Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 6

ભાગ - 6
મિત્રો ભાગ પાંચમાં આપણે જાણ્યું કે,
પૈસે-ટકે અઢળક સુખી, ને જાહોજલાલીમાં જીવન જીવતી પ્રિયા,
કે જેને, તેના જીવનમાં કોઈ વાતની કમી નથી, કે પછી પ્રિયાને પોતાની રીતે, મનમરજીથી જીવવામાં, કોઈ વ્યક્તિ કે, કોઈપણ વાતનું જરાય બંધન પણ નથી.
પ્રિયાના મનમાં જ્યારે અને જે આવે તે કરવાવાળી, પછી ભલે તે મેળવવા તેને સમય કે રૂપિયા પાણીની જેમ વાપરવા પડે.
જ્યાં સુધી તે ધારેલું મેળવી ન લે, ત્યાં સુધી, એ વસ્તુ મેળવવા માટેનો પ્રિયાનો ઉત્સાહ,
એના ઘમંડી સ્વભાવને લીધે, જીદ અને આક્રમકતા ભરેલો થઈ જતો.
તો આવું વ્યક્તિત્વ ધરાવતી પ્રિયાને, આજે રાજ પહેલી નજરમાં જ ગમી ગયો છે.
એ રાજ, કે જેની હાલની માનસિક સ્થિતિ તેના પપ્પાની નાદુરસ્ત તબિયત, અને તેના ઘરની નાજુક આર્થીક પરિસ્થિતિને કારણે, જવાબદારીઓથી ભરેલી છે.
હાલ, રાજની નજર સામે પોતાનું ઘર ચલાવવા, અને પપ્પાને ગમે તેમ કરીને, આર્થીક ટેકો કરવા
રાજ પોતે એવું શું કરી શકે ?
કે જેનાથી તે, પોતાના ઘરમાં વધુને વધુ આર્થિક મદદ કરી શકે.
આ સિવાયની બીજી કોઇ જ વાત, દૂર દૂર સુધી રાજ વિચારી શકતો નથી, કે વિચારવા તૈયાર પણ નથી .
હાલ પ્રિયાના ઘરે સોફામાં બેસીને, શેઠના બંગલામાં આમ-તેમ નજર ફેરવી રહેલ રાજની નજર, એકવાર ઉપરના માળે બારીમાંથી તેની સામે જોઈ રહેલ, પ્રિયા પર પડે છે.
રાજની પ્રિયા સાથે મળેલી પહેલી નજરમાંજ રાજને,
પોતાની તરફ જોઈ રહેલ પ્રિયાની નજરમાં, કંઈક અલગ જ ભાવ દેખાય છે.
રાજ પ્રિયાની આંખોના ભાવ, તેની રીતે વાંચી, એટલું તો સમજી જાય છે કે...
અત્યારે, પ્રિયાની પોતાના પર પડી રહેલ નજર, સામાન્ય તો ન જ હતી.
રાજ, પ્રિયા બાબતે વધારે કંઈ સમજે/વિચારે એ પહેલા તો...
શેઠાણી પેલું કવર તૈયાર કરીને રાજને આપે છે, કે જે કવર લેવા રાજ બેઠો હતો.
જે કામ માટે રાજ બેઠો હતો, તે કામ પુરુ થઈ જતા, રાજ કવર લઈને નીકળી રહ્યો છે.
બંગલાનો ઝાંપો ખોલી રાજ, ઝાંપાની બહાર પાર્ક કરેલ તેના બાઈક પર બેસે છે.
અચાનક રાજની નજર બંગલા પર જાય છે, તો પ્રિયા હાલ પહેલે માળની ગેલેરીમાં આવીને,
રાજને એ જ નજરથી જોઈ રહી છે, જેવી નજરે હમણાં, પેલી બારીમાંથી રાજને જોતી હતી.
બસ અહીંથી રાજ અને પ્રિયા, બન્ને, એક ભૂલ કરે છે, એક એવી ભુલ, કે જે ભૂલ સામાન્ય રીતે મોટાભાગનાં લોકો, દરેકે-દરેક સંબંધોમાં કરતા હોય છે,
કે કરતા આવ્યા છે.
એ ભુલ એટલે કે...
સામેના વ્યક્તિને પૂરેપૂરો, મળ્યા, ઓળખ્યા કે સમજયાં વીના, પોતાની રીતે એને ઓળખી લેવાની કે સમજી લેવાની આપણા મનમાં ઉભી થતી,
એના વ્યક્તિત્વ વિશેની ધારણાઓ, અને પછી બીજા નંબરે, એ સંબંધને, હેન્ડલ કરવા માટે
પોતે નકકી કરેલા નીતિ અને નિયમો અને એની ઉપરનો અમલ.
આપણે જાણીએ છીએ કે...
ખરેખર તો આ રીત, દરેક વખતે ને દરેક સંબંધોમાં લગભગ નિષ્ફળ પુરવાર થાય છે, કે પછી અઢળક સમયની બરબાદી પછી,
જ્યારે ખરેખર એકબીજાને આપણે ઓળખીએ/સમજીએ છીએ, ત્યારે ઘણીવાર ઘણું મોડું થઇ ગયું હોય છે, કે પછી કોઈકવાર આમાંથી કોઈ એકને, અથવા બંનેને પુષ્કળ પછતાવાનો વારો પણ આવે છે.
આમ અહી જોવા જઈએ તો, પોતપોતાની રીતે, ધારણાઓ બાંધી ને આપડી રીતે જે તે સબંધ આગળ વધારવો એ ખોટી રીત છે.
રાજની પ્રિયા વિશેની ધારણા અને પ્રિયાની રાજ વિશેની ધારણા તેઓને ક્યાં લઈ જાય છે ?
તે તો, સમયજ બતાવશે.
પ્રિયાની ધારણા પ્રમાણે,
રાજ ગરીબ છે, મજબૂર છે, હાલના સમયમાં રાજ, તકલીફમાં છે, તો હું કોઈપણ પ્રકારે...
રાજની આર્થિક મદદ કરીશ તો રાજ મને ગમાડવા લાગશે, એના દિલમાં મને જગ્યા આપશે.
બસ આવાજ બધા વિચારોવાળો, ધારણાઓવાળો રસ્તો, અત્યારે પ્રિયાને યોગ્ય દેખાઈ રહ્યો છે.
સામે રાજ, જે તેના બાઈક પર પેલું કવર લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યો છે, તે પણ તેની રીતે, વિચારતો, ધારણાઓ બાંધતો, જઈ રહ્યો છે.
રાજની ધારણા પ્રમાણે,
કે આ પ્રિયા, મોટા ઘરની ને તેના પપ્પાના શેઠની છોકરી છે, પૈસાવાળી છે, એટલે એને દુનિયાદારીનું કોઈ ભાન હોય નહીં.
બસ એને મન તો, રોજ નવા-નવા ફ્રેન્ડ બનાવવા, તેમની સાથે હરવું-ફરવું ને પાર્ટીઓ કરવી, પિક્ચરો જોવા, આવુ બધુ કરવામાંજ આ લોકોને પોતાનું સ્ટેટસ દેખાતું હોય છે.
એમાંય પાછી પ્રિયા, અમેરિકામાં નાની-મોટી થઈ છે, એટલે એનામાં વેસ્ટર્ન કલ્ચર તો ઠાંસી-ઠાંસીને ભર્યું હશે.
એને શું ખબર કે,
પ્રેમ શું હોય ?
પરિવાર શું હોય ?
કે
લાગણી શું હોય ?
બસ એકબીજા વિશે, આ પ્રમાણેજ બન્ને પોતપોતાની રીતે અંદર ને અંદર વિચારી લે છે, એટલે,
આગળ પ્રિયા, રાજને ખુશ કરવા, એની રીતના રાજને આર્થીક મદદ કરવાના પ્રયાસોથી આ રસ્તા પર આગળ વધતી રહે છે, અને કોઈપણ બહાને પ્રિયા રાજને પોતાના ઘરે બોલાવતી રહે છે.
એના માટે પ્રિયા મમ્મીને કંપનીના કામમાં મદદ પણ કરવા લાગી છે.
જેથી તે રાજના વધારે ટચમાં રહી શકે, કે આવી શકે.
હવે પ્રિયાને આ બધી કોશિશોની સામે,
રાજે એની રીતે પ્રિયા વિશે જે ગ્રંથી બાંધી છે, રાજે તે નજરેજ પ્રિયાને જોવા, પોતાની જાતને તૈયાર કરી હોવાથી, ભલે આમ બન્ને નજીક હોય કે કામના બહાને રોજ મળવાનું થતુ હોવા છતાં, મનથી બંને એકબીજાથી દૂર જઈ રહ્યા છે, એનો આ બન્નેમાંથી કોઈને ખ્યાલ જ નથી.
પ્રિયા અને રાજ, એકબીજા પ્રત્યે
પ્રેમ હુંફ અને લાગણીમાં ભલે બંને સાચા છે, પરંતુ
રાજ અને પ્રિયાએ, એકબીજા પ્રત્યે બાંધેલી ધારણાંઓ, અને એ ધારણાઓથી એકબીજા માટે અમલમાં મુકેલ વ્યવહાર, એ બંને વચ્ચે અંતર વધારી રહ્યો છે.
સમય વીતતો જાય છે, અને એક દિવસ...
વધું ભાગ 7 માં