મહામારી એ આપેલું વરદાન CA Aanal Goswami Varma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મહામારી એ આપેલું વરદાન

મહામારી એ આપેલું વરદાન


નિવેદિતા અને સમ્યક બંને working કપલ છે. બંને ના લગ્ન ને લગભગ ૧૦ એક વર્ષ થયા. આ ૧૦ એક વર્ષ માં એક સુંદર બાળકી નિશાની, જે અત્યારે ૮ વર્ષ ની છે એના માતા પિતા બન્યા.

શરૂઆત નું એક વર્ષ બંને એ એક બીજા ને ખુબ સમય આપ્યો પછી નિશાની આવતા, નિવેદિતા એના માં વ્યસ્ત થઇ ગઈ. ૬ મહિના ની મૅટરનિટી રજા પછી જ્યારે નિવેદિતા એ નોકરી ચાલુ કરી પછી તો ઓફિસ નું કામ , ઘેર આવ્યા પછી નિશાની સાથે સમય ગાળવો એમાં દિવસ ક્યાં પૂરો થઇ જતો એનો નિવેદિતા ને પણ ખ્યાન ન આવ્યો. હા એ લોકો પાસે એક હેલ્પર કામિની બેન હતા જે ત્યાંજ રહેતા અને નિવેદિતા ઓફિસ જાય ત્યારે નિશાની એમ ની જોડે રહેતી. ઘર માં રસોઈયો અને નોકર પણ હતા. પણ છતાં નિવેદીએ અને સમ્યક એક બીજા સાથે સમય નોહતાં ગાળી શકતા.


નિશાની ની ઇમ્મુનીટી થોડી કમજોર એટલે એને ઋતુ ના બદલાવ વખતે ખાસ સંભાળવી પડે અને પાછી ભયંકર તોફાની એટલે કોઈ એ એની જોડે રહેવું જ પડે . કોઈક વાર રસોઈયો ના આવે તો નિવેદિતા ના આવ્યા પછી કામિની બેન ખાવાનું બનાવે અને નિવેદિતા નિશાની ને સાચવે.


સમ્યક પણ કામ ની સાથે નિશાની અને નિવેદિતા સાથે સમય ગાળવા પ્રયત્ન કરતો પણ પછી ધીરે ધીરે એ બંને ને મળતો સમય ઓછો થતો ગયો. કોઈક વાર મૂવી નો પ્લાન કરે અને નિશાની ની તબિયત સારી ના હોય તો પ્લાન કૅન્સલ થઇ જાય.હવે બંને જયારે વાત કરે ત્યારે ઝગડા વધારે થતા . એક સમય તો એવો આવ્યો કે હવે એ લોકો એક બીજા ની સાથે વાત કરવાનું પણ ટાળવા લાગ્યા.


બંને ને આ ખુંચતું પણ કોઈ રીતે આનો ઉકેલ જ નહોતો આવતો. એક બીજા ની વર્ષગાંઠ પર કે લગ્ન તિથિ વખતે કંઈક વિશેષ કરવાની કોશિશ કરતા પણ સમય ના અભાવે બધું ઉપરછલ્લું થઇ જતું. હા નિશાની ની સામે બંને કોઈ દલીલ ન કરતા એને પ્રેમ આપવામાં બંને કોઈ કચાસ ન રાખતા.


આમ જિંદગી પરાણે જીવાઈ રહી હતી કે કોરોના નામની મહામારી એ બધું બદલી નાખ્યું. લોકડાઉન થતા રસોઈયો અને નોકર તો બંધ થઇ ગયા. ઘર માં હવે સમ્યક ,નિવેદિતા, નિશાની અને કામિની બેન રહી ગયા.


નિવેદિતા અને સમ્યક અલગ અલગ રૂમ માં work from home કરવા લાગ્યા અને એ સમયે કામિની બેન જો નિશાની સૂતી હોય તો રસોઈ નું આટોપી લે અથવા ઘર નું કામ કરે. પછી સમય મળતા નિવેદિતા બાકી નું રસોઈ નું કામ કરે. સમ્યક પણ કોલ કે મિટિંગ પછી નિશાની સાથે રમે, ઘણી વાર ડસ્ટીંગ અને રસોઈ ના કામ માં મદદ કરે. આ બધા સમય માં નિવેદિતા અને સમ્યક એબીજા ને જોવા લાગ્યા. એક સમયે જથ્થાબંધ વાળ ધરાવતા બન્ને એ એકબીજા ના પાતળા થઇ ગયેલ વાળ જોયા.


બંને જવાબદાર પોસ્ટ પર હોવા છતાં કામ નું દબાણ ક્યારેય ઘરે ન લાવતા.પણ હવે બંને એ અનુભવ્યું કે ઘર ની બહાર બન્ને કેટલા સ્ટ્રેસ માં રહેતા હતા. બન્ને ને એક બીજા ની કુનેહ માટે માન થયું. એમ ને હવે એક બીજા માટે સમય મળવા લાગ્યો કારણે કે કામ માટે પણ ઘર ની બહાર જવાનું ન હતું. એ સમય નો હવે એક બીજા માટે ઉપયોગ થવા લાગ્યો. સાંજે ૮ વાગ્યા થી ૧૧ વાગ્યાનો સમય એમનો પોતાનો જેમાં એ બંને OTT પ્લેટફોર્મ પર પિક્ચર જોતા. ચારે જણા સંગીત ખુરસી કે સાપસીડી જેવી રમતો રમતા . અરે થપ્પો પણ રમતા . કામિની બેન સમજદાર હતા એ હવે ઘણી વાર નિશાની ને લઈને વહેલા સુવા જતા રહેતા. નિવેદિતા પણ હવે આખો દિવસ નિશાની ની સામે રહેતી હોવાથી નિશાની એની જોડે જ સુવે સેવો આગ્રહ ના રાખતી.


સમ્યક અને નિવેદિતા જે એક બીજા થી સમય ના અભાવે થઇ ગયા હતા એ ફરી એક વાર એક બીજા ના પ્રેમ માં પડી ગયા. શનિ રવિ વારે તો કામિની બેન અને નિશાની ને હોટેલ જેવું વાતાવરણ ઉભું કરે.એ બંને જાણ શેફ અને વેઈટર બનતા. કોઈક વાર સમ્યક ને શાક વાળો બનાંવી નિશાની ને એની પાસેથી ખરીદી કરવા મોકલતા. ટ્રેઝર હન્ટ રમતા જેમાં નિશાની નું કોઈ રમકડું શોધવાનું હોય . આ બધી રમતો એ આ કુટુંબ ની વચ્ચે ઢીલો થઇ ગયેલો પ્રેમ નો દોરો ફરીથી સખ્તાઈ થી બાંધી દીધો. કામિની બેન ની એપ્રિલ માં આવતી વર્ષગાંઠ માં એ લોકો એ ઘરે કેક બનાવી અને કામિની બેન ને એ દિવસે કંઈજ કામ ના કરવા દીધું. સમ્યક અને નિવેદિતા એ મળી ને રસોઈ બનાવી અને બધા જમ્યા.


હવે બંને આ રીતે જિંદગી ને માણવાનું એક બીજા ને વચન આપી ચુક્યા છે. લોકકડાઉન પછી પણ. આમ એક મહામારી એ બે લોકો ના જીવન માં ફરીથી પ્રેમ ભરી દીધો.


સમાપ્ત