મારો ભાઈ આવશે... Ajay Khatri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારો ભાઈ આવશે...

ટ્રેનની બારીમાંથી બહારજોઈ રહેલા નયનની આંખ અશ્રુધારાને રોકી ન શક્યો. દોડતાં વૃક્ષોની સાથે-સાથે જાણે એની વિતેલી જિંદગીના અમૂલ્ય દિવસો પણ તેની સાથે દોડી રહ્યા હોય એવો અહેસાસ કરવા લાગ્યો.એ ઘર એ મસ્તીઓ અને મીઠી મીઠી યાદો એને ભાવુક કરી રહી હતી

અચાનક નયનની નજર બાજુની સીટ પર ગઈ. સચિન નજરે ન ચડતાં ગભરાઈ ગયો. ટ્રેન ના ડબા ની દરેક સીટ ઉપર જઈને સચિન ને શોધવા લાગ્યો. ત્યાંજ તેની નજર દરવાજા પર પડે છે. સચિન દરવાજા ઉપર ઊભેલા એક ભાઇના ખભા પર હાથ મૂકીને દોડતી ટ્રેનની સાથે ગતિમાન વૃક્ષોને નિહાળી રહ્યો હતો સચિનને જોઈ નયનને હાશ થઈ.ચૂપચાપ કશુંય બોલ્યા વગર સચિનનો હાથ પકડી ફરીથી તેને તેની બાજુવાળી સીટ પર બેસાડી દીધો.

આ વખતે નયને સચિનનો હાથ પકડી રાખ્યો.ફરીથી બારી બહાર જોતાં-જોતાં ,સચિન સાથે ની બાળપણથી માંડીને અત્યાર સુધીના વિતાવેલાં દિવસોને વાગોળવા લાગ્યો.સચિન ઘરમાં સૌનો લાડકો હતો.પણ તેની હરકતોથી પરિવારજનો ત્રસ્ત હતાં.લાગણીથી તરબતર પરિવાર ઉપર ઈશ્વરે જાણે એક પ્રકારનો વજઘાત જ કરેલો.‘ સચિન... સચિન ... ' ના અવાજથી ઘર ગુંજયાજ કરતું.

માતા-પિતા ઘરનું ગુજરાન ચલાવવા માટે તનતોડ મહેનત કરતાં.અને મોટોભાઈ નયન ભણતર પુરૂ કરી હવે નોકરી-ધંધો શરૂ કરવાની મથામણમાં હતો.

સચિનને ક્યાં સુધી કુટુંબની નજરકેદમાં રાખવો એ સમજાતું ન હતું. હવે તો સચિનની ઉંમર પણ બાવીસ વર્ષથવા આવી હતી.

એ દિવસે પિતાજીના બોસ રોનક શાહ સહપરિવાર ઘેર જમવા આવ્યા હતાં.તેમની સ્વરૂપવાન દીકરી સચિનના કહેવાથી બાજુના રૂમમાં દોડી ગઈ.

કોઈને પણ આ બાબતમાં કશી શંકા જાય તેવું તો હતું જ નહીં.સચિન પોતાના રૂમમાં ટેબલ પર પડેલાં કેટલાંક પુસ્તકો ગોઠવવામાં વ્યસ્ત હતો. થોડાંક કલરફૂલ ડ્રોઇંગ્સ પણ એણે બતાવ્યાં.આ બાજુ ડ્રોઇંગરૂમ માં પિતાજી અને શાહ પરિવારના સભ્યો હળવાશભરી વાતોમાં મશગૂલ હતા.અચાનક દીકરીએ ચીસાચીસ કરી મૂકી ઘરનાં સર્વે રૂમ તરફ દોડી ગયાં.

જોયું તો સચિન શાહ સાહેબ ની દીકરીને બાથમાં લઈ ખૂબજ આલિંગન કરી રહ્યો હતો.આ દૃશ્ય જોઈને સૌને સચિન પર ખૂબ જ ગુસ્સો આવ્યો.શાહ પરિવાર નારાજ થઈ ત્યાંથી નીકળી ગયો.આવી તો અનેક વાતો હતી સચિન માટે સચિન દિલનો ભોળો હતો.પણ દરેક વાત તેની સમજ બહાર હતી.નયન સચિનને તેની બર્થ પર સુવડાવી દીધો.પોતે જાગતો રહ્યો.રખેને સચિન પાછો ઊઠીને ચાલ્યો જાય તો ફરીથી એને ક્યાં શોધવો આજની રાત નયનને ભારે લાગી રહી હતી.

પોતાની આંખને થોડો આરામ મળે તે હેતુથી પોતાની સીટ પર સૂવાનો પ્રયત્ન કર્યો પણ એનું હૃદય ફરીથી ભરાઈ આવ્યું ‘ એવું હું શું કરું કે સચિન મારી સાથે જ રહે.

'પણ એવું ક્યાં શક્ય હતું નોકરી - ધંધાર્થે સચિનને સાથે લઇ જવો એ જોખમ જ હતું.મા-બાપે પણ એમનાથી જે બનતું તે કર્યું , પણ પરિણામશૂન્ય રહ્યું. આ રીતે વિચારોમાં ને વિચારોમાં સવાર પડી ગઇ.

અમદાવાદ રેલવેસ્ટેશન પર પગ મૂકતાંની સાથે જ નયન નું મન વ્યથિત થયું .તેમ છતાં રિક્ષામાં બંને બેઠાં.રિક્ષા સાબરમતી નદી તરફથી આગળ વધી. નયન નદી માં વહેતુ પાણી જોઈ રહ્યો . નયન ત્યાંથી નજર ખસેડીન શક્યો.જાણે કે તેના જીવનપણ પાણી ની જેમ વહેતું હતું .રિક્ષા નિયત સ્થળ પર આવીને ઊભી રહી.નયન જે કંઈ પ્રાથમિક કામગીરી કરવાની હતી તે બધી પૂરી કરી. ફોર્મ ભર્યા , સહી કરી , અને સચિનને ભેટી પડીને ધ્રુસકે ધ્રુસકે રડી લીધું અને પછી ત્યાંથી આવજો કહેતાં-કહેતાં તેના હૃદય પર જાણે કોઈએ મોટાં પથ્થરનો ઘા કર્યો હોય એવો આઘાત અનુભવ્યો. નયન પાછું વળીને જોયું જ નહીં.રડતાં- રડતાં ટ્રેનમાં બેસી ફરીથી ઘર તરફ પ્રયાણ કર્યું.આ વખતે તેની સાથે સચિન ન હતો.

ઘેર પરત પહોંચતાં જ મા-બાપે પૂછ્યું , “ બેટા , મૂકી આવ્યો સચિનને દીકરા , અમે એને જન્મ આપ્યો છે.અમારાથી એનું દુઃખ સહન નહોતું થતું.સચિન માટે અમે દવા-દારૂ , સંત-પુરુષોના આશીર્વાદ , માનતા માની , ઘણું બધું કર્યું. પણ એ સાજો ન થયો તે ન જ થયો. ખબર નહીં કેવા પાપ કર્યો હશે અમે જેની સજા અમે ભોગવી. નયન , અમારી જિંદગીનો શો ભરોસો તારે તો હવે લગ્ન કરવાનાં છે.ઘર માંડવાનું છે.તું પણ ક્યાં સુધી એની સેવા કર્યા કરત ખેર , ઈશ્વરને યોગ્ય લાગ્યું તે થયું . ”

આ બાજુ સચિન મનજી બાપા આશ્રમમાં જે કોઈ આવે તેને એટલું જ કહ્યા કરે , “ મારો ભાઈ આવશે . મને દિવાળી પર અહીંથી લઈ જશે . ”સચિન ને ક્યાં ખબર હતી કે તેનો ભાઈ જ આ ગાંડાના આશ્રમમાં તેને મૂકી ગયો હતો...

શબ્દસંકલન:- અજય ખત્રી