અનુભવ Ajay Khatri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

અનુભવ

અંજલી વાંચવા બેસ ,
તને મેં કેટલી વાર કીધું કે મારે તારું કાંઈ કામ નથી. પરીક્ષા હોય ત્યારે તારે રસોડામાં આવવાની કોઈ જરૂર નથી. સારી રીતે ભણીલે. સારી નોકરી મળશે તો રસોઈ માટે તો કોઈ માણસ રાખી લેવાશે. જ્યારે ને ત્યારે રસોડા માં અખતરા કરવા ના રહેવા દે...

આ મારી જેમ ઘરમાં રહેશે તો રસોડામાંથી છૂટશે જ નહીં.
અરે જા , ફાઇનલ ઇયર છે , સરખું વાંચ .એક બે જગ્યાએ નોકરી માટે વાત કરી રાખી છે. સરોજે એની ટીનેજ દીકરી અંજલી ને કહ્યું .

પણ અંજલી કિચનમાંથી ખસી જ નહી. એતો મઝાથી બાઉની બનાવતી જ રહી. અંજલી ને ખાવા કરતાં જાતજાતની રેસિપી બનાવવામાં વધારે મઝા પડે.રોજ એક નવી વાનગી ની શોધ કરીજ લે અને સ્વાદિષ્ટ બનાવી નેજ દમ લે લોકોને ચખાડે , નવા પ્રયોગો કરીને નવી રેસિપી શોધે અને બનાવે.આમ અંજલી ને તેની ફ્રેન્ડ રસોડા ની રાણી કહેતી

આમ તો એ બી.કૉમના છેલ્લા વર્ષ માં ભણે. પણ એની બહેનપણીઓ બહાર પિઝા અને પાસ્તા શોધે ત્યારે અંજલી જાતે બનાવી બધા માટે લઈ જય , કૉલેજની કેન્ટીનમાં જાય તો ત્યાં પણ રસૌઈયા ને પણ રસોઈ બનાવતા શીખવી આવે.

એ ઘરે પહોંચે એટલે મમ્મીને રસોડામાં જવાજ નદે જાતે જ નાસ્તો બનાવી નાખે

અંજલી ને રસોઈનો ગજબનો શોખ ! પણ એની છેલ્લા વરસની પરીક્ષા હતી અને એણે વાંચવું જોઈએ ત્યારે પણ એ રસોડામાં જ આવી એટલે સરોજ એને ખીજવાઈ . “ નથી વાંચવું ” કહીને એ ત્યાં જ ઊભી રહી ગઈ અને બાઉનીની ચમચી સરોજના મોંમાં મૂકીને જ જંપી.

જોકે પછી વાંચવા બેઠી ખરી પણ સાંજની રસોઈ સમયે ફ્રી થઈ હાજર. સરોજે અંજલી ને એનું મનપસંદ શાક તો બનાવવા દીધું પણ સાંજે બધાં ભેગાં જમવા બેઠાં ત્યારે અંજલી , એના પપ્પા દીપક અને વિજય ભાઈ સાથે જમવા બેસે છે ત્યારે સરોજ એની મમ્મી એ પ્રેમથી સમજાવતા કહ્યું કે બેટા ભણવા પર ધ્યાન આપ તો સારી નોકરી મળશે
અંજલી બોલી મારે નોકરી નહીં બિઝનેસ કરવું છે.

વિજય એની માટે અનુભવ જોઈએ હો , તું શું કરવા રસોડામાં જ ભરાઈ રહે છે ? તારા માટે અમે બહુ સપનાં જોયાં છે.તું ભણવામાં જ ધ્યાન આપ , કેરિયર બનાવ.

અંજલી ભાઈ અનુભવ લેવાજ રસોડા માં જાવ છું.!!

આજે અંજલી ની પરીક્ષા નું પરિણામ આવવાનું હતું. વિજય ઓનલાઇન રિઝલ્ટ જોય છે.

અને ખુશ થઈ અંજલી ને અભિનંદન આપે છૅ. તું
ફસ્ટ કલાસ પાસ થઈ ગઈ

અંજલી ના પપ્પા તેને બોલાવી ખુશ થઈ ને પૂછે છે બોલ દીકરી તને શું ગિફ્ટ આપું ?

અંજલી તેના પપ્પા ને ફૂડ જોન ઓપન કરવા ની વાત કરે છે. ભાઈ, મમ્મી સમજી જાય છે.

અંજલી એક નાનકડી દુકાન કોલેજ નજીક ભાડે લઈ અને પીઝા પાર્લર ખોલે છે.

જેમાં બાજરા ના પીઝા,ઘઉં ના પીઝા, જેવી અવનવી વાનગી ઓ બનાવા નું શરૂ કરે છે.રોજ એક નવી વાનગી બનાવે અને લોકો ને ખવડાવે લોકોના અભિપ્રાયો લે..
આમ થોડાજ સમય માં અંજલી ના પીઝાપાર્લર માં બર્થ ડે પાર્ટી ,
વેડિંગ પાર્ટી લોકો કરવા આવતા ગયા ,ધીમે ધીમે એક પછી બે ,ત્રણ એમ કરતા કરતા ત્રીસ નો સ્ટાફ અંજલી બેન ના પીઝા માં કામે લાગી ગયું અને તે અંજલી બેન ના પીઝા ના નામે શહેર માં પ્રખ્યાત થઈ .આજે તે પોતાના કામ થી ખુશ છે.અને અલગ અલગ જગ્યા પર પોતાની ફ્રેન્ચાઇજી આપવાનું શરૂ પણ કરી નાખ્યું છે.

અંજલી ના પપ્પા,મમ્મી અને ભાઈ તેની આ ફૂડ ચેન માં જોડાઈ ગયા છે.અને અંજલી બેન ના પીઝા ના નામ ને આગળ વધારી રહ્યા છે.

આમ પોતાને મનગમતો કામ કરી સફળ બનવાની વાત અંજલી કરતી હોય છે.હવે તે પોતાના શહેર ની એક સફળ મહીલા માની એક માં તેનું નામ બોલવા લાગ્યું.
અને અવાર નવાર અંજલી ના બનાવેલા વ્યનંજનો ની રીતો ની નોંધ સમચાર પત્રો લેવા લાગ્યા ..

આજે પણ અંજલી ઘર ના રસોડા માં અવનવી વાનગી ઓ બનાવે છે.અને અનુભવ મેળવે છે......