Success: Money or Dream? - 1 books and stories free download online pdf in Gujarati

Success: Money or Dream? - 1

મુખ્ય વિચાર: અંકિત મણીયાર
કવર ડિઝાઇન: પ્રદ્યુમ્નગીરી ગોસ્વામી
મુખ્ય લેખક: અનિલ પટેલ (બની)
ગુજરાતી માં અનુવાદ: મીરાં ડાભી

પ્રકરણ ૧ પાત્ર પરિચય:
એડમ ગુડવીલ (Interviewer)
મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)

આ પહેલા ના પ્રસ્તાવના અંક માં આપણે વાંચ્યું કે, મોહન રાજવંશી અને એડમ ગુડવીલ લોસ એન્જલસ માં ઇન્ટરવ્યુ માટેની તૈયારી કરી રહ્યા છે અને મોહન રાજવંશી જે પ્રખ્યાત ઉદ્યોગપતિ છે તે આ ઇન્ટરવ્યુ દેતા પહેલા થોડા નર્વસ છે, અને ઇન્ટરવ્યુ નો સમય થઈ જાય છે. હવે આગળ…

પ્રકરણ: ૧ The Interview

“લેડીઝ એન્ડ જેન્ટલમેન, તમારી તાળીઓ ના ગડગડાટ વચ્ચે હું અહીં સ્ટેજ પર આમંત્રિત કરવા માંગીશ એ હસ્તી ને, જે કોઈ પરિચય ના મોહતાજ નથી. બૉલીવુડ ના નવા ઉભરતા સિતારા, ભારત દેશ ના વાસી અને દુનિયાભર માં ધૂમ મચાવનાર હસ્તી, મોહન રાજવંશી!” એડમે જેમ જ આ વાક્ય પૂરું કર્યું, ઓડિટોરિયમ પ્રેક્ષકો ના તાળીઓ અને સીટીઓ થી ગુંજવા લાગ્યું, ત્યારે એ જ સમયે સ્ટેજ પર ભારત ના મશહૂર અભિનેતા મોહન રાજવંશી એ કદમ મૂક્યાં.
“ગુડ આફ્ટરનૂન! કે પછી મારે કહેવું જોઈ ગુડ ઇવનિંગ!” મોહને એડમ સાથે હાથ મિલાવતા કહ્યું, “આ મારી ખુશનસીબી છે કે હું તમારા શૉ માં ઇન્ટરવ્યુ દેવા માટે આજે આમંત્રિત થયો છું.” પ્રેક્ષકો નિરંતર તાળી વગાડી રહ્યા હતા.
એડમે પ્રેક્ષકો ના ઉત્સાહ ને જોઈને કહ્યું, “વાહ! મેં આટલા વખત માં પ્રેક્ષકો માં પહેલીવાર કોઈ માટે આવો ઉત્સાહ જોયો છે. આ જગ્યાએ 100 કે તેથી વધુ પ્રેક્ષકો ઉપસ્થિત છે, જેમાંથી 75 કે 80% મને ભારતીય જણાઈ રહ્યા છે જે અહીં તમને જોવા આવ્યા છે. અમુક લોકો NRI છે, અને અમુક ખાસ તમને નિહાળવા ભારત થી ફ્લાઇટ બુક કરાવીને આ ઇન્ટરવ્યુ જોવા આવ્યા છે. એ જાણવા છતાં કે આ શૉ ની ટીકીટ ખૂબ જ મોંઘી છે, એ લોકો અહીં આવ્યા એ વાત ખૂબ જ અદભુત કહેવાય…!”
પ્રેક્ષકો અને મોહન એડમ ની છેલ્લી લાઇન સાંભળી હસી પડ્યા.
“તો તો આ શૉ પૂરો થયા પછી તમે આ દુનિયા ના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓ માં સામેલ હશો!” મોહને કહ્યું અને તેમની વિનોદવૃત્તિ અને હાજરજવાબી થી પ્રેક્ષકો અને એડમ બંને પ્રભાવિત થઈ ગયા.
“સારું, એ કહો તમે અત્યારે કેવું અનુભવી રહ્યા છો?” એડમે પૂછ્યું.
“અત્યારે જેવું અનુભવી રહ્યો છું એવું ક્યારેય નથી અનુભવ્યું.” મોહને જવાબ આપ્યો.
“સરસ! તો અમને તમારા વિશે જણાવો, તમારા પૃષ્ઠભૂમિ વિશે, તમારા સિદ્ધિઓ વિશે, જે તમારા પર સંશોધન કર્યા બાદ હું તો સારી રીતે જાણું છું, પરંતુ આ શૉ થકી ઘણા બધા લોકો તમારા વિશે થોડું-ઘણું અને ઘણું બધું જાણવા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.”
“એ ખૂબ જ લાંબી વાર્તા છે એડમ, હું તમને ફરી ક્યારેક જણાવીશ!” મોહને મજાકમાં કહ્યું.
“હા-હા, શું વિનોદવૃત્તિ છે તમારી! આ વિનોદવૃત્તિ બાળપણ થી છે કે પછી સફળતા મળ્યા પછી થી?” એડમે પૂછ્યું.
“ના, આ પ્રતિભા મારી અંદર પાછલા જન્મ થી છે. શાયદ 500 વર્ષ પહેલાં થી. આ મારો પુનર્જન્મ છે અને આ પ્રતિભા ને લઈને હું પુનર્જીવિત થયો છું, જે મારી પાસે પાછલા જન્મ માં હતી.” મોહને મજાક આગળ વધારતા કહ્યું.
“હા-હા, એક મિનિટ માટે મને ક્ષમા આપજો મોહન, પણ જે લોકો આ શૉ અહીં લાઈવ જોઈ રહ્યા છે કે પછી ટીવી અથવા ઈન્ટરનેટ પર લાઈવ નિહાળી રહ્યા છે; એમને જણાવી દઈએ કે મોહન રાજવંશી ભારત ના ખૂબ જ પ્રખ્યાત ઉદ્યોગપતિ છે. પરંતુ આજે અમે તેમને કોઈ બિઝનેસ ને લગતા સવાલો કરવા કે પછી ચેરિટી કરવા માટે અહીં આમંત્રિત નથી કર્યો. એ અહીં છે એની પાછળ નું કારણ એ છે કે એમણે એમની ફિલ્મ થકી ભારતીય સિનેમા જગત ના બોક્સ-ઓફિસ પર ના અગાઉ ના તમામ રેકોર્ડ્સ તોડી નાંખ્યા છે અને તેમને તેમની એક્ટિંગ બદલ દેશ ના સૌથી પ્રતિષ્ઠિત એવા રાષ્ટ્રીય પુરસ્કાર તેમજ બીજા અનેક પુરસ્કારો થી પણ સન્માનિત કરવામાં આવેલ છે.”
પ્રેક્ષકો એ ગર્વ થી અને ખૂબ જ મોટે થી તાળીઓ વગાડી.
એડમે ત્યારબાદ સ્ટેજ પર એક મોટા LED સ્ક્રિન તરફ આંગળી ચીંધતા કહ્યું, “તો આવો દર્શકો આપણે નિહાળીએ આજના આપણા Miraculous Person નો એક નાનકડો વીડિયો.” એડમે કહ્યું અને મોટા LED સ્ક્રિન પર એક વીડિયો શરૂ થયો.
એ વીડિયો માં મોહન ના અમુક ફોટોઝ તેમજ ઘણી બધી યાદો નો સમાવેશ થયો હતો અને કોઈ વ્યક્તિ નો અવાજ એ વીડિયો ને નીચે મુજબ વર્ણવી રહ્યો હતો.

*મોહન રાજવંશી, એ સાલ 1989 થી ભારત ના એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બિઝનેસ ના પ્રખ્યાત ઉદ્યોગકાર છે. એમની જિંદગી રોલર કોસ્ટર રાઈડ જેવી રહી છે, એમણે જીવન માં ઘણા ચઢાવ ઉતાર જોયા છે, પરંતુ એમણે એમની ક્ષમતાઓ અને તાકાત પરથી ક્યારેય વિશ્વાસ ના ગુમાવ્યો, અને તેમનું પેશન; જે એક્ટિંગ છે; એ મુકામ હાંસલ કરવા ખૂબ જ મહેનત કરી અને ચમત્કારિક રીતે એમને એક્ટિંગ કરવા માટે નો પ્રથમ મોકો 65 વર્ષે મળ્યો જે એ ઘણા સમય પહેલા ડિઝર્વ કરતા હતા. આ ફિલ્મે ભારતીય સિનેમા ઇતિહાસ ના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા અને લગભગ બધા જ શૉ હાઉસફુલ.રહ્યા હતા અને બધા જ પ્રેક્ષકો એ સ્ટેન્ડિંગ ઓવેશન આપીને આ ફિલ્મ અને મોહન ની એક્ટિંગ ને વધાવી લીધી હતી. આ ફિલ્મ ને તેમજ મોહન ને દેશ ના સૌથી પ્રતિષ્ઠિત એવા રાષ્ટ્રીય પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યો હતો.*

પ્રેક્ષકો આ વીડિયો જોઈને નિરંતર તાળીઓ વગાડી રહ્યા હતા.
“સરસ! તો મને બતાઓ મોહન, તમારો ખૂબ જ વિસ્તૃત અને સ્થાપિત બિઝનેસ હોવા છતાં એવું શું હતું જે તમને બૉલીવુડ તરફ ખેંચી લઈ આવ્યું?”
“મને સાચે નથી ખબર એડમ. શાયદ દિલ ના કોઈ એક ખૂણામાં એ ચાહત હતી કે હું એક્ટર બનું, પરંતુ ભાગ્ય ની રેખા ને એ સમયે કંઈક બીજું જ મંજુર હતું, એટલે હું ઉદ્યોગપતિ બની ગયો.” મોહને જવાબ આપ્યો.
“પણ, 65 વર્ષ ની ઉંમરે? તમને નથી લાગતું કે આ ખૂબ જ મોડું થઈ ગયું કહેવાય તમારા માટે કે પછી કોઈ પણ માટે કે જે એક્ટર બનવા માંગે છે, ખાસ કરીને ભારત દેશ માં?”
“અમારા દેશ માં હિંદી માં એક કહેવત છે, ‘देर से आए, पर दुरुस्त आए।‘ અર્થાત, ‘મોડે થી આવ્યા પણ ખૂબ જ દુરસ્ત આવ્યા.’ આ કહેવત માં હું 100% માનું છું, તો મને નથી લાગતું કે મારા માટે કે કોઈના માટે બૉલીવુડ માં પ્રવેશ કરવા માટે આ ઉંમર મોટી કહેવાય. જો એ યોગ્ય હશે તો ઉંમર તો માત્ર એક નંબર જ છે.”
“મારો કહેવાનો તાત્પર્ય એ હતો કે અહીં એટલે કે હોલીવુડ માં ઘણા બધા ઉદાહરણ છે કે જેઓ એ મોટી ઉંમરે સફળતા પ્રાપ્ત કરી; એમાંના અમુક છે, Stan Lee (39), Samuel L. Jackson (46), Morgan Freeman (50), Christoph Waltz (53), વગેરે. બીજું એ કે હું એવી બીજી ઘણી બધી હસ્તીઓ ને જાણું છું. જેમાંના સૌથી મોડી ઉંમરે સફળતા મળી હોઈ એવી વ્યક્તિ ને જો હું જાણતો હોઈ તો એ છે, Colonel Sanders, કે જે 62 વર્ષ ની વયે પ્રખ્યાત થયા તેમની ફૂડ ફ્રેન્ચાઇઝી KFC ને લીધે. મેં બૉલીવુડ ની પણ ઘણી ફિલ્મો જોઈ છે અને ત્યાં ના અમુક એક્ટર ને પણ ઓળખું છું. મારા વિચાર પ્રમાણે ત્યાં જે મોટી ઉંમર ના કલાકારો છે એ કાં તો ઘણા સમય થી ખુદ ને સ્થાપિત કરી ચૂકેલા છે અથવા તેઓ ફિલ્મો માં સાઈડ રોલ ભજવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. જ્યારે તમને એક મુખ્ય પાત્ર અને વાર્તા ના મુખ્ય નાયક તરીકે 65 વર્ષ ની ઉંમરે તક મળી, એ ભી એવા દેશ માં અને એવી ઇન્ડસ્ટ્રી માં જ્યાં ‘હીરો’ નો અર્થ થાય છે બોડી બિલ્ડર માણસ, સારું ડાન્સ કરવા વાળો, હિરોઇન સાથે રોમાન્સ કરવા વાળો, ગીતો ગાવા વાળો. આ તક તમને આખરે મળી કંઈ રીતે?”
“તમારી જાણકારી માટે કહું એડમ તો હવે સમય ઘણો બદલી રહ્યો છે. બૉલીવુડ અને પ્રેક્ષકો આજકાલ નવા બદલાવ ને સ્વીકારી રહ્યા છે, અને આ જ શ્રેષ્ઠ મોકો છે કોઈ ના માટે કે જે બૉલીવુડ માં પ્રવેશ કરવા માંગે છે, કારણકે પ્રતિભા જ એક મુખ્ય ચાવી છે આ ઇન્ડસ્ટ્રી માં સફળતા પ્રાપ્ત કરવા માટે. તમે જે પ્રતિભા જણાવી એ પણ સારી પ્રતિભાઓ છે, પણ બૉલીવુડ માં પ્રવેશ કરવા અને સફળતા પ્રાપ્ત કરવા કોઈ વ્યક્તિ પાસે એક્ટિંગ ની પ્રતિભા ની સાથે સાથે પ્રયાસ અને ધૈર્ય પણ હોવું જરૂરી છે. મને નથી લાગતું કે મારી પાસે એક્ટિંગ ની સારી એવી પ્રતિભા છે, પણ મારુ માનવું છે કે મેં ઘણા પ્રયાસો અને ઘણી ધીરજ દાખવ્યા બાદ મને આ સફળતા મળી છે.” મોહને કહ્યું.
પ્રેક્ષકો એ આ વાત ને તાળીઓ ના ગડગડાટ થી વધાવી લીધી.
“ઓકે, તો તમારું કહેવું એમ છે કે હવે બૉલીવુડ માં નવી પ્રતિભાઓ માટે ઘણો અવકાશ છે જે તમારા સમય માં ના હતો?” એડમે કુતૂહલવશ પૂછ્યું.
“હા.” મોહને કહ્યું અને સાથે ઉમેર્યું, “પણ તમારો કહેવાનો મતલબ શું છે કે ‘મારા સમય માં’? હું એટલો પણ વૃદ્ધ નથી, એડમ!”
“હા-હા, મારો કહેવાનો મતલબ એમ હતો કે તમારા જુવાની ના સમય માં. શું એ સમયે તમે પૂરતો પ્રયાસ ના કર્યો? તમને એવું નથી લાગતું એવો સંઘર્ષ તમે ત્યારે ના કર્યો કે જે તક તમને આજે મળી. જો એ જ સંઘર્ષ ત્યારે કર્યો હોત તો એ તક તમને ત્યારે મળી હોત?”
“જેવું કે મેં પહેલા જ કહ્યું, મેં ઘણા પ્રયાસો કર્યા અને ઘણી ધૈર્યતા રાખી, પણ એ સમયે એ મારા માટે પૂરતું ના હતું.” મોહને નિસાસો લેતા કહ્યું.
“તો શું તમે અમને અહીં જણાવી શકશો કે તમારી જિંદગી માં એવો શું બદલાવ આવ્યો? અને તમારા બાળપણ થી લઈને કિશોરાવસ્થા તેમજ વૃદ્ધાવસ્થા સુધી માં બૉલીવુડ અને તમારા દેશ માં શું ફેરફારો આવ્યા?”
“જેવું મેં અગાઉ કીધું, આ ખૂબ જ લાંબી વાર્તા છે.” મોહને હળવી મુસ્કાન સાથે કહ્યું.
“અમારી પાસે આ ઇન્ટરવ્યુ માટે ઘણો સમય છે, મોહન.”
“હમ્મ, ક્યાંથી શરૂઆત કરું?”
“શરૂઆત થી શરૂ કરો!”
“ઓકે.” મોહને હકાર માં કહ્યું અને પોતાના બાળપણ ની યાદો માં ચાલ્યો ગયો, અને સાથે તેણે ઉમેર્યું,
“આ રહી મારી વાર્તા.”

વધુ આવતા અંક માં. આવતા અંક માં મોહન ના બાળપણ ની મીઠી અને કડવી યાદો નો ઉલ્લેખ કરવામાં આવશે. એવું શું થયું હતું મોહન ના બાળપણ માં? એ જાણવા માટે આવતા અંક ની રાહ જુઓ.

આ સંપૂર્ણ નવલકથા English ભાષા માં Amazon તેમજ Google Play Books પર e-book અને paperback format માં ઉપલબ્ધ છે.

વધુ વિગત માટે લેખક નો સંપર્ક કરો:

Anil Patel (Bunny)
Mobile: 91 9898018461 (Only Whatsapp)
E-mail: anilpatel.myid@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED