ર પુસ્તકો અને બીજી જરૂરિયાતની વસ્તુઓ જ પોતે લઈ શકે એમ હતી. એ રૂપિયામાંથી ફી ભરવી મુશ્કેલ હતી.

 

નિત્યા પોતાનાં રૂમમાં બેસીને બધાં વિચારો કરી રહી હતી. એ સમયે વંદિતા શાહ નિત્યાના રૂમમાં આવ્યાં. નિત્યા તેમને જોઈને તરત જ બેડ પરથી ઉભી થઈ ગઈ.

 

"બેટા, તું ચિંતા નાં કર. તારે રૂપિયાની જરૂર છે ને!? આ લે આ પચાસ હજાર રૂપિયા...તારે જે વસ્તુની જરૂર હોય, તે આ રૂપિયામાંથી ખરીદી લેજે." વંદિતા શાહે પચાસ હજારની રોકડ રકમ નિત્યાના હાથમાં મૂકી.

 

નિત્યા કોઈ જવાબ આપે, એ પહેલાં જ આશુતોષ શાહ ત્યાં આવી પહોંચ્યા. નિત્યાના હાથમાં પૈસા જોઈને, તેમની આંખો લાલ થઈ ગઈ. તેઓ ઉતાવળે પગે નિત્યા પાસે આવ્યાં, ને તેનાં હાથમાંથી રૂપિયા લઈ લીધાં.

 

"આ રૂપિયા પર તારો કોઈ હક નથી. આ રૂપિયા મારાં છે. તું મનફાવે ત્યાં રૂપિયા ખર્ચે છે. પણ આ છોકરી પાછળ એક રૂપિયો હું તને ખર્ચ કરવા નહીં દવ." આશુતોષ શાહ વંદિતા શાહ પર ગુસ્સે થઈને બોલ્યાં. તેઓ રૂપિયા લઈને રૂમની બહાર જતાં રહ્યાં. વંદિતા શાહ પણ કાંઈ બોલ્યાં વગર જતાં રહ્યાં.

 

નિત્યા ઉભી ઉભી રડતી રહી. પણ તેનું રડવાનું કોઈ જોઈ કે સાંભળી શકે. એવું તેની પાસે કોઈ ન હતું. નિત્યા બેડ પરનાં ઓશિકામા મોઢું છુપાવીને બહું રડી. નિત્યાને એક પળની શાંતિ અને ખુશી આપવા માટે ગીતો, અને રડતી વખતે સહારો આપવા તેનાં બેડ પરનું ઓશિકું જ તેનો એકમાત્ર સહારો હતું.

 

નિત્યા માટે એક એક દિવસ કપરો જતો હતો. તેનાં માટે પોતાનાં મમ્મી-પપ્પા સાથે રહેવું પણ મુશ્કેલ હતું, ને મમ્મી-પપ્પાથી દૂર રહેવું પણ મુશ્કેલ હતું. નિત્યા એવું જીવન જીવી રહી હતી. જ્યાં તેની પાસે બધું હોવાં છતાં તેનાં પર તેનો કોઈ હક ન હતો. પોતાનાં ખુદનાં મમ્મી-પપ્પા પર જ નિત્યાનો કોઈ હક ન હતો.

 

નિત્યાને તેનાં મમ્મી-પપ્પા ગમે ત્યારે ગમે તે કહી શકતા. પણ નિત્યા તેમની પાસે એક નાની એવી ઉમ્મીદ પણ નાં કરી શકતી, કે તેઓ તેનાં સપનાં પૂરાં કરવામાં તેનો સાથ આપે.

 

નિત્યા રડી લીધાં પછી પાણી પીવા માટે કિચનમાં જતી હતી. ત્યારે આશુતોષ શાહ અને વંદિતા શાહ હોલમાં કંઈક વાતો કરી રહ્યાં હતાં. નિત્યાએ તેનાં મમ્મીનાં મોંઢે પોતાનું નામ સાંભળ્યું. એટલે તેણે બધી વાતો સાંભળવાની કોશિશ કરી.

 

"તું નિત્યાને રૂપિયા શાં માટે આપતી હતી??" આશુતોષ શાહે વંદિતા શાહને પૂછ્યું. તેઓ ખૂબ જ ગુસ્સામાં હતાં.

 

"મારો તેની પાછળ એક પ્લાન હતો. પણ તમે બધું ખરાબ કરી નાખ્યું." વંદિતા શાહે કહ્યું. તેમને પોતાનો પ્લાન અસફળ રહ્યો. એ વાતે થોડો રંજ હતો.

 

"શું પ્લાન હતો?? પચાસ હજાર રૂપિયા તું તેને આપી દેવાની હતી‌. એમાં બીજો શું પ્લાન હોઈ શકે!?" આશુતોષ શાહ થોડાં વધારે ગુસ્સે થયાં.

 

"એ પચાસ હજાર રૂપિયા હું તેને આપીને પછી તેનાં ઉપર ચોરીનો આરોપ લગાવવાની હતી, કે તેણે કોલેજની ફી ભરવા ચોરી કરી. પછી તમે ગુસ્સે થઈને તેને ઘરની બહાર નીકળવાની જ નાં પાડી દેત, ને તેની કોલેજ બંધ થઈ જાત." વંદિતા શાહે શું પ્લાન બનાવ્યો હતો. એ અંગે તેમણે આશુતોષ શાહને જણાવ્યું.

 

આશુતોષ શાહને પ્લાન જાણીને થોડું દુઃખ થયું, કે જેવું વંદિતા શાહે વિચાર્યું હતું. એ મુજબ કાંઈ થઈ નાં શક્યું. નિત્યા એક દિવસ પછી કોલેજે જવાની હતી. એ વાત યાદ આવતાં જ આશુતોષ શાહ ફરી ગુસ્સે થયાં. તેઓ ઘરનો દરવાજો ખોલીને, દરવાજા પર હાથ વડે મુક્કો મારીને જતાં રહ્યાં.

 

નિત્યાની પોતાની જ મમ્મી પોતાની જ દિકરી પર એવો આરોપ લગાવી. તેને કોલેજ જતાં રોકવા માંગતી હતી. એ જાણીને તે ખૂબ જ દુઃખી થઈ ગઈ. તેનાં મમ્મી-પપ્પા તેને તેનાં સપનાં પૂરાં કરવામાં તેનો સાથ તો આપતાં ન હતાં. પણ સપનાં તોડવા કેવાં કેવાં પ્લાન બનાવતાં હતાં. એ જાણીને નિત્યા અંદરથી સાવ તૂટી ગઈ.

 

આશુતોષ શાહનાં ગયાં પછી વંદિતા શાહ પણ જતાં રહ્યાં. નિત્યા ફરી એકલાં એકલાં ખૂબ રડી. નિત્યાએ એક પળ માટે તો કોલેજ નાં કરવાનો વિચાર પણ કરી લીધો. એ સમયે જ તેનું ધ્યાન પાછલી રાતે તૂટેલી ફોટો ફ્રેમ પર પડ્યું. એ જોતાં જ નિત્યાએ ફરી પોતાનો વિચાર બદલી નાંખ્યો.

 

નિત્યા જાણતી હતી, કે પોતે કોલેજ નાં કરે. તો પણ તેનાં મમ્મી-પપ્પા વચ્ચે કાંઈ બદલવાનું ન હતું. એ નિત્યાને પ્રેમ કરવાનાં ન હતાં. એટલે નિત્યાએ કોલેજ નાં કરવાનો નિર્ણય બદલી નાંખ્યો.

 

નિત્યાએ કોલેજ માટેની તૈયારી શરું કરી દીધી. નિત્યા ભણતરને લઈને હંમેશાથી ઉત્સાહિત રહેતી. પુસ્તક તેનાં હાથમાં આવતાં જ તેનામાં એક નવી ઉર્જાનો સંચાર થતો. નિત્યાએ તેનાં મમ્મી-પપ્પા પછી જો કોઈને પ્રેમ કર્યો હોય‌. તો એ માત્ર પુસ્તકો જ હતાં.

 

નિત્યા પુસ્તકો વાંચતા વાંચતા જ સૂઈ ગઈ. જ્યારે તેની આંખ ખુલી. ત્યારે રાત પડી ગઈ હતી. નિત્યા બહાર જઈને તેનાં મમ્મી-પપ્પા આવ્યાં છે કે નહીં. એ જોવાં લાગી. ઘરમાં કોઈ ન હતું. એ જોઈને નિત્યા થોડી ઉદાસ થઈ ગઈ.

 

નિત્યાની જમવાની ઈચ્છા ન હતી. એટલે નિત્યા ફરી પોતાનાં રૂમમાં જતી રહી. એ સમયે જ ઘરનો દરવાજો ખુલ્યો. નિત્યાએ પોતાનો રૂમનો દરવાજો થોડો એવો ખોલીને કોણ આવ્યું છે. એ જોવાં બહાર નજર કરી. બહાર નિત્યાના પપ્પા આવ્યાં હતાં. નિત્યાએ ડરીને પોતાનાં રૂમનો દરવાજો બંધ કરી દીધો.

 

આશુતોષ શાહ આજે દારૂ પીધા વગર જ આવ્યાં હતાં. તેઓ થોડાં ખુશ દેખાતાં હતાં. આજે નશો કર્યા વગર જ તેમનાં ચહેરા પર એક અલગ જ નશો દેખાતો હતો. તેઓ ખુશી ખુશી બેડ પર લાંબા થઈને સૂઈ ગયાં.

 

આશુતોષ શાહ હવે શું પ્લાન બનાવતાં હતાં. એ વાતથી નિત્યા અજાણ હતી. તે પોતાનાં રૂમમાં ડરેલી બેડ પર બેઠી હતી. આશુતોષ શાહ નિત્યા સાથે શું કરવાનાં હતાં. એનો અંદજો લગાવવો મુશ્કેલ હતો.

 

વંદિતા શાહ તો આજે પણ તેની સહેલીઓ સાથે પાર્ટી કરી રહ્યાં હતાં. તેમની બધી સહેલીઓ પોતાનાં સંતાનોને જીવની જેમ સાચવતી. એવી સહેલીઓ સાથે રહીને પણ વંદિતા શાહ નિત્યા માટે કાંઈ નાં કરતાં.

 

"વંદુ, નિત્યા ઘરે એકલી હોય છે. તારે આ રીતે આખી રાત બહાર નાં રહેવું જોઈએ." વંદિતા શાહની મિત્ર આશાએ વંદિતા શાહને સમજાવવાનો પ્રયત્ન કર્યો.

 

"એમાં શું!? એ તો હવે મોટી થઈ ગઈ છે. હવે તેને એકલાં રહેવાની આદત પાડી લેવી જોઈએ. મમ્મી-પપ્પા ક્યાં સુધી તેનાં સંતાનો પાછળ પાછળ ફરતાં રહે!?" વંદિતા શાહને નિત્યા ઘરે એકલી હોય છે. એ વાતથી જાણે કોઈ ફરક જ નાં પડતો હોય. એમ તેમણે જવાબ આપ્યો.

 

"સંતાનો જ આપણું સર્વસ્વ હોય છે. એમની જરૂરિયાત પૂરી કરવી. એમને પ્રેમ કરવો. એ તો આપણી ફરજ છે." આશાએ થોડું ભાવુક થઈને કહ્યું.

 

"અમુક ફરજ સંતાનોની પણ હોય છે. એમના માટે આપણે કેટલીક કુરબાની આપવી!?" વંદિતા શાહ સાવ નિર્દયી થઈને બોલ્યાં. એક માતા થઈને તેમનાં મોંઢે એવાં શબ્દો સાંભળીને તેમની સહેલીઓને પણ દુઃખ થયું. પણ તેઓ કાંઈ કરી શકે એમ ન હતાં. અવારનવાર એ વંદિતા શાહને સમજાવવાની કોશિશ કરતાં. પણ વંદિતા શાહ કંઈ માટીનાં બન્યાં હતાં. એ વાત તેમની સહેલીઓ પણ સમજી શકી ન હતી.

 

વંદિતા શાહ આજે પણ આખી રાત બહાર રહ્યાં હતાં. તેમનાં માટે આ રોજની ટેવ બની ગઈ હતી. નિત્યા પણ હવે એકલાં રહેવા ટેવાઈ ગઈ હતી. પણ તેને એ પરાણે કરવું પડતું. જ્યારે વંદિતા શાહ પોતાની મોજશોખ માટે બધું કરતાં.

 

નિત્યા સવારે ઉઠીને કોલેજ જવા તૈયાર થવા લાગી. વંદિતા શાહ હજું સુધી આવ્યાં ન હતાં. આશુતોષ શાહ નિત્યાને કોલેજ માટે તૈયાર થતી જોઈને ઘરની બહાર જતાં રહ્યાં. નિત્યા તેમનો અણગમો સમજી ગઈ. છતાંય ચહેરા પર નકલી ખુશીનો નકાબ પહેરીને તે કોલેજે જવાં નીકળી ગઈ.

 

આશુતોષ શાહ તેનાં મિત્રની ઘરે આવ્યાં હતાં. પારિતોષભાઈને તેઓ ઘણાં લાંબા સમય પછી મળતાં હતાં. આશુતોષ શાહે ક્યારેય કોઈ સાથે સારાં સંબંધ રાખ્યાં ન હતાં. આથી તેઓ તેનાં મિત્રોને પણ ઓછાં જ મળવાં જતાં. આજે આશુતોષ શાહનો પારિતોષભાઈ પાસે આવવાનો એક અલગ જ મકસદ હતો.

 

"આશુતોષ, તું તો ઘણાં સમયે દેખાયો." પારિતોષભાઈ તેમનાં નિખાલસ અંદાજમાં બોલ્યાં. પારિતોષભાઈ થોડાં સારાં સ્વભાવનાં હતાં. જો કે તેમને પોતાનો બિઝનેસ જાળવી રાખવાં સારું વર્તન કરવું પડતું. એમ કહીએ તો પણ ચાલે એમ હતું. પણ છેલ્લા પાંચ વર્ષથી બિઝનેસ કરતાં કરતાં તેમનો રોજિંદો સ્વભાવ પણ જેવો બિઝનેસ કરતી વખતે હોય. એવો જ થઈ ગયો હતો.

 

"હાં, આજે તમારી યાદ આવી. તો થયું મળતો આવું." આશુતોષ શાહ જવાબ આપીને સોફા પર બેઠાં.

 

પારિતોષભાઈના પત્ની હેમલતાબેન આશુતોષ શાહ માટે ચા અને નાસ્તો લઈને આવ્યાં. આશુતોષ શાહ પારિતોષભાઈના ઘરમાં કોઈને શોધી રહ્યાં હતાં. પણ તેમણે એ વાત પારિતોષભાઈને જણાવી નહીં.

 

"શું શોધો છો?? અમને પણ જણાવો. અમે પણ થોડી મદદ કરી આપીએ." પારિતોષભાઈ આશુતોષ શાહનું વર્તન જોઈને, તેઓ શું કરી રહ્યાં છે. એ સમજી ગયાં હતાં.

 

પારિતોષભાઈ એક પાક્કા બિઝનેસમેન હતાં. તેમની નજર બધી જગ્યાએ રહેતી. કોણ શું કરે છે, કોણ શું કરવાં માંગે છે. દરેક નાની-નાની વાતો પર તેમની નજર રહેતી. બિઝનેસ ટકાવી રાખવા, ને પ્રગતિ કરવાં એટલી ચાંપતી નજર તો રાખવી જ પડે. એવું પારિતોષભાઈનુ માનવું હતું. કેમકે, નજર હટતાં જ ક્યારે કોણ ચાલાકી કરી જાય, ને દુર્ઘટના ઘટી જાય. એ કોઈ જાણી શકતું નથી.

 

"કંઈ નહીં. બસ ઘણાં સમયથી આવ્યો નથી. તો એક નજર તારાં ઘર પર કરતો હતો." આશુતોષ શાહે વાતને સંભાળી લીધી.

 

આશુતોષ શાહે ચાનો કપ જેવો હાથમાં લીધો. એવો જ પારિતોષભાઈનો દીકરો પંકજ પોતાનાં રૂમમાંથી બહાર આવ્યો.

 

એકદમ ગોરો ચહેરો, બ્લેક સુટ અને આંખે કાળાં ચશ્માં લગાવીને આંખો છુપાવતો પંકજ સીડીઓ ઉતરી રહ્યો હતો. ત્યારે આશુતોષ શાહની નજર પંકજ પર પડી.

 

"પંકજના લગ્ન કર્યા કે નહીં??" આશુતોષ શાહે પારિતોષભાઈને પૂછ્યું.

 

"અરે નાં નાં... હજું તો એક વર્ષથી બિઝનેસ સંભાળતો થયો છે. બસ હવે કોઈ સારી છોકરી મળે. તો જલ્દી લગ્ન કરી નાંખીએ." પારિતોષભાઈ પંકજ સામે એક ઉડતી નજર કરીને બોલ્યાં.

 

પંકજના લગ્ન નથી થયાં. એ વાત સાંભળીને આશુતોષ શાહનાં મગજમાં એક કીડો સળવળી ઉઠ્યો. તેઓએ તરત જ પારિતોષભાઈ સાથે સારાં સંબંધ કેળવવાનું નક્કી કરી લીધું.

 

નિત્યા કોલેજની અંદર પોતાનાં ક્લાસરૂમમાં બેઠી હતી. બધાં પોતાનાં મિત્રો સાથે હતાં. પણ નિત્યા એકલી જ બેન્ચ પર બેઠી હતી. નિત્યાને થોડું અજીબ લાગ્યું. પણ જેવો લેક્ચર શરૂ થયો. તેનું પૂરું ધ્યાન ભણવામાં કેન્દ્રિત થઈ ગયું.

 

નિત્યાને લેક્ચર દરમિયાન તો ખાસ્સો કોઈ વાંધો નાં પડ્યો. પણ જેવો બ્રેક ટાઈમ થયો. બધાં પોતપોતાનાં મિત્રો સાથે કેન્ટીનમા જતાં રહ્યાં. પણ નિત્યા એકલી જ ક્લાસરૂમમાં રહી ગઈ. કોલેજના શરૂઆતી દિવસોમાં મિત્રો બનાવવામાં બહું તકલીફ પડે. એ વાત નિત્યા જાણતી હતી. પણ સ્કુલ સમયમાં પણ તેનાં કોઈ મિત્રો ન હતાં એ વાતનાં લીધે નિત્યાને એક ચિંતા સતાવતી હતી, કે કોલેજમાં તેનાં કોઈ મિત્રો બનશે કે નહીં.

 

નિત્યાનો એક દિવસ તો જેમ તેમ કરીને પસાર થઈ ગયો. કોલેજ ખતમ કરીને, નિત્યા સીધી મોલમાં જોબ માટે જતી રહી.

 

નિત્યાનો કોલેજમાં જેવો દિવસ ગયો. એવો જ જોબ પર પણ ગયો. નિત્યા એકલાં એકલાં જ પોતાનું બધું કામ કરી રહી હતી. જોબનો સમય પૂરો થતાં નિત્યા ઘરે જવા નીકળી ગઈ.

 

નિત્યા માટે આમ તો કોલેજ અને જોબ બંનેનો દિવસ સારો જ ગયો હતો. પણ જીવનમાં મિત્રો વગરની મજા અધૂરી છે. એટલે તેને એ બાબતનું થોડુંક દુઃખ હતું. પણ તેને અત્યારે પોતાનાં સપનાં અને જોબ પર ધ્યાન આપવાનું હતું. એટલે તે એ બંને વસ્તુ પર જ પૂરું ધ્યાન આપવા માંગતી હતી.

 

નિત્યા ઘરે આવી ત્યારે ઘરે કોઈ ન હતું. નિત્યાએ બેગ પોતાનાં રૂમમાં મૂકીને, કિચનમાં જઈને પાણી પીધું. એ સમયે જ તેનાં પપ્પા આવ્યાં.

 

"મળી ગઈ શાંતિ!? મનમાની કરીને...એક કોલેજ ઓછી હતી, કે હવે જોબ પણ કરવાં લાગી." આશુતોષ શાહે આવતાંની સાથે જ નિત્યાને સંભળાવવાનું શરૂ કરી દીધું.

 

નિત્યાએ પોતે જોબ કરવાની છે. એ વાત તેનાં મમ્મી-પપ્પાને જણાવી ન હતી. કારણ કે, એ લોકો પોતાને નહીં સમજે. એ વાત નિત્યા જાણતી હતી. નિત્યાએ બંનેને સમજાવવાની બહું કોશિશ કરી હતી. પણ બંને નાં તો એકબીજાને સમજવા તૈયાર હતાં, કે નાં તો નિત્યાને સમજવાં તૈયાર હતાં. એટલે નિત્યાએ કોઈને કાંઈ જણાવ્યું નહીં. પણ આશુતોષ શાહ હંમેશા કોઈ ને કોઈ રીતે નિત્યા પર નજર રાખીને, તે ક્યાં જાય છે. એ જાણી જ લેતાં. આજે પણ એવું જ થયું હતું.

 

આશુતોષ શાહનાં એક મિત્રએ નિત્યાને મોલમાં કામ કરતી જોઈ લીધી હતી, ને ત્યારે જ તેમણે આશુતોષ શાહને કોલ કરીને એ વાતની જાણ કરી દીધી હતી.

 

નિત્યા તેનાં પપ્પાને સામે જવાબ આપ્યાં વગર જ પોતાનાં રૂમમાં જતી રહી. નિત્યાના ગયાં પછી આશુતોષ શાહ મંદ મંદ હસવા લાગ્યાં. એમનાં મગજમાં કોઈ મોટી રમત ચાલી રહી હતી. એ વાતથી નિત્યા અજાણ હતી.

 

આશુતોષ શાહ હસતાં હતાં. એ સમયે વંદિતા શાહ પણ આવી પહોંચ્યા. આશુતોષ શાહને એકલાં એકલાં હસતાં જોઈને, વંદિતા શાહ તેમની પાસે જઈને બેઠાં.

 

"શું ખુશીની વાત છે??" વંદિતા શાહે પૂછ્યું.

 

"બહું જલ્દી ખબર પડી જાશે. આ આપણી બંનેની આઝાદીની ચાવી છે. એમ જ સમજી લે." આશુતોષ શાહે કહ્યું.

 

આઝાદીની વાત આવતાં જ વંદિતા શાહનાં ચહેરા પર એક અલગ જ પ્રકારની ચમક આવી ગઈ. તેમણે તરત જ હોલમાં સજાવી રાખેલી દારૂની બોટલ ઉઠાવી, અને બે ગ્લાસ ભર્યા. પછી બંને સેલિબ્રેશન કરવાં લાગ્યાં.

 

નિત્યા પોતાનાં રૂમમાં જઈને કોલેજના કામ પર ધ્યાન આપવા લાગી. તેને તેનાં મમ્મી-પપ્પાની વાતો સંભળાતી હતી. પણ તેને એમની વાત સમજાઈ ન હતી.

 

આજે રાત્રે આશુતોષ શાહ અને વંદિતા શાહ ઘરેથી બહાર પણ ગયાં ન હતાં. નિત્યા પોતાનાં માટે ડિનર બનાવવાં કિચનમાં ગઈ. એ સમયે તેનાં મમ્મી ડીનર બનાવી રહ્યાં હતાં. આજે ઘણાં વર્ષો પછી નિત્યાએ આ દ્રશ્ય જોયું હતું. નિત્યા કાંઈ પૂછ્યાં વગર પોતાનાં રૂમમાં જવાં લાગી. એ સમયે વંદિતા શાહ તેને જોઈ ગયાં.

 

"હું ડીનર આપણાં માટે જ બનાવું છું. જલ્દી હાથ ધોઈને જમવા આવી જા." વંદિતા શાહે નિત્યાને કહ્યું.

 

નિત્યા માટે વંદિતા શાહની વાત કોઈ વરદાન મળવાં સમાન હતી. નિત્યા ખુશ થતી થતી હાથ ધોઈને ડાઇનિંગ ટેબલ પર બેઠી. એ સમયે તેનાં પપ્પા પણ ડીનર કરવાં પહોંચી ગયાં. આજે આખાં પરિવારે સાથે ડીનર કર્યું. નિત્યા માટે આ બધું થોડું અજીબ લાગે એવું હતું. પણ તે ખુશ હતી.

 

ડીનર પછી વંદિતા શાહે કિચનનું બધું કામ પણ કરી નાખ્યું. નિત્યા માટે આ ખુશીનો સમય હતો. પણ આ સમય ક્યારે ખુશીમાંથી દુઃખમાં પરિવર્તિત થઈ જાશે. એ વાત નિત્યા જાણતી ન હતી.

 

નિત્યાને ખુશીનાં લીધે રાત્રે ઉંઘ પણ સારી આવી. સવારે નિત્યાની આંખ ખુલી ત્યારે તેનાં મમ્મી તેનાં માટે કોફીનો કપ લઈને ઉભાં હતાં. નિત્યાને પોતાની આંખો પર વિશ્વાસ આવતો ન હતો. પોતાનાં મમ્મી આમ અચાનક આટલાં બદલી જાશે. એવું નિત્યાએ સપનામાં પણ વિચાર્યું ન હતું. પણ નિત્યા માટે આ ખુશીની વાત હતી. એટલે તેણે વધું નાં વિચારીને આ ખુશી ભર્યા સમય સાથે મન ભરીને જીવી લેવાનું વિચાર્યું.

 

નિત્યા જે સમયને ખુશીનો સમય ગણતી હતી. એ સમયે આગળ જતાં તેનાં માટે એક મોટું દુઃખ લઈને આવવાનો હતો. એ વાતથી અજાણ એવી નિત્યા તૈયાર થઈને કોલેજે જવાં નીકળી ગઈ. આજે કોલેજમાં પહોંચતા જ નિત્યાની એક છોકરાં સાથે ટક્કર થઈ.

 

હર્ષ ગુપ્તા.... નિત્યાનો સિનિયર....આખી કોલેજની છોકરીઓનો ક્રશ હતો. હર્ષ નિત્યા સાથે અથડાયા પછી નિત્યાને જોતો જ રહી ગયો. પણ નિત્યાએ એકવાર પણ નજર ઉંચી કરીને હર્ષ તરફ નાં જોયું.

 

"સોરી, મારાં લીધે તમને વાગ્યું તો નથી ને??" હર્ષ નિત્યા પોતાની સાથે વાત કરે, એવાં ઈરાદાથી નિત્યા આગળ માફી માંગવા લાગ્યો.

 

"નહીં, આઈ એમ ફાઈન..." નિત્યા હર્ષને જવાબ આપીને, પોતાનાં ક્લાસમાં જતી રહી.

 

હર્ષ અને નિત્યાની આ ટક્કર આખું કોલેજ જોઈ રહ્યું હતું. નિત્યાએ હર્ષને જે રીતે ઈગ્નોર કર્યો. એ જોઈને હર્ષે પોતે નિત્યા સાથે વાત કરીને જ રહેશે. એવો મનોમન નિર્ણય કરી લીધો.

 

નિત્યા માટે આ ટક્કર કરતાં વધું મહત્વનું તેનું ડોક્ટર બનવાનું સપનું હતું. પણ હર્ષે આ ટક્કરને કંઈક વધારે જ સિરિયસ લઈ લીધી હતી. જ્યાં હર્ષ પાછળ આખી કોલેજની છોકરીઓ પાગલ હોય. ત્યાં કોઈ છોકરી આખી કોલેજની સામે હર્ષને ઈગ્નોર કરે. એ વાત નિત્યા માટે નાની હોઈ શકે. પણ હર્ષ માટે તો એ વાત બહું મોટી હતી.

 

"શું ભાઈ...!! એક છોકરી પાછળ પાગલ થઈ ગયો કે શું!?" પાર્થે આવીને હર્ષને પૂછ્યું.

 

"પાગલ હું નથી બન્યો. પાગલ તો હું તેને બનાવીશ. જે કામ હાથમાં લીધું છે. તેમાં હવે એક નવો ટ્વીસ્ટ આવશે. જસ્ટ વેઈટ એન્ડ વોચ..." હર્ષ એક અલગ જ આત્મવિશ્વાસ સાથે બોલ્યો. તેણે મનમાં અગાઉ જ યોજના ઘડી લીધી હતી. એ વાત પાર્થ પણ સમજી ગયો.

 

પાર્થ હર્ષનો બેસ્ટ ફ્રેન્ડ હતો. હર્ષનાં મનની એક પણ વાત પાર્થથી છુપાયેલી નાં રહેતી. પોતાનાં મનની અમુક વાતો હર્ષ ખુદ નાં જાણી શકતો. પણ પાર્થ હર્ષનાં મનની વાતો પણ જાણી લેતો.

 

નિત્યા ક્લાસરૂમમાં બેસીને લેક્ચરમા ધ્યાન આપી રહી હતી. એ સમયે હર્ષ તેનાં ક્લાસરૂમ આગળથી પસાર થયો. નિત્યાનુ ધ્યાન હર્ષ પર પડ્યું. હર્ષ ઈશારામાં જ પોતે તેનાં પર નજર રાખીને બેઠો છે. એમ જણાવીને જતો રહ્યો.

 

નિત્યાને એ વાતથી કોઈ ફરક નાં પડ્યો. પણ હર્ષને બહું બધો ફરક પડ્યો હતો. હર્ષ પાર્થ સાથે ક્લાસમાં જવાનાં બદલે કેન્ટીનમા ગયો. ત્યાં જઈને હર્ષે કોઈકને કોલ કરીને જણાવ્યું, કે તેમનું કામ થઈ જાશે. પણ થોડો સમય લાગશે.

 

હર્ષ ક્યાં કામ વિશે વાત કરતો હતો. એ પાર્થ જાણતો ન હતો. પણ હર્ષ કંઈક મોટું કરવાની ફિરાકમાં હતો. એ વાત પાર્થ જાણી ગયો હતો.

 

નિત્યા કોલેજ પૂરી કરીને મોલમાં જોબ માટે ગઈ. નિત્યા પોતાનું કામ કરી રહી હતી. એ સમયે મોલમાં હર્ષ પણ આવ્યો. હર્ષ નિત્યાનો પીછો કરી રહ્યો હતો. હર્ષ સીધો નિત્યા પાસે ગયો. પણ નિત્યાએ હર્ષની સામે પણ નાં જોયું. સતત એક જ દિવસમાં બે વખત એક જ છોકરીની નજરમાં ઈગ્નોર થવું. હર્ષથી સહન નાં થયું.

 

નિત્યા કંઈક કામથી ઉપરનાં માળે જવાં સીડીઓ ચઢતી હતી. ત્યારે હર્ષ જાણી જોઈને એક મોટું બોક્ષ લઈને તેની પાછળ ગયો, ને જાણી જોઈને નિત્યા પાસે પહોંચતાની સાથે જ બોક્ષ સહિત ફર્શ પર પડી ગયો. બોક્ષના પડવાનાં અવાજથી નિત્યાએ પાછળ ફરીને જોયું. હર્ષ બોક્ષની સાથે નીચે પડ્યો હતો. તેનો પગ બેવડો વળી ગયો હતો. નિત્યાએ નીચે બેસીને તેનાં પગને સીધો કરીને, પોતાનાં પર્સમાંથી પેઈન રિલીફ સ્પ્રે કાઢીને તેને હર્ષના પગ પર લગાવી દીધો.

 

"તું કોઈ ડોક્ટર છે??" હર્ષે નિત્યાનો હાથ પકડીને પૂછ્યું.

 

"નહીં." નિત્યાએ એકાક્ષરી જવાબ આપીને, પોતાનો હાથ હર્ષનાં હાથમાંથી છોડાવી લીધો.

 

નિત્યા સ્પ્રે ફરી પોતાનાં પર્સમાં મૂકીને, પોતાનું કામ કરવાં લાગી. હર્ષ તેની પાછળ પાછળ ગયો. પણ નિત્યાએ તેનાં પર ધ્યાન નાં આપ્યું.

 

"થેંક્યું, મારી મદદ કરવાં માટે." હર્ષે નિત્યાની પાછળ જઈને કહ્યું.

 

નિત્યા સતત હર્ષને ઈગ્નોર કરી રહી હતી. પણ હર્ષ એમ હાર માને એવો ન હતો. હર્ષ નિત્યા સાથે વાત કરવાનો એક મોકો છોડતો ન હતો.

 

"મેં એક વાત તો તને જણાવી જ નહીં. મારું નામ હર્ષ ગુપ્તા... તારું નામ શું??" હર્ષે નિત્યા સામે હાથ લાંબો કરીને પૂછ્યું.

 

નિત્યા બે પળ હર્ષનાં લંબાવેલ હાથ તરફ અને હર્ષ તરફ જોતી રહી. નિત્યાને એ રીતે જોતાં જોઈને હર્ષે પોતાનો હાથ પાછળ લઈ લીધો.

 

"નિત્યા શાહ... મારું નામ નિત્યા શાહ છે. હું આ મોલમાં જોબ કરું છું. તું એક કસ્ટમર છે. તો હવે આ રીતે મારી પાછળ પાછળ ફરવાનું બંધ કરી દે." નિત્યાએ પોતે હર્ષની હરકતોથી પરેશાન થઈ ગઈ હોય. એ રીતે કહ્યું.

 

હર્ષ એક જ દિવસમાં નિત્યા સાથે વધું વાત નહીં કરી શકાય. એમ વિચારીને જતો રહ્યો. હર્ષનાં ગયાં પછી નિત્યાએ પોતાનાં બધાં કામ શાંતિથી પૂરાં કર્યાં. પછી પોતે ઘરે જવા નીકળી.

 

ઘરે પહોંચીને નિત્યાએ જોયું, કે તેનાં મમ્મીએ ડીનર તૈયાર કરી લીધું હતું. વંદિતા શાહની નજર નિત્યા પર પડી, એટલે તેમણે તેનાં હાથમાંથી પર્સ અને બેગ લઈને તેનાં રૂમમાં મૂકી દીધાં.

 

"તારું મનપસંદ ડીનર બનાવ્યું છે. જલ્દી આવી જા." વંદિતા શાહે કહ્યું.

 

નિત્યા હાથ ધોઈને ડીનર કરવાં ગઈ. નિત્યા માટે આ બધું એક સપનાં જેવું હતું. વંદિતા શાહે નિત્યાને પોતાનાં હાથે જમવાનું પરોસ્યુ. નિત્યા જમીને પોતાનાં રૂમમાં ગઈ. રૂમમાં જઈને નિત્યા પોતાનાં કામમાં વ્યસ્ત થઈ ગઈ.

 

નિત્યા મોડાં સુધી જાગતી હતી. એ જોઈને વંદિતા શાહ તેનાં માટે કોફી બનાવીને આપી ગયાં. નિત્યા કોફી પીને ફરી પોતાનું કામ કરવાં લાગી.

 

નિત્યાને કામ કરતાં કરતાં અચાનક જ હર્ષની યાદ આવી. નિત્યાને હર્ષ સાવ પાગલ લાગ્યો. પણ કોલેજની દરેક છોકરીઓ હર્ષ પાછળ પાગલ હતી. એ વાત નિત્યા જાણતી હતી.

 

નિત્યા પોતાનું કામ કરીને સૂઈ ગઈ. પણ બીજી તરફ હર્ષની ઉંઘ ઉડી ગઈ હતી. તે બેડમા પડ્યાં પડ્યાં પણ નિત્યા વિશે જ વિચારતો હતો. બધું બહું જલ્દી બની રહ્યું હતું. હર્ષ થોડો ગુંચવાયો હતો.

 

નિત્યા વિશે વિચારતાં વિચારતાં હર્ષને ક્યારે ઉંઘ આવી ગઈ. એ વાતની હર્ષને પણ ખબર નાં પડી.

 

 

********

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED