Madhdariye - 2 books and stories free download online pdf in Gujarati

મધદરિયે - 2
પરિમલ વિચારવા લાગ્યો કે શું કરવું?

રાત આખી પરિમલ વિચારતો રહ્યો..
આખરે મનોમન તેણે ત્યાં જવાનું નક્કી કર્યું..સવાર પડતા તેણે રિક્ષા પકડી અને આપેલા સરનામે તે પહોંચી ગયો..

એક જગ્યાએ સરનામું પૂછી પરિમલ સાંકડી ગલીમાં વળ્યો...

નાનકડાં ઝૂંપડાંમાં દાખલ થતા તીવ્ર વાસનો અહેસાસ થયો...

પોતાની ગરીબાઇની ચાડી ખાતુ ઝૂંપડું ખખડધજ હાલતમાં કંગાળ હતું!!!

પરિમલ અવઢવમાં ઝૂંપડીમાં દાખલ થયો. નાનકડી ખાટલી, તૂટેલી પાંગત,ને ફાટેલા ગોદડામાં કોઈ વૃદ્ધ ખાંસી ખાય છે!!!!

પરિમલને જોઈ તેમણે પરિમલને આવકાર આપ્યો...
તેમણે સાદ પાડી કહ્યું "પુષ્પા જો કોઈક આવ્યું છે બેટા"

લાલ રંગની સાડીમાં પુષ્પા બહાર નીકળી..
પરિમલ જોઈ રહ્યો..ખૂબજ જુની સાડીમાં પણ પુષ્પા સુંદર લાગી રહી હતી!!!!!

પરિમલને જોતાં તે બોલી "આવો અહીં ખુરશી પર બેસો".

પરિમલ ખૂરશી પર બેસે છે..
વૃદ્ધ બોલ્યા "પુષ્પા આજ તારા શેઠ છે જેમણે તને નોકરી પર રાખી છે"?

પુષ્પાની જીભ થોથવાવા લાગી.એ વૃદ્ધ તેના પિતા હતા જેમને છેલ્લા સ્ટેજમાં બ્રેઈન ટ્યુમર હતું..

પિતાને જવાબ આપવા માટે પુષ્પાને અસમર્થ જોઈને પરિમલ સ્થિતિને પામી ગયો....

તેણે કહ્યું "ના હું ને પુષ્પા એકજ કંપનીમાં નોકરી કરીએ છીએ,આતો થોડું ઓફિસ વર્ક બાકી હતું તે હું આપવા માટે આવ્યો છું".

પુષ્પાએ પરિમલને પાણી આપ્યું.એક ધંધાવાળી છોકરી આટલી દયનીય ને અસહાય હશે એવી પરિમલને જાણ ક્યાંથી હોય?!!!!

એ વૃદ્ધ જેમનુ નામ વશરામભાઈ હતું.. તેમણે પરિમલને બોલાવી કહ્યું"સાહેબ હુંતો ખર્યુ પાન કહેવાઉં હવે જીંદગીમાં પુષ્પાજ એક સહારો છે, તેના હાથમાં માંની મમતા મેં જોઈ છે.. રાત દિવસ કામ કરી મને મરણપથારીએથી તેણે એક વર્ષથી જીવાડ્યો છે. ભગવાનનો એટલો આભાર કે સારા પગારથી નોકરીએ લાગી ગઈ છે.. હવે ઝટ એના હાથ પીળા કરીલે તો હું સુખેથી મરી શકુ"!!!!

પુષ્પા અંદર બેઠી સાંભળતી હતી તે બોલી"બાપુ તમને મુકીને હું કયાંય જવાની નથી. હું તમને નડું છું"?

ખાંસતા-ખાંસતા વશરામભાઈ બોલ્યા"જીવતે જીવ તારું કન્યાદાન કરતો જાઉ તો સારું નહીંતર મને નર્કમાં પણ જગ્યા નહીં મળે!! તારી કમાણી બધી દવામાં વપરાઈ જાય છે ને હું ખાટલે પડ્યો જોઉ છુ,મારા જેવો લાચાર બાપ કોણ હશે"?

પરિમલ વશરામભાઈ ને શાંત પાડે છે,ને સુવડાવી દે છે...

બધીજ પરિસ્થિતિનો તાગ એણે કાંઈ પણ પૂછ્યા વિના મેળવી લીધો હતો..
પુષ્પાએ કહ્યું "તમારે જે પૂછવું હોય તે પુછી શકો છો"

પરિમલ બોલ્યો"મારી તપાસ પૂરી થઈ ગઈ,મારે જે જાણવું હતું તે બધુંજ મેં જાણી લીધું છે.હવે હું રજા લઉં છું"

પરિમલે ખિસ્સામાંથી પાંચ હજાર રૂપિયા કાઢી પુષ્પાને આપવા હાથ લંબાવી કહ્યું"આ તમારી ફીસ નથી આપતો પણ તમને મદદરૂપ થવાના આશયથી આપુ છું,લઈ લો તમારે કામ લાગશે,ને હજુ વધારે જરૂર હોય તો બેધડક કહી શકો છો".

પુષ્પાએ વેધક દ્રષ્ટિએ પરિમલ સામે જોયું ને કહ્યું "મજબૂરીને લીધે આ વ્યવસાય કરુ છું પણ એટલી પણ ઊતરતી કક્ષાએ નથી પહોંચી ગઈ કે મફત કે હરામના રૂપિયા લઉ".

પરિમલને આજે જીવનમાં પહેલી વખત આટલી ખુદ્દારી ને સ્વાભિમાન જોવા મળ્યાં,એ પણ એક લાચાર ધંધાવાળી છોકરીમાં!!!! તેને તો એમજ હતું કે આ વ્યવસાય પૈસા માટે કરવામાં આવતો હશે!!!
પણ આજે તેને નફરત ની જગ્યાએ વહાલ ઊભરાતું હતું!!!!!

પરિમલ પ્રેમપૂર્વક પુષ્પા સામે જોઈ રહ્યો....
મફતના પૈસા પુષ્પા ન અડી તેણે સ્પષ્ટ ના પાડી દીધી..

પુષ્પા બોલી "મેં નાનકડી જીંદગીમાં કેટલાય હેવાન જોયા છે જે ફક્ત દેહસુખ ભોગવવામાં માને છે. કેટલાય ભૂખ્યા વરુ જેવા પુરુષો જોયા છે પરંતુ તમે એવા નથી એટલે તમને ઘરે બોલાવ્યા હતા. પરંતુ એ નર્કમાં બીજી વખત ન આવતા.એ સજ્જન લોકોની જગ્યા નથી".
પરિમલ કાંઈક વિચાર કરી નીકળી ગયો...

બપોર થતાજ ભાવનગર રોડ પર પહોંચી ગયો ને દલાલને સમજાવી તે નાનકડી ખોલીમાં જ્યાં પુષ્પા હતી તે રૂમમાં દાખલ થઈ ગયો...

પુષ્પાએ પરિમલ સામે જોયું.તેની આંખોમાં વેદનાની રેખાઓ સ્પષ્ટ વંચાતી હતી...

તેણે કહ્યું"મેં ના પાડી હતી તોય કેમ આવ્યા? બદનામીનો ડર નથી લાગતો"?

પરિમલે સ્મિત સાથે જવાબ આપ્યો"તમે મફત અને હરામનું કાંઈ લેતા નથી તો મારે ન છૂટકે આ પગલું ભરવું પડ્યું. હવે તો તમારા કાયદેસરના પૈસા લેશોને? હું અત્યારે તમારો ગ્રાહક બનીને આવ્યો છું,ને જ્યાં સુધી તમે અહીંયા છો ત્યાં સુધી ફક્ત હુંજ તમારો ગ્રાહક રહેવાનો છું."

પુષ્પા કાંઇ બોલી નહીં તે પથારી પર આડી પડી પરંતુ પરિમલ ચળ્યો નહીં તે અવિચળ યોગી માફક અડગ રહ્યો...

અંતે પુષ્પા બોલી"તમે આપેલી કિંમત વસુલી લો."

પણ પરિમલે ના પાડી દીધી.

આમજ એકબીજાના મીઠા ઝઘડામાં દિવસ પસાર થઈ ગયો.. અંતે પુષ્પાએ કહ્યું"હવે મારે ઘરે જવું પડશે તમે પણ ઘરે જાવ હું અત્યારે તમારા પૈસા લઇ લઉં છું, પણ પ્લીઝ કાલથી આ બાજુ ન આવતા પોલીસની કદાચ રેડ પડે તો મને કાંઈ નહી કરે પણ કદાચ તમે હેરાન થઇ જશો"...

પરિમલ બોલ્યો "મારો વિષય જ એવો છે કે મને કોઈ કાંઈ નથી કરી શકવાનું"...

પરિમલ ત્યાંથી નીકળી ગયો...ઘરે આવ્યો પરંતુ બન્નેના મગજમાં વિચારોની હારમાળા સર્જાઈ હતી...

પરિમલને એક ગણિકા પ્રત્યે આટલો બધો લગાવ!!!!
ક્યાંક તેના લીધે પરિમલને ઘણું બધું સહન કરવાનું આવશે તો? આવો વિચાર પુષ્પાના મગજમાં ઘૂમરાતો હતો...

પરિમલને તો કશુ સૂઝતું જ નહોતુ.. પોતે સપ્તરંગી વાદળોમાં રાચતો હતો!!!
લગ્નના માગા આવતા પણ તે કાયમ ના પાડતો હતો.. આજે પહેલી વાર તેના દીલો-દિમાગ પર કોઈ વિરાજમાન થઇ રાજ કરી રહ્યું હતું...!!!

શું ખરેખર તેને પુષ્પ સાથે ખરા દિલથી પ્રેમ થયો હતો કે બીજું કાંઈ એ જાણવા વાંચતા રહો....

ક્રમશઃ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED