Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 5

ભાગ - 5
નવનીતભાઈ હોસ્પિટલથી પોતાના ઘરે આવી ગયા છે, તેઓ વ્હીલ-ચેરમાં હોવાં છતાં, તેમના સ્વભાવ પ્રમાણે, પોતાની કે પોતાના ઘરની ચિંતા કરતા પણ વધારે ચિંતા અત્યારે, ઓફીસની કરી રહ્યાં છે.
શેઠની કોઈજ ભાળ નહીં મળતાં, શેઠનો દિકરો રમેશ પણ સમય અને સ્થિતી સમજી/ઓળખી, તેનાથી થતી મદદ કરી નવનીતભાઈની જવાબદારી ઓછી કરવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યો છે.
અને એના માટે, રમેશ રોજે-રોજ રૂબરૂ કે ફોનથી, સતત નવનીતભાઈના કોન્ટેક્ટમાં રહે છે.
આપણે આગળ જાણ્યું તેમ,
બીજી બાજુ, રાજ પણ તેને મળતાં ફ્રી સમયમાં, પપ્પા નવનીતભાઈને મદદ કરતો રહે છે.
એનાજ ભાગ રૂપે, રાજને અવાર-નવાર શેઠના ઘરે આવવા-જવાનું થતુ રહે છે.
આજે પણ, રાજ પપ્પાએ આપેલ હિસાબની ફાઇલ આપવા, તે શેઠને બંગલે આવ્યો છે.
લગભગતો, રાજ આ આપવા-મુકવાનું કામ, ડ્રાઇવર કે નોકર-ચાકરની મદદથી, શેઠના બંગલાની બહારથીજ, કે ઝાંપેથીજ પતાવી દેતો.
પરંતુ,
આજે શેઠાણી અનસૂયાબેન, કોઈ કામથી બહાર ગયા હોવાથી, રાજને શેઠાણીની રાહ જોવા માટે, થોડુ બેસવું પડે એમ હોવાથી,
રાજ, શેઠના આલીશાન બંગલાનાં બેઠક રૂમમાં, સોફા પર બેઠો છે.
થોડીવારમાં, બહાર ગયેલ શેઠાણી અને પ્રિયા આવી જતા, શેઠાણી રાજ પાસેથી હિસાબની ફાઇલ લઈ, કોઈ કંપનીનો ઓર્ડર માટે આવેલ મેલની, એક કોપી કાઢી, કવરમાં મુકી નવનીતભાઈને જોવા માટે, આપવાની હોવાથી રાજને થોડીવાર બેસવા કહે છે.
શેઠાણીતો તેમનાં કામમાં મશગુલ છે.
રાજ પણ શેઠાણી કવર તૈયાર કરીને ન આપે ત્યાં સુધી, બિલકુલ ફ્રી હોવાથી, બંગલામાં આમ-તેમ નજર ફેરવતો બેઠો છે.
પરંતુ
હમણાંજ મમ્મી સાથે બહારથી આવેલ પ્રિયાને,
રાજ પહેલી નજરમાંજ ગમી જાય છે, તેની નજર વાટે જાણે રાજ અંતરમાં વસી રહ્યો હોય, એવું પ્રિયાને લાગી રહ્યું છે.
હાલ, પ્રિયાને પોતાને ખબર નથી પડી રહી કે,
આ છોકરાને જોઈ,
અચાનક તેનામાં આ શું થઈ રહ્યું છે ?
હજી હમણાંજ, અને પહેલી વારજ,
નીચે રાજને સોફામાં બેઠેલો જોઈને, પ્રિયા ઉપરનાં માળે, પોતાના રૂમમાં જવા સીડી ચડી રહી છે.
પરંતુ
પ્રિયા પોતે મહેસુસ કરે છે કે,
તેના પગ, રોજ કરતા વધારે ઝડપથી સીડી ચડી રહ્યાં છે.
એનું મન, આજે કોઈ અનેરો ને અલૌકિક આનંદ અનુભવી રહ્યુ છે.
પ્રિયાના દિલના ધબકારાએ, ફાઇટર પ્લેનની ગતિને પણ, પાછળ મુકી દે, એટલી ગતી પકડી લીધી છે.
અને પ્રિયાની આંખો,
આંખો તો ઉપર એના રૂમમાં જઈ, રૂમની બારીમાંથી નીચે બેઠેલ રાજ ને જોવા, એટલી અધીરી થઈ ગઈ છે, કે.....
સમજોને કે આજે પ્રિયા, પોતે પ્રિયા નથી રહી.
પ્રિયા, હાલ એની અંદર અને બહાર થઈ રહેલ અકલ્પનિય અને અણધાર્યા બદલાવ વિશે કંઈ વિચારવાને બદલે,
આ મનોસ્થિતિને, આ બદલાવને એક સોનેરી અવસરની જેમ, માણી રહી છે.
પોતાના રૂમની બારી સુધી આવતા-આવતા પ્રિયા, બિલકુલ બદલાઈ ગઈ હોય, એવું મહેસુસ કરે છે.
છેલ્લી બે-પાંચ મિનિટમાં પ્રિયા સાથે જે થઈ રહ્યુ હતુ, તે પ્રિયાના આજ સુધીના જીવનમાં પહેલીવાર અને પ્રિયાની સમજની બહાર હતુ.
છતા, પ્રિયા આજે તેનુ મન, તેનુ દિલ જેમ કહે તેમ, ફટાફટ ફોલો કરે જતી હતી.
પ્રિયા તેના રૂમની બારી પાસે પહોચે છે, નીચે સોફામાં બેસેલ રાજ પર નજર નાંખે છે.
ને બસ જોતીજ રહે છે.
આજ સુધી, જે પ્રિયા
હવામાં ઊડતી, જે વિચાર આવે એને અમલમાં મૂકતી, રાહ જોવાનું એનાં સ્વભાવમાં ન હતુ.
એને જે ગમે તે હાંસિલ કરવું, જીદ, ઘમંડ અને પૈસો આ ત્રણ જેની પાસે હોય, એ વ્યક્તી ધારે તે મેળવી શકે, બસ આજ, પ્રિયાનો જીવનમંત્ર હતો.
સામે રાજ, એક ગરીબ ઘરનો, પરંતુ સમજુ અને સંસ્કારી, ચાદર પ્રમાણે પગ પહોળા કરવા વાળો,
અને હાલ તો રાજ, પોતાના દરેક સપના અને પોતાની કોલેજનો અભ્યાસ પણ બાજુમાં રાખી, ઘરે આર્થીક મદદ કરવામાં, બે છેડા ભેગા કરવામાં લાગી ગયો હોવાથી,
પ્રેમ, પ્યાર આ બધુ તો અત્યારે એનાથી કોષો દૂરની વાત હતી.
અત્યારે રાજને એ વાતનું બરાબર જ્ઞાન થઈ ગયુ છે કે, એના
ઘરની તમામ જવાબદારી આજ સુધી, તેના પપ્પા એકલા ઉપાડતા આવ્યાં છે, હજી આગળ પણ તેઓ પહોચી વળે, પરંતુ
હાલની તેમની સ્થિતી એ પ્રકારની હતી કે, આજ સુધી કર્યું છે, તેવું કામ તેઓ આગળ કરી શકે, એ અસંભવ હતુ.
આમતો, રાજને તેના પપ્પાએ સ્કૂલમાં વહેલો મુક્યો હોત, અને રાજના પણ સ્કૂલકાળમાં નાપાસ થવાથી જે બે-ત્રણ વર્ષ બગડ્યા હતા, તે ન બગડ્યા હોત તો રાજ પણ અત્યારે કમાતો થઈ ગયો હોત.
રાજની હાલની, મનોસ્થિતિ અને પરિસ્થિતિ પ્રમાણે.....
પ્રિયા માટે
અહી અને આજે, વાસ્તવિકતા અલગજ હતી.
પોતાના દિલથી ધારી લેવું, પોતાના મનનું માની લેવું,
અને ખરેખર ત્યાં સુધી પહોંચવું એમાં, જમીન આસમાનનું અંતર હોય છે.
પ્રેમ, કોઈ વસ્તુ નથી, કે પૈસા કે તાકાતના જોરે પામી શકાય,
કે પછી,
કોઈની ભલામણથી ત્યાં સુધી પહોંચી શકાય.
જીવનમાં કોઈ પ્રેમ કરવાવાળુ પાત્ર, કે પ્રેમી મળશે, એનો પૂરો આધાર,
સામેના પાત્ર પર રહેલો છે.
પોતાની બધીજ, પસંદ ના પસંદ, પોતાના ભવિષ્ય માટે જોયેલા સપના,
આપણો જીવન જીવવાનો અભિગમ
આ બધુજ, કદાચ એકવાર સાઈડ પર રાખી દેવું પડે છે,
અને સામેના વ્યક્તીના પ્રેમ અને જીવન વિશેના માપદંડમાં ખરાં ઉતરવું પડે છે.
બન્નેનું, નિશાન, ધ્યેય, જીવન વિશેની ફિલોસોફી,
આ બધુજ, જયાં સુધી એક દિશામાં ન હોય, ત્યાં સુધી, એક થવું અશક્ય છે.
જીવનમાં, લાંબા અને સંતુષ્ટ સંબંધો પામવાનો માત્રનેમાત્ર આ એકજ રસ્તો છે.
શું, પ્રિયા અને રાજ આ રસ્તા પર જઈ શકશે ?
પ્રિયા રાજને પામવા, તેના ઘમંડી સ્વભાવને છોડી શકશે ?
હાલ, પોતાના ઘરની આર્થીક નાજુક પરિસ્થિતિ વચ્ચે, રાજ પ્રિયાના પ્રેમનો એકરાર કરશે ?
આગળ શું થશે ?
વાચક મિત્રો,
આ બધુ આપણે આગળ ભાગ 6માં જાણીશું.