મધદરિયે - 31 Rajesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મધદરિયે - 31

આગળના ભાગમાં આપે જોયું કે સુગંધા અને રાણા બંને ચંકીના અડ્ડા નેસ્તનાબૂદ કરવા નીકળે છે..રસ્તામાં અચાનક ખીલી વાળું મોટું પાટીયું આવી જતાં પચંર પડે છે..સ્ટેફની લગાવવા ગયા ત્યાં કોઈ એમને બંદૂકની અણીએ પકડી લે છે.. હવે આગળ.

"તમે કોણ છો? કેમ અમને આમ બંદૂક બતાવી છે?"રાણાએ કહ્યું..

"મોતનું નામ ન હોય..ચંકીસરને પકડવા નીકળ્યા છો પણ એના સુધી તો તમારી લાશ જ પહોંચશે.."એક જણ બોલ્યો..

રાણા અને સુગંધાને આગળ રાખી બંને બંંદૂકધારી પાછળ ચાલવા લાગ્યા,સુગંધાએ રાણા સામે જોયું અને આંખ મીચકારી..આંખોના ઈશારે વાત થઈ અને બંનેએ પોતાના પગ વડે પાછળ ચાલી રહેલા લોકોને બે પગ વચ્ચે એટલા જોરથી લાત મારી કે એ પડી ગયા.. એક ક્ષણમાં બાજી પોતાની તરફ કરી લીધી.એટલી તીવ્ર ગતિએ બંદૂક પડાવી કે એમની સ્ફૂર્તિને પેલા લોકો જોઈ રહ્યા..

સુગંધા અને રાણા એ પોતાની સામે રહેલા લોકોને ભોંય પર જ રહેવા દીધા..સુગંધાએ તરત જીપમાં રહેલા દોરડાથી બંનેને બાંધી દીધા..હવે આરામથી એ લોકો જઈ શકે એમ હતા..ટાયર બદલાવીને રાણાએ જીપ ચાલું કરી..પેલા ત્રણેયને જીપમાં બાંધીને રાખ્યા.

એકદમ સૂમસામ જગ્યા પર અડ્ડો હતો. જુના પડેલા કારખાનાની અંદર એવી કારીગરી કરી હતી કે કોઈને ખબર જ ન પડે..સુગંધા અને રાણાને બધી ખબર હતી એટલે એમને મુશ્કેલી ન પડી.. જાણે વર્ષોથી બંધ પડ્યું હોય એમ દરવાજો પણ ખખડધજ હાલતમાં હતો.. સુગંધા બોલી"રાણા સાહેબ તમે દરવાજો ખોલો હું બહાર ધ્યાન રાખુ છું..ચંકીના માણસો આટલામાં જરૂર હશે જ."હજુ એ પૂરતુ બોલે એ પહેલા તો જીપની પાછળથી ગોળી છૂટી.સનનનન્ કરતી ગોળી રાણાના જમણા હાથના પંજાને વીંધતી નીકળી ગઈ..સૂગંધાએ તરત જ રાણાને મોટા પથ્થરની પાછળ ધક્કો મારી દીધો.રાણા દર્દથી કરાહી રહ્યો હતો.. પોતાનો જમણો હાથ લોહીથી તરબતર હતો.. આટલી પીડા છતા. રાણાએ પોતાની પિસ્તોલ બહાર કાઢીને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું..

"રાણા સાહેબ તમે ઠીક છો? "

"ઓફીસર મારી ચિંતા ન કરો..દુશ્મનના હાથે પકડાવું નથી.તમે જરાય ડર્યા વિના મુકાબલો ચાલું રાખો."

"પણ તમારા હાથમાંથી લોહી વધું વહી રહ્યું છે.."સુગંધાએ જોયું તો માંસનો લોચો નીકળી ગયો હતો..સામેથી ધાંયધાંય ગોળી સતત ચાલું હતી..સુગંધાએ બરાબર નીશાન લઈને એકને ખોપરીમાં ગોળી મારી.. નાળીયેર ફાટે એમ એની ખોપરી વીંધાઈ ગઈ..

"સાબાશ!! હિંમત ન હારશો હું હજુ બેઠો છું હો..હમણા મારૂ ખાતું પણ ખોલી દઉં.."રાણા જાણતો હતો કે આ પીડાથી પોતે ગમે ત્યારે બેહોશ થઈ જશે,પણ સુગંધાનો ઉત્સાહ વધારવા એ બોલી રહ્યો હતો.. સામે દસ-બાર ગુન્ડા હતા અને અહીં સુગંધા એક જ હતી.. ચંકીએ પોતાના ખાસ શાર્પશૂટર અહીં રાખ્યા હતા..એમા એક તો ભલભલા પહેલવાનને માત આપે એવો શેટ્ટી પણ હતો..

રાણાએ પોતાની બધી તાકાત ભેગી કરીને એક ગુન્ડો થોડો બહાર નીકળ્યો એવું નિશાન લઈ એની છાતીમાં ગોળી ધરબી દીધી.પણ એ એની આખરી ગોળી હતી..એનો હાથ એને જવાબ દઈ રહ્યો હતો.. હવે એનું શરીર એને સાથ નહોતું આપી રહ્યું.. એની આંખો માંડ ખૂલતી હતી..સુગંધાએ એ તરફ જોયું અને રાણાના શરીરને ટેકો આપવા ગઈ..આ તરફ દરવાજાની તીરાડમાંથી જોઈ રહેલા શેટ્ટીએ તરત દરવાજો ખોલ્યો અને દિવાલની આડમાં છુપાઈ ગયો.. એનો ઈશારો જાણી ગયેલા જીપની પાછળ રહેલા ચંકીના સાથીદારો તરત દોડીને સુગંધા પાસે પહોંચી ગયા.સુગંધાએ પોતાની બંદૂક ચલાવી પણ હવે એમા ગોળી ન હતી..સુગંધા ચારે તરફથી ઘેરાઈ ગઈ હતી..ચંકીના સાથીદારો પાસે પણ ગોળી નહોતી રહી.. સુગંધાએ પોતાના શરીરમાં હતું એટલું બળ વાપરીને પોતાની જાતને બચાવતી રહી..પાસે રહેલી લાકડી ઉપાડી એણે એકનું ઢીમ ત્યાં જ ઢાળી દીધું પણ પાછળ ઊભેલા શેટ્ટીએ એના મજબૂત હાથો વડે પોતાના બાહુપાશમાં એને પકડી લીધી..સુગંધા ચાહે તોય એની પકડમાંથી છુટી શકે એમ ન હતી..એનું શરીર પણ હવે થાક્યું હતું અને કદાચ એ છુટી પણ જાત જો શેટ્ટી ન હોત તો ને રાણાની પણ એને ચિંતા હતી..હજુ એ ભાગી શકે એટલી કળા તો માર્શલઆર્ટ દ્વારા એ શીખી હતી પણ રાણાને એકલો મૂકી શકાય એમ ન હતું..

આખરે રાણા અને સુગંધા પકડાયા.એ જર્જરિત કારખાનામાં જ એમને રાખવામાં આવ્યા..સુગંધાને પણ બાંધી દેવામાં આવી..

"લે ફોન કર સૂરજને અને અમે કહીએ એમ જ કહેજે.. એને જરાય શંકા ન જાય કે તમે અહીંયા અમારી કેદમાં છો.. જો જરાય ચૂક થઈ છે તો તમે બેય જીવથી જશો જ પણ અંદર રહેલી 78 યુવતી પણ મરશે."શેટ્ટીએ સુગંધાને શું કહેવું એ સમજાવી દીધું..

સૂરજને ફોન લગાવી સુગંધા બોલી"સૂરજ મિશન સકસેસ ગયું છે..અહીં બે ગાડી ભરાય એટલી યુવતીઓ છે. અત્યારે તમે એકલા જ આવજો ને પછી અહીંથી જ બસ કરીને આપણે સાથે જઈશું. બીજા કોઈને સાથે ન લાવશો.."

"હાશ મને ક્યારની ચિંતા થતી હતી તમારી.. ચલો એક વધારે મિશન પાર પડ્યું..હું હમણાં જ આવું છું.."

"હા અને અવનીના હાથમાં ખોપરી વાળું રમકડું છે એના બેય હાથ ટૂટી ગયા છે જરા એને સરખું કરી દેજો.. એ નાહક રડશે..ચાલો હવે ફોન રાખું છું."

"હેલ્લો,હેલ્લો!!કયું રમકડું?"સૂરજ હજુ પૂછતો હતો પણ ફોન કટ થઈ ગયો હતો..

"હાહાહાહા.જોયું ત્રણેય મજબૂત પાયા આપણા કબજામાં છે.. ચંકી સરનો ફોન આવે કે તરત જાણ કરી દો.. આજે ત્રણેયની લાશ એક સાથે ઘેર જશે."એક સાથીદાર બોલ્યો..

"ના આમની લાશને ઘેર શા માટે મોકલવી જોઈએ??આ કારખાનામાં એમને જીવતા જ સળગાવી દેશું." શેટ્ટી બોલ્યો..

સૂરજ વિચારતો રહ્યો કે કયું રમકડું? અવનીને પણ પૂછ્યું..

"અવની પાસે એવું કોઈ રમકડું છે જ નહીં.એ રમવાનું અને બોલવાનું જાણે ભુલી જ ગઈ છે.."પ્રિયા બોલી..

"ઓકે હું ફોન કરીને પૂછી લઉં કે કયું રમકડું છે જે સરખું કરવાનું છે.."સૂરજ બોલ્યો..

ફોન કર્યો પણ ફોન સ્વીચ ઓફ હતો..

"પણ દી એ તમને બોલાવ્યા છે તો તમે જાવ..રમકડાંને પછી જોઈ લેજો."

"હા એમ જ કરવું પડશે..હું અત્યારે જ નીકળું છું..ત્રિવેદી સાહેબ અહીં છે એટલે મને બહુ ચિંતા નથી..બહાર પણ હું સુચના આપતો જાઉં છું કે કોઈ આઘાપાછા ન થાય.."

સૂરજ નીકળી ગયો..

શું થશે હવે?

સુગંધા અને રાણાની સાથે સૂરજ પણ કેદ થશે કે બધા હેમખેમ છૂટી શકશે??

સુગંધા કયા રમકડાંની વાત કરતી હશે?? જાણવા માટે વાંચતા રહેજો મધદરિયે..