Madhdariye - 9 books and stories free download online pdf in Gujarati

મધદરિયે - 9

આપે આગળના ભાગમાં જોયું કે પરિમલ કોઇને કશું જણાવવા માંગતો ન હતો.. એ એના પિતાને સુગંધાની બેવફાઈ વિશે જણાવતો નથી પરંતું એ જગતની સામે સુગંધાનું સત્ય બહાર લાવવા પ્રતિબદ્ધ થાય છે..

સૌથી પહેલા તો પરિમલ હવે દુકાન સંપૂર્ણ રીતે મેનેજર ને હવાલે કરી દે છે..

પોતાના ઘરમાં એ સિક્રેટ કેમેરા ગોઠવી દે છે જેથી સુગંધા પર વૉચ રાખી શકાય..એને મળવા કોણ આવે છે,એ કોની સાથે રિલેશનમાં છે એ બધી બાબતો જાણવા માટે એ પૂરતો બંદોબસ્ત ગોઠવી દે છે..

પરિમલ ઘરેથી કાયમ નીકળી જતો પણ એની ચાંપતી નજર ઘરમાં જ રહેતી હતી..

એક દિવસ રેકોર્ડ કરેલો કેમેરો જોતા પરિમલના પગ તળેથી ધરતી ખસી જાય છે..

સુગંધા કોઈ મોટા અધિકારી સાથે વાત કરતી માલુમ પડે છે... એ એને મળવા રવિવારે જવા ની હતી..પરિમલ હાથમાં આવેલો મોકો કેમ મૂકી દે?

એ રવિવારની આતુરતા પૂર્વક રાહ જોવા લાગ્યો..

આખરે રવિવાર આવતા પરિમલે કહ્યું કે મારે બિઝનેસ ના કોઈ કારણોસર રાત્રે આવતા વાર લાગશે તમે જમી લેજો.. પરિમલ આ એટલા માટે કહેતો હતો કે એ સુગંધાને રંગે હાથ પકડી શકે અને સુગંધાને ખ્યાલ પણ ન આવે એટલે એ નીડર બની એ ગ્રાહકને મળવા જાય..

પરિમલ પોતાનો ગેટઅપ ચેઈન્જ કરી સુગંધાની રાહ જોતો નાકા પર જ ઉભો હતો.. પણ સુગંધા એને દેખાણી નહીં..આખરે એણે વિચાર કર્યો કે કદાચ એ ચકલા પર હોય.. એ ઝડપથી ચકલા તરફ રીક્ષામાં બેસીને જાય છે... એને સુગંધા દેખાણી..હા ઘરમાં જેમ રહેતી એવી નહીં.. આજે તો એણે વરવો મેક અપ કર્યો હતો.. એ ધીમા પગલે સુગંધા ન જૂએ એમ તેની પાછળ જવા લાગ્યો..

પોતાના કોઈ ગ્રાહક એને બજાર વચ્ચે જૂએ અને રસ્તામાં એને રોકે તો બદનામી થઇ શકે..પણ પરિમલની ચકોર નજર એને ઓળખી ગઈ હતી..પરિમલ છૂપા વેષે સુગંધાને ખબર ન પડે એમ એનો પીછો કરી રહ્યો હતો..

આખરે સુગંધા એક રીક્ષામાં બેસે છે.. પરિમલ પણ એક રીક્ષામાં બેસે છે અને ડ્રાઈવરને એ રીક્ષાનો પીછો કરવા કહે છે..

સુગંધા રીક્ષાને એક પોશ એરિયામાં ઊભી રખાવે છે.. થોડીવાર એ ત્યાં ઊભી રહે છે.. ત્યાં એક વેગનાર ગાડી આવે છે અને સુગંધા એમા બેસી જાય છે..પરિમલ એ કારનો પીછો કરાવે છે..

કાર એક અવાવરું જગ્યાએ આવીને ઉભી રહી જાય છે.. પરિમલ હવે ત્યાં છેક જાય તો સુગંધા ચેતી જાય અને પરિમલનો પ્લાન ફેઈલ થઈ શકે એમ હતો..

પરિમલ પોતાની કિસ્મતને કોસતો બેસી રહે એમ ન હતો.. એણે એક એવી જગ્યા શોધી કાઢી કે જ્યાંથી એ સુગંધાના કાળા કૃત્યોને રેકોર્ડ કરી શકે..

એણે કેમેરાથી બધું જ રેકોર્ડ કરી નાખ્યું હતું..હવે એને અહીં રોકાવું યોગ્ય ન લાગતા એ નીકળી જાય છે..

રેકોર્ડ કરેલા કેમેરાની મદદથી તેણે વિડીયો જોયો અને એનું મન ઘૃણાથી ભરાઇ ગયું.. ખરેખર તેનો વહેમ સાચો નીકળ્યો..સુગંધા એક પ્રોફેશનલ સેક્સ વર્કર હતી... એ વીડિયોમાં સુગંધા અને પેલા કારવાળા પુરૂષની અંગત પળો એમા કેદ હતી.. બેશરમીની તમામ હદો સુગંધાએ એ વિડીયોમાં વટાવી દીધી હતી..

પોતે સુગંધા સાથે માણેલી હરેક પળ પર એને હવે પસ્તાવો થતો હતો.. એક સ્ત્રી આટલી નીચ હદે ઉતરી શકે છે એ એના માન્યામાં આવતું ન હતું.. સુગંધા નારીના રૂપમાં કલંક છે એવું એને લાગ્યું..પોતાની અવની પર એનો પડછાયો પણ તે હવે નહીં પડવા દે એવું એણે મનોમન નક્કી કર્યું..

આજે પહેલી વાર પુષ્પા વગર એને બધું નકામું લાગતું હતું..એ કોને જઈને પોતાના દુઃખની વાત કરે?? પોતાના પિતાને કહે તો પણ દુઃખ હતું.. અવની પણ એટલી સમજણી હતી અને હવે એ સુગંધાને પોતાની મા સમજતી હતી.. એને પોતે શું કહેશે એ મોટો પ્રશ્ન હતો.. સુગંધાએ અવનીના ઉછેરમાં કોઈ ખામી ન રહે એ માટે પોતાનું બાળક આવે એવો વિચાર શુદ્ધા નહોતો કર્યો અને દેહના સોદા કરવા લાગે તો પરિમલ મૂંઝાઈ જાય એ સ્વાભાવિક છે.. એનું માથું હવે ગોળ ફરવા લાગ્યું હતું..વિચારોના વમળમાં એ એવો તો ફસાયો હતો કે શું કરવું એ નક્કી નહોતું થતું..

આખરે એણે પોતાનો અને અવનીનો વિચાર કરી મનોમન નક્કી કર્યું કે ભલે ગમે તે થાય પણ સુગંધાને બધાની નજર સમક્ષ ઉઘાડી પાડવી જોઈએ..ક્યાં સુધી પોતે એની બેવફાઈ સહન કરશે?? આગળ જતા કદાચ પોતાની ભોળી પારેવડા જેવી અવનીને પણ આ ધંધામાં નાખી દેશે તો??? એનું મન ત્રાહીમામ પોકારી ઉઠ્યું..

થોડી વારમાં સુગંધા ઘેર આવી પણ હવે પરિમલ જાણે કે બધા ખુલાસા કરવા તૈયાર બેઠો હતો.

એણે રાયચંદને ફોન કરીને બોલાવી લીધો હતો.. સાબિતી માટે વીડીયો પણ હતો.. એક મક્કમ નિર્ધાર સાથે એણે સુગંધાને છૂટાછેડા આપવા માટે બધા પુરાવા ભેગા કરી લીધા હતા...

એણે આવતા વેંત સુગંધાને એક તમાચો ચોડી દીધો..

"રાંડ,છીનાળ,પોતાના દેહના સોદા કરતા તને શરમ ન આવી?? શું ખામી રહી હતી મારા પ્રેમમાં કે તારે પોતાનો દેહ વેચવો પડ્યો??? મેં ક્યારેય તને ખોટ આવવા દીધી છે પ્રેમમાં??

સુગંધાએ આવું થશે એ વાતનો ખ્યાલ હતો જ નહી.. એ કશું બોલે એવી સ્થિતિમાં હતી જ નહીં..

પરિમલ અકળાઈ ગયો..એણે સુગંધાનો હાથ પકડી ઢસડીને બહાર કાઢી..સુગંધાની આંખમાં આંસુ હતા..

પરિમલ કોઈ પણ ભોગે હવે આંસુને વશ થવા માંગતો ન હતો.. એ જાણતો હતો કે આ ફક્ત મગરમચ્છના આંસુ છે...

એણે સુગંધાના ઘરે ફોન લગાડ્યો પણ અત્યાર સુધી રડતી સુગંધા જાણે કે વિફરી હોય એમ એણે ફોન પડાવી લીધો અને ફોન કટ કરી નાખ્યો..."પરિમલ તમે મારા વિશે જેવું વિચારો છો એવી હું નથી.."

પરિમલ:"નજરે જોયુ છે મેં મારી સગ્ગી આંખે. તોય હું ખોટો? હજુ તારે આ નાટક કરવા છે?? હું તારા આ રૂપને ઓળખી ગયો છું."

સુઘંધાએ તરત પરિમલને પોતાના રૂમમાં લઇ જઈને એક ફોટો બતાવ્યો પરિમલ તરત બોલ્યો"આ ફોટાનું હું શું કરુ??"

સુગંધા બોલી"એ ફોટામાં મારી નાની બેન પ્રિયા છે.તમે જેને જોઈ એ હું નહોતી પણ મારી બેન હતી."

પરિમલના માન્યામાં આવતું ન હતું.. સુગંધાએ આ પહેલા એની કોઈ બહેન છે એ વાતનો ઉલ્લેખ કર્યો જ ન હતો.. જે એની બહેન હતી એ તો મરી ગઈ હતી..

સુગંધાએ કહ્યું "આપણા લગ્ન થયા એ પહેલા મને પુષ્પા દીદી એ જ મને મારી બહેન પ્રિયા વિશે વાત કરી હતી.."

અમે બન્ને બહેન આમતો જૂડવા જ કહેવાય પણ એ મારા કરતા ત્રણ કલાક નાની છે.. યુવાનીને ઉંબરે પહોંચી ત્યારે એનાથી એક ભૂલ થઇ ગઇ ..એ જેને પ્રેમ કરતી હતી એ યુવાન રખડેલ હતો.. પિતાજી એ લાખ ના પાડી પણ એ ન માની.. એક દિવસ એ ઝગડો કરી ઘરેથી નીકળી ગઈ..એ પછી એની લાશના કુચ્ચા અમને રેલવે ટ્રેક પર મળ્યાં..એણે પૂરપાટ ઝડપે આવતી ટ્રેન સામે કૂદી પડી આપઘાત કરી લીધો..એનો મોબાઈલ,સુસાઈડ નોટ અમને મળ્યા અને અમે એનો અંતિમ સંસ્કાર એ લાશના નાના નાના ટૂકડા ભેગા કરી કર્યો, અમારા માટે એ હવે મરી ગઈ હતી..

શું સુગંધા પોતાના બચાવ માટે ખોટુ બોલતી હશે??

ખરેખર સુગંધા પવિત્ર હશે???

સુગંધાની બહેન જીવતી હોય તો કઇ રીતે??

વાંચતા રહો,, મધદરિયે


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED