મુખ્ય વિચાર: અંકિત મણીયાર
કવર ડિઝાઇન: પ્રદ્યુમ્નગીરી ગોસ્વામી
મુખ્ય લેખક: અનિલ પટેલ (બની)
ગુજરાતી માં અનુવાદ: મીરાં ડાભી
પ્રકરણ ૨.૧ પાત્ર પરિચય:
એડમ ગુડવીલ (Interviewer)
મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)
મોહન ના માતા-પિતા, નાના, દાદા, 3 ભાઈ, 1 બહેન
રમન ચેટર્જી (મોહન નો મિત્ર)
આ પહેલા ના અંકો માં આપણે વાંચ્યું કે, મોહન રાજવંશી અને એડમ ગુડવીલ લોસ એન્જલસ માં ઇન્ટરવ્યુ માટેની તૈયારી કરી રહ્યા છે અને મોહન રાજવંશી જે પ્રખ્યાત ઉદ્યોગપતિ છે તે આ ઇન્ટરવ્યુ દેતા પહેલા થોડા નર્વસ છે. ઇન્ટરવ્યુ માં એડમ મોહન વિશે જાણવાનો પ્રયત્ન કરે છે પણ મોહન અમુક સવાલો ના જવાબો ટાળે છે. છેવટે તે પોતાની સ્ટોરી કહેવા રાજી થાય છે. હવે આગળ…
પ્રકરણ: ૨.૧ The Childhood
વર્ષ: ૧૯૫૨
Lucknow, The City Of Tehzeeb, Uttar Pradesh.
લખનૌ ના એક નીચલા મધ્યમ ‘રાજવંશી’ પરિવાર માં એક બાળક નો જન્મ થયો, આગળ જતાં એના દાદા એ એનું નામ મોહન (ભગવાન શ્રી કૃષ્ણ નું એક નામ) રાખ્યું. તમે વિચારી રહ્યા હશો કે ‘રાજવંશી’ અટક સાથે કોઈ નીચલા મધ્યમ વર્ગ નો કેમ હોઈ શકે, પણ હકીકત એ હતી કે મોહન ના 3 પેઢી ના પૂર્વજો એ રાજપૂત મહારાજાઓ ની સેવા કરી હતી જેનાથી પ્રસન્ન થઈને તે લોકો ના પરિવાર ને આ બિરુદ આપવામાં આવેલ હતું. મોહન ફક્ત 8 મહિના નો હતો ત્યારે જ તેના પિતા ફેફસાં ના કેન્સર ને લીધે અવસાન પામ્યાં. જેથી તેની મમ્મી 32 વર્ષ ની નાની ઉંમરે એના પપ્પા એટલે કે મોહન ના નાના ની ઘરે રહેવા આવી ગયા. મોહન તેમની પાંચમી સંતાન હતી, તેના 3 મોટા ભાઈ અને એક મોટી બહેન હતી, અને મોહન તે બધા માં સૌથી નાનો હતો.
તેનો પરિવાર ખૂબ જ ગરીબ તો ના હતો, પણ રોજ બધા ના પેટ ના ખાડા પુરવા માટે બધા એ સંઘર્ષ કરવો પડતો. તેની મમ્મી ત્યાં જ નજીક ની દુકાન માં સિલાઈ કામ કરતી હતી. 1950 ના દશક માં, કોઈ જગ્યાએ એક મહિલા માટે કામ કરવું ખૂબ જ મુશ્કેલ હતું, પણ તેમના પપ્પા ના ઓળખાણ ને લીધે તેઓ ત્યાં કામ કરીને દિવસ ના અંતે થોડાક પૈસા ભેગા કરી લેતા હતા. મોહન ના ભાઈઓ પણ અલગ-અલગ જગ્યાએ કામ કરીને ગુજરાન ચલાવતા, એ સમયે તે લોકો ને ભણવાનું પોષાય એમ ના હતું. મોહન ની બહેન ને પણ ભણવામાં કોઈ રુચિ ના હતી, કાં પછી શાયદ એ લોકો ને ભણવામાં રુચિ હતી પણ એ પરવડતું ના હોવાના લીધે એ લોકોએ અલગ-અલગ રીતે પૈસા કમાવાનું ચાલુ કરી દીધું.
બીજી બાજુ મોહન ને ભાગ્યે જ દિવસ માં બે ટંક નું જમવાનું મળતું હતું, જેને લીધે તે કુપોષણ નો ભોગ બની ગયો. તે તંદુરસ્ત બાળક ના હતો, પણ એની મમ્મી એના માટે ગમે તેમ કરીને રોજ નું પોષણ એકત્રિત કરતી હતી.
એક દિવસ 3 વર્ષ ની ઉંમરે મોહન બીમાર પડ્યો, તેનો પરિવાર તેને લખનૌ ના સરકારી હોસ્પિટલ માં લઇ ગયા. ડોકટરો એ કહ્યું, “તમે જો આને સાજો કરવા માંગતા હોઈ તો તેને ત્રણ વખત નું જમવા આપો, કેમ કે તે ખૂબ જ નબળો છે. હું દવા તો આપું છું પણ જો એના શરીર માં કંઈ હશે જ નહીં તો આ દવા કામ નહીં કરે અને તેનું શરીર પણ એમાં સાથ નહીં આપે કેમકે આની રોગ પ્રતિકારક ક્ષમતા ખૂબ જ ઓછી છે.”
ભારત દેશ માં સંયુક્ત પરિવાર માં રહેવાની પ્રથા ઘણા વર્ષોથી છે, કેમકે જ્યારે પરિવાર પર સંકટ ના વાદળો ઘેરાઈ આવે ત્યારે બધા સાથે મળીને તેનો સામનો કરી શકે. મોહન સાથે પણ એવું થયું, તેની બીમારી ને લીધે તેના ભાઈઓ અને બહેને દિવસ માં એકજ વાર જમવાની હઠ પકડી લીધી સાથે વધુ મહેનત કરી મોહન ને પૂરતું પોષણ મળી રહે તે માટે દિવસ-રાત કામ કરવાનો નિર્ણય લીધો.
મોહન ની મમ્મી એ પણ ઓવરટાઈમ માં સિલાઈ કરવાનો નિર્ણય કર્યો, કે જેથી ઘર માં વધુ પૈસા આવી શકે. મોહન ના નાના જે 68 વર્ષ ના અને અસ્થમા ના દર્દી હતા તેઓ વધારે કંઈ તો નહીં પણ મોહન ની સારસંભાળ માં લાગી ગયા.
આવી રીતે, પરિવાર ના દરેક સભ્યો એ પોતપોતાની રીતે સહયોગ આપ્યો અને એમના પ્રયાસો ના પરિણામ રૂપે મોહન નાનપણ ની શરૂઆત થી જ તંદુરસ્ત અને સ્વસ્થ બની ગયો. આમ પરિવારે કરેલો પરિશ્રમ વ્યર્થ ના ગયો. 6 વર્ષ ની ઉંમરે મોહન નો પરિવાર તેને શાળા એ મોકલવા સક્ષમ થઈ ગયા હતા. તેની માતા, બહેન અને ભાઈઓ તેમના કામ કરવાના સ્થળ પર તે લોકો ના કામ ને લઈને વૃદ્ધિ પામ્યાં હતા. તો 6 વર્ષ ની ઉંમરે મોહને શાળા એ જવાનું ચાલુ કર્યું.
મોહન ના પરિવાર માં એ એકલો જ એવો હતો જેને શાળા માં ભણવાનો મોકો મળ્યો હતો, આ જ કારણે તેને ભણવાની કોઈ કદર ના હતી. આખા કલાસ માં તે સૌથી વધુ શરારતી છોકરો હતો. તે હંમેશા કોઈ પણ કારણ વગર તેના સહપાઠી તેમજ શિક્ષકો ને હેરાન કરતો. એકવાર એના સહપાઠી એ મોહન ને પાઠ ભણાવવા એના માતાપિતા ને શાળા માં લઇ આવ્યો, પણ મોહન એટલો નટખટ હતો કે એણે એના માતાપિતા ને પણ હેરાન કરી નાંખ્યો. મોહન તેના નામ પ્રમાણે દેખાવ માં મનમોહક હતો તેમજ ભગવાન શ્રીકૃષ્ણ જેવો નટખટ પણ એવો જ.
એક દિવસ મોહન ની એક શિક્ષિકા, મોહન કેટલો તોફાની છે અને બીજા ને કેટલો હેરાન કરે છે તેવી ફરિયાદ લઈને તેની ઘરે આવી.
“શ્રીમતી રાજવંશી તમારો છોકરો ત્રાસજનક રીતે તોફાની છે, તેનું આવું વલણ જરાય સાંખી શકાય એમ નથી. ના તે ભણવામાં હોશિયાર છે અને ના તે કોઈ નું સાંભળે છે, અને આદર તો કોઈની પણ નથી કરતો.” શિક્ષિકા એ ગુસ્સે થઈ કહ્યું.
“માફ કરજો, પણ તે હજુ ફક્ત 7 વર્ષ નો છે અને આ ઉંમર માં છોકરાઓ આવી ધમાલ કરતા જ હોઈ છે. પણ તમે ફરિયાદ કરી છે તો એનું હું ધ્યાન રાખીશ.” મોહન ની મમ્મી એ કહ્યું.
“આ મારી છેલ્લી ચેતવણી છે. તમે તમારા છોકરા નું ધ્યાન રાખો એ જ સારું રહેશે.” શિક્ષિકા એ કહ્યું અને ત્યાંથી જતા રહ્યા.
મોહન ની મમ્મી તેમણે પોતાના પુત્ર ના ઉજ્જવળ ભવિષ્ય માટે કરેલા રોકાણ અને કમાયેલા એક-એક પૈસા ને લઈને ચિંતિત થઈ ગયા. જો મોહન ભવિષ્ય માં આવો જ રહેશે તો તેમનો અને તેમના પરિવાર નો કરેલો બધો સંઘર્ષ વ્યર્થ જશે એમ તે વિચારી રહ્યા. આ પહેલી વાર એવું થયું જ્યારે મોહન ના મમ્મી અને તેના ભાઈ બહેન મોહન ના અભ્યાસ ને લઈને ચિંતિત થયા. મોહન ના મોટા ભાઈએ સલાહ આપી કે એના ભણતર ને લઈને ચિંતિત થવા જેવું નથી તેને સરકારી સ્કૂલ માં દાખલ કરી દો. આવું કરવાથી આપણા પૈસા પણ બચી જશે અને સરકારી સ્કૂલ ના લોકો વધુ તોફાની હોવાને લીધે મોહન ની ફરિયાદ પણ નહીં આવે.
આ વિચાર ને માન્ય રાખીને આગલા જ દિવસે મોહન નું એડમિશન સરકારી સ્કૂલ માં કરી દેવામાં આવ્યું. સરકારી સ્કૂલ માં ફી નજીવી હતી અને સગવડતા નહિવત. મોહન ની મમ્મી ના માથે મોહન ના ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટે ની જવાબદારી હોવાના લીધે તેમણે પરિસ્થિતિ ને અનુરૂપ થઈ ને આ સ્થિતિ સાથે સમાધાન કરી લીધું.
આમ, મોહન ને સરકારી સ્કૂલ માં પહેલા ધોરણ માં એડમિશન મળી ગયું. આ ઉંમરે કોઈ બાળક ને દુનિયાદારી ની કંઈ જ પડી નથી હોતી. આ ઉંમર માં જ લોકો નવા દોસ્ત બનાવે છે, તેનાથી ઝઘડો કરે છે, તેની સાથે જમે છે, તેની સાથે ઘણું બધું શીખે છે. મોહન ને પણ આવો જ એક મિત્ર મળી ગયો,એનું નામ રમન ચેટર્જી.
રમન શુદ્ધ બ્રાહ્મણ હતો. તેના પૂર્વજો પશ્ચિમ બંગાળ ના હતા, પણ ભારત ના ભાગલા પડ્યા બાદ તેઓ લખનૌ રહેવા આવી ગયા. તેના પિતા પંડિત હતા. તેઓ લગ્ન મા મંત્ર ઉચ્ચારણ કરતા હતા.
મોહન અને રમન બંને મિત્ર બન્યાં કેમકે બંને સરખા જ હતા, બંને ભણવામાં નબળા હતા, બંને તોફાની હતા, બંને બીજા ની મશ્કરી કરતા જેની સજા પણ બંને સાથે ભોગવતા.
*હા, આ જ એ સમય હોઈ છે જ્યારે આપણે જીવનભર ના મિત્ર બનાવીએ છીએ. આપણને નાની ઉંમરે જ એ ખ્યાલ આવી જાય છે કે આપણે મિત્ર બનાવવા જોઈએ. એમાંય નાનપણ ના મિત્ર તો શ્રેષ્ઠ હોઈ છે. જો તમારી પાસે હજુ એવા મિત્ર છે જે નાનપણ થી તમારી સાથે છે તો તમે દુનિયા ના સૌથી નસીબદાર વ્યક્તિઓ માંથી એક છો.*
આંખ ના પલકારા માં વર્ષો પસાર થઈ ગયા. હવે વાત છે 1965 ના વર્ષ ની, આ એ જ વર્ષ છે જ્યારે પાકિસ્તાની સેનાએ ભારત ના અખંડ ભાગ એવા કાશ્મીર પર હક જમાવવા ભારત પર હુમલો કર્યો અને આમ આ વર્ષે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. આ યુદ્ધ, ભારત-પાકિસ્તાન ના શ્રેણીબદ્ધ વિવાદો જેમકે આઝાદી પછીના ભાગલા બાદ નદીઓ ની વહેંચણી ને સંબંધિત હતો, એનું પરિણામ હતું. આ યુદ્ધ ના અંતે, ભારતે 1920 ચો. કિમી. નો પ્રદેશ જીતી લીધો જ્યારે પાકિસ્તાને 540 ચો. કિમી પ્રદેશ જીત્યો. આમ, ભારતે પોતાના 2862 સૈનિકો ગુમાવી અને પાકિસ્તાન ના 5800 સૈનિકો ને મારી આ યુદ્ધ ને જીતી લીધું.
આમ, આ વર્ષ દેશ માટે ઐતિહાસિક પુરવાર થયું, પણ મોહન અને રમન માટે આ વર્ષ નવો વળાંક લઈને આવ્યું. બંને આ વર્ષે એકબીજા થી અલગ થઈ ગયા. ના, તેઓ એકબીજા થી લડ્યા ન હતા, ના તેઓ કે તેઓ ના માતા-પિતા બીજે રહેવા ગયા હતા. બંને નું અલગ થવાનું કારણ એ હતું કે મોહન પહેલીવાર પોતાની વાર્ષિક પરીક્ષા માં નાપાસ થયો હતો.
હા, મોહન તેની વાર્ષિક પરીક્ષા માં ઉત્તીર્ણ ના થઇ શક્યો જેના હિસાબે મોહન અને રમન અલગ થઈ ગયા. રમન 8માં ધોરણ માં દાખલ થયો જ્યારે મોહન 7માં ધોરણ માં જ રહી ગયો. તેઓ માત્ર રીસેસ ના સમય માં ભેગા થઈ શકતા હતાં. એ સમય માં બંને સાથે જમતા જે એ પહેલાં પણ કરતા હતા.
તેઓ એકબીજા સાથે વધુ સમય પસાર નહોતા કરી શકતા. પણ, ગમે તે રીતે તે બંને એ આ સમસ્યા નો ઉપાય શોધી કાઢ્યો. તેઓ એ સ્કૂલ માં એક દિવસ બંક મારવાનું વિચાર્યું અને તેઓ એ જ પ્રમાણે કર્યું.
તેઓએ સિનેમાસ્કોપ માં ફિલ્મ જોવાનું વિચાર્યું જે એ સમય માં નાના બાળકો સાઇકલ માં ફરતા ફેરિયાઓ પાસેથી 1 પૈસા માં જોતા હતા. તે બંને એ ગમે તેમ કરીને 1 પૈસા નો મેળ કર્યો, પણ 1 પૈસા માં એક જ વ્યક્તિ એક ફિલ્મ જોઈ શકે. આથી તે બંને એ નક્કી કર્યું કે બંને અડધી-અડધી ફિલ્મ જોશે.
તે વ્યક્તિ આવું કરવા માટે રાજી થઈ ગયો અને તે બંને એ સાથે મળીને ‘દોસ્તી (૧૯૬૪)’ જોઈ. આ પહેલી ફિલ્મ હતી જે બંને એ સાથે જોઈ હતી. તેઓ ફિલ્મ દરમિયાન હસ્યાં, રડ્યા અને અડધી-અડધી ફિલ્મ જોઈને બંને ખૂબ જ આનંદિત થયા. એ પછી તેઓ બંને અલગ જગ્યાઓ એ ફરવા ગયા પરંતુ બધી જગ્યાઓ એ પૈસા ની જરૂર પડતી હતી અને એ લોકો પાસે ફક્ત 1 પૈસો હતો જે તેઓએ ફિલ્મ જોવામાં ખર્ચી નાંખ્યા હતા.
આથી તેઓ બંને મેદાન માં રમવા ગયા પણ કોઈ સાધન ના હોવાને લીધે તેઓ ફિલ્મ ના બંને પાત્રો ની નકલ કરવાની (મિમિક્રી) રમત રમવા લાગ્યા. મોહન અંધ વ્યક્તિ ની નકલ કરતો હતો જ્યારે રમન બંને પગે લંગડા (દિવ્યાંગ) વ્યક્તિ ની નકલ કરી રહ્યો હતો. બંને ફિલ્મો ના સંવાદો બોલી રહ્યા હતા. કોઈને શું ખબર હતી આ એક નાની રમત મોહન ની જિંદગી બદલી નાખવાની હતી.
વધુ આવતા અંક માં. આવતા અંક માં, એવું તો શું થયું આ રમત ને લીધે જેણે મોહન ની જિંદગી જ બદલી નાંખી? એ જાણવા માટે આવતા અંક ની રાહ જુઓ.
આ સંપૂર્ણ નવલકથા English ભાષા માં Amazon તેમજ Google Play Books પર e-book અને paperback format માં ઉપલબ્ધ છે.
વધુ વિગત માટે લેખક નો સંપર્ક કરો:
Anil Patel (Bunny)
Mobile: 91 9898018461 (Only Whatsapp)
E-mail: anilpatel.myid@gmail.com