Featured Books
શ્રેણી
શેયર કરો

ઇલોન મસ્કજીવન જીવવા માટે પ્રેરણા આપતું વ્યકિત્વ.....




ઈલોન મસ્ક
જીવન જીવવા માટે પ્રેરણા આપતું વ્યકિત્વ.....
આજે આપણે વાત કરવાના છીએ દુનિયાના ખુબ જ અમીર લોકોમાં ખ્યાત નામ પામેલા અને આ દુનિયાને બધી રીતે બદલવાની જીદ સાથે આગળ વધી રહેલા એવા વ્યકિત ઇલોન મસ્ક ની....
ઇલોન મસ્ક એ વ્યક્તિ છે જેણે આ દુનિયા બદલવાની સોગદ લીધી છે . નાનપણથી જ ઇલોન મસ્કની અંદર આ દુનિયાને બદલવાની એક ગાજબની જીદ રહેલી હતી . આ જીદને આજે તેણે એક જુનુનની જેમ પુરી કરવા માટે તે પુરતા પ્રયાસો કરી રહ્યા છે .

ઇલોન મસ્ક એક સફ્ળ ઇજીનિયર અને બિઝનેસમેન છે . સાથે ‌- સાથે તે સફળ અને કુશળ રોકાણકાર પણ છે . તે આ દુનિયાને માનવતાની ભલાઇ માટે બદલવા માગે છે . તે ઇચ્છે છે કે આ દુનિયામાં થોડૉ ઘણા અંશે સારો અને સફળ બદલાવ લાવી શકે . જેથી જીવસ્રૃષ્ટિ ને ફાયદો થાય . ઇલોન મસ્કના કેટલાક મુખ્યકાર્યઓમાં સૌથી પ્રમુખ કાર્ય મંગળ ગ્રહ ઉપર માનવવસ્તી વિકાસવવાની ઇચ્છા છે . તેમજ તે સસ્ટેનેબલ ઊજૉની મદદથી ગ્લોબલ વોર્મિંગ ને ઘટાડવા માટે પણ પ્રયત્ન કરી રહ્યા છે . તથા દુનિયામાં સૌથી સારામાં સારી આટિફીશિયલ ઇન્ટેલિજન્સના તેઓ જનક છે .

તેમનું પુરૂ નામ ઇલોન રીવ મસ્ક છે . તેમનો જન્મ ૨૮ જુન ૧૯૭૧ માં દક્ષિણ આફ્રિકા માં થયો હતો . તેમણે અનેક કંપનીઓની સ્થાપના કરી છે જેમાંથી Spacex , TeslaInc , Neuralink , X.Com એટલે PayPal વગેરેનો સમાવેશ થાય છે .
આપણે આજે આ લેખમા ઇલોમ મસ્કના દુનિયાને બદલવાના પ્રેરણાદાય વિચારોને આપણા જીવનમાં ઉતારવા અને તેને સાર્થક કરવાનો પ્રયત્ન કરીએ .


ઇલોન મસ્ક્ના પ્રેરણાદાયી વિચારો....

• ૦૧) તમારે જીવનમા ક્યાક મેળવવા માટે તમારે ખુબ જ હકારાત્મક રહેવું પડશે નહીં ત્યાર તમે પોતાને હંમેશાને માટે ખુબ જ દુ:ખી જ કરશો .

• ૦૨) વ્યક્તિ ત્યારે જ સારૂ કામ કરે છે જયારે તેને પોતાના ઘ્યેય વિશે ખબર હોય તે શું છે ? ને તે શા માટે છે ? .

• ૦૩) સૌથી વધુ જરૂરી તો એ છે કે લોકો સવારે કામ કરવા જાય અને તે કામને માણે ને આનંદ થી કરે .

• ૦૪) મારી સૌથી મોટી ભુલ એ છે કે મે તે વ્યક્તિનું વ્યક્તિત્વ ના જોઇએ પણ તેનામાં રહેલી પ્રતિભાને પહેલા મહત્વ આપ્યું .

• ૦૫) ચાલો આજે આપણે કયાંક અલગ વિચારીએ અને એક એવા ભવિષ્યનું નિર્માણ કરીએ જેમા સારા વિચારોને પ્રોત્સહાન મળે અને નિષ્ફળતા ને સારી ગણીને આગળ વધવાના નવા પ્રયત્ન કરીએ .

• ૦૬) તમારે ત્યાં સુધી હારના માનવી જોઇએ જયા સુધી તમને હાર માનવા માટે મજબુર ના કરવામાં આવે .

• ૦૭) આપણે એવા ભવિષ્યની ઇચ્છા કરીએ છિએ કે જ્યા બધી સુખ સુવિધાઓ સારી હોય નહિં કે આ બધી સુખ સુવિધાઓને વધુ સારી આપણે બનાવી શકીએ .

• ૦૮) કોઇ પણ મુશ્કેલ કાર્ય કરવા માટે ધણા લોકોને એકત્રિત કરવા જરૂરી નથી . વધારે સંખ્યા એ વધુ સારૂ પરિણામ આપે તે જરૂરી નથી .

• ૦૯) નિષ્ફળતા એ એક વિક્લ્ય છે જો કોઇ નિષ્ફળ ના થઇ રહ્યું હોય તો સમજી લો કે તેઓ કોઇ નવીનિકરણ લાવી શકવાના નથી .

• ૧૦) જો તમારા માટે કંઇક ખુબ જ મહત્વપુર્ણ છે . તો તમારે તે કાર્ય વસ્તુ કરવી જોઇએ જો તે કાર્ય વસ્તુ ઓ તમારી વિરુધ હોય તો પણ .

• ૧૧) તમે જે સારી ચીજો બનાવવા માંગો છો તે બનાવવા માટે સારા ને પ્રબળ સંક્લ્પ કરો . તેની સાથે જે કાંઇ પણ ખોટું છે તે શોધો અને તેને સારૂ કરો . તમારા મિત્રો તરફથી નકારાત્મક પ્રતિસાદ મેળવવાની તમારી તૈયારી પણ રાખો .

• ૧૨) એકમાત્ર વસ્તુ જેનો કોઇ અર્થ છે જ્ઞાન મેળવવા માટે હંમેશા પ્રયત્નશીલ રહો .

• ૧૩) ઘૈર્ય એ એક મહાન ગુણ છે અને હું તે શીખી રહ્યો છું આ એક મુશ્કેલ કાર્ય ને વસ્તુ છે .

• ૧૪) જયારે હું કોલેજમાં ભણતો હતો , ત્યારે હું તે બાબતોમાં સામેલ થવા માંગતો હતો જે આ વિશ્વમાં પરિવર્તન લાવશે અને આજે હું પણ તે જ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું .

• ૧૫) જો તમે કોઇ કંપની બનાવી રહ્યા છો તો તે કેક બનાવવા જેવું છે તમારે બધા ઘટકોને સધાનો યોગ્ય માત્રામાં મુકવા પડશે તેમાં .

• ૧૬) વિશ્વમાં મજબુત અસર કરવા માટે મારી પ્રેરણા હંમેશા મારી બધી જ કંપનીઓમાં રહી છે .

• ૧૭) લાંબા સમય સુધી ગુસ્સે રહેવું જીવનને ખુબ જ ટૂંકું બનાવે છે .

• ૧૮) તમારે કંઇ પણ કરવું જોઇએ નહિં કારણ કે તે ભિન્ન છે પરતું તે પણ વધુ સારા થવાની જરૂર છે .

• ૧૯) મને લાગે છે સામાન્ય લોકોએ કંઇક અસાધારણ કાર્ય કે વસ્તુ કરવાનું પસંદ કરવું જોઇએ .

• ૨૦) જયારે તમે કોઇ બાબત શીખવા માગતા હોય ત્યારે તેને શક્ય એટલું સરળ બનાવો તળિયા સુધી પહોચ્યા પછી તમારુ કામ શરૂ કરો . એક વાત યાદ રાખો કે તમે બીજાના કામમાથી શીખી શકતા નથી મુળથી શરૂ કરીને તમારે જ્યા પહોચવું છે ત્યાં જ પહોંચો વચ્ચે શાખાઓમાં ફંટાઇ ન જાવ ત્યાં સુધી માંડ્યા રહો .

• ૨૧) નવા કાર્ય નવી વસ્તુ ઓ બનાવવામાં કયારે પણ ડરશો નહિં .




“ રાધે રાધે ” “ જય શ્રી ક્રિષ્ના ”