Success: Money or Dream? - 5.2 Anil Patel_Bunny દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Success: Money or Dream? - 5.2

પ્રકરણ ૫.૨ મુખ્ય પાત્ર પરિચય:
મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)
આયાન રાજવંશી
એડમ ગુડવીલ
રમન ચેટર્જી


ગતાંક થી ચાલુ,

પ્રકરણ: ૫.૨ The Last Chance

“તમારા દીકરા આયાન વિશે જણાવો. એ અત્યારે શું કરી રહ્યો છે? એ કેટલા વર્ષ નો છે?” એડમે પૂછ્યું
“મને નથી ખબર, એડમ! મને માફ કરજો પણ આ જ સત્ય છે. હું એને છેલ્લા 15 કે 16 વર્ષ થી નથી મળ્યો. એનો જન્મ 1984 માં થયો હતો એટલે અત્યારે એ 35 કે 36 વર્ષ નો હશે.”
“આટલા સમય માં તમે એને ક્યારેય ના મળ્યા? કે કોશિશ ભી ના કરી?”
“ના, કેમકે એણે મને ચેતવણી આપી હતી કે હું એને જિંદગી માં ક્યારેય ના મળું. એ પછી મેં એને ખબર ના પડે એમ એને મળવાના ઘણા પ્રયત્ન કરી જોયા પણ સફળ ના થયો.”
“એવું એણે શું કામ કર્યું?”
“કેમકે એ મને નફરત કરતો હતો. ત્યારે પણ અત્યારે પણ. એને લાગે છે મારા લીધે એની મમ્મી નું અવસાન થયું. અમે કિંજલ ના અવસાન પછી ઘણા વર્ષો સુધી સાથે રહ્યા, પણ એ મારી સાથે ક્યારેય વાત નહોતો કરતો. હું એની સાથે વધુ સમય વિતાવવા માંગતો હતો જેથી હું બિઝનેસ માંથી પણ રજા લઈને એની સાથે સમય પસાર કરતો. એને ફિલ્મ બતાવા લઈ જતો, બગીચા માં લઇ જતો, પણ તે ક્યાંય ખુશ ના થતો. એની મા ની જેમ એને પણ દિગ્દર્શન નો શોખ હતો. મને યાદ છે, એની પાસે એક હેન્ડી કેમ પણ હતો, જેમાં એક ફિનિક્સ પક્ષી નું ચિત્ર હતું. તે ઘણા વિડીઓ શૂટ કરતો અને એને ત્યારે નવા જ આવેલા યુ ટ્યુબ પર અપલોડ કરતો. પણ મારી સાથે ખૂબ ઓછી વાતો કરતો. ભગવાને મને એ આખરી તક આપી હતી પણ એમાં ભી હું કંઈ જ ના કરી શક્યો. જેને લીધે મને લાગે છે હું સૌથી અસફળ વ્યક્તિ છું.”
“એવું ના વિચારો, મોહન. અહીં બેસેલા તમામ લોકો તમને પ્રેમ કરે છે.” એડમે કહ્યું અને પ્રેક્ષકો એ તાળીઓ થી આ વાત ને વધાવી લીધી.
“પણ એડમ તમને નથી લાગતું કે હવે બહુ મોડું થઈ ગયું છે?” મોહને પૂછ્યું.
“ના મને એવું નથી લાગતું.”
“જેને આ દોલત, શોહરત ની ચાહત હતી, જેને એક્ટર બનવું હતું જેને સિદ્ધિઓ હાંસલ કરવી હતી એ તો ઘણા વર્ષો પહેલા જ મરી ગયો. હું તો હવે એ રહ્યો જ નથી જે પહેલા હતો.”
“તો તમે ફિલ્મો માં કામ શું કામ કર્યું.”
“મારી હદ ચકાસવા મેં આવું કર્યું. હું જાણવા માંગતો હતો કે શું હું હજુ એવું જ કામ કરી શકું છું કે નહીં? અને આ ફિલ્મ મેં મારી પત્ની ને સમર્પિત કરવા કરી, એણે જ તો મને બધું સમજાવ્યું હતું.”
“પણ તમને 65 વર્ષ ની ઉંમરે તક મળી કંઈ રીતે?”
“એક પ્રોડક્શન હાઉસે મારો સંપર્ક કર્યો, એ લોકો એ મારી ડોક્યુમેન્ટરી જોઈ હશે. અને એ લોકો ને મારા જ ઉંમર ના વ્યક્તિ ની તલાશ હતી. એ લોકો એ પોતાનો પ્રસ્તાવ મુક્યો, પહેલા તો મેં ના કહી દીધી, પણ ઘણી આજીજી પછી આખરે મેં એમનો પ્રસ્તાવ સ્વીકાર કરી જ લીધો અને ફિલ્મ કરી લીધી.”
“હવે વાત કરીએ તમારા ડોક્યુમેન્ટરી ની, જે એકેડમી એવોર્ડ માટે નામાંકિત થઈ, પણ દુર્ભાગ્યપૂર્ણ એ જીતી ના શકી, પણ એની હિસાબે વિવેચકો નું અને બીજા લોકોનું ધ્યાન તમારા પર ગયું. એ ડોક્યુમેન્ટરી માં તમને દાનવીર તરીકે દર્શાવવામાં આવ્યો છે.”
“હા, પણ મેં જેમ કીધું એમ મેં એ ડોક્યુમેન્ટરી જોઈ નથી એટલે હું એના વિશે કંઈ જ કહી શકું એમ નથી.” મોહને કહ્યું.
“પણ મેં જોઈ છે. એમાં ઘણા સીન માં તમે અરીસા સામે એક્ટિંગ કરી રહ્યા છો. તમે ભિક્ષુકો ને ભીખ આપી રહ્યા છો, જમવાનું આપી રહ્યા છો, હોસ્પિટલ જઈ રહ્યા છો, યોગા કરો છો, કસરત કરો છો, વગેરે… વગેરે…”
“મને કંઈ જ ખબર નથી.”
“તો પછી એક કામ કરીએ… એક ક્ષણ નો પણ વિલંબ કર્યા વિના આપણે એ ડોક્યુમેન્ટરી ની એક ઝલક જોઈ લઈએ.” એડમે કહ્યું અને મોટા LED સ્ક્રિન પર મોહન ના જીવન ની ડોક્યુમેન્ટરી પ્રદર્શિત થવા લાગી.
“એક મિનિટ, શું આ રમન છે?” મોહને ડોક્યુમેન્ટરી માં એક વ્યક્તિ ને જોઈને પૂછ્યું.
“હા એમણે તમારા વિશે સારી એવી વિગતવાર ચર્ચા કરી છે આ ડોક્યુમેન્ટરી માં.” એડમે કહ્યું.
“અમે વર્ષ માં એકાદ વાર મળીએ છીએ, હું એને ક્યારેય ના ભૂલી શકું, એ ભી મને ક્યારેય નહીં ભૂલી શકે.” મોહન હસવા લાગ્યો અને સ્ક્રિન પર જોવા લાગ્યો.

*ડોક્યુમેન્ટરી મોટા LED સ્ક્રિન પર ચાલી રહી હતી. મોહન આંખ ના પલકારા વગર એ જોઈ રહ્યો હતો. એ ડોક્યુમેન્ટરી એના જીવન, એના NGO જેની શાખાઓ દુનિયાભર માં ફેલાયેલી છે, એના દાન, હોસ્પિટલ, વગેરે વિશે હતી. એ પછી એની ફિલ્મ વિશે જેના લીધે એ પ્રખ્યાત થઈ ગયો એના વિશે દર્શાવવામાં આવ્યું. જેમાં ભ્રષ્ટ ભારત સામે લડવા કેમ એક વૃદ્ધ વ્યક્તિ કેમ એકલે હાથે બીડું ઉઠાવે છે એના વિશે હતું. એમાં હીરો (મોહન) ગાંધીજી ના સત્ય અને અહિંસા ના બળ પર કેમ ભ્રષ્ટાચાર સામે લડે છે અને અંત માં વિજય મેળવે છે એના વિશે જ ફિલ્મ હતી, જેમાં મોહને પોતાનો જીવ રેડી દીધો હતો.*

LED જ્યારે બંધ થઈ ત્યારે બધા પ્રેક્ષકો એ ઉભા થઈને મોહન માટે તાળીઓ વગાડી. મોહને પણ ઉભા થઈને પ્રેક્ષકો નું અભિવાદન ઝીલ્યું. મોહને એડમ સાથે હાથ મિલાવ્યા. એડમે મોહન ને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી.

“મોહન આપણે આ ઇન્ટરવ્યુ પૂરો કરી એ પહેલાં હું એક પ્રશ્ન પૂછવા માંગીશ. ખરેખર એ પ્રશ્ન તો નથી પણ બધા એ તમારી પાસે થી જાણવા માંગે છે.”
“શું છે પૂછો…”
“તમારા માટે સફળતા નું મંત્ર શું છે? અને તમને જે જોઈ રહ્યા છે અને તમને જે અનુસરી રહ્યા છે, એમના માટે કોઈ સંદેશ?”

“હું એક જ વાત કહીશ, હું કોઈ મોટો સ્ટાર નથી. હું સ્ટાર ભી નથી. હું બસ એક સાધારણ માણસ છું જેના હજારો સપનાઓ છે. જો તમે તમારા સપના પર વિશ્વાસ કરશો અને તેને પામવા મહેનત કરશો, તો ભગવાન તમને એક દિવસ એ તક જરૂર થી આપશે. એ તક તમારી જિંદગી માં ગમે ત્યારે આવી શકે છે, અમુક ની જિંદગી માં વહેલી તો અમુક ની 65 વર્ષે પણ આવી શકે છે. તો જિંદગી ના છેલ્લા શ્વાસ સુધી હિંમત ના હારો. આપ સૌ નો ખૂબ ખૂબ આભાર.” મોહને કહ્યું અને નમસ્કાર કરીને બધાને ધન્યવાદ કર્યું.

પ્રેક્ષકો તાળી વગાડી રહ્યા હતા, સીટી મારી રહ્યા હતા, જ્યારે એડમ પણ ખુશ હતો કેમકે એને ખબર હતી આ એની જિંદગી નો સર્વશ્રેષ્ઠ ઇન્ટરવ્યુ હતો.

આવતા અંક માં અંતિમ ભાગ.

આ સંપૂર્ણ નવલકથા English ભાષા માં Amazon તેમજ Google Play Books પર e-book અને paperback format માં ઉપલબ્ધ છે.

વધુ વિગત માટે લેખક નો સંપર્ક કરો:

Anil Patel (Bunny)
Mobile: 91 9898018461 (Only Whatsapp)
E-mail: anil_the_knight@yahoo.in