Losted - 5 books and stories free download online pdf in Gujarati

લોસ્ટેડ - 5

લોસ્ટેડ-5

રિંકલ ચૌહાણ

વિકાસ રાઠોડ અને વિરાજ રાઠોડ એમના પિતાએ ચાલુ કરેલી રાઠોડ ફેશન નામની દુકાન ચલાવતા હતા. વિકાસભાઈ ની પત્ની આરતી રાઠોડ અને વિરાજભાઈ ની પત્ની આરાધના રાઠોડ સગી બહેનો હતી. વિકાસભાઈ અને આરતીબેન ને સંતાનમાં 2 દીકરીઓ હતી આધ્વીકા અને મીરા. વિરાજભાઈ અને આરાધનાબેન ને 3 સંતાન હતા, બેલડાના ભાઈ જીવન-જીગર અને દિકરી ચાંદની. વિકાસભાઈની એક નાની બેન પણ હતી નામે જયશ્રી. સંતોષી અને સુખી પરિવારને કોઇની કાળી નજર લાગી હોય એમ મીરાની પહેલી વર્ષગાંઠ ના દિવસે એક એક્સીડેન્ટમાં વિકાસભાઈ, આરતીબેન અને જયશ્રીબેન ના પતિ સોહમ સોલંકી કાયમ માટે દુનિયાને અલવિદા કહી દે છે. જ્યારે વિરાજભાઈ કાયમ માટે પથારીવશ થઈ જાય છે. આ પરિસ્થિતિ સામે પોતાને જ ઝઝૂમવું પડશે એવું જાણી ગયેલ આરાધના બેન પરિવાર અને દુકાન બન્નેની જવાબદારી ઉપાડી લે છે. એકલી સ્ત્રી કયાં સુધી દુનિયા સામે લડી શકવાની? ઓછાં અનુભવનાં કારણે એમની દુકાન ઠીકઠાક ચાલતી હતી. એકલી સ્ત્રીને જોઈ ભૂખ્યા વરૂની જેમ ત્રાટકવાની તૈયારીમાં રહેતા પુરુષો, માંડ ચાલતું ગુજરાન, અનાથ દિકરીઓ, અને પતિની માંદગી ને એકલે હાથે સંભાળતાં આરાધનાબેન ઘણીવાર તો મોટીબેન આરતીના હાર ચડાવેલ ફોટો સામે રડી પડતાં. એવાક માં પતિની હત્યારી, કુલક્ષણી જેવા મહેણાં-ટોણાં સાંભળી સાસરાં ને કાયમ માટે છોડી પિયર આવેલ જયશ્રીબેન રાઠોડ પરિવાર અને ખાસ આરાધનાબેન માટે આર્શિવદ રૂપ બન્યાં હતાં. વેપારી પિતાના ગુણ ત્રણે સંતાનો માં એક સરખા ઉત્તર્યા હતા. કોલેજ પૂરી કરીને ફાજલ સમય દરમિયાન યુવાન જયશ્રી પિતાને મદદ કરવા દુકાને આવતી એ અનુભવ એમને હાલ કામ લાગ્યો. પરિવારની જવાબદારી આરાધનાબેન ને સોંપી જયશ્રીબેન દુકાન જવાનું ચાલું કરે છે. દુખોના પહાડ તળે ડુબાયેલા રાઠોડ પરિવાર ને પણ સમયનું મલમ લાગે છે અને એમની જિદંગી રાબેતા મુજબ ચાલવા લાગે છે. 17 વર્ષની ઉમર એ આધ્વીકા જયશ્રી ફઇ સાથે દુકાન સંભાળવા લાગી, અને 20 વર્ષની નાની ઉમરે આધ્વીકા એ રાઠોડ એમ્પાયર્સ નો પાયો નાખ્યો. જિજ્ઞાસા એ માં ના ગુણ બરોબર આત્મસાત કર્યાં હતા. આધ્વીકા અને જીજ્ઞાસા એ મળીને રાઠોડ એમ્પાયર્સ માં સફળતાના શિખર ચડ્યા હતા. એસ.જી. હાઇવે પર રાઠોડ એમ્પાયર્સની ત્રિમાળી ઓફિસ હતી અને બોપલ વિસ્તારમાં "રાઠોડ હાઉસ" બંગલો. પ્રાથમિક જરૂરિયાતના અભાવ અને ગરીબી માં ઉછરેલી આધ્વીકા અને જિજ્ઞાસાએ એમના નાના ભાઈ-બહેન પર દુખનો પડછાયો પણ ન'તો પડવા દિધો. 21 વર્ષ પછી આજે રાઠોડ પરિવાર પર ફરી મુસીબતો નો દોર ચાલુ થયો હતો એ ક્યાં જઈને અટકવાનો હતો એ તો ભગવાન જ જાણે. નાના ભાઈ-બહેનની ઢાલ અને એમને પોતાની પાંપણો પર રાખતી બન્ને મોટી બહેનો જીગર ને આવી હાલતમાં જોઇને શાંત બેસી શકે એ શક્ય જ ન'તું. મુસીબત ને પણ અંદાજ નહી હોય કે એ ખોટી જગ્યાએ આવી પડી છે.
***
"સોનું દી..." જીવન આઇસીયુંની બાર બેસેલી આધ્વીકાના ખોળામાં માથું મૂકી રડવા લાગે છે. જીવનના વાંસાને પસવારતી કયાંય સુધી એ શૂન્યાવકાશમાં તાકી રહે છે. મુંબઈથી અમદાવાદ આવીને બાલારામ જઈ જીગર ને હોસ્પીટલ લઈ આવી ત્યાં સુધી એક આંસુ પણ આધ્વીકાની આંખમાં ન'તું આવ્યું. રડવાનું અને દુખી થવાનું એ વર્ષો પેલાં ભૂલી ચૂકી હતી.
"જીવન ઇટ્સ ઓકે, મોન્ટી જલ્દી ઠીક થઈ જશે. હું છું ને."
"હું એ લોકોને છોડીશ નઈ, જેણે મારા ભાઈના આ હાલ કર્યાં." જીવન ગુસ્સામાં બોલે છે.
"જીવન મોન્ટી ની ટ્રીટમેન્ટ અને પરિવાર બન્નેનું ધ્યાન તારે રાખવાનું છે, બાકીનું બધું હું જોઈ લઈશ." જીવન હકારમાં માથું હલાવે છે. આધ્વીકાના ઘર-પરિવાર, ઑફિસ અને એને ઓળખતા લોકોમાં એનો પડ્યો બોલ ઝિલાતો, એના નિર્ણય પછી દલીલ કરવાની કે ના પાડવાની હિમ્મત આજ સુધી કોઇએ ન'તી કરી. એ જીવનને મોન્ટી નું ધ્યાન રાખવાની સૂચના આપી ઓફિસ જવા નીકળે છે. પાર્કિંગમાં આવી એ જિજ્ઞાસાને ફોન લગાવે છે, "હેલ્લો, જિજ્ઞા આજની બધી મિટિંગ કેન્સલ કરી દેજે અને ચંદનને કઈ દેજે કે ત્યાં બધું સંભાળી લે." ફોન પર વાત કરતી વખતે એને એહસાસ થાય છે કે એને કોઈ જોઈ રહ્યું છે, એ અચાનક પાછળ ફરે છે પણ ત્યાં કોઈ નથી હોતું.

***

આધ્વીકા ફ્રેશ થઈ વળી હોસ્પિટલ જવા નીકળે છે. પણ આરાધનાબેન એને રોકી લે છે,"સોનું તું કાલથી નથી જમી કે નથી આરામ કર્યો. તું કંઈક ખાઈ લે અને આરામ કર." "હા સોનું હું હોસ્પીટલ જઉં છું તું આરામ કરજે." જિજ્ઞા હોસ્પિટલ જવા નિકળે છે. મોન્ટી આ હાલતમાં કઈ રીતે અને ક્યાં મળ્યો, આ બધું કેમ થયું, એની આવી હાલત કેમ થઈ જેવા ઘણા સવાલ ઘરમાં બધા લોકો જોડે હતા. પણ આરાધનાબેન એ બધાને હાલ આધ્વીકાને કોઈ જ સવાલ પુછવાની ના પાડી દીધી હતી. આધ્વીકા પોતાના રૂમમાં ગઈ સતત મુસાફરી અને અતિશય થાકના કારણે પલંગમાં પડતાં વેત જ એ ઘસઘસાટ ઊંઘી ગઈ. જ્યારે એની આંખ ખુલી ઘોર અંધારું હતુ. એણે લાઇટ ચાલુ કરી ટાઈમ જોયો, રાતના ત્રણ વાગ્યા હતા. અચાનક રૂમની બધી લાઇટ્સ ઑફ થઈ ગઈ. આધ્વીકાને એવું લાગ્યું કે કોઈ એની પાછળ ઊભું છે. એ પાછળ ફરે એના પહેલાં પાછળથી એક જોરદાર ધક્કો લાગ્યો અને ફર્શ પર એ ઊંધેકાંધ પછડાઇ, એ ઊભી થઈ કોઈ પ્રતિક્રિયા આપે એના પહેલાં એના ગળા પર બે હાથનો મજબૂત ભરડો લેવાઈ ચૂક્યો હતો. ગળા પર કોઈ હાથ હતો જ નહીં પણ ગળા પર ભિંસ વધી રહી હતી. આધ્વીકા હેરાન-પરેશાન થઈ ગઈ હતી. પોતાને છોડાવવાની કોશિશ હવે નબળી થઈ ચૂકી હતી, એની આંખોમાં આંસું આવી ચુક્યા હતા. એક છેલ્લી કોશિશ રૂપે એણે બધી હિમ્મત ભેગી કરી સિધા થવાનો પ્રયત્ન કર્યો. એના આશ્ચર્ય વચ્ચે લાઇટ્સ ઑન થઈ ગઈ, અને ગળા પર ની ભિંસ પણ ઓછી થઈ ગઈ.એણે રૂમમાં નજર કરી પણ એના સિવાય કોઈ ન્હોતું. મોત વેંત છેટું હતું, એ હાંફી રહી હતી. હજુ એને સમજાયું ન્હોતું કે આ બધું શું થઈ ગયું. એવામાં એની નજર ડ્રેસિંગ મિરર પર પડી, ત્યાં લોહીથી લખેલું હતું "લોસ્ટેડ"
"આ વર્ડ સેમ આ જ વર્ડ મે પહેલાં પણ ક્યાંક જોયો હતો પણ ક્યાં?" એ યાદ કરવાની કોશીશ કરી રહી હતી, એટલામાં એનો ફોન વાગે છે, એ ફોન રિસિવ કરે છે. "વ્હોટટટટટ...." આધ્વીકાની ચિસ રાઠોડ હાઉસમાં ગુંજી ઊઠી.

***

એક મગન નામનો કઠીયારો જંગલમાં લાકડાં કાંપી રહ્યો છે. એ જ્યાં લાકડા કાપી રહ્યો હતો એની જમણી બાજું થોડે દુર સૂકું ઝાડ એને દેખાય છે. એ કુહાડી લઈ એ બાજું નીકળે છે, ઝાડની નજીક પહોંચતાં જ એના ડોળા ફાટી જાય છે. ઝાડના થડ જોડે ખુનથી લથપથ એક લાશ પડી હતી. મગન ના હાથમાંથી કુહાડી છૂટી જાય છે, એ મૂઠીઓ વાળીને ઊંધી દિશામાં દોડવા લાગે છે. દોડતાં દોડતાં એના પગ કોઈ વસ્તુ સાથે ટકરાય છે અને એ ગડથોલું ખાઈ નીચે પડે છે. ફાટેલાં કપડાં, પુરા શરીર પર ક્રુરતાથી કરેલા ઘા અને લોહીના ખાબોચિયા માં પડેલી લાશ જોઈ એક ભયાનક ચિસ સાથે મગન બેભાન થઈ ગયો.


***

"જિજ્ઞા તું અહીં શું કરતી હતી? જીવન કયાં છે?" આધ્વીકા તાડુકી ઊઠી. "મીસ રાઠોડ શાંતિ..." ડૉ. પોતાની વાત પૂરી કરે એના પહેલાં જ આધ્વીકા ગુસ્સામાં બોલી ઉઠી," શાંતિ માય ફૂટ, જસ્ટ શટ અપ ડોક્ટર. જીગર ને કંઈ પણ થયું ને તો છોડીશ નઈ હું તમને લોકોને."
" સોનું પ્લીઝ શાંત થઈ જા."
"શટ અપપપપ જિજ્ઞા, તૂં અને જીવન ક્યાં હતા તમને બન્નેને અહીં મોન્ટી નું ધ્યાન રાખવા મોકલ્યા હતા યૂ નો ધેટ." આ ધ્વીકા હજુ પણ ગુસ્સામાં હતી.
"આઈ ડોન્ટ નો વ્હોટ હેપન્ડ, મારી આંખ ખૂલી અચાનક તો હું મોન્ટી ને જોવા ગઈ તો કોઈ એને મારવાની કોશીશ.....મે એને ધક્કો માર્યોને મોન્ટી ને જોવા ફરી એટલીવારમાં એ માણસ ગાયબ થઈ ગયો, પછી મેં ડૉ.ને બોલાવ્યા અને તને ફોન કર્યો. કોઈ માણસ આટલી જલ્દી ગાયબ કઈ રીતે થઈ શકે? અને મોન્ટી ને મારવાની કોશીશ કેમ?" જિજ્ઞાસાને ગળે ડૂમો બાઝી ગયો હતો. આધ્વીકા એને ભેટી પડે છે," આ બધું શું થઈ રહ્યું છે સોનું? માંડ તો આપણી જિંદગીમાં શાંતિ થઈ હતી ને હવે.... પેલાં જેમ આ વખતે પણ..." જિજ્ઞા રડવા લાગે છે. "ડોન્ટ ક્રાય જિજ્ઞા, બધું ઠીક થઈ જશે. મોન્ટી પણ ઠીક થઈ જશે." આધ્વીકાની નજર સામે એના રૂમવાળું દ્રશ્ય આવે છે. અચાનક એની આંખમાં એક ચમક આવે છે. એ મનોમન બોલી," હા મોન્ટી જ્યાંથી બેહોશ હાલતમાં મળ્યો હતો એ કારના કાચ પર સેમ વર્ડ લોહીથી જ લખેલો હતો, જે મારા રૂમમાં મિરર પર લખેલો હતો "લોસ્ટેડ"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED