નવેમ્બર ની વહેલી સવાર ની ઠંડક માં સારંગ તિથલ બીચ તરફ મોર્નિંગ વોક માટે જતો હતો.
કોરોનાની કેદ થી કંટાળેલો સારંગ મુંબઈ થી થોડાક દિવસ માટે પરીવાર સાથે વેકેશન પસાર કરવા નજીક ના સ્થળ તિથલ પર પસંદગી ઉતારી કારણકે સારંગ એક લેખક હતો અને તિથલ ના શાંત વાતાવરણ માં આરામ અને લેખન બન્ને થઈ જશે એ હેતુ થી આ જગ્યા પસંદ કરી હતી, છોકરા વહેલી સવાર ના આરામ ના મુડ માં હોય એટલે સારંગ સવારના એકલો નીકળી પડતો.
પુર્વ માંથી સૂરજ આકાશનું હ્દય ચીરી લાલી પસરાવી રહ્યો હતો, પક્ષીઓની કલબલાટ અને ઠંડી હવાની લહેરખી શરીર માં તાજગી ભરી રહી હતી.
આગળ વધતો સારંગ બીચ પર પહોંચ્યો દરીયા ના મોજા ઘુઘવાટ કરતા એનું સ્વાગત કરી રહ્યા હતા.
સામે દાદરા ઊતરી બીચ પર જવાતુ, આખા કિનારે મોટા મોટા પથ્થર પાથરી દિવાલ જેવુ બનાવી ઉપર વોકીંગ માટે રસ્તો તથા બેસવા માટે પાળ બનાવી હતી.
સારંગે જમણી તરફ નજર કરી એ રસ્તો સ્વામિનારાયણ મંદિર તરફ જતો. મોર્નિંગ વોક માટે સારી એવી ભીડ હતી પથ્થર પર બેસી લોકો મેડિટેશન, યોગા કરતા હતા તો અમુક લોકો સાયકલ ચલાવતા હતા તો ક્યાંક એકાંત માં પ્રેમી પંખીડા ભીડભાડ થી અલિપ્ત થઇ ઘૂટરઘૂં કરતા નજરે પડતા હતા.
સારંગે ડાબી તરફ નજર કરી એ રસ્તો સાંઇબાબા મંદિર તરફ જતો હતો એ રસ્તા તરફ ઓછી ભીડ જોઈ સારંગ એ તરફ વળ્યો આજે વોકીંગ નો મૂડ ન્હોતો એટલે કોઈ વાર્તા નો પ્લોટ મળી જાય એ વિચારે થોડોક આગળ વધી એકાંત જોઈ દરીયા કિનારે બનાવેલી પાળ પરથી નીચે ઊતરી એક પથ્થર પર બેઠો.
નજર દરિયા પર હતી વિચારતો હતો મોજા કેવા ઉત્કટતા થી ઊછળી કિનારા ને મળવા આવતા હતા પણ આવકાર માં લાગણી નો અભાવ જોઈ કિનારાના પથ્થર પર માથુ પછાડી વેરવિખેર થઈ જતા હતા.
દૂર ક્ષિતિજ પર માછીમાર ની બોટ દેખાતી હતી આ બધુ જોવામાં સારંગ એટલો મશગુલ થઈ ગયો હતો કે બાજુના પથ્થર પર એક યુવતી ક્યારે આવીને બેસી ગઈ હતી એ પણ ધ્યાન ન આવ્યુ.
અચાનક યુવતી ને ખાંસી આવી અને સારંગ નું ધ્યાન એ તરફ ગયુ, વીસેક વર્ષ ની લાગતી યુવતી એકધ્યાન થી દરિયા ને જોઈ રહી હતી જાણે આંખોથી દરિયા ને પી જવા માંગતી હોય એવી તરસ એની નજરમાં દેખાતી હતી.
સાધારણ ચહેરો,શ્યામ વર્ણ,તેલ લગાડેલા ચપ્પટ વાત, હોઠમાંથી ડોકિયું કરતા આગળ ના બે દાંત જોઈ કોઈને પણ એની ઉપેક્ષા કરવાનું મન થાય પણ ઘાટીલો શરીર, ભરાવદાર અંગ ઉપાંગ પર ચપોચપ વસ્ત્ર કોઈનું પણ ધ્યાન આકર્ષિત કરવા મજબૂર કરતા હતા.
સારંગે સજાગ થઈ નજર ફેરવી લીધી પણ લેખક તરીકે વ્યક્તિ જોઈ એના વિશે અનુમાન લગાડવાની કલા સારંગ પાસે હતી અને લગભગ એ વાતમાં એ સો ટકા સાચો પડતો અને એ યુવતી ની આંખોમાં ઉદાસી જોઈ લાગ્યુ યુવતી ની જીંદગી માં કોઈ તોફાન આવી પસાર થઈ ગયુ છે અને એ તોફાન ની અસરમાંથી એ બહાર નથી આવી.
અચાનક કંઈક યાદ આવ્યુ હોય એમ એ યુવતી ઊઠી ઝડપથી ત્યાંથી નીકળી ગઈ.
સારંગે નવાઈ થી જોયુ અને વિચારવા લાગ્યો કેવી નિરાંતે બેઠી હતી અને શું ખબર એવું શું યાદ આવ્યુ હશે કે આવી રીતે ભાગવા લાગી વધુ વીચારે એ પહેલા ચા ની તલપે એને ઊભો થવા મજબૂર કર્યો ઊભો થઈ રસ્તા પર જતા પહેલા અનાયાસ એની નજર યુવતી બેઠી હતી એ પથ્થર તરફ ગઈ બે પથ્થરની વચ્ચે ખાંચા ની અંદર મોબાઈલ જેવું દેખાયું સારંગે નીચે ઊતરી જોયું તો મોબાઈલ જ હતો કદાચ એ યુવતી નો જ હોવો જોઈએ ઉતાવળ માં એને ધ્યાન નહીં આવ્યુ હોય વિચારી ચેક કરવા પાવર બટન દબાવ્યું પણ બેટરી ડાઉન ને લીધે મોબાઈલ સ્વીચઓફ થઈ ગયો હતો એટલે નાછૂટકે મોબાઈલ લઈ હોટલ તરફ નીકળ્યો.
રૂમ પર આવી મોબાઈલ ચાર્જિંગ માં મુકી ચા નાસ્તો કરી ન્હાઈ ધોઈ તૈયાર થયો અને મોબાઈલ ઓન કરવા જાય એટલા માં એના બન્ને છોકરા ઘેરી વળ્યા અને બોલ્યા પપ્પા અમારી સાથે ક્રિકેટ રમો, છોકરાઓ ને ટાળવા જતો હતો એ જોઈ સારંગ ની પત્ની લેખા મીઠો છણકો કરતા બોલી ઓ લેખક મહોદય તમે અહીંયા ફક્ત તમારા માટે નથી આવ્યા અમને પણ થોડો ટાઈમ આપો, સાંભળી સારંગે મોબાઈલ જોવાની લાલચ ટાળી બહાર કંપાઉન્ડ માં છોકરાઓ સાથે રમવા લાગ્યો.
સારંગ રમતો હતો પણ એનું ધ્યાન મોબાઈલ માંજ હતું કે ક્યારે મોબાઈલ ઓન કરૂં અને કોનો મોબાઈલ છે એ તપાસ કરી જલ્દી એને હવાલે કરૂં.
ભગવાને એની ઈચ્છા સાંભળી લીધી હોય એમ લેખા એ બૂમ પાડી ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે. બધા હોટલ ના ડાઈનીંગ હોલ માં જમી રૂમ માં ગયા, જતાવેંત સારંગ ચાર્જિંગ માં રાખેલ મોબાઈલ લઈ ઓન કરી શાંતી થી વાત થાય એટલે હોટલ ના ગાર્ડન માં એક બેન્ચ પર બેઠો બપોર હતી એટલે સારંગ સીવાય ત્યાં કોઈ ન્હોતું.
સારંગે મોબાઈલ ઓન કર્યુ અને કોન્ટેક્ટ લીસ્ટ ચેક કર્યુ એમાં સ્વીટહોમ લખેલા લેન્ડલાઈન નંબર પર કોલ કર્યો ચાર પાંચ રીંગ વાગ્યા પછી સામેથી ઘંટડી ના રણકાર જેવો મીઠો અવાજ આવ્યો હેલો કોણ ?
હું તિથલ ની હોટલ સાગર ઈન માંથી સારંગ બોલુ છું, સવારનાં દરિયા કિનારે પથ્થર પાસે થી આ મોબાઈલ મળ્યો એમાંથી આ નંબર જોઈ કોલ કર્યો તમે કોણ ?
હું પાયલ બોલું છું આ મારો જ મોબાઈલ છે સવારના મોર્નિંગ વોક કરી થોડીવાર પથ્થર પર બેઠી હતી કદાચ ત્યાંજ મારો મોબાઈલ રહી ગયો હશે કયારથી કોલ કરૂં છું સ્વીચઓફ આવે છે.
સારંગ બોલ્યો હા બેટરી ડાઉન હતી એટલે મોબાઈલ સ્વીચઓફ હતો ચાર્જિંગ કર્યો એટલે ચાલૂ થયો અને તમને ફોન કર્યો તમે આવીને મોબાઈલ લઈ જાવ.
પાયલ બોલી થેન્ક યુ વેરી મચ હું થોડીવાર માં તિથલ આવુ છું કોલ કરીશ એટલે બીચ પર મળીએ.
સારંગ માટે એક એક મિનિટ કલાકો લાગવા માંડી અને પાયલ ના કોલ ની રાહ જોયા વિના બીચ તરફ નીકળી ગયો અને એજ પથ્થર પર જઈ બેસી ગયો.
અડધો કલાક થયો હશે ને મોબાઈલ માં રીંગ વાગી સારંગે કોલ રિસીવ કરી પાયલ ને પોતાની તરફ બોલાવી પાયલ ની પણ એ જગ્યા ફીક્સ હતી એટલે તરત ત્યાં પહોંચી ગઈ અને સારંગ તરફ પ્રશ્નાર્થ ચહેરે જોયું સારંગે સ્માઈલ આપી પોતાની ઓળખ આપી પાયલે પણ પોતાની ઓળખાણ આપી બાજુના પથ્થર પર બેઠી.
સારંગે મોબાઈલ પાયલ નાં હાથમાં આપતા એની સામે જોયું સવાર કરતા એકદમ અલગ લાગતી હતી ચહેરો એજ પણ છુટા લહેરાતા વાળ, સવાર ના ચપોચપ વસ્ત્ર ની જગ્યાએ ખુલતા પંજાબી સૂટ માં એ થોડી ભરાવદાર લાગતી હતી.
પાયલ બોલી સારું થયુ મોબાઈલ તમારા હાથમાં આવ્યો, મને લાગ્યુ જેને મળ્યુ હશે એણે સ્વીચઓફ કરી નાખ્યો હશે.
સારંગ હસતા બોલ્યો જે કંઈપણ હોય મને તો કુદરત ની કરામત લાગે છે મને તારા જેવો દોસ્ત મળે એટલે એણે મોબાઈલ ને નીમીત બનાવ્યો કહી પાયલ તરફ મિત્રતા નો હાથ લંબાવ્યો.
પાયલ થોડી ખચકાઈ વિચારમાં પડી ગઈ જોઈ સારંગ બોલ્યો ટેન્શન ન લે હું પરણેલો છું બે છોકરા છે મારો સુખી પરિવાર છે. હું લેખક છું એટલે લોકો સાથે મિત્રતા કરવી મારી હોબી છે તને સવારના જોઈ મને મારી બહેન યાદ આવી ગઈ એકદમ તારા જેવી જ છે એ મને ભાઈ નહીં દોસ્ત જ માને છે એટલે તારી સાથે પણ મેં દોસ્તી નો હાથ લંબાવ્યો નાની બહેન સમજીને.
સારંગ ની નિખાલસતા પાયલને સ્પર્શી ગઈ અને એણે બેફિકર થઈ પોતાનો હાથ સારંગ ના હાથમાં મુકી દોસ્તી નો સ્વીકાર કરી દીધો.
સારંગ બોલ્યો સવારના તને જોઈ આટલી નાની ઉંમર માં તારા ચહેરા પર ગંભીરતા અને ઉદાસી જોઈ મને કુતુહલ થાય છે જો તને વાંધો ન હોય તો મારે એનું કારણ જાણવું છે.
હળવો નિસાસો નાખતા પાયલ ની આંખોમાંથી ભૂતકાળ નાં કેટલાય દ્રશ્યો તરવરી ઉઠ્યા અને ધણાં વખતથી હ્દય માં ભરી રાખેલ ભૂતકાળ ની વાતો સારંગ જેવો લાગણીશીલ દોસ્ત મળતા બંધ તોડી ખળખળ વહેતી નદી ની જેમ બહાર આવવા લાગી.
પાયલ ની નજર સમક્ષ પદડા પર ફિલ્મ ની જેમ દ્રશ્યો જીવંત થવા લાગ્યા.
બે વર્ષ પહેલા ની વાત છે હું અને મારો પરિવાર નજીક માંજ એક ચીકુ ની વાડી માં રહીએ છીએ પપ્પા નાનું મોટું કામ કરી લે અને અમે વાડી માં થતા ચીકુ વેચી સારું એવું કમાઈ લેતા આમ ખુશીથી ચાલતા મારા જીવન માં એક દિવસ વેદ નામનું વાવાઝોડુ આવ્યુ.
નવેમ્બર નાં જ દિવસો હતા મુંબઈ થી કોલેજ ના છોકરાઓનું એક ગ્રુપ તિથલ આવ્યુ હતુ અને અમને ચીકુ નો ઓર્ડર મળ્યો હું ખુશ હતી ઓર્ડર વધુ હતો અને ભાવ પણ સારો મળ્યો હતો, ડિલીવરી લઈ હું હોટલ પર પહોંચી રિસેપ્શન પર પુછપરછ કરી રૂમ પર પહોંચી વેદ નામના છોકરાએ દરવાજો ખોલી પુછ્યું કોનું કામ છે ?
મેં કીધું ચીકુ ની ડિલીવરી લઈને આવી છું, વેદે કીધુ સારૂ થયુ હમણાંજ આવી હું બીચ પર જતો હતો નહીંતર તને ધક્કો પડત.
વેદે અંદર બોલાવી બેસવા કીધુ. બાવીસેક વર્ષ ની ઉંમર, કર્લી હેર,માંજરી આંખો,કસાયેલું કસરતી શરીર જાણે મારાપર વશીકરણ કરતું હતું એટલે પૈસા આપે તો જલ્દી અહીંયા થી નીકળી જાઉં એવું વિચારતી હતી વેદ પણ ત્રાંસી આંખે મને જોઈ લેતો હતો, આખરે બેગમાંથી પૈસા કાઢી મારી તરફ આગળ વધ્યો હું પણ ઊભી થઈ જેવો વેદ મારી નજીક આવ્યો નીચે પડેલી પેકીંગ માટે ની દોરી માં એનો પગ ભરાયો અને બેલેન્સ જતા મને પકડવા ગયો હું ડરીને પાછળ હટી એટલામાં મેં પહેરેલો વનપીસ ડ્રેસ એના હાથમાં આવ્યો અને ચરરરરર ... નાં અવાજ સાથે ફાટી ગયો વેદ અને હું એકસાથે ભોંયભેગા થઈ ગયા અમે ઝડપથી ઊભા થઈ પણ મારા શરીર પર અંદરના બે વસ્ત્ર જ હતા, વેદની નજર મારા પર પડી અને એ હોંશ ખોઈ બેઠો અને મને આલિંગન માં લઈ લીધી એક તો એકાંત એમાં પુરુષ નાં પહેલા સ્પર્શ અને નાદાન ઉંમર માં હું પણ તણાઈ ગઈ અને ન થવાનું થઈ ગયું. હોંશ આવ્યા ત્યારે ઘણું મોડું થઈ ગયુ મેં મારૂં કૌમાર્ય ગુમાવી દીધું હતું, વેદ ને પણ દોષ ન્હોતી આપી શકતી કારણકે હું પણ આ ભૂલ માં સરખી ભાગીદાર હતી. ઝડપથી ફાટેલું વનપીસ પહેરી ઉપર વેદ નું શર્ટ પહેરી હું ઘરે ગઈ, મમ્મી ને જેમતેમ સમજાવી પરિસ્થિતિ સાચવી લીધી.
બીજા દિવસે ગઈકાલ ની ભૂલ ને ભૂલવા ઘણી કોશિશ કરી પણ રહી રહી ને વેદ યાદ આવી જતો ઘણી કોશિશ કરી પણ અવળચંડા મન આગળ મારું કાંઈ ન ચાલ્યું અને સાંજ પડતા પગ તિથલ તરફ ઊપડી ગયા, હોટલ પર પહોંચી ત્યારે વેદ પણ જાણે મારી જ રાહ જોતો હોય એમ બહાર ઊભો હતો અમે બન્ને ચુપચાપ બીચ તરફ નીકળી ગયા અને આ જ પથ્થર પર આવી બેસી ગયા થોડીવાર ના મૌન પછી વેદ બોલ્યો સોરી મારો એવો કોઈ ઈરાદો ન્હોતો પણ પરિસ્થિતિ જ એવી ઊભી થઈ ગઈ કે હું કંટ્રોલ ગુમાવી બેઠો. હું બોલી ફક્ત તારી ભૂલ નથી હું પણ એટલી જ જવાબદાર છું હવે આગળ શું ? વેદ બોલ્યો અમે આવતીકાલ સવારે પાછા મુંબઈ નીકળવાના છીએ પણ જલ્દી કંઈક વ્યવસ્થા કરી તને મુંબઈ બોલાવી તારી સાથે લગ્ન કરીશ અને યાદગીરી રૂપે મારા ફોનમાં એક સેલ્ફી પાડી લીધી.
આટલુ બોલી પાયલે ભીની આંખે સારંગ તરફ જોયુ અને કીધું બસ આ વાતને બે વર્ષ થયા ફિલ્મ માં દેખાડે છે તેમ મને અભડાવી દેનાર વેદ નો કોઈ પતો નથી, હું પણ મુર્ખી ન તો એનો ફોન નંબર લીધો કે ન એડ્રેસ બસ આ પથ્થર પર આવી વેદ ને યાદ કર્યા કરૂં છું.
વાત સાંભળી સારંગ ની આંખ પણ ભીની થઈ ગઈ અને બોલ્યો બેના તું ટેન્શન ન લઈશ આ તારો ભાઈ છે ને બધુ ઓકે કરી દેશે હવે ચાલ તારી ભાભી ને મળવા આટલા ટાઈમ થી બહાર છું એટલે ઝાડુ લઈને મારૂં સ્વાગત કરશે કહી વાતાવરણ હળવું કરી નાખ્યુ.
ખરેખર લેખા હોટલ ના ગેટ પર ઊભી હતી સારંગ ને અજાણી છોકરી સાથે હસતા હસતા વાત કરતા આવતા જોઈ એની આંખો ખેંચાઈ પણ સારંગ પર એને પુરો ભરોસો હતો એટલે ચુપ રહી એ લોકો સાથે રૂમ ની અંદર ગઈ.
સારંગે પાયલ ની ઓળખાણ આપી કહ્યુ તને જેની ખોટ વર્તાતી હતી એ નણંદ અને છોકરાઓ માટે ફઈ લઈ આવ્યો છું, સારંગે ફોન કરી રિસેપ્શન પર ચા નાસ્તા નો ઓર્ડર આપ્યો, ચા નાસ્તો કરતા કરતા સારંગે લેખા ને બધી વાત કરી લેખા એ પણ પાયલ ને સધિયારો આપતા બોલી બેન સૌ સારાવાનાં થશે તમે કોઈ ચિંતા ન કરતા.
પાયલ તો અજાણ્યા લોકો ની આવી લાગણી જોઈ રડી પડી અને બોલી જેની સાથે આવા ભાઈ ભાભી હોય એને વળી શું ચિંતા ?
પછી તો વર્ષો જુની ઓળખાણ હોય એમ ગપાટા મારી બધા હળવા થયા અને પાયલે બીજા દિવસે બધાને બપોરે ઘરે જમવાનું આમંત્રણ આપ્યું સારંગ પણ હોટલ નું ખાઈ કંટાળ્યો હતો એટલે એણે પણ વધુ આનાકાની ન કરી.
બીજા દિવસે આમપણ સારંગ ને મુંબઈ પાછું ફરવુ હતુ એટલે સવારના હોટલ માંથી ચેકઆઉટ કરી કાર લઈ પાયલ ના ઘરે ગયો. મહેમાન જોઈ પાયલ ના મમ્મી રમીલા બેન પણ રાજી થયા, બપોરે જમી થોડીવાર મેળાવડો કરી સારંગે રજા માંગી કે તરત રમીલા બેન બોલ્યા તમને બધાને અહીંયા રોકાવાનું છે.
સારંગે કીધુ હમણાં તો એડજસ્ટ નહીં થાય જલ્દી જ બીજીવાર રોકાવાનું કરીને આવશું બસ એ વાત પકડી રમીલા બેન બોલ્યા આવતા મહિને 25 ડીસેમ્બર નાતાલ ના દિવસે પાયલ નો બર્થ ડે છે ત્યારે ચોક્કસ આવવું પડશે. સારંગે જ્યારે પ્રોમીસ આપ્યું ત્યારે જ એને જવાની રજા મળી.
સારંગ મુંબઈ આવ્યો અને જોતજોતાંમા 25 ડીસેમ્બર નજીક આવી એટલે બે દિવસ પહેલા જ પાયલ નો ફોન આવ્યો અને યાદ અપાવી તમારે તિથલ આવવાનું છે.
સારંગે પણ બધી તૈયારી કરી રાખી હતી અને 25 ડીસેમ્બર ના વહેલી સવારના કાર લઈ તિથલ જવા નીકળી ગયો. જેવી કાર તિથલ પહોંચી સારંગે ફોન કરી કીધું અમે દસ મિનિટ માં પાયલ ને ઘરે પહોંચીએ છીએ તું પણ ત્યાં ગિફ્ટ લઈ ને પહોંચ.
દસ મિનિટ પછી એ લોકો પાયલ ના ઘરે પહોંચ્યા એના મમ્મી રમીલા બેન અને પપ્પા રમેશ ભાઈ પણ ઘરે હતા બધી તૈયારી થઈ ગઈ હતી સારંગ ની રાહ જોતા હતા એ આવે એટલે કેક કાપીએ.
સારંગ બોલ્યો ફક્ત પાંચ મિનિટ હજી રાહ જોઈએ મારો મિત્ર આવે છે. પાયલ બોલી વાંધો નહીં આવી જવા દો એને પછી કેક કાપીએ એટલા માં સારંગ નો મોબાઈલ રણક્યો વાત પુરી કરી બોલ્યો બેલા પાયલ ની આંખ પર પટ્ટી બાંધી દે સરપ્રાઇઝ ગિફ્ટ આવી ગઈ છે.
પાયલ ને નવાઈ લાગી આ શું ચાલી રહ્યુ છે ? સારંગે બેલા ને પાયલ ના આંખે બાંધવા લાલ પટ્ટી હાથમાં પકડાવી દીધી, સારંગે કીધું એ પ્રમાણે બેલા એ પાયલ ના આંખે પટ્ટી બાંધી એટલે સારંગે બે આંગળી મોઢામાં નાખી સીટી વગાડી એ સાંભળતા જ એક યુવક મોટો ફ્લાવર બુકે લઈ ને અંદર આવ્યો, બુકે એટલો મોટો હતો કે આવનાર આખો એનાથી ઢંકાઈ ગયો હતો, આટલો મોટો બુકે જોઈ બધા એ સરપ્રાઇઝ થી અચંબીત થઈ ગયા.
સારંગે બેલા ને ઇશારો કરી આંખેથી પટ્ટી ખોલવા કહ્યુ, પટ્ટી ખુલતા પાયલે આંખો ખોલી હવે સારંગે બુકે લાવનાર ને બુકે નીચે મુકવા ઇશારો કર્યો, પાયલ ની ધૂંધળી નજર પહેલા બુકે પર ગઈ પછી બુકે લાવનાર પર એમાં એને દેવ ની ઝલક દેખાણી, આટલો ટાઈમ આંખે પટ્ટી હતી એટલે સાફ દેખાતું ન્હોતુ એટલે પાયલે આંખ ચોળી દેવ ને ભૂલવાની કોશિશ કરી પણ આ શું આંખ સાફ થયા પછી પણ દ્રશ્ય બદલાતુ ન્હોતું સામે દેવ જ દેખાતો હતો એણે સારંગ તરફ નજર કરી આંખોથી સવાલ કર્યો શું આ સાચુ છે કે મને ભ્રમ થાય છે ?
સારંગ પાયલ ની મુંઝવણ સમજી ગયો અને બોલ્યો બેના આ સાચુ જ છે જો તારા બર્થ ડે ની શું ગિફ્ટ લઈ આવ્યો, એટલામાં દેવ ધીમેથી આગળ આવ્યો અને ખિસ્સામાંથી ડાયમંડ રિંગ કાઢી પાયલ ની પાસે જઈ ઘૂંટણ ટેકવી પ્રપોઝ કર્યુ Will you mery me ?
પાયલ તો જાણે સપનું જોઈ રહી હોય એમ અવાચક ઊભી હતી એ જોઈ સારંગ નજીક આવી પાયલ નો ખભો પકડી બોલ્યો ગિફ્ટ કેવી લાગી બેના ?
પાયલ તો સારંગ ને વળગી રડી પડી ને બોલી ભાઈ આ બધુ કેવી રીતે શક્ય બન્યું?
સારંગ બોલ્યો બેના પહેલા દેવ નો પ્રપોઝ એકસેપ્ટ કર પછી શાંતિથી બધી વાત કરીએ. પાયલ એના મમ્મી પપ્પા સામે જોયું એટલે પપ્પા એની પાસે આવી બોલ્યા બેટા સારંગ જેમ કહે છે તેમ કર. પાયલ પપ્પાને વળગી પડી અને બોલી તમે બધાએ આ શું રમત રમો છો મને ખબર નથી પડતી સાંભળી રમીલા બેન પણ નજીક આવ્યા અને બોલ્યા બેટા સૌથી પહેલા રિંગ પહેરી જમાઈ ને છુટ્ટો કર બીચારા નો ધૂંટણ દુઃખી જશે.
પાયલ પાસે હવે બોલવા જેવું ન્હોતુ એટલે દેવ ની તરફ પોતાની તર્જની આગળ કરી રિંગ પહેરી પ્રપોઝ નો સ્વીકાર કર્યો અને બોલી હવે તો કાંઈ બોલો મને અકળામણ થાય છે.
સારંગે બધાને બેસવા કહ્યુ અને પાયલ નો હાથ પકડી બોલ્યો મેં તને કીધું હતું ને તારો ભાઈ બધુ ઓકે કરી દેશે હવે સાંભળ આ દેવ મારો ખાસ મિત્ર છે, તારો મોબાઈલ ચાર્જ કરી ઓન કર્યો અને કુતુહલવસ ગેલેરી જોઈ તો એમાં આ ગાંડા નો તારી સાથે સેલ્ફી ફોટો જોયો પછી તારી વાત સાંભળી મને ખાત્રી થઈ ગઈ કે તારો દેવ અને મારો દેવ એક જ છે.
દેવ ત્યારે તિથલ થી પાછો ફર્યો અને એને મુંબઈ માં કંગના નામની છોકરી ભટકાઈ શું ખબર એણે દેવ પર શું જાદુ કર્યો કે દેવ બધુ ભૂલી એની મોહજાળ માં ફસાઈ ગયો અને જ્યારે હોંશ આવ્યા ત્યારે દેવ પોતાની બેંક બેલેન્સ અને ઘણુંબધુ ગુમાવી ચૂક્યો હતો પણ હવે રડી ને ફાયદો ન્હોતો એણે મારી પાસે આવી પાયલ સાથે થયેલી દુર્ઘટના અને કંગના ની છેતરપિંડી ની વાત કરી હતી અને શરમ ના માર્યો પાયલ પાસે પણ ન્હોતો જઈ શકતો એટલે દેવ માંથી દેવદાસ બની ભટકતો હતો.
એટલા માં મારો તિથલ પ્રવાસ થયો અને કુદરત તમને બન્ને ને પાછા એક કરવા મને નીમીત બનાવવા માંગતી હોય એમ પાયલ નો મોબાઈલ મારા હાથમાં આવ્યો બધી હકીકત ખબર પડી બસ ત્યારથી મારો સિક્રેટ પ્લાન ચાલૂ થઈ ગયો.
મુંબઈ આવી દેવ ની ઈચ્છા જાણી લીધી એના હકાર પછી રમીલા બેન અને રમેશ ભાઈ ને ફોન કરી બધી વાત કરી એમને પરિસ્થિતિ સમજાવી, પાયલ ની ખુશી અને ભવિષ્ય નો વિચાર કરી એ લોકો પણ માની ગયા અને આ બધો ખેલ રચાયો.
હવે સમજાયુ બેના આ બધું કેવી રીતે થયુ ?
પાયલ તો સારંગ ના પગે પડી પછી મમ્મી પપ્પા ને પગે પડી આભાર વ્યક્ત કર્યો.
દેવ પણ ભાવી સાસુ સસરા ને પગે પડી પાયલ તરફ ફર્યો અને એના હાથ પકડી માફી માંગી. પાયલ બોલી આમાં તમારો કોઈ વાંક નથી બસ આપણી પરીક્ષા હતી એમાં આપણે પાસ થઈ ગયા અને એનો બધો શ્રેય મારા ભાઈ સારંગ ને જાય છે.
તો પણ સારંગ ભાઈ હું તમારા થી નારાજ છું આજના આ ખુશીના દિવસ માં તમારી બહેન ને કેમ ન લાવ્યા ?
સારંગ હસી પડ્યો મારી ભોળી બેના બહેન હોય તો લઈ આવું ને.
પાયલ બોલી એટલે ?
સારંગ બોલ્યો મારે કોઈ બહેન નથી તારા મોબાઈલ માં દેવ સાથે સેલ્ફી જોઈ મને ખબર પડી કે દેવ તારી સાથે જ ભટકાયો હતો એટલે તારો વિશ્વાસ જીતવા થોડીક ગપ્પ મારી એટલે તો તે તારી વાત મારી સાથે ખુલ્લા દિલે કરી નહીંતર આ બધુ શક્ય ન થાત અને એના માટે હું તારી માફી માંગુ છું.
પાયલ સારંગ ના હાથ પકડી બોલો ભાઈ માફી માંગવાની કોઈ જરૂર નથી મારા સારા માટે જ તમે ખોટું બોલ્યા ને એનું કેટલું સરસ ફળ મને મળ્યુ.
બધાએ મળી પાયલ ના બર્થ ડે ની સરસ ઊજવણી કરી અને થનાર લગ્ન ની આગોતરી તૈયારીમાં પડી ગયા.
~ અતુલ ગાલા (AT) કાંદિવલી, મુંબઈ.