મુખ્ય વિચાર: અંકિત મણીયાર
કવર ડિઝાઇન: પ્રદ્યુમ્નગીરી ગોસ્વામી
મુખ્ય લેખક: અનિલ પટેલ (બની)
ગુજરાતી માં અનુવાદ: મીરાં ડાભી
પ્રકરણ ૨.૨ પાત્ર પરિચય:
મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)
મોહન ની માતા
મોહન ના નાના, 3 ભાઈ, 1 બહેન
રમન ચેટર્જી (મોહન નો મિત્ર)
અહેમદભાઈ
આ પહેલા ના અંકો માં આપણે વાંચ્યું કે, મોહન રાજવંશી, એડમ ગુડવીલ ના ટોક શો ઇન્ટરવ્યુ માં પોતાના બાળપણ ની વાર્તા કહે છે, જેમાં તે પોતાના પરિવાર અને પોતાના મિત્ર નો ઉલ્લેખ કરે છે. તે અને તેનો મિત્ર રમન શાળા બંક મારીને ફિલ્મ જોવે છે અને તેના પાત્રો મુજબ મિમિક્રી કરે છે. હવે આગળ…
પ્રકરણ: ૨.૨ The Childhood
રમન માટે આ (મિમિક્રી) ફક્ત રમત હતી, પણ મોહન એના દિલોજાન થી આંધળી વ્યક્તિ ની ભૂમિકા ભજવી રહ્યો હતો, તેણે પોતાના સંવાદો ખૂબ જ સરસ રીતે બોલ્યા. આ વાત થી રમન ખૂબ જ ચકિત થઈ ગયો અને તેણે મોહન ને કહ્યું, “તે પેલા આંધળા વ્યક્તિ ની ભૂમિકા ખૂબ જ સંપૂર્ણ રીતે કરી, જેવી તે વ્યક્તિએ ફિલ્મ માં કરી હતી તેવી જ… તારે ફિલ્મો માં પ્રયાસ કરવો જોઈએ.”
મોહન ખૂબ જ હસ્યો, પણ રમને તેને કહ્યું, “હસવાનું નથી મૂર્ખ, હું તને ગંભીરતા થી કહું છું.”
મોહને રમન ને પાછો જોયો અને તે ફરીથી ખૂબ મોટે થી હસ્યો.
ત્યારબાદ તેઓ ગોમતી નદી ના કિનારે ગયા અને ત્યાં સમય પસાર કર્યો, તેઓ ત્યાં બેઠા અને ઘણી બધી વાતો કરી, તે દિવસે તે બંને એ સાથે ખૂબ જ સારો સમય પસાર કર્યો.
રમને કહ્યું, “આપણે સ્કૂલ થી આમ દરરોજ બંક મારવું જોઈએ, કે જેથી આપણે એકબીજા ને મળી શકીએ અને સાથે સમય પસાર કરી શકીએ તેમજ સાથે ફિલ્મ પણ જોઈ શકીએ.”
મોહને કહ્યું, “ફિલ્મ જોવા માટે આપણી પાસે પૂરતા પૈસા નથી. સ્કૂલ થી આટલી દૂર આપણે ચાલીને અને દોડીને આવ્યાં, આપણી પાસે રીક્ષા માં બેસીને ક્યાંય જવાના પણ પૈસા નથી. તો તું એવી આશા કેમ રાખી શકે કે આપણે દરરોજ સ્કૂલ બંક કરવી જોઈએ., અને આખો દિવસ ફિલ્મ અને નદી ના કિનારે પક્ષીઓ જોવા જોઈએ?”
રમને એક મિનિટ વિચાર્યું અને પછી કહ્યું, “આપણે પૈસા કમાવાનો પ્રયાસ કરવો.જોઈએ, તેના માટે આપણે સ્કૂલ બંક કરીને કોઈ જગ્યાએ કામ કરવા જઈશું અને એમ કરીને આપણે ફિલ્મ અને નદી કિનારે પક્ષીઓ જોઈ શકીશું.”
“મગજ તો ઠેકાણે છે ને? આ ઉંમર કામ કરવાની નહીં, પરંતુ મજા માણવાની છે.”
“અચ્છા એવું? તો તારા ભાઈઓ એ તો 8 કે 9 વર્ષ ની ઉંમરે જ કમાવાનું ચાલુ કરી દીધું, અને તેઓ તો ભણ્યા પણ નહીં, તેમ છતાં તેઓ અત્યારે સારું કમાય છે. ઉદાહરણ લઈએ તો, તારી મમ્મી પણ અભણ છે, પણ તેઓ અત્યારે એટલું તો કમાઈ જ છે કે તારા પરિવાર ને સાચવી શકે. એક વાત યાદ રાખજે મોહન, આ દુનિયા માં પૈસા વિના કંઈ જ થતું નથી. આજે કે કાલે જ્યારે સમય આવશે ત્યારે આપણે પૈસા કમાવા જ પડશે, તો આજ થી જ શું કામ નહીં?”
મોહન રમન ને આતુરતા અને ગંભીરતા થી સાંભળી રહ્યો, આ પહેલા તેણે એવું નહોતું કર્યું, અને જે પણ રમને કહ્યું એ વિશે વિચારવા લાગ્યો, કારણકે મોહન ના દિમાગ ને ખબર હતી કે રમન સાચું કહી રહ્યો છે.
મોહન પોતાના ઘરે એના દિમાગ માં ઘણા બધા વિચારો સાથે પાછો ફર્યો.
“શું એ સાચું છે કે આ દુનિયા માં પૈસા જ સર્વસ્વ છે?”
“શું મારે આગળ ભણવું જોઈએ કે કોઈ જગ્યાએ કામ કરવું જોઈએ?”
“શું રમન ગંભીર હતો જ્યારે એણે મને કહ્યું, ‘તું સારી એક્ટિંગ કરે છે, તારે ફિલ્મો માં પ્રયાસ કરવો જોઈએ’ શું તે સાચું હતું?”
તેની વિચારપ્રક્રિયા બંધ થઈ જ્યારે તેની મમ્મી એ તેના વિચારો માં વિક્ષેપ નાંખ્યો, “મોહન બેટા, સાંજ નું વાળું તૈયાર છે. ચાલ જમી લે.”
મોહને તરત તેની મમ્મી ને પૂછ્યું, “મા, મારે કંઇક પૂછવું છે.”
“પહેલા જમી લે બેટા, પછી જે પૂછવું હોઈ એ પૂછજે, મોહન.”
“ના મા, પ્લીઝ સાંભળ મને, નહીંતર હું સરખી રીતે જમી નહીં શકું.”
“ઠીક છે, બોલ શું પૂછવું છે?”
“શું એ સાચું છે કે આ દુનિયા માં પૈસા જ સર્વસ્વ છે?” મોહને પૂછ્યું અને આતુરતાપૂર્વક એના મમ્મી પાસે થી જવાબ ની રાહ જોઈ રહ્યો.
“આવું તને કોણે કહ્યું?”
“હા કે ના, મા?”
“ના,” તેની મમ્મી એ કહ્યું, “મને નથી લાગતું કે પૈસા આ દુનિયા માં સર્વસ્વ છે, પણ એક હકીકત એ પણ છે કે આ દુનિયા માં જીવવા માટે પૈસા એ બધા જ માનવી ની મૂળભૂત જરૂરિયાત છે.”
*અમુક પાઠ જે કોઈએ ભણાવ્યા હોઈ, ખાસ કરીને જો મા એ ભણાવ્યા હોઈ; એ જીવન ના અંતિમ શ્વાસ સુધી કોઈના દિલ કે દિમાગ માં વસી જાય છે. આ એવી જ શિક્ષા માં ની એક શિક્ષા હતી.*
“આભાર મા, આ વાત હું આજીવન યાદ રાખીશ.”
“શું થયું છે મોહન? બધું ઠીક તો છે ને?”
“હા મા.” મોહને કહ્યું અને પછી જમવા બેસી ગયો.
બીજા દિવસે સ્કૂલ ના લંચ બ્રેક દરમિયાન,
“રમન તું સાચો હતો, આ દુનિયા માં પૈસા વિના કંઈ જ નથી.”
“હા, મેં તો તને કહ્યું જ હતું.”
બંને એ નિસાસો નાખતા કહ્યું.
“તો હવે શું?” રમને પૂછ્યું.
“ફિલ્મો.”
“શું?”
“હા, ફિલ્મો.”
“હા પણ શું? તું શું વિચારે છે અત્યારે? અને તે ગઈકાલે રાત્રે શું વિચાર્યું?”
“મેં ભણતર કરવા કરતાં કામ કરવાનું વિચાર્યું છે, જો પૈસા જ સર્વસ્વ છે આ જગત માં તો મારે કામ કરીને પૈસા કમાવા જ જોઈએ, અને તે જ મને કહ્યું હતું કે મારી એક્ટિંગ સારી છે તો મેં વિચાર્યું છે કે હું એક એક્ટર બનું.”
“મગજ તો ઠેકાણે છે ને?”
“ના.”
“જ્યારે મેં તને પૈસા કમાવાનું કહ્યું, ત્યારે મારો મતલબ હતો કે આપણે કોઈ કંપની માં કામ કરીએ અને એનાથી જે પૈસા મળે એમાંથી આપણે ફિલ્મો અને ગોમતી નદી ના કિનારે પક્ષીઓ જોઈએ.”
“સાંભળ દોસ્ત, ગઈકાલ આખી રાત મેં આ જ વિચાર્યું અને એના વિશે સપના પણ જોયા, મારી એક જ પ્રતિભા છે; જે તે શોધી છે; અને એ છે એક્ટિંગ. મારે ફિલ્મો માં પ્રયાસ કરવો જ જોઈએ.”
“ઠીક છે, તો હવે તું એના માટે શું કરીશ?”
“સર્વપ્રથમ અને મુખ્ય રીતે, હું બધી માહિતી એકત્ર કરીશ કે એક્ટર કેમ બની શકાય. આ બધી માહિતી મને ખુબ જ ઉપયોગી નીવડશે અને એના માટે હું ‘નુક્કડ નાટક’ માં કામ કરીશ.”
“ઠીક છે, પછી?”
“મેં લાંબો વિચાર નથી કર્યો, આગળ ભગવાન મને માર્ગ બતાવશે.”
“તને ખાતરી છે પૂરેપૂરી?”
“હા.” મોહને હકાર માં કહ્યું અને ઉમેર્યું, “અને આ માટે હું અહેમદભાઈ ના નુક્કડ પ્રોગ્રામ માં જોડાઈ જઈશ.”
“ખરેખર?”
“હા, ખરેખર. હું શક્ય એટલી જલ્દી એમની જોડે વાત કરીશ.”
“અને તારા ભણતર નું શું?”
“પાછલા વર્ષે મેં ઘણી મહેનત કરી અને આ વર્ષે પણ મહેનત કરીશ, પણ જો હું નિષ્ફળ થઈશ તો હું ભણવાનું મૂકી દઈશ.” મોહને કહ્યું.
“તો તારી પાસે વિચાર કરવા માટે 1 વર્ષ નો સમય છે.”
“હા.” મોહને મુસ્કાન સાથે કહ્યું.
સ્કૂલ પછી મોહન રમન ની સાથે અહેમદભાઈ ના ઘરે ગયો અને પોતાના વિશે બધું જણાવ્યું.
“તને એક્ટિંગ નો A પણ આવડે છે?” અહેમદભાઈએ પૂછ્યું.
“વધારે તો નહીં પણ મેં તમારા નુક્કડ નાટકો જોયા છે, હું તેમાં કામ કરી શકું તેમ છું, અને જો તમે મને લાયક સમજો તો મને એક્ટિંગ માં વધુ શિખામણ આપજો.”
એના હાજરજવાબી થી અહેમદભાઈ પ્રભાવિત થઈ ગયા, તેમ છતાં ઔપચારિકતા ખાતર પૂછી લીધું, “તારા મમ્મી-પપ્પા ને આ વિશે ખબર છે?”
“ના,” મોહને કહ્યું, “પણ ખબર પડી જશે.”
ત્યાર બાદ મોહને એના પરિવાર ને આ વિશે પૂછ્યું, પણ કોઈએ મોહન ને આ વાત માં સહયોગ ના આપ્યો, એટલે એની મમ્મી એ એને કહ્યું, “તું આ શું કામે કરી રહ્યો છે? જો આ બધું તું પૈસા માટે કરી રહ્યો હોઈ તો રહેવા દે; કેમકે તારા ભાઈ-બહેન અને મારી કમાણી આ ઘર માટે પૂરતી છે.”
“મને ખબર છે મા, પણ ક્યાં સુધી? મારે ક્યારેક તો કમાવું પડશે, તો આજ થી જ શું કામ નહીં? અને મારી પ્રતિભા એક્ટિંગ છે એટલે જ હું અહેમદભાઈ ના નુક્કડ પ્રોગ્રામ માં જોડાવા માંગુ છું જેથી હું મારી એક્ટિંગ ની ક્ષમતા ને સુધારી શકું.”
“અને તારા ભણતર નું શું?”
“હું વાર્ષિક પરીક્ષા માં પાસ થવા પુરી મહેનત કરીશ પણ જો હું નિષ્ફળ જઈશ તો હું ભણવાનું મૂકી દઈશ.”
“શું?” એની મમ્મી ને એના જવાબ થી આંચકો લાગ્યો પણ તે ખૂણામાં જઈને રડવાથી વિશેષ કંઈ જ ના કરી શકી.
તેના બધા ભાઈઓ અને નાના એ ભેગા મળીને તેને સમજાવ્યો પણ મોહને કોઈની ના સાંભળી.
તે અહેમદભાઈ ના નુક્કડ માં જોડાઈ ગયો અને એક્ટિંગ ના A થી લઈને Z સુધી નું બધું શીખવા લાગ્યો; તેની એક્ટિંગ ની પ્રતિભા ખૂબ જ સારી હતી. તેને એક્ટિંગ કરતા જોવો એ દર્શકો માટે એક લ્હાવો હતો. રમને પણ નુક્કડ માં જોડાવા પ્રયાસ કર્યો પણ તેના માતાપિતા એ એવું કરવાની મનાઈ ફરમાવી દીધી. તેથી, તે દરેક નુક્કડ શો માં ફક્ત મોહન ની કામગીરી જોઈને રાજી થતો.
દિવસો પસાર થયા, મહિનાઓ પણ પસાર થયા અને વાર્ષિક પરીક્ષા નો સમય થઈ ગયો.
મોહને આખું વર્ષ ખૂબ જ પરિશ્રમ કરેલ પણ તેનો કમજોર વિષય, બધા ની માફક, ગણિત હતો.
તેણે તેની એક્ટિંગ પ્રતિભા માં પણ ખૂબ જ સુધારો લઈ આવેલ; એ જોઈને અહેમદભાઈ એ એક વાર કીધું, “તારા માં હીરો બનવાની પ્રતિભા છે, પણ એ કરવા માટે તારે બોમ્બે જવું પડશે; જ્યાં ફિલ્મો બને છે.”
પરીક્ષા ના પરિણામ ના દિવસે, મોહને ભગવાન ની ખૂબ જ પ્રાર્થના કરી અને ભગવાન ને કહ્યું, “હવે બધું તારા પર છે.” અને પરિણામ આવ્યું, અને આશા પ્રમાણે જ ગણિત વિષય માં એ 7 માર્ક્સ થી નાપાસ થયો. આમ તે 7માં ધોરણ માં ફરીથી નિષ્ફળ ગયો.
મોહન થોડોક ગમગીન થઈ ગયો અને એની મમ્મી ને સ્પષ્ટ અવાજે કહ્યું, “મા, એમ ના વિચારતી કે મેં પાસ થવા માટે મહેનત ના કરી, પણ મને લાગે છે કે મારા નસીબ માં આગળ ભણવાનું નથી લખ્યું.”
“આશા ના ગુમાવ, બેટા.” એની મમ્મી એ રડમસ થઈને કહ્યું.
“મેં નથી ગુમાવી મા, પણ એક દિવસ એવો આવશે જ્યારે તને એમ થશે કે મેં જે કર્યું એ સાચું કર્યું.”
“પણ જો તને ફિલ્મો માં એવો મોકો કે સફળતા ના મળી તો?”
“એવું નહીં થાય મા, કાં હું સફળ એક્ટર બનીશ કાં સફળ માણસ. હું ખાલી હાથે પાછો નહીં ફરું મા.”
બંને રડવા લાગ્યા,
તેના ભાઈ-બહેન અને નાના એને બોમ્બે જવા દેવા માંગતા ના હતા, એ માટે થઈને તે લોકો એ મોહન ને લાલચ પણ આપી, “વાંધો નહીં મોહન, શું થયું જો આ વર્ષે નિષ્ફળ ગયો તો? આવતા વર્ષે જો તું પાસ થઈશ તો તને એક સાયકલ લઈ દેવામાં આવશે. શાયદ આવતા વર્ષે તારા નસીબ ચમકે.”
મોહને હળવી મુસ્કાન સાથે જવાબ આપ્યો,
“હું નસીબ (Luck) ના ભરોસે બેસી રહું એવો નથી, આપણે LuckNow માં રહીએ છીએ, જો હું બોમ્બે નહીં જાવ તો આ શહેર મારા માટે LuckNever બની જશે.”
એણે કહ્યું અને બોમ્બે(આ સમય માં મુંબઈ) જવા માટે પોતાના LuckNow શહેર ને છોડી દીધું.
વધુ આવતા અંક માં. આવતા અંક માં, મોહન બોમ્બે જઈને કેવા અને કેટલા સંઘર્ષ કરે છે? શું એ બૉલીવુડ માં જઈને હીરો બની શકે છે? એ બધું જાણવા માટે આવતા અંક ની રાહ જુઓ.
આ સંપૂર્ણ નવલકથા English ભાષા માં Amazon તેમજ Google Play Books પર e-book અને paperback format માં ઉપલબ્ધ છે.
વધુ વિગત માટે લેખક નો સંપર્ક કરો:
Anil Patel (Bunny)
Mobile: 91 9898018461 (Only Whatsapp)
E-mail: anilpatel.myid@gmail.com