મધદરિયે - 1 Rajesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મધદરિયે - 1



કેમ છો મિત્રો, હું રાજેશ પરમાર સંગમ સોસાયટી પ્રાથમિક શાળા ખાતે શિક્ષકમાં નોકરી કરૂ છું.. જોકે નામ માત્રની નોકરી કરૂ છું.સંગીત અને વ્યાયામનો જબરો શોખ છે.. એની સાથે જ મને લેખન અને વાંચનનો ગાંડો શોખ છે.. કદાચ માતૃભારતી પર કોઈને ન વાંચ્યા હોય તો ક્ષમાપાર્થી છું..પ્રતિલીપિ જોઈ લેજો તો ખ્યાલ આવશે..એક નવી કલ્પના આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું..જો કે દરેક યુગમાં હંમેશા નારીનું અપમાન, ઉપેક્ષા થતા રહ્યા છે.. આપણે આ યુગમાં પણ એમ જ કરીએ છીએ..મારી રચનાઓ લગભગ નારીના પ્રશ્નોને વાચા આપશે જ.. જે ખોટું થાય છે એ સ્પષ્ટ કહેવું એ મારો અંગત મત છે.. મુંબઈ સેન્ટ્રલ પાસે છ ય


મહીના અને કોલકાતા બે વર્ષ રહ્યા બાદ સ્થિતિ જોતાં મને એમ લાગ્યું કે આ લખવું જ જોઈએ,,આજે પણ કહેવાતા ભદ્ર સમાજમાં સ્ત્રીની સ્થિતિ દયનીય છે..એના કરતાં તો પછાત વિસ્તારમાં નારી થોડી સ્વતંત્ર છે.. કોઈ મારી વાત સાથે કદાચ સંમત ન થાય પણ હું સત્ય રજુ કરવામાં માનું છું..મારૂ લેખન કટાર રૂપે જ હશે.. કદાચ કોઈને ગમી પણ જાય તો ગમશે એવી આશા સાથે જ લખું છું..પણ ન ગમે તો સત્ય એ સત્ય જ રહેશે.. વાંચજો અને પ્રેમ આપશો એવી અભ્યર્થના સાથે આપનો મિત્ર માની સ્વિકારજો..ધન્યવાદ


પરિમલ:જમીલો હવે કેટલું વાંચશો તમે?


સુગંધાએ બહાર બેઠેલા પરિમલને બૂમ પાડીને કહ્યું.


પરિમલ આવતો એક દીકરીનો બાપ થયો હતો,પરંતુ ભણવાનુ એવું તે ઘેલું લાગ્યું હતું કે ન પૂછો વાત!!!


પરિમલ માતા-પિતાનું એકનું એક સંતાન હતો...


હજુ એક વર્ષ પહેલાં જ તેની માતા નિર્મલાદેવી નું અવસાન થતા પિતાએ વૃદ્ધાશ્રમ ખોલી ત્યાંજ રહેવાનું નક્કી કર્યું હતું..


પરિમલ આમતો વિધુર હતો. તેની પ્રથમ પત્ની પુષ્પા હતી.....


જ્યારે પરિમલ Ph.D કરતો હતો ત્યારે તેનો વિષય સમાજશાસ્ત્ર હતો.. તે 'નારી પર થતા અત્યાચારો'પર વિશદ જાણકારી એકત્ર કરતો હતો...


એમા તેને વેશ્યાવૃત્તિ શા માટે અને તેમના ઊતરતા જીવન પર રિસર્ચ કરતો હતો...


કાજળ ઘેરી રાત હોય, શરાબી ઝૂમતા હોય, ને પોતાની અંદર ખદબદતા વાસનાના કીડાને સંતોષવા માટે સમાજના કહેવાતા સારા ઘરના યુવાનો પણ આંટા મારી છાના ખૂણે છાનગપતિયા કરવા રૂપલલનાઓની બજારમાં આવતા!!!


લાજ-શરમને નેવે મૂકીને દેહના સોદા કરાવતી યુવતીઓ આંખોને નચાવી જાણે પાસે બોલાવતી હોય!!!


પરિમલ રાજકોટની એ બજારમાં છેલ્લા પંદર દિવસથી ફરતો હતો,પણ એ કોઈ સાચી માહિતી એકત્ર કરી શક્યો ન હતો..


એ અમાસની રાતે પરિમલ અચાનક એક કોઠા પર જઈ ચડ્યો,..


ત્યાં એ સ્વરૂપવાન છોકરી જૂએ છે દેખાવથી ખાનદાન લાગતી હતી પરંતુ કોઠા પર જોઈ થોડુ અચરજ થતું હતું!!!


દલાલને પૈસા આપી તે અંદર ગયો ને પેલી છોકરી સાથે બેઠો..


તે છોકરી પોતાના કપડાં કાઢવા લાગી..


પરિમલે તરત તેને રોકી ને કહ્યું -હું અહીં તમારી સાથે વાતચીત કરવા આવ્યો છું..


આ બધું રહેવા દો..


છોકરીને નવાઈ લાગી કેમકે આ બજારમાં કોઈ ઈજ્જત આપે તો નવાઈ લાગેજ ને?


પોતાના કપડાં સરખા કરી તે બોલી હા પૂછો પરંતુ ઉતાવળ રાખજો બીજા ગ્રાહક હમણાં આવશે.


પરિમલ-તમારુ નામ જાણી શકુ?


છોકરી-પુષ્પા..


પરિમલને પુષ્પાએ અડપલાં ચાલુ કરી દીધાં હતા, પણ પરિમલ ન ચળ્યો..


તેણે ઘસીને કહી દીધું- હું અહીં રૂપ ભોગવવા નથી આવ્યો?


હું પીએચડીનો વિદ્યાર્થી છું ને ફક્ત જાણકારી મેળવવા આવ્યો છું.


પુષ્પા કાંઈક વિચારવા લાગી...


તેને પરિમલ ની વાત પરથી લાગ્યું કે તે સાચું બોલતો હતો..


તેણે પોતાનું એડ્રેસ આપી પરિમલને પોતાના ઘરે આવવા કહ્યું..


પુષ્પા-અહીં ન આવશો આ ખાનદાની લોકોનો રસ્તો નથી.તમારી ઈજ્જત ખરાબ થશે.દારુના ઠેકા પર જઈ દૂધ પીવો તોય લોકો દારુજ સમજશે..


પરિમલને પણ વાતમાં દમ લાગ્યો...


વધુ આવતા અંકે