Success: Money or Dream? - 3.3 books and stories free download online pdf in Gujarati

Success: Money or Dream? - 3.3

પ્રકરણ ૩.૩ મુખ્ય પાત્ર પરિચય:
મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)
મોહન ના 3 ભાઈ, 1 બહેન


આ પહેલા ના અંકો માં આપણે વાંચ્યું કે, મોહન રાજવંશી, એડમ ગુડવીલ ના ટોક શો ઇન્ટરવ્યુ માં પોતાના બાળપણ ની વાર્તા કહે છે. જેમાં મોહન ફિલ્મો માં કામ કરવા લખનૌ છોડીને બોમ્બે રવાના થઈ જાય છે. બોમ્બે ઘણો સંઘર્ષ કર્યા બાદ પણ તેને ફિલ્મો માં કામ નથી મળતું. તે હારીને લખનૌ પાછો જતો જ હોઈ છે ત્યારે એનું પિયુષ મહેતા ની ગાડી થી અકસ્માત થઈ જાય છે. ત્યાં તેમની દીકરી કિંજલ લંડન થી પાછી ફરે છે અને મોહન ને અરીસા સામે એક્ટિંગ કરતા જોઈ જાય છે. હવે આગળ…

પ્રકરણ: ૩.૩ The Struggle

પાછા 1971 ની સાલ માં,

મોહન ને પોતાની આંખો પર વિશ્વાસ જ ના આવ્યો. જે તક ની એને જરૂર હતી એ તક એને મળી ગઈ હતી. કોઈ કારણોસર એને મહેતા જી નું ઘર છોડવું પડ્યું હતું. હવે તે એક ગેસ્ટ હાઉસ માં રહેતો હતો. તે પોતાના સપના વિશે વિચારી જ રહ્યો હતો. તેને 19 વર્ષ માં જ આવી તક મળી ગઈ કે જેમાં એ મુખ્ય અભિનેતા તરીકે ચમકવાનો હતો, પણ હંમેશા ની જેમ ભાગ્ય વિધાતા ને બીજું જ કંઈ મંજુર હતું. તેણે એના ભાઈ નો પત્ર વાંચવાનું ચાલુ કર્યું, જે નીચે મુજબ નું હતું:

“મોહન, આશા રાખું છું ત્યાં બધું કુશળ-મંગળ હશે. પણ અહીંયા ની સ્થિતિ દિવસે ને દિવસે વણસતી જાય છે. મા ની તબિયત દિવસે ને દિવસે બગડતી જાય છે. તેની સારવાર માં ઘણા પૈસા ખર્ચ થઈ ગયા છે, હવે અમારી પાસે પૈસા ની અછત ઉભી થઇ છે. ડોક્ટરો એ હાથ ઊંચા કરી દીધા છે, તે હવે વધુ નહીં જીવી શકે એમ કહી દીધું છે. અમને તારી પાસે થી પૈસા નથી જોઈતા, પણ બસ એકવાર મા ને મળવા પાછો આવી જા. મમ્મી પણ એ જ ઈચ્છે છે, શું ખબર આ એની અંતિમ ઈચ્છા હોઈ. બને એટલું જલ્દી આવજે.”

તે લગભગ જમીન પર ઢળી પડ્યો, અને તે પત્ર તેના હાથ માંથી છૂટી જમીન પર પડી ગયો. તેની આંખો આંસુઓ થી છલકાઈ ગઈ અને મગજ વિચારો થી.

“હે ભગવાન! હું શું કરું? કૃપા કરીને મને થોડીક હિંમત આપ.” મોહને ભગવાન થી વિનંતી કરી.

હવે તેની પાસે બે વિકલ્પ હતા. પહેલો વિકલ્પ એને પોતાના સપના ને પુરા કરવા તરફ લઈ જશે, જેના માટે એણે ઘણી રાહ જોઈ છે. અને બીજો વિકલ્પ એ એની મા તરફ લઈ જશે, જે મરણ પથારી એ હતી. છેવટે તેણે બીજો વિકલ્પ પસંદ કર્યો. તેણે તરત લખનૌ જવા માટે ની ટીકીટ લીધી અને રવાના થઈ ગયો. ટ્રેન ને લખનૌ પહોંચતા 30 કલાક લાગ્યા. ત્યાં પહોંચ્યા બાદ તરત તેણે રીક્ષા પકડી અને ઘર તરફ ગયો.

તે કલાક બાદ ઘરે પહોંચ્યો, તેણે જોયું કે ત્યાં બધું સામાન્ય હતું. ત્યાં જે નીરવ શાંતિ હતી એ સામાન્ય હતી કે પછી એ તોફાન પહેલા ની શાંતિ હતી? તે એ જ વિચારી રહ્યો હતો ત્યાં તેની બહેન ને તેણે જોયો અને તેણે પૂછ્યું, “મમ્મી ને કેમ.છે હવે?” મોહન ના આ પૂછવાની સાથે જ તે પોક મૂકીને રડવા લાગી.

“શું થયું? મોહને ધ્રુજતા ધ્રુજતા પૂછ્યું; તેના હૃદય ના ધબકારા વધી ગયા હતા. તેના હાથ અને તેનું આંખું શરીર કાંપી રહ્યું હતું.
“તે હવે આ દુનિયા માં નથી રહી, ભાઈ.”

મોહન અવાક થઈને કોઈ મૂર્તિની જેમ ઉભો રહી ગયો. તેને પોતાના સાંભળવા પર વિશ્વાસ જ ના બેઠો. તેની આંખો અશ્રુઓ થી છલકાઈ ગઈ. તેનું ગળું રુદન થી ભરાઈ આવ્યું, જાણે હમણાં જ એનું હૃદય મોઢે થી બહાર નીકળી જશે. આવા સમાચાર એ પોતાની જિંદગી ના સૌથી ખરાબ સમાચાર માં ના એક છે. તે ઘણા પ્રશ્ન પૂછવા માંગતો હતો પણ એમાં એના મુખે એનો સાથ ના આપ્યો. તેના દિમાગ માં ઘણા પ્રશ્નો ઉદભવી રહ્યા હતા અને તેનું હૃદય દુઃખ ની લાગણીઓ થી છલકાઈ ગયું હતું. તે જમીન પર જ ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો.

જ્યારે તે ભાન માં આવ્યો ત્યારે તેણે ખુદ ને પોતાના રૂમ માં જોયો. એ જ રૂમ જ્યાં તે પોતાની મા સાથે રહેતો હતો. તે પોતાની ભાવનાઓ પર કાબુ ના રાખી શક્યો અને પોક મૂકીને રડવા લાગ્યો. તેના ભાઈઓ એ એને સાંત્વના આપી. તે એટલો બેકાબુ થઈને રડી રહ્યો હતો કે વાદળાઓ પણ ખુદ પર કાબુ ના રાખી શક્યા અને મોહન ના દુઃખ માં રડી પડ્યા. જો આ જગ માં કોઈ ભગવાન હશે તો એ દિવસે એ પણ રડ્યો જ હશે. થોડા સમય પછી મોહને ખુદ ને સંભાળ્યો અને બધા ને પૂછ્યું, “કેમ અને ક્યારે?”

“3 દિવસ પહેલા જ ભાઈ. તે તારા આવવાની આશા માં જ ચાલી વસી., પણ તું ના આવ્યો.”
“મને જેમ જ તમારો પત્ર મળ્યો, ત્યારે જ હું લખનૌ માટે રવાના થઈ ગયો હતો. શાયદ મને ચિઠ્ઠી જ મોડે થી મળી હતી.”
“હા, મેં એ ચિઠ્ઠી 2 અઠવાડિયા પહેલા લખી હતી, પણ તને એ ખૂબ જ મોડે થી મળી. તેમની અંતિમ ઈચ્છા ફક્ત એટલી જ હતી કે એ તને આખરી વાર જોવા માંગતી હતી. તેમણે લગભગ છેલ્લા 5 વર્ષ થી તને નહોતો જોયો.”
“હા, પણ હું જે આટલા વર્ષો માં આટલા પૈસા મોકલતો હતો એનું શું થયું? શું એ મમ્મી ને બચાવવા માટે પૂરતા ના હતા?”
“ના, એટલા પૈસા પૂરતા ના હતા.”
“આપણી મમ્મી છેલ્લા 2 વર્ષ થી કેન્સર થી લડી રહી હતી. શક્ય એટલી બધી સારવાર અમે ડોકટરો થી કરાવી જોઈ, પણ તે લોકો આપણી મમ્મી ને બચાવી ના શક્યા.” બીજા ભાઈએ કહ્યું.
“એનો અર્થ એ કે પૈસા કોઈ ની જિંદગી બચાવી નથી શકતું. હું તો એવું માનવા લાગ્યો હતો કે આ દુનિયા માં પૈસા જ ભગવાન છે, પણ હું ખોટો હતો. તેમની અંતિમ ઈચ્છા ફક્ત મને જોવાની હતી અને હું એ પણ ના કરી શક્યો.” મોહને નિસાસો નાખતા કહ્યું, “શું તમે એમની અંતિમ વિધિ કરી નાખી?”
“હા, અમે તારી શક્ય હતી એટલી ખૂબ જ રાહ જોઈ, પણ એમના શરીરે સડવાનું ચાલુ કરી દીધું હતું, એટલે અમે આપસ માં સલાહ કરી અને તેમની અંતિમ વિધિ તારા વગર કરી નાખી. એના માટે માફ કરી દેજે મારા ભાઈ.”
“ના વાંધો નહીં. આ જ મારી સજા છે જે ભગવાને મને આપી છે. જ્યારે અહીં મારી જરૂર હતી ત્યારે જ હું અહીંયા ના હતો. હવે હું એમને ક્યારેય નહીં જોઈ શકું, ક્યારેય નહીં. આ અફસોસ મને આજીવન રહેશે.”

તેઓ બધા સાથે મળીને રડ્યા. થોડા દિવસો પછી બધું પહેલા જેવું સામાન્ય થવા લાગ્યું, પરંતુ રોજિંદી જિંદગી માં જ એ સામાન્ય હતું. દિલ ની અંદર થી તો બધા જ જાણી રહ્યા હતા કે હવે પહેલા જેવું નહીં થાય. મોહન ઊંડા વિચારો માં સરી પડ્યો, “હવે હું શું કરું? પાછો બોમ્બે ચાલ્યો જાવ કે અહીં જ રહીને પરિવાર ને મદદરૂપ થાવ.”

“તો ભાઈ આગળ નું શું વિચાર્યું છે?” મોહન ના ભાઈ એ પૂછ્યું.
“કંઈ જ નથી વિચાર્યું, ભાઈ.”
“માફ કરજે, પણ આજે હું તારા પેન્ટ ધોવા જઈ રહ્યો હતો ત્યારે તારા ખિસ્સા માંથી આ પત્ર મળ્યો.”
મોહને એ પત્ર જોયો; તે બૉલીવુડ ની એ કંપની માંથી આવેલ ચિઠ્ઠી હતી, જે એને એક્ટર બનાવવા માંગતી હતી.
“આ કંઈ જ નથી, ભાઈ.” મોહને કહ્યું.
“ગાંડો થઈ ગયો છે કે શું? આના માટે તે આટલા વર્ષ રાહ જોઈ અને હવે જ્યારે લક્ષ્મી તને ચાંદલો કરવા આવી ત્યારે તું મોઢું ધોવા જાય છે?”
“ભાઈ, મારે વિચારવા માટે સમય જોઈએ છે.”
“ભાઈ તારી પાસે સમય જ ક્યાં છે? તારી પાસે ફક્ત 5 દિવસ હતા, આ પત્ર નો જવાબ આપવા માટે. જો કે, હવે 5 દિવસ તો પસાર થઈ ગયા, પણ ત્યાં જઈને એકવાર પૂછપરછ કરી આવ શું ખબર એ લોકો ને ત્યાં હજુ હીરો ની જરૂરિયાત હોઈ.”
“શું મારે જવું જોઈએ?”
“હા ભાઈ. તારે ત્યાં જવું જ જોઈએ. હવે અહીં તારા માટે કંઈ જ નથી. જે તારે જોઈએ છે એ તને બોમ્બે માં જ મળી શકશે, અહીં નહીં.”

આમ, મોહને નિર્ણય કર્યો કે હવે પાછો બોમ્બે જઈને પોતાની કિસ્મત ને બીજો મોકો આપશે. તે બોમ્બે જઈને એ સ્ટુડિયો માં ગયો કે જ્યાંથી તેને ચિઠ્ઠી મળી હતી. પણ તે લોકો એ કહ્યું કે તેની ગેરહાજરી માં તે લોકો એ બીજા અભિનેતા ને પસંદ કરી લીધો છે. મોહને તે લોકો ને મનાવવા ઘણા પ્રયત્ન કર્યો પણ હવે ઘણી વાર થઈ ગઈ હતી. મોહને તે લોકો થી વિનંતી કરી કે, એના ઓડિશન નો વિડિઓ એને આપી દે જેથી એ ભવિષ્ય માં વધુ સારું કરી શકે અથવા એ વિડિઓ બીજા સ્ટુડિયો માં મોકલે જ્યાં અભિનેતા ની જરૂરિયાત હોઈ, પણ એ લોકો એ એની તમામ અરજીઓ ને ફગાવી દીધી.

હવે મોહન ત્યાં જ આવી પહોંચ્યો હતો, જ્યાં થી તેણે શરૂઆત કરી હતી. હવે એણે વિચાર્યું કે જે કામ મળે એ કામ કરવા લાગે. તે ફક્ત 19 વર્ષ નો હતો. તેણે જોબ માટે પૂછપરછ ચાલુ કરી દીધી. છેવટે તેને એક ફેક્ટરી માં નોકરી મળી ગઈ. આ વખતે તે પૈસા કમાઈને બૉલીવુડ જવા માટે નહીં પરંતુ તેની કારકિર્દી ઘડવા માટે નોકરી કરી રહ્યો હતો. આ વખતે તે એટલા પૈસા કમાવા માંગતો હતો કે એની અછત ને લીધે એના પરિવાર નું બીજું કોઈ મૃત્યુ ના પામે. આ હવે તેનું એકમાત્ર ધ્યેય હતું, અને તે ગૌરવ અને સિદ્ધિ પ્રાપ્ત કરવા તે એની દિલ ની ઈચ્છા હતી.

તે જે ફેક્ટરી માં કામ કરતો હતો એ માલ ને એક્સપોર્ટ ઈમ્પોર્ટ કરતી ફેક્ટરી હતી. તેણે ખૂબ મહેનત કરી; તે જેટલો સમય આપી શકતો હતો એ તમામ સમય કંપની ને આપતો. તે હવે પૈસા કમાવા લાગ્યો, પણ આ પૈસા ને લીધે એને કોઈ ખુશી મળતી ના હતી. કામ અને પૈસા, તે બે પાળી માં પણ કામ કરવા લાગ્યો અને ખૂબ જ પૈસા કમાવા લાગ્યો. ત્યાં ના અધિકારી તેનાથી ખૂબ જ ખુશ થયા અને ટૂંક સમય માં જ મોહન ને ત્યાંનો સ્ટોર મેનેજર બનાવી દેવામાં આવ્યો.

વધુ આવતા અંક માં. આવતા અંક માં, મોહન તેની આ સફળતા ને ક્યાં સુધી લઈ જશે, એનું સપનું ક્યારે પૂરું થશે, એની જિંદગી માં કયો નવો વળાંક આવશે? એ બધું જાણવા માટે આવતા અંક ની રાહ જુઓ.

આ સંપૂર્ણ નવલકથા English ભાષા માં Amazon તેમજ Google Play Books પર e-book અને paperback format માં ઉપલબ્ધ છે.

વધુ વિગત માટે લેખક નો સંપર્ક કરો:

Anil Patel (Bunny)
Mobile: 91 9898018461 (Only Whatsapp)
E-mail: anilpatel.myid@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED