Success: Money or Dream? - 3.1 books and stories free download online pdf in Gujarati

Success: Money or Dream? - 3.1

પ્રકરણ ૩.૧ મુખ્ય પાત્ર પરિચય:
મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)
પિયુષ મહેતા


આ પહેલા ના અંકો માં આપણે વાંચ્યું કે, મોહન રાજવંશી, એડમ ગુડવીલ ના ટોક શો ઇન્ટરવ્યુ માં પોતાના બાળપણ ની વાર્તા કહે છે, જેમાં તે પોતાના પરિવાર અને પોતાના મિત્ર નો ઉલ્લેખ કરે છે. મોહન સ્કૂલ ની પરીક્ષા માં નાપાસ થાય છે અને ફિલ્મો માં કામ કરવા Lucknow છોડીને Bombay રવાના થઈ જાય છે. હવે આગળ…

પ્રકરણ: ૩.૧ The Struggle

5 વર્ષ પછી, સાલ 1971,

આ જ વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે પાછો યુદ્ધ થયો હતો. આ યુદ્ધ ના અંતે જ બાંગ્લાદેશ રાષ્ટ્ર નો જન્મ થયો. આ યુદ્ધ દરમિયાન ત્યાર ના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીજી એ પોતાના યોગ્ય નિર્ણયો ને લીધે પાકિસ્તાન ના બે ભાગલા પાડી દીધા હતા. આ યુદ્ધ માં ભારતે ઐતિહાસિક વિજય હાંસલ કર્યો હતો, પણ મોહન માટે આ વર્ષ પણ એના જીવન માં વળાંક લઈને આવવાનો હતો.

“અહીંયા આવ્યો એને 5 વર્ષ થઈ ગયા પણ ખબર નહીં મારી કિસ્મત ક્યારે ચમકશે?” મોહને ખુદ થી ચીડાઈને કહ્યું, “હે ભગવાન, મારા માટે કંઈક કર!” તેણે પ્રાર્થના કરી અને આગલી જ ક્ષણે દરવાજા ની ઘંટડી વાગી.

“કોણ છે?” મોહને પૂછ્યું.

“ટપાલી.”

મોહને દરવાજો ખોલ્યો, અને ટપાલી એ એને પૂછ્યું, “તમે મોહન છો?”, “હા!” મોહને જવાબ આપ્યો.

“તમારી 2 ટપાલ છે. અહીં હસ્તાક્ષર કરી આપો.” ટપાલી એ કહ્યું.

મોહને બધી ઔપચારિકતા પુરી કરીને ચિઠ્ઠી લીધી. પહેલી ચિઠ્ઠી હતી લખનૌ થી એના મોટા ભાઈ ની અને બીજી ચિઠ્ઠી કોઈ અજાણ કંપની માંથી હતી. એક મિનિટ… બીજી ચિઠ્ઠી કોઈ ફિલ્મ પ્રોડક્શન હાઉસ માંથી હતી. મોહને કવર ફાડ્યું, અને ચિઠ્ઠી આ મુજબ હતી:

“શ્રીમાન મોહન રાજવંશી, અભિનંદન! તમે અમારી કંપની માં આપેલ ઓડિશન ને હિસાબે અમારી આગલી ફિલ્મ માટે હીરો તરીકે પસંદગી પામેલ છો. આગળ ની પ્રક્રિયા માટે અમારા પેનલે નક્કી કર્યું છે કે તમે અમને આ પત્ર મળ્યા ના 5 દિવસ માં મળી જાવ.”

મોહન ને પોતાની આંખો પર વિશ્વાસ જ ના બેઠો; એની આંખો આંસુઓ થી છલકાઈ ગઈ, અલબત્ત એ ખુશી ના આંસુ હતા. આખરે એની મહેનત રંગ લાવી. 5 વર્ષ માં તેણે કરેલા તમામ પ્રયાસો હવે જઈને સાચી દિશામાં જઈ રહ્યા હતા. તે ખૂબ જ ખુશ હતો અને આ જ ખુશી માં તે પોતાના જુના સંસ્મરણો ને વાગોળવા લાગ્યો.

5 વર્ષ પહેલાં,

મોહન બોમ્બે શહેર આવી પહોંચ્યો, બોમ્બે અથવા ફિલ્મી દુનિયા નો શહેર. તે ફક્ત 100 રૂપિયા લઈને આવ્યો હતો. એ સમય માં એ રકમ નાની ના હતી. તેને કોઈ અંદાજો ના હતો કે ક્યાં જવું અને કેમ જવું? પણ એનું ઉચ્ચ મનોબળ એની સાથે હતું.

તેણે કુલી ને પૂછ્યું, “માફ કરજો, હું બૉલીવુડ સુધી કેવી રીતે જઈ શકીશ?”

કુલીએ એને ગુસ્સાભરી નજરે જોયો અને કહ્યું, “સ્ટેશન ની બહારે જા અને કોઈ રીક્ષા વડા ને પૂછ.”

મોહન સ્ટેશન ની બહારે આવી ગયો અને તેણે જોયું કે, ત્યાં ઘણાં રીક્ષા વાળા હતા. મોહન એક રીક્ષા વાળા આગળ ગયો અને પૂછ્યું, “મારે બૉલીવુડ જવું છે, ચાલશો?”

રીક્ષા વાળા એ એને જોયું અને કહ્યું, “આ શહેર માં નવો છે?”

“હા!”

“બૉલીવુડ માં શું કરવા જવું છે તારે?”

“હીરો બનવા.”

એક વિચિત્ર હાસ્ય સાથે રીક્ષા વાળા એ કહ્યું, “સાંભળ છોકરા, બૉલીવુડ માં બહાર થી આવવા વાળા લોકો ને હીરો નથી બનાવતા.”

“કોઈ વાંધો નહીં પણ તમે મને ત્યાં નું સરનામું આપી શકશો?”

“ઓય બચ્ચું, આ બોમ્બે શહેર છે, જે પોતે જ બૉલીવુડ છે. મને એમ બતાવ કે તારે ક્યાં સ્ટુડિયો માં જવું છે?”

મોહન મુંઝાઈ ગયો અને પછી વિચારીને એણે કહ્યું, “રહેવા માટે કોઈ સસ્તી હોટલ કે વિશ્રામખંડ હશે?”

“હા હશે, પણ ત્યાં લઈ જવાના 2 રૂપિયા થશે.”

“2 રૂપિયા?” મોહને આશ્ચર્ય સાથે કહ્યું.

“હા બચ્ચું, આ બોમ્બે શહેર છે. બધા લોકો આ શહેર ને માયાનગરી (સપનો નું શહેર) કહે છે; અહીં કંઈ જ સસ્તું નથી.”

“પણ મારી પાસે ખૂબ જ ઓછા પૈસા છે.”

“કેટલા છે?”

“100 રૂપિયા.”

“એટલા રૂપિયા 1 મહિના માટે પૂરતા છે. એ થી વધુ તું અહીં ટકીશ પણ નહીં.”

મોહન વિચાર માં પડી ગયો અને છેવટે તે 2 રૂપિયા આપવા સંમત થઈ ગયો. મોહન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ થી થોડે દુર એક વિશ્રામખંડ માં રહેવા લાગ્યો.

વિશ્રામખંડ ના રૂમ ખૂબ જ ગંદા હતા. ત્યાં ઘણા દિવસો થી સાફ-સફાઈ નહોતી થઈ. ત્યાં જ નજીક માં એક કેન્ટીન હતી જ્યાં નું ખોરાક પણ ખાવા લાયક ના હતું. મોહને કેન્ટીન માં જમવા અને વિશ્રામખંડ માં રહેવા પોતાના લગભગ અડધા રૂપિયા વાપરી નાંખ્યા. એકવાર તેણે છાપાં માં કોઈ સ્ટુડિયો વિશે વાંચ્યું; જ્યાં એક્ટર ની જરૂર હતી. તેણે ક્ષણભર નો પણ વિલંબ ના કર્યો અને તરત સસલા ની ગતિએ ત્યાં પહોંચી ગયો. તે ત્યાં પહોંચી તો ગયો પણ તેને ત્યાં થી બહાર કાઢી મુક્યો કેમકે, તે ફક્ત 14 વર્ષ નો હતો અને તે લોકો ને 18 વર્ષ ની ઉપર ના એક્ટર જોઈતા હતા. તે લોકો એ કહ્યું, “5 વર્ષ પછી આવજે.” મોહને એ લોકો ને કહ્યું કે એને કોઈ પણ કામ આપી દો પણ તે લોકો એ તેને કહ્યું કે પોતાનો અને બીજાનો સમય ન વેડફે.

તે રાત્રે મોહન સુઈ ના શક્યો. આટલું અપમાન તેનું ક્યારેય નહોતું થયું. પણ તેણે હાર ના માની. તેણે બધા સ્ટુડિયો માં જવા નક્કી કર્યું. ભલે તે લોકો અપમાન કરે કે ધક્કો મારી કાઢી મૂકે, પણ એને બોમ્બે શહેર માં ટકી રહેવા કોઈ પણ કામ કરવું અતિ આવશ્યક હતું. ઘણી જગ્યાએ થી રિજેક્ટ થયા બાદ અને થોડા મહિના પછી તેણે આખરે લખનૌ પાછા ફરવાનો નિર્ણય લીધો. તેની પાસે થોડાક પૈસા પણ ના હતા, તે ખાલી હાથ લખનૌ જવા નીકળી ગયો.

કોઈ કામ નહીં, કોઈ મોકો નહીં, કોઈ માર્ગદર્શન નહીં. કંઈ પણ નહીં. આ શહેર થી જેટલી અપેક્ષા હતી એટલો જ નિરાશ થયો. હા ‘કંઈ પણ નહીં’ આટલા મહિના માં બસ એણે એ જ હાંસલ કર્યું હતું. મોહન લગભગ લોકો પર થી વિશ્વાસ અને ખુદ નો આત્મવિશ્વાસ ગુમાવી ચુક્યો હતો. તેણે આખરે બોમ્બે મુકવામાં જ ભલાઈ સમજી, પણ નિયતિ ને કંઈ બીજું જ મંજુર હતું.
જ્યારે એ સ્ટેશન જઈ રહ્યો હતો ત્યારે એનું એક કાર સાથે અકસ્માત થઈ ગયું. એ કાર હતી પિયુષ મહેતા ની, જે બોમ્બે ના ખૂબ જ પ્રખ્યાત સોના ના વેપારી હતા. તેઓ ગુજરાત થી આવ્યા હતા અને બોમ્બે માં સેટલ થઈ ગયા હતા. આ અકસ્માત અને પિયુષ મહેતા મોહન ની કિસ્મત બદલી નાખવાના હતા.



વધુ આવતા અંક માં. આવતા અંક માં, મોહન બોમ્બે થી લખનૌ પાછો આવી જશે કે પછી પિયુષ મહેતા એની જિંદગી માં કંઈ અલગ જ બદલાવ લઈ આવશે? એ બધું જાણવા માટે આવતા અંક ની રાહ જુઓ.

આ સંપૂર્ણ નવલકથા English ભાષા માં Amazon તેમજ Google Play Books પર e-book અને paperback format માં ઉપલબ્ધ છે.

વધુ વિગત માટે લેખક નો સંપર્ક કરો:

Anil Patel (Bunny)
Mobile: 91 9898018461 (Only Whatsapp)
E-mail: anilpatel.myid@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED