લોસ્ટેડ - 3 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોસ્ટેડ - 3

" જોયું હું નો'તો કે'તો કે આપણે અહીં નતું આવા જેવું, પ્રથમ જલ્દી ગાડી ચાલુ કરી પાછો ચાલ. મને બ....બહુજ ખરાબ ખરાબ વિચાર આવી રહ્યા છે." આજુબાજુ આજુબાજુ નજર ફેરવતાં બોલ્યો.
"શટ અપ રોશન આ લાસ્ટ વાર્નિગ આપું છું તને ચુપ થઈ જજે નઈ તો...." ગાડી ચાલુ કરવાના વ્યર્થ પ્રયત્નો કરીને થાકી ગયેલો પ્રથમ દરવાજો ખોલી નીચે ઉતરતાં ગુસ્સામાં બોલ્યો. એ ગાડી આગળ જઈ ગાડીનું બોનેટ ખોલે છે. જેમાંથી ધુમાડા નીકળી રહ્યા છે. એ રોશન જોડે જઈ ગુસ્સામાં બોલે છે, " જોઈ લે કેમ ગાડી બંધ થઈ છે." પ્રથમ આટલુ બોલી પાછળની સીટ તરફ જાય છે. રોશન કાચમાંથી અડધો બાર નીકળે બોનેટ તરફ જુએ છે. ધુમાડા જોઈ એ થોડો આશ્વસત થાય છે.
"સાહિલ પાણીની બોટલ લાવ તો.""પાણી તો ઢો... ઢોળાઈ ગયું પ્રથમ" સાહિલ ખાલી બોટલ બતાવે છે. પ્રથમ ગુસ્સામાં દરવાજા પર હાથ મારે છે.
" રિલેક્સ યાર, તું અને મોન્ટિ જાઓ પાણી શોધી લાઓ ક્યાંક થી મળે તો, હું ને સાહિલ પાછળ જે ગામ ગયું ત્યાં જઈએ કદાચ મિકેનિક મળી જાય" સમિર ગાડીમાંથી ઉતરતા બોલ્યો.
"અને હું અહીં એકલો રહીશ? ના હું પણ તમારી જોડે આવીશ." રોશન પણ ગાડીમાંથી ઉતરી જાય છે.
" ઓકે હું અહીં રહું છુ તું પ્રથમ જોડે જા." મોન્ટિ ઇઅરફોન લગાવી ગાડીમાં પાછળની સીટ માં બેસી જાય છે. સમિર-સાહિલ જ્યાંથી આવ્યા હતા એ રસ્તે પાછા જાય છે અને પ્રથમ-રોશન જંગલ તરફ જાય છે.
મોન્ટિ મોબાઇલ માં ગેમ રમી રહ્યો છે. એને કોઈના રડવાનો અવાજ સંભળાય છે અને એ ગાડીમાંથી બહાર નિકળે છે. એ આજુબાજુ નજર કરે છે પણ ત્યાં કોઈ નથી હોતું, અચાનક સેકન્ડ ની ઝડપે એની સામેથી કોઈ પસાર થયું હોય એવું એને ફીલ થાય છે. મોન્ટિ એ તરફ જાય છે પણ આખો રસ્તો સૂમસામ હતો."અહીં તો કોઈ નથી, મને કદાચ વહેમ થયો હશે. વેલ લેટ્સ ટેક સેલ્ફિ મોન્ટિ." મોન્ટિ જંગલ અને રસ્તા નો ફોટોજેનિક બેકગ્રાઉંડ જોઈ સેલ્ફિ લે છે અને સોશિયલ મિડિયા પર 'વે ટુ બાલારામ' કેપ્શન સાથે અપલોડ કરે છે.
એ પાછો કારમાં આવી ગેમ રમવા લાગે છે. ત્યાં જ અચાનક ભૂકંપ આવ્યો હોય એમ જોરદાર આંચકો આવે છે અને મોન્ટિ આગળ ની સીટ તરફ ધકેલાય છે, એ કઈ સમજે કે પાછો ઉભો થાય એના પહેલા ગાડી ચાલુ થઈ જાય છે. મોન્ટિ ચિસ પાડીને બહાર નીકળવા વારાફરતી ગાડીના દરવાજા ખોલે છે. પણ જાણે બધા જ દરવાજા લોક કરેલા હોય એ ખૂલતા નથી." સમબડી પ્લીઝ હેલ્પ મી, રોશશશશન, પ્રથમ......" મોન્ટિ ગાડીના કાચ ખખડાવી એ રસ્તે જોઈ બૂમો પાડી રહ્યો હતો જે રસ્તે થોડીવાર પહેલા પ્રથમ અને રોશન ગયા હતા. અચાનક મોન્ટિને એવો અહેસાસ થાય છે કે એની પાછળ કોઈક છે. એ ડરતા ડરતા પાછળ ફરે છે. સામેનું દ્રશ્ય જોઈ મોન્ટિ એક ભયંકર ચિસ સાથે બેહોશ થઈ જાય છે.
મોન્ટિ જ્યાં બેહોશ પડ્યો હતો એના સામે ગાડીની બહાર એક ભયંકર વિકરાળ આકૃતિ હતી અને ગાડીના દરવાજાના કાચ પર લોહી થી લખેલું હતું "લોસ્ટેડ"

***
ધીરે ધીરે ઘેરા થઈ રહેલા અંધકારમાં જાણે પોતાનું અસ્તિત્વ શોધતી હોય એમ આકાશને અપલક નિહારી રહેલી આધ્વીકા છેલ્લા કેટલાય કલાકથી અહીં બેસેલી છે એ કદાચ એને પોતાને પણ ખ્યાલ નઇ હોય.
"મમ્મા આજે આટલું અંધારું કેમ છે?" 5 વર્ષીય આધ્વીકા એની મમ્મી ને સવાલ કરી રહી હતી. "બેટા આજે અમાસ છે એટલે, કાલે પાછો ચંદ્ર આવી જશે અને અજવાળું થઈ જશે." "તો મમ્મી આજે ચંદ્ર ક્યાં ગયો છે?" "આજે ચંદ્ર એકલો હતો એટલે અંધારુ જીતી ગયું એટલે ચંદ્ર ત્યાં નથી પણ અંધારું હંમેશાં નઈ જીતી શકે કાલે ચંદ્ર અજવાળા ને લઈને આવશે અને બન્ને મળીને અંધારાને હરાવી દેશે." "હમમમમ... મે અને જીવન એ પેલા ડોગીને ડરાવીને ભગાવી દીધો એવી રીતે?" આધ્વીકા ખૂશ થતા બોલી. "હા બિલકુલ એવી રીતે હંમેશાં યાદ રાખજે બેટા એકતા માં જ શક્તિ છે." પોતાનું બાળપણ યાદ આવતાં જ આધ્વીકાની આંખો ભીની થઈ ગઈ. "યૂ વેર રાઇટ મમ્મા જ્યાં સુધી મારા પરિવાર રૂપી ઉજાસ મારી સાથે છે રયાન જેવા કેટલાય અંધકારને હું હરાવી શકુ છું." આધ્વીકા ઉભી થઈ પોતાની ગાડી તરફ જવા નીકળી ત્યારે એની આંખો માં ગજબ ની ચમક હતી, એ કાં તો આત્મવિશ્વાસ ની ચમક હતી કાં આવનાર મુસીબત સામે લડવાની.
જ્યારે એ હોટેલના પાર્કિગમાં આવી ત્યારે રાતના 11 થવા આવ્યા હતા, એ પોતાના રૂમમાં જઈ ફ્રેશ થવા જાય છે. જ્યારે મોઢુ ધોઈ એ કાચમાં જુએ છે કાચમાં એના પાછળ ઉભેલી કોઈક છોકરી નું પ્રતિબિંબ દેખાય છે, "વ્હોટ ધ હેલ, હૂં આર યું?"આધ્વીકા ગુસ્સામાં બોલતા પાછળ ફરે છે પણ ત્યાં કોઈ નથી હોતું. એ પાછું કાચમાં જુએ છે જેમાં માત્ર એનું પ્રતિબિંબ હતું.એનો વહેમ હશે એવું માની એ બાથરૂમની બાર આવે છે ત્યારે એને યાદ આવ્યું કે એ આજે જમી પણ ન'તી અને એના ફોન પર સતત કોલ આવી રહ્યા હતા જે એણે જોયા પણ ન'તા. એણે પોતાનો ફોન ખોલીને મિસ્ડ કોલ ચેક કર્યા,"ગોડ વ્હોટઝ રોંગ વિથ મી? મને શું થયું હતું, મે આટલુ વિચિત્ર બિહેવ કેમ કર્યું? ઘરે બધું ઠીક તો હશે ને આટલા બધા કોલ કેમ આવેલા છે ઘરેથી? ઓહ ગોડ હું આટલી કેરલેસ કેમ થઈ ગઈ" એ કોલબેક કરતી વખતે પોતાને જ સવાલ પૂછી રહી હતી, ચોથી રિંગ સાથે ફોન ઉપડ્યો." હેલ્લો માસી આઇ એમ સો સોરી આઇ વોઝ બિઝી, પણ તમે આટલા બધા કોલ કેમ કર્યા છે ઇઝ એવરીથિંગ ઑકે?" આધ્વીકા એકીશ્વાસે બોલી ગઈ.
"બેટા તારો ભાઈ બાર ગયો હતો, હવે એનો ફોન નથી લાગતો." આધ્વીકાના માસી આરાધના રાઠોડ ના અવાજમાં એક ના સમજાય એવો ભય હતો. "તો શું થયું માસી એ બાર જ તો ગયો છે આવી જશે, નેટવર્ક નઈ હોય એટલે ફોન નઈ લાગતો હોય." "બેટા એ ત્યાં ગયો છે જ્યાં 21 વર્ષ પહેલાં..." આરાધનાબેન ની વાત પૂરી થાય એના પહેલા વચ્ચે જ આધ્વીકા એ ચિસ પાડી, "વ્હોટ....."