લોસ્ટેડ - 37 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોસ્ટેડ - 37

લોસ્ટેડ 37

રિંકલ ચૌહાણ

ચૌધરી મેન્શન માં હાજર તમામ લોકોના હૃદય જોરજોર થી ધડકી રહ્યા હતા. રયાન આધ્વીકા તરફ ધસ્યો.
"ત્યાં જ થોભી જા રયાન, નહીં તો તારી મા ની ખોપડી ઊડાડી દઈશ." આધ્વીકા એ ચિમકી આપી.

રયાનના પગ ત્યાં જ ખોડાઈ ગયા.

"સોનું બસ કર હવે, ચાંદની ઠીક છે. ચાલ હવે ઘરે જઈએ." 10 ગણતાં જ ચાંદની ધડામ દઈને જિજ્ઞાસા ની બાજુમાં પડી હતી.
"મે ચાંદની ને કંઈ જ નથી કર્યું, તું પણ મારી મા ને કંઈ જ નહી કરે." હવા માંથી અવાજ આવ્યો અને પહેલી વાર મિતલ એ પારદર્શક માનવીય રૂપ લીધું.
મિતલ ને સામે જોઈ હેતલબેન એ પોક મૂકી, રયાન અને રાહુલ ની આંખો પણ નમ થઈ ગઈ હતી.

"મેં તને કીધું હતું ને કે હું મોન્ટી ને સજા અપાવીશ, તો ચાંદની ને હાથ પણ કઈ રીતે લગાવ્યો તે? મોન્ટી ને સજા તો મળશે જ, પણ મને હવે તારા પર વિશ્વાસ નથી. એટલે તારો પરિવાર હવે થી મારા ઘરે રહેશે." આધ્વીકા એ દાંત ભિંસ્યા, હેતલબેન ને બંધન માંથી છુટ્ટા કર્યાં અને ચૌધરી પરિવાર ને તેની સાથે લઈ ગઈ.

"આજ રાત પહેલાં જીગર અહીં હોવો જોઈએ." રાઠોડ હાઉસ પહોંચી આધ્વીકા એ જયેશ ને કીધું.
જયેશ એ હકાર માં માથું હલાવ્યું અને તેના કામ માટે ત્યાંથી નીકળી ગ્યો.
"ચાંદની આવી ગઈ." ચાંદની ને જોતાં જ મીરા ખુશ થઈ ગઈ. આરાધના બેન દોડતાં આવી ચાંદની ને ભેટી પડ્યાં, તેમની પાછળ જયશ્રીબેન પણ આવ્યાં. ચાંદની ને ભેટયા પછી જયશ્રીબેન ની નજર આધ્વીકા સાથે આવેલા ૩ લોકો પર પડી, એમની આંખો આશ્ચર્ય થી પહોળી થઇ ગઈ.
"હેતલબેન તમે અહીં? આવો અંદર આવો." જયશ્રીબેન એ વિવેક કર્યો.
"અમે અહીં આવ્યા નથી, આ છોકરી જબરદસ્તી અમને અહીં લઈને આવી છે." હેતલબેન એ આધ્વીકા સામે જોઈ કટાક્ષ કર્યો.
"ફઈ, હેતલ આંટી, રાહુલ અને રયાન ત્રણેય અહીં જ રહેશે. એમને કોઈ જાત ની તકલીફ ન થાય એ ખાસ જોજો પણ ધ્યાન રાખજો કે ત્રણેય માંથી કોઈ પણ ઘર ની બહાર ન જઈ શકે. આમ તો મે સ્કિયૂરિટી એજન્સી માં ફોન કરી 5 ગાર્ડ બોલાવી લીધા છે છતાંય તમે લોકો ધ્યાન રાખશો તો મને ગમશે." આધ્વીકા એ તેનો નિર્ણય જણાવ્યો.

રાહુલ, રયાન અને હેતલબેન ને આઘાત તો ત્યારે લાગ્યો જ્યારે રાઠોડ પરિવાર ના એક પણ સદસ્યએ આધ્વીકાના નિર્ણય નો વિરોધ તો ન જ કર્યો પણ કોઈએ એ આ બધું કેમ કરી રહી છે એવું પુછવાની પણ હિમંત ન કરી.

"મિસ રાઠોડ, ભલે હું હાલ ડ્યૂટી પર નથી. પણ હું પોલીસવાળો છું, અને તમે મારી આંખો ની સામે ગુનો નહી કરી શકો. તમે તમારા આ ગેરકાનૂની કામ બદલ જેલ પણ જઈ શકો છો." રાહુલ એ કડક શબ્દો માં ચેતવણી આપી.
"ગુનો તો મે તમારી નજર ની સામે જ કર્યો છે ઈ. રાહુલ. તમે જરૂર મને જેલ માં મોકલી શકો છો, પણ જ્યારે હુ ઇચ્છીશ ત્યારે જ. ત્યાં સુધી તો તમારે અહીં જ રહેવું પડશે." આધ્વીકા એ એક નજર રયાન પર નાખી અને તેના રૂમમાં જતી રહી.

"મા તું અને મીરા ચાંદની સાથે જ રહેજો, એ બહું જ ગભરાયેલી છે. જો પેલી આત્મા ને એકપણ તક આપીશું તો એ ચાંદની ના ડર નો ફાયદો જરૂર થી ઉઠાવશે." જિજ્ઞાસા એ જયશ્રીબેન અને મીરા ને ચાંદની સાથે તેના રૂમમાં મોકલ્યાં, બે ગેસ્ટરૂમ તૈયાર કરાવડાવ્યા, હેતલબેન અને રાહુલ-રયાન ને તેમના રૂમમાં મોકલી આધ્વીકા પાસે ગઈ.
એકમાત્ર આરાધના બેન સાથે કોઈએ વાત ન કરી, અને પરિવારના આ વ્યવહાર ની નોંધ એક જણે ખાસ લીધી હતી.

જ્યારે જિજ્ઞાસા રૂમમાં પહોંચી ત્યારે આધ્વીકા તેના રૂમમાં નહોતી. જિજ્ઞાસા એ આખા ઘર માં જોઈ લીધું પણ આધ્વીકા ઘરમાં પણ નહોંતી, ગાર્ડ ને પુછ્યું ત્યારે ખબર પડી કે એ થોડી વાર પહેલાં જ બહાર ગઈ છે.

જીવન બાબા ને લીધા વગર જ પાછો ફર્યો, જીવન ત્યાં પહોંચ્યો એ પહેલાં જ બાબા શહેર થી બહાર જઈ ચુક્યા હતા અને 2 દિવસ પછી જ આવવાના હતા.

પરિસ્થિતી વસમી હતી અને કોઈનોય સહારો દૂર દૂર સુધી નહોતો દેખાતો. અડધા કલાક માં આધ્વીકા ઘરે પાછી ફરી, જિજ્ઞાસા તેની પાછળ પાછળ આધ્વીકાના રૂમમાં ગઈ.
"જયેશ સાંજ સુધી જીગર ને શોધી લાવશે, ત્યાં સુધી સાચવી લેવું પડશે જિજ્ઞા." આધ્વીકા એ રૂમમાં આવતાં જ કીધું.
"પણ સાંજ થવાને વાર કેટલી? 20 મિનીટ માં સૂરજ આથમી જશે, ત્યાં સુધી જયેશ નઈ આવ્યો તો?" જિજ્ઞાસા એ આશંકા વ્યક્ત કરી.
"શુભ શુભ બોલ જિજ્ઞા, જીગર ન મળ્યો સાંજ સુધી તો આપણા પરિવાર ને કોઈ નઈ બચાવી શકે." એસી રૂમ માં પણ આધ્વીકા ને પરસેવો વળી ગયો.

"રયાન, આ છોકરી કોણ છે? આપણી મિતલ આ રૂપ માં ક્યાંથી? એ તો 6 મહીના પહેલા...." હેતલબેનને ગળે ડૂમો બાઝી ગ્યો.
"મને પણ નથી સમજાઈ રહ્યું કે આધી આ બધું કેમ કરી રહી છે, એને કઈ પુછવાનો મતલબ પણ નથી. હું ઓળખું છું એને, ગમે એટલી વાર પુછીશ તોય જવાબ નહી આપે." રયાન એ ટેબર પર હાથ પછાડ્યો.
"તું ઓળખે છે આ છોકરી ને?" હેતલબેનને ઝટકો લાગ્યો.
"અમમમ.... હા.... હું જાણું છું આ છોકરી ને. યાદ છે મા, એક વાર મે તને કીધું હતું કે મને એક છોકરી પસંદ છે." રયાન એ અચકાતાં કીધું.
"આ છોકરી પસંદ છે તને? આવી છોકરી સાથે લગ્ન કરીશ તું? અરે તું તો ઘરે નતો, ઘુસી આવી હતી ઘરમાં અને સીધી મારા માથા પર બંદુક તાણી દીધી. ના ભઈ ના, આવી માથાફરેલ વહુ ન જોઈએ મને." હેતલબેન એ તેમનો નિર્ણય જણાવ્યો અને તેમને આપેલા ઓરડામાં જતાં રહ્યાં.

"ભાઈ ડોન્ટ વરી, આંટી ને ખબર પડશે ને કે આધ્વીકા આ બધું કેમ કરી રહી છે ત્યારે આંટી સામે થી તમારા બન્ને ના લગ્ન કરાવશે. તમે બિલકુલ ચિંતા ના કરો, અને સારો સમય જોઈ આંટી ને સમજાવવાનો પ્રયત્ન કરજો. ઠીક છે?" રાહુલ એ તેના મોટા ભાઈ ની ચિંતા ઓછી કરવાના આશય થી કહ્યું.
"તું સાચું કહે છે? મા સાચે માની જશે?" રયાન ને આશા નું એક કિરણ દેખાયું.
"હા ભાઈ, આંટી તારી ખુશી માટે જરૂર માની જશે. બસ તમે ધ્યાન રાખજો કે, જ્યારે તમે આંટી સાથે વાત કરવા જાવ ત્યારે આંટી સારા મુડ માં હોય. નહીં તો વાત નું વતેસર થઈ જશે." રાહુલ હસી પડ્યો.
"થેંક્યું અને સોરી. હું તને સવારે ન બોલવાનું બોલી ગયો. તું મારો નાનો ભાઈ છે અને હંમેશા રહીશ." રયાન એ રાહુલ ને ઉષ્માભર્યું આલિંગન આપ્યું.
"વેલ, મારી પાસે તમારી માટે બહું જ ખાસ ન્યૂઝ છે. હેડ ઓફિસથી ફોન આવ્યો હતો, મારી પોસ્ટિંગ થઈ ગઈ છે. મારે હેડ ઓફિસ જવું પડશે, બાકીની માહિતી ત્યાં ગયા પછી મળશે, હું નિકળું છું." રાહુલ હેડ ઓફિસ જવા નીકળ્યો. તેના આશ્ચર્ય વચ્ચે એક પણ ગાર્ડ એ તેને રોક્યો નહી.

"હઅઅ, તો આટલી બધી મુસીબતો વચ્ચે મેડમ હેડઓફિસ ગયા હતા. કમીશ્નર સર ને મળી ને હકીકત જણાવવા." થોડી વાર પહેલા જ રાહુલ - ૨યાન ની વાતો સાંભળી ને આવેલી જિજ્ઞાસા આધ્વીકા ને બારીમાંથી રાહુલને જતાં જોઈ રહેલી જુએ છે અને સમજી જાય છે કે આ કામ આધ્વીકા એ જ કર્યું છે.
"એવી કોઈ જ વાત નથી, આપણા કારણે કોઈ નિર્દોષ ને સજા ન થવી જોઈએ. એટલે જ મે તો, એકચ્યુઅલી મારે ચાંદની ને મળવું છે, હું જઉં છું. તું બન્ને ગેસ્ટરૂમ માં નજર મારી આવ એક વાર." આધ્વીકા ત્યાંથી છટકી ગઈ.

જિજ્ઞાસા હેતલબેન ને જોઈ રયાનના રૂમમાં આવી, એ રૂમમાં આવી ત્યારે રયાન શર્ટ કાઢીને ઊભો હતો. જિજ્ઞાસા એ પહેલીવાર કોઈ પરપુરુષ નું નગ્ન શરીર જોયું હતું, અને એટલે જ હડબડાહટમાં તે આંખો બંધ કરી ને બહાર ની તરફ ચાલવા લાગી અને દરવાજા ની ઠોકર ખાઈ નીચે પડી. તેને બચાવવા જતાં રયાન પણ ટેબલ સાથે અથડાયો અને તેની ઉપર પડ્યો.
સાવ નજીક થી અનુભવાતા શ્વાચ્છોશ્વાસ, એક સોહામણા પુરુષ ના મજબૂત બાવડા, પહોળી છાતી અને મનમોહક ચહેરો, આ અહેસાસ જિજ્ઞાસા માટે નવો અહેસાસ હતો.

જિજ્ઞાસા એ તેની બંધ આંખો ખોલી રયાન ની આંખો માં જોયું, તેનું દિલ એક ધબકારો ચૂકી ગયું અને તેને પ્રેમ થઈ ગયો.

ક્રમશ: