Losted - 9 books and stories free download online pdf in Gujarati

લોસ્ટેડ - 9

લોસ્ટેડ- 9

રિંકલ ચૌહાણ

"જિજ્ઞા તું અહીં શુું કરે છે?" ઘરમાં પ્રવેશતાં જ જિજ્ઞાને જોઈ આધ્વીકાને ઝટકો લાગે છે.
"કેમ આ ઘર મારું પણ છે તું અહીં આવી શકે તો હું કેમ નહી?"
"જિજ્ઞા મારો એવો કોઈ મતલબ ન્હોતો, હું પણ અહિં છું તું પણ આવી ગઈ. હવે ઓફિસ કોણ સંભાળશે? અને ઘરની હાલત તો તને ખબર છે તારી જરૂર ત્યાં હતી."
"ઘરની હાલત તો તને પણ ખબર છે તો તું અહીં શું કરે છે. અને એ ઓફીસ તારી છે મારી નઈ." જિજ્ઞાસા સખત રુક્ષ થઈને બોલી.
"જિજ્ઞા આ કોઈ રીત છે વાત કરવાની, ચાલ હાલ જ ઘરે જવા નીકળીએ છીએ આપણે."
"હું ક્યાંય નથી આવવાની, તારી હકુમત તું બીજાઓ પર ચલાવ તું કદાચ ભૂલી ગઈ છે કે હું કોણ છું. બીજી વાર મારી સાથે વાત કરતી વખતે તારી જીભ સંભાળી ને ચલાવજે." જિજ્ઞાસા ઊભી થઈ રસોડામાં જાય છે.
4 રૂમ-રસોડા વાળું એ ઘર નાનું પણ સ્વચ્છ અને સુલભ હતું. ઉપર એક મોટો બેડરૂમ અને બાકી ના ટેરેસ પર છોડના કુંડા અને ફુલ ભરેલી વેલ હતી. ઘર ની બાર મોટું આંગણ હતું. ડાબી બાજુ સુકાયેલા છોડ , આંબો અને લીમડાના ઝાડ હતાં, ઝાડની ચોતરફ કાંટાળી ઝાડીઓ હતી. વેલ અને ઝાડ પડોશીના ઘર નજીક હતું એથી કદાચ એ લોકો પાણી આપતા હશે.
"દીદી હું આજે પહેલી વાર ઓફિસ આવ્યો છું. હું પ્રયત્ન કરીશ કે હુ તમારી જેમ જ કામ સંભાળી શકું. અરે હા મમ્મી તમને ક્યારની ફોન કરતી હતી, એક વાર વાત કરી લેજો." જીવન ઓફિસ માં પ્રવેશતાં જ આધ્વીકાને ફોન કરે છે.
"હા ઠીક છે. મન લગાવીને કામ કરજે, હું જલ્દી જ પાછી આવી જઈશ. પણ ત્યાં સુધી તારે જ બધાનું ધ્યાન રાખવાનું છે." ફોન મૂકી આધ્વીકા જિજ્ઞાસા વિશે વિચારે છે. ઘરે આવીને આધ્વીકા તરત એ જગ્યાએ ગઈ હતી જ્યાંથી મોન્ટી એને મળ્યો હતો. બધું એમજ હતું જેવું પેલાં હતું.
"આજે ત્રીજો દિવસ થયો ત્યાં કોઈ વસ્તુ જોડે છેડછાડ નથી થઈ. આ કઈ રીતે પોસીબલ છે." અચાનક આધ્વીકાના ફોનની રીંગ વાગે છે. સ્ક્રીન પર આરાધના માસી ફ્લેશ થાય છે. એ ફોન રિસિવ કરે છે.
"બેટા મોન્ટી જોડે એના દોસ્તો જે ફરવા ગ્યા'તા એ બધાના પણ એવા જ હાલ થયા છે. બેટા સમિર, પ્રથમ અને રોશનને ઓળખે છે તું એમનું મોત થયું છે. અને સાહિલ પણ આપણા મોન્ટિના જેમ કોમામાં છે. તું હાલ જ અહીં આવી જા બેટા..." આરાધના બેન એકીશ્વાસે બધું બોલી ગ્યાં.
"તમને કોણે કીધું? ક્યાંથી મળ્યાં એ લોકો તમને કઈ રીતે ખબર પડી?" આધ્વીકા હવે ગભરાઇ ગઇ હતી. એ જે નહોતી ઇચ્છતી એ જ થઈ રહ્યું હતું. એની ઇચ્છા હતી કે પોલીસ સુધી વાત ના જાય પણ હવે એ જ થવાનું હતું.
"બેટા મિસિસ ખાન નો ફોન આવેલો એમણે મોન્ટી વિશે પૂછવા ફોન કર્યો હતો ત્યારે જણાવ્યું કે એમનો દિકરો કોમામાં છે અને પેલાં 3 નું મૃત્યું થયું છે, પ્રથમ અને રોશન નો પરિવાર ત્યાં જ પાલનપુરમાં છે. મે એમને મોન્ટી વિશે કોઈ વાત તો નથી કરી પણ ક્યાં સુધી છુપાવીશું. જેટલું જલ્દી બને ત્યાંથી નીકળી જા." આરાધના બેન ફોન મુૂકી દે છે.
આધ્વીકા અમદાવાદ પરત જવાની તૈયારી કરે છે. જિજ્ઞાને કઈ રીતે લઈ જવી એ વિચારતી હોય છે ત્યારે એનો ફોન વાગે છે. હવે ફોન ની દરેક રિંગ થી એને ડર લાગતો હતો. છેલ્લાં 3 દિવસમાં જેટલી વાર એનો ફોન રણક્યો હતો ખરાબ સમાચાર જ આવ્યા હતા. ફોનની સ્ક્રિન પર અજાણ્યો નંબર બતાવતો હતો, એ ધ્રુજતા હાથે ફોન ઉપાડે છે.
"આધી, ઓળખ્યો મને?" સામા છેડેથી એક પુરુષ બોલે છે.
"રયાન..... રયાન તું ક્યાં છે? ક્યાં હતો તું મે કેટલો શોધ્યો તને. તું ક્યાં છે?" આધ્વીકાની આંખો ભીની થઈ જાય છે.
"હું પાલનપુર સિવિલ હોસ્પિટલ માં છું. હું તારી રાહ જોઈશ." ફોન કપાઈ જાય છે.
"તું હોસ્પિટલમાં કેમ? તું ઠીક તો છે ને રયાન? રયાન..... હેલ્લો...... હેલ્લો..... " એ ફરીથી એ જ નંબર પર ફોન લગાવે છે, પણ ફોન સ્વીચ ઓફ આવે છે.
આધ્વીકા ગાડી તરફ દોડતી જાય છે. જિજ્ઞાસા ગાડીમાં જ બેઠી હોય છે. આધ્વીકા ઘડી ભર એને જોઈ રહે છે.
"મે સાંભળ્યું બધું જ, હવે જવું નથી?" જિજ્ઞાસાના વર્તનમાં આવો બદલાવ કંઈક અજુગતો લાગ્યો આધ્વીકાને પણ હાલ હોસ્પિટલ જવું જરૂરી હતું તેથી એ ગાડીમાં બેસે છે.
રયાનને શોધવા આધ્વીકા આખી હોસ્પિટલમાં ફરી વળે છે. "આધ્વીકા તું અહીં? મોન્ટી ને શોધવા આવી છે?" આધ્વીકા પાછળ ફરીને જુએ છે ત્યાં સંજયભાઈ મહેતા રોશનના પિતા ઊભા હતા. સંજયભાઈ ની આંખો રડી રડીને સુજાઈ ગઈ હતી.
"મિ.મહેતા તમે અહીં?" આધ્વીકા અજાણ બનવાનો પ્રયત્ન કરી રહી હતી.
"બેટા મારો રોશન જતો રહ્યો કોઈએ એને મારી નાખ્યો મારો દિકરો મરી ગયો." સંજયભાઇ રડવા લાગે છે. આધ્વીકા એમને સાંત્વના આપે છે.

***

"ખાન બન્ને ની પોસ્ટ મોટમ રિપોર્ટ આવે એટલે મને જાણ કરો અને જે છોકરો મિસિંગ છે શું નામ હતું..... હા જીગર એની તપાસ ચાલુ કરો અને એના પરિવારની પણ." ઇ. રાહુલ હોસ્પિટલમાં પ્રવેશતાં જ કોન્સ્ટેબલ ખાન ને ઓર્ડર આપે છે.
"સર આટલું બધું થઈ ગયું છોકરો ગાયબ છે પણ એમના પરિવાર માંથી કોઈ નથી આવ્યું તમને થોડું વિચિત્ર નથી લાગતું આ?" ઇ. રાહુલ કંઈક જવાબ આપવા માંગતા હોય છે ત્યાં એમની નજર સામેથી આવતા સંજયભાઈ પર પડે છે. એમની સાથે એક છોકરી પણ હતી. સંજયભાઈને આશ્વાસન આપી એ છોકરી જતી રહે છે.
"મિ. મહેતા જીગરના પરિવાર માંથી કોઇનો કોન્ટેક્ટ નંબર એ હજુ સુધી ગાયબ છે. અને એના પરિવારમાંથી કોઈ આવ્યું પણ નથી."
"અરે હમણાં તો એની મોટીબેન આધ્વીકા આવીને ગઈ. મારી સાથે જ તો હતી."
"શું નામ કીધું? જીગરની મોટીબેન આધ્વીકા? યુ મીન આધ્વીકા રાઠોડ??" ઇ. રાહુલ આ નામ સાંભળી ચોંક્યા હતા.
"હા આધ્વીકા રાઠોડ , જીગર રાઠોડની મોટીબેન હમણાં જ બાર ગઈ...." સંજયભાઈ ની વાત પુરી થાય એના પહેલાં જ ઇ. રાહુલ હોસ્પિટલ બાર જવા દોટ મૂકે છે. બાર અને પાર્કિગમાં બધે જ શોધવા છતાં આધ્વીકા નથી દેખાતી.
"મિસ. આધ્વીકા રાઠોડ એ તો ખબર હતી એક દિવસ મળીશું પણ એ દિવસ આટલો જલ્દી આવશે એ ખબર ન્હોતી. છેવટે તમે મને મળી જ ગયા." ઇ. રાહુલ એક વિજયી મુસ્કાન સાથે અંદર જાય છે.


ક્રમશ:

_________________________________
વાચકમિત્રો ની ફરિયાદ છે કે ભાગ થોડા મોડા અપલોડ થાય છે. દર શનિવારે આ નોવેલ પ્રકાશિત થાય છે. મારી પ્રથમ નોવેલને આટલો સાથ -સહકાર આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
આશા રાખુ છું કે અંત સમય સુધી આવો જ સહકાર મળશે.
રિંકલ ચૌહાણ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED