મધદરિયે - 32 Rajesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મધદરિયે - 32

આગળના ભાગમાં આપે જોયું કે સુગંધા અને રાણા ચંકીના માણસોના હાથે પકડાઈ જાય છે.. શેટ્ટી ફોન કરાવી સૂરજને પણ બોલાવી લે છે.. એ ત્રણેને એકસાથે મારી નાખવા માંગતો હતો..સૂરજ ઘેરથી નીકળી જાય છે.હવે આગળ..

"હમણા સૂરજ આવતો જ હશે.. આજે ચંકી સરના તમામ દુશ્મન એક સાથે મરશે..હમણાં એમનો ફોન મારા પર આવશે.."શેટ્ટી બોલ્યો..

સુગંધા મનોમન પ્રભુને વિનવી રહી હતી.. હે ભગવાન!!સૂરજ અહીં આવશે તો એ પણ વગર વાંકે મરશે.. એની જીંદગીમાં આમ પણ પ્રશ્નો ક્યાં ઓછા હતા.પ્રભુ કંઈક ચમત્કાર બતાવો..રાણાની હાલત પણ બગડતી જતી હતી..સતત વહેતું લોહી અને હાથમાં વાગેલી ગોળીથી એના શરીરમાં ઝેર થઈ જાય તો એ જીવથી જશે.

સૂરજ ખુશ થતો પોતાની ધૂનમાં કારખાના સુધી પહોંચી ગયો.એને તો મનમાં પણ એવી કલ્પના નહોતી કે એની સાથે શું થવાનું છે..કારખાનાની બાજુમાં પોતાનું મોટરસાયકલ રોકીને એ કારખાના તરફ ચાલવા લાગ્યો.પાંદડા એના પગ નીચે આવતા થોડો ખખડાટ થયો.. પાછળથી બે-ત્રણ લોકોએ એના પર સીધી તરાપ મારી.સૂરજે તરત પોતાને પકડનારને એક પંચ મારી દીધો..એ ત્યાંજ પડી ગયો.. પોતાની તરફ લાકડી લઈને આવતા માણસને પણ એણે પોતાની સ્ફૂર્તિથી ચિત કર્યો,પણ તાત્કાલિક એણે વિચારી લીધું કે નક્કી કોઈ અંદર કંઈક તો થયું છે,એટલે જ આ લોકો એને પકડવા આવ્યાં છે.. જો પોતે હવે કંઈ કરવા જશે તો કદાચ અંદર રહેલા રાણા સાહેબ અને સુગંધા મેમ મુશ્કેલીમાં મુકાશે. આવી પરિસ્થિતિ વખતે સૂરજનો નિર્ણય હંમેશા સચોટ જ રહેતો હતો..એણે તરત અંદર જવું જ મુનાસિબ માન્યું..અંદર જતા એણે રાણાની સ્થિતી જોતા પોતાની જાતને એ કમજોર માનવા લાગ્યો..પોતે ચાહે તો એ બધાને ભારે પડી શકે, પણ જો એ કશું કરવા જાય તો સુગંધા મેડમ અને રાણા સાહેબ બંને જીવથી જાય એમ હતું.હજુ એ વિચારતો જ હતો ત્યાં પાછળથી જોરદાર મૂક્કો એના બરડામાં પડ્યો.સૂરજ નીચે પટકાયો..એની આટલી જીંદગીમાં એને આટલા જોરથી કોઈનો મૂક્કો પડ્યો ન હતો..એણે તરત પાછળ જોયું તો શેટ્ટી ઊભો હતો..મહાકાય દૈત્ય જેવું એનું શરીર હતું..હવે સૂરજ બરાબર ફસાયો હતો.. માર ખાધા સિવાય બીજો કોઈ રસ્તો એની પાસે હતો જ નહીં..રમકડું હોય એમ શેટ્ટીએ એને ઉપાડી લીધો. સૂરજને હવામાં અધ્ધર કરી એને નીચે પટકી દીધો..

સુગંધાને જેનો ડર હતો એજ થયું..ત્યાં જ ત્રિવેદી સાહેબની સાથે 15 પોલીસ જવાનો ત્યાં પહોંચી ગયા..હવે સૂરજના જીવમાં જીવ આવ્યો..ત્રિવેદી સાહેબ તમે સુગંધા મેમ અને રાણા સાહેબને દવાખાને લઈ જાઓ, આ લોકોને અમે સંભાળી લઈશું." સુગંધાને પણ માર મારીને અધમૂઈ કરી નાખી હતી..

પોતાની રિવોલ્વરથી બે લોકોનું ઢીમ તો ત્યાં જ ઢાળી દીધું પોલીસ જવાનો એ.પણ હવે બે ભડાકાથી વધું ભડાકા થાય એમ ન હતું..એમની પાસે પૂરતો જથ્થો ન હતો..પોલીસ વધું હતાં એટલે બધા પકડમાં આવી ગયા હતા,પણ શેટ્ટી કોઈથી પકડાય એમ ન હતો. એ એકલો પાંચને ભારે પડતો હતો.. સૂરજે પોતાની બધી તાકાત ભેગી કરીને એક જોરદાર પ્રહાર શેટ્ટીના પેટ પર કર્યો,પણ એ માંડ થોડું ડગ્યો.. આટલો ભીમકાય માણસ હોય એને કોઈ રીતે પહોંચી શકાય એમ નહીં..સૂરજે પાંચેક ફૂટ ઊંચી દિવાલ પર ચઢીને શેટ્ટી પર કુદકો માર્યો.સૂરજની સ્પીડ અને વજનને શેટ્ટી ન સહન કરી શક્યો અને પટકાયો નીચે.. જો કે એને તોય કશું થયું નહોતું,પણ આવા લોકો નીચે પડે પછી એમની તાકાત ઓછી થઈ જતી હોય છે.. સૂરજે જોરદાર પંચ એના જડબામાં માર્યો અને શેટ્ટીના દાંત હલવા લાગ્યા.. શેટ્ટી પીડાને લીધે આળોટતો હતો..સૂરજને હળવાશમાં લેવાની ભૂલ એને ભારે પડી ગઈ હતી.. સૂરજની મદદથી એને બાંધી દીધો.

કારખાનામાં અલગ શેડમાંથી થરથર કાંપતી યુવતીઓ પણ મળી આવી..એમને પણ સૂરજ છોડાવી લીધી.એણે ફોન કરીને ગાડી બોલાવી અને બધાને ગાડીમાં બેસાડીને નારીકેન્દ્રમાં પહોંચતા કરવાની વ્યવસ્થા કરી દીધી..

સુગંધાને માથાના ભાગે વાગ્યું હતું..દવાખાને લઈ જઈ એની સારવાર કરી, એને ત્રણ ટાંકા પણ આવ્યા હતા..રાણા સાહેબને હજુ બે-ત્રણ દિવસ દવાખાને રહેવું પડે એમ હતું..

ચંકી પર વધુ એક જીતથી નારીકેન્દ્રમાં ઉત્સાહનો માહોલ હતો.

સૂરજને હજુ એ નહોતું સમજાયું કે ત્રિવેદી સાહેબ કઈ રીતે એની પાછળ પહોંચી ગયા હતા.

"તમને કોણે સમાચાર આપ્યા કે અડ્ડામાં રાણા સાહેબ અને સુગંધા મેડમ તકલીફમાં છે??એમણે મને એકલો જ બોલાવ્યો હતો.."સૂરજે કહ્યું..

"એ કમાલ તો પ્રિયા એ કરી..એણે મને જાણ કરી કે સુગંધાનો ફોન આવ્યો એમા કંઈક તો ભેદ છે.."

"અરે દીદી એ કહ્યું હતું ને 'ખોપરી વાળું રમકડું અને તૂટેલા હાથ?'"

મેં બહું વિચાર કર્યો પછી મને સમજાયું કે આ પરિસ્થિતિમાં દીદી રમકડાની વાત થોડી કરે? ખોપરી અને તૂટેલા હાથ એટલે ડેન્જર પરિસ્થિતિનું સુચન દીદીએ કર્યુ હતું.ને બસ મે તરત અંકલને જાણ કરી દીધી,અને એ તમારી પાછળ તરત પહોંચી ગયા.. પ્રિયાએ કહ્યું..

"તમે પોલીસમાં ચાલો એમ છો હો. સાલુ મને આવો વિચાર જ ન આવ્યો.."સૂરજ બોલ્યો..

"પહેલવાનને અમથીયે ખાવાની જ ખબર પડે.."પ્રિયાએ ગમ્મત કરી.

"બહુ મસ્તી સૂઝે છે તમને.એ વખતે વિચાર કરવાનો સમય જ ન હતો."સૂરજ બોલ્યો..

"હા મેં એટલે જ કોડમાં વાત કરી હતી..મારી વાત પ્રિયા સમજી ગઇ અને સૂરજભાઈના સાથથી આજે હું અને રાણા સાહેબ સલામત છીએ,નહીતર અમારૂ કોણ જાણે શું થાત??"સુગંધાએ કહ્યું..

"કશું ન થાત તમને,પણ હા,હવે મને છોડીને એકલાં ક્યાંય રેડ પાડવા ન જતા.."

"તમે પણ જશો તો અમારુ અહીં કોણ? "કોણ પર ભાર મૂક્યો એટલે સુગંધા જાણી જ ગઈ પ્રિયાના મનની વાત.. અત્યારે યોગ્ય સમય નથી એટલે સૂરજને કશું ન કહેવાય એમ વિચારીને સુગંધાએ કશું ન કહ્યું.

ત્યાં ચંકીનો ફોન આવ્યો.

"સુગંધા તે આજે સારૂ નથી કર્યું..તારા મરવાના દિવસો બહુ નજીક આવી ગયા છે.. તારા ભગવાનને યાદ કરી લેજે, કેમકે તને બચાવવા હવે કોઈ નહીં આવે.."

"કેમ ચંકી?નીકળી ગઈને બધી હવા? હજુ તો શરૂઆત છે.. તારા દરેક અડ્ડા આવી જ રીતે નાશ કરીશ અને સામે આવ્યો તો તારો પણ સર્વનાશ થશે.."

"તુ ભૂલે છે,તુ હજુ મચ્છર છો મારી પાસે.બહુ જલ્દી તને ચંકીનો ભેટો થશે..."

"હું એ ઘડીનો જ ઈંતઝાર કરૂ છું,પણ તુ આવતો જ નથી.."

"સુગંધા!! હું, હું તને ક્યાંયની નહીં રહેવા દઉં.. તારી બેન તો કોઠાની રોનક ન બની,પણ તુ તો નગરવધૂ જ બનીશ જોજે.પ્રિયા ફક્ત મારી સાથે જ સૂતી છે,પણ તુ તો મોતની ભીખ માંગીશ તોય તને વેશ્યા બનાવીને જ જંપીશ..હું તારી બહુ નજીક જ હોઈશ પણ તુ મને ઓળખી નહીં શકે..તને એમ હોય કે મારા બધા કોઠા પર રેડ પાડીને તુ મારા ધંધાને ચોપટ કરી દઈશ,તો એ તારી ભુલ છે..તારે જેટલો પોલીસ પહેરો રાખવો હોય એટલો રાખ, પણ નારીકેન્દ્રમાં જે મારી ગુલામો મરશે એ બધીના મોતનું કારણ તુ બનીશ.. હું આવીશ અને તબાહી મચાવી દઈશ.."

"તારી પાપની દુનિયા ખતમ થાય છે એટલે તુ બકે છે.. તારો લવારો બંધ કર અને ફોન રાખ.."

બે-ત્રણ દિવસમાં રાણા સાહેબ ઠીક થઈ ગયા હતા.. એમને રજા મળતાં સીધા સુગંધા પાસે જ ગયા..

એમને સાજા થયેલા જોઈને બધાને હાશ થઈ..

રાણા સાહેબે આવતા વેંત ગર્જના કરી. "ચાલો આપણે બેસી નથી રહેવાનું,હજુ ચંકીના બધા અડ્ડા બંધ કરવાના છે.."

"રાણા સાહેબ શાંત થાવ.. બધા જ અડ્ડા બંધ કરાવી દીધા છે.. તમારી ગેરહાજરીમાં ચંકીના બધા અડ્ડા પર આ તમારા ભીમ ગયા હતા દીદી સાથે. એ જાય પછી કોઈ ખામી રહે??"પ્રિયા બોલી..

"અરે કાલે તો સુગંધાનું બહુમાન કરવાનું છે.. 300 યુવતીને એણે નર્કમાંથી બહાર કાઢી એટલે સમગ્ર ટ્રસ્ટીઓ ભેગા થઈને એનું સન્માન કરે છે..હવે ચંકી એકલો છે પકડવામાં બાકી."ત્રિવેદી સાહેબ બોલ્યા..

"ઓહ, બહુ સરસ કામ થયું લો.. પણ હું સાથે હોત તો મને આનંદ થાત, પણ જે થયું એ સારૂ જ થયું.. ચંકી હવે સામેથી કોઈ ભૂલ કરશે અને પકડાશે જોજ."

"રાણા સાહેબ તમે કહો એમ થાય તો સારૂ..આપણે ક્યાં સુધી ખોટા ડરમાં જીવવું??"સુગંધા બોલી.

કેન્દ્રમાં ખુશીનો માહોલ હતો.. અનેક નામી હસ્તીઓ ત્યાં આજે ઉપસ્થિત હતી..બ્રિજેશભાઈએ ઘણું દાન કર્યું હતું એટલે એમના હસ્તક સુગંધાની સાથે રાણા સાહેબ,ત્રિવેદી સાહેબ અને સુલતાનનું પણ બહુમાન કરવામાં આવતું હતું .એમણે જ સુગંધાની સાથે તમામને મેડલ આપવો જોઈએ એવી જાહેરાત કરી હતી..

ટ્રસ્ટના લોકો સિવાય બીજું કોઈ અંદર ન પ્રવેશે એની પૂરતી કાળજી લેવામાં આવી હતી..સુગંધા અવનીને લઇ સ્ટેજ પર ગઈ હતી.. એને બે શબ્દો બોલવાના હતા.. એ બોલી"પુષ્પાદીદી કાયમ મારા માટે આદર્શ રહ્યા છે.. એમણે જ મને આ ઘરમાં લાવ્યા અને એમણે જ મને આ કેસ હેન્ડલ કરવા જણાવ્યું હતું..આ બહુમાન હું એમને અર્પણ કરૂ છું, પણ એ આપણી વચ્ચે નથી રહ્યા એટલે એમની પ્રતિકૃતિ એવી અવનીને આ બહુમાન અર્પણ કરૂ છું.."તાળીઓના ગડગડાટથી સુગંધાને વધાવી લેવામાં આવી..કાર્યક્રમ પૂર્ણ થયો.. મહેમાન બધા નીકળવા લાગ્યા..

ચમેલી સુગંધાની પાસે ઊભેલા તમામ લોકોને બોલાવવા આવી..મહેમાન ગયા એટલે કેન્દ્રમાં રહેલી સ્ત્રીઓને જમવા બેસવાનું હતું.લગભગ 40 જેટલી કામમાં રોકાયેલી સ્ત્રીઓ જમવામાં બાકી હતી..સુગંધાનો પરિવાર અને રાણા સાહેબની સાથે સૂરજ એ બધા પણ જમવામાં બાકી હતા..સુગંધાએ"આવીએ જ છીએ" એમ કહી ચમેલીને રવાના કરી.

બધાને વાતો કરતાં થોડી વાર લાગી. એટલે ચમેલી બીજી વખત બોલાવવા આવી

સુગંધાએ કહ્યું,"તમે બધા જમી લો અમારે થોડી વાર લાગશે."હજુ એ વાત કરતી જ હતી ત્યાં જોરદાર ધમાકો થયો..

ભોજનાલયમાં બોમ્બ ફૂટ્યો!!અસંખ્ય સ્ત્રીઓની કારમી ચીસ સંભળાઈ.. બધાના શ્વાસ અધ્ધર થઈ ગયા..બધા એ તરફ દોડ્યા..

ક્રમશઃ...