લોસ્ટેડ - 36 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોસ્ટેડ - 36

લોસ્ટેડ 36

રિંકલ ચૌહાણ

"ભાઈ પ્લીઝ તમે મારી વાત સાંભળો, હું તમારા બંને વચ્ચે ક્યારેય નથી આવવા માંગતો. જ્યારે મને ખબર પડી કે તમે આધ્વીકા ને પ્રેમ કરો છો તો મેં નક્કી કરી લીધું કે હું ક્યારેય તમારા બન્ને વચ્ચે નહી આવું. પ્લીઝ મારા પર વિશ્વાસ કરો ભાઈ." રાહુલ એ વિનંતી કરી.
"વિશ્વાસ જ તો નથી હવે મને તારા પર, કર્યો હતો મેં તારા પર વિશ્વાસ પણ મારી આંખો સામે તું મારી આધ્વી ને ગળે...." રયાન ની આંખો માં તિરસ્કાર હતો.

"તું અહીં કેમ આવ્યો છે? મારી જિદંગી બરબાદ કરી તારી મા ને શાંતિ ન મળી કે હવે તું અહીં આવી ગયો છે મારા દિકરાની જિંદગી બરબાદ કરવા." હેતલબેન રાહુલને પોતાના ઘરમાં જોઈએ અને ગુસ્સે ભરાયા હતા.
"આંટી પ્લીઝ મને રયાન ભાઈ સાથે એક વાર વાત કરવા દો, પ્લીઝ." રાહુલ એ વિનવણી કરી.
"મારો દીકરો તારો ભાઈ નથી, જબરદસ્તી ના સંબંધો જોડવાનું રહેવા દે. તૂ રાજેશ અને રાધાના ગેરકાયદેસર સંબંધો ની નિશાની છે. અને આ હકીકત તું ક્યારેય ના ભૂલે એ જ તારા માટે સારું છે, હવે નીકળી જા અહીંથી." હેતલબેન એ દરવાજા તરફ ઈશારો કર્યો. રાહુલ ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો.
"મા, વ્હોટ્સ રોંગ વિથ યૂં? તારે રાહુલ ને આટલું બધું બોલવાની જરૂર નહોતી." રયાન તેના ભાઈ સાથે તેની મા નું આવું વર્તન સહન ન કરી શક્યો.
"એ છોકરો તારો કોઈ નથી લાગતો, એ તને તારો ભાઈ પણ નથી ગણતો. રાહુલ તને તારો ભાઈ માનતો હોત તો તને દુખી ન કરત." હેતલબેન એ તેમનો પક્ષ મૂક્યો.
"માં.... રાહુલ મારો ભાઈ છે. એ મને દુખી કરે, હું એનાથી ગુસ્સે થઉં એ બધી જ અમારા બન્ને ના વચ્ચે ની વાત છે. એમાં કોઈ ને પણ બોલવાનો હક નથી." રયાન ઘર ની બહાર જતો રહ્યો.


કોઈ કરી શકે કે કંઇ બોલી શકે એ પહેલાં તો તે ચાંદની ને લઈને ગાયબ થઈ ગઈ. પળવારમાં આ ઘટના બની ગઈ, કોઈને કંઈ સમજવાનો કે કંઈ કરવાનો મોકો પણ ન મળ્યો.

"હેલ માસી, જો ચાંદનીને કઈ થયું તો હું તમને અને તમારા દીકરાને છોડીશ નહીં." આધ્વીકા ગુસ્સામાં બરાડી, તેના ઓરડા માં જઈ ડ્રોવર ખોલી રિવોલ્વર નીકાળી જીન્સ ની બેક પોકેટમાં મૂકી, લોન્ગ જેકેટ પહેર્યું અને બહારની તરફ દોડી. તેની પાછળ જિજ્ઞાસા અને જીવન પણ દોડ્યાં.

"તું બાબા ના આશ્રમ પર જા, અને એમને અહીં બોલાવી લાવ." જિજ્ઞાસા એ જીવન ને આશ્રમ મોકલ્યો.
"મને ખબર છે કે આ પરિસ્થિતિ માં કોણ આપણી મદદ કરી શકશે." આધ્વીકા એ ધ્રુજતા હાથે એક નંબર ડાયલ કર્યો.

આખી રિંગ પૂરી થઈ પણ સામે થી કોઈ જવાબ ન મળ્યો. આધ્વીકા ગુસ્સા અને ડર ના લીધે ધ્રુજી રહી હતી, જિજ્ઞાસા એ તેને નજીક ના બાંકડા પર બેસાડી.
"નમસ્તે મેડમ."જયેશ પણ ત્યાં આવી ગયો. જિજ્ઞાસા એ તેની સામે પ્રશ્નસૂચક નજરે જોયું.
"આધ્વીકા મેડમે બોલાવ્યો છે મને અહીં." જયેશ એ જવાબ આપ્યો.

"ગાડી નીકાળ જિજ્ઞા, હવે શાંતિ રાખ્યે મેળ નહી પડે." આધ્વીકા એ તેના દાંત પિસ્યા.
"પણ ક્યાં જઈશુ? આપણને ખબર જ નથી કે ચાંદની ક્યાં હશે."
"આપણે બીજી જગ્યાએ જઈએ છીએ. ઢોર ને ધોકા જ હોય, ચાલ." આધ્વીકા એ ગાડી ચાલુ કરી, જીજ્ઞાસા અને જયેશ ને લઈને નીકળી પડી એ મુસીબતોના છેલ્લા સફર પર, એક નાનકડી ભૂલથી ચાલુ થયેલ મોત ના ખેલ નો અંત કરવા.

અડધા કલાક માં આધ્વીકા ની ગાડી એક વિશાળ હવેલીનુંમા ઘર આગળ આવીને ઊભી રહી. જિજ્ઞાસા જાણતી હતી કે આ ઘર કોનું છે, તેની ધડકનો વધી રહી હતી. એક બાજુ ચાંદની ની ચિંતા અને એકબાજું આધ્વીકાના ગુસ્સાનો ડર, અને આ બન્ને લાગણીઓ વચ્ચે એ ભિંસાઈ રહી હતી.

"રાહુલ....... રયાન......." આધ્વીકા એ રાડ નાખી.
સુઘડ પટોળા સાડી પહેરેલી, જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી એક સ્ત્રી બહાર આવી.
"ક્યાં છે રાહુલ અને રયાન? આધ્વીકા એ પૂછ્યું.
"રાહુલ અહીં નથી રહેતો અને રયાન ઘરે નથી. હું હેતલ ચૌધરી, રયાન ની માં. તમે કોણ?" હેતલબેન ને અજાણ્યા આગતુંકો ની ઓળખાણ ન પડી.

આધ્વીકા હેતલબેન ને ઈગ્નોર કરી સીધી ઘર માં દાખલ થઈ, હેતલબેન તેની પાછળ પોતાના ઘર મા ગયાં અને તેમની પાછળ જિજ્ઞાસા અને જયેશ પણ ગયા.
"રાહુલ ને ફોન કરો. એને કહો કે રયાન ને લઈને હાલ જ ઘરે આવે." આધ્વીકા ના અવાજ માં આદેશ હતો.
"તું છે કોણ? મારા ઘર માં પૂછ્યા વગર ઘુસી આવી અને હવે મને આદેશ આપે છે. હું એ રાહુલ ને ક્યારેય ફોન નહી કરું." હેતલબેન એ ગુસ્સામાં કીધું.

આધ્વીકા એ એક સેકન્ડ નો પણ વિચાર કર્યા વગર બેક પોકેટ માંથી રિવોલ્વર કાઢી અને હેતલબેન ના માથા પર પોઈંટ કરી.
"કોલ હીમ રાઈટ નાઉં..." આધ્વીકા ની આંખો માં ખુંખાર ગુનેગાર જેવી નિર્દયતા હતી.
હેતલબેન ને સમજાઈ ગયું કે જો તેઓ આ છોકરી ની વાત નહી માને તો, તેમની સાથે કઈ પણ થઈ શકે છે.
"મારી પાસે રાહુલ નો નંબર નથી, હું રયાનને ફોન કરું છું." હેતલબેન એ ફોન લગાવ્યો.

"એ રયાનને લઈને આવે છે." હેતલબેન એ ડરતાં કીધું.
"જિજ્ઞા આ મંદિર માંથી ગંગા જળ લઈ આવ અને આ ખુરશી ની આજુબાજુ એક ઘેરો બનાવ." આધ્વીકા એ દિવાનખંડ ના એક ખૂણામાં મંદિર હતું એ તરફ ઈશારો કર્યો.
"જયેશ મંદિર માં નાડાછડી હશે, ભગવાન ના ચરણે ચડાવી અહીં લઈ આવ અને બધા ના હાથ પર બાંધ."
જયેશ અને જિજ્ઞા કામે લાગ્યા.

"અને તમે, ઘર માં જાડું લાબું દોરડું હશે જ ને? ચલો મારી સાથે, દોરડુ લઈ આવીએ." આધ્વીકા ગન પોઈંટ પર હેતલબેન ને રૂમમાં લઈ ગઈ.
દોરડુ લઈ આવ્યા પછી આધ્વીકા એ હેતલબેન ને ગંગાજળના ઘેરા માં ખુરશી પર બેસાડી જિજ્ઞાસા અને જયેશ ની મદદ થી એમને ખુરશી સાથે બાંધી દીધા. બધા ના હાથમાં નાડાછડી બાંધી અને વધેલી નાડાછડી હેતલબેન ને ફરતે વિંટાળી.
"તમે બન્ને મંદિર માં જતા રહો, અને કોઈપણ બોલાવે, હું પોતે બોલાવું તો પણ તમે બન્ને મદિર ની બહાર નઈ આવો." આધ્વીકા એ છેલ્લો હુકમ આપ્યો.
જિજ્ઞાસા અને જયેશ મંદિર માં જતાં રહ્યાં. આધ્વીકા એ જ ઘેરા માં ઊભી રઇ જેમાં હેતલબેન હતાં.

"હું 10 સુધી ગણીશ મિતલ, જો તું ચાંદની ને સલામત જિજ્ઞા પાસે નહીં મૂકે તો હું તારી મા ને શૂટ કરી દઈશ." આધ્વીકા એ ઊંડો શ્વાસ લીધો અને રિવોલ્વર હેતલબેન તરફ પોઈંટ કરી.
"મિતલ? મારી દિકરી તો મરી ગઈ છે. એ ક્યાંથી અહીં આવશે? તું ગાંડી થઈ ગઈ છે છોકરી." હેતલબેન મિતલ નું નામ સાંભળી રડવા જેવા થઈ ગયા હતા.
"એક....... બે..... ત્રણ......" આધ્વીકા એ ગણતરી ચાલું કરી.

આધ્વીકા ગણતરી કરી રહી હતી, હેતલબેન વારંવાર મિતલના મૃત્યુ વિશે કહી રહ્યા હતા. જિજ્ઞાસા બન્ને હાથ જોડી ભગવાન સામે ચાંદની ની સલામતી ની પ્રાર્થના કરી રહી હતી. બરાબર એ જ સમયે રયાન અને રાહુલ ઘર માં દાખલ થયાં અને તેમણે હેતલબેન પર ગન તાકી ને ઊભેલી આધ્વીકા ને જોઈ.

"નવ..... દસ...." આધ્વીકા એ ગણતરી પૂરી કરી અને ધમાકો થયો.

ક્રમશઃ