Success: Money or Dream? books and stories free download online pdf in Gujarati

Success: Money or Dream?

મુખ્ય વિચાર: અંકિત મણીયાર
કવર ડિઝાઇન: પ્રદ્યુમ્નગીરી ગોસ્વામી
મુખ્ય લેખક: અનિલ પટેલ (બની)
ગુજરાતી માં અનુવાદ: મીરાં ડાભી

પ્રસ્તાવના પાત્ર પરિચય:
એડમ ગુડવીલ (Interviewer)
મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)

નવલકથા વિશે:
આ નવલકથા કાલ્પનિક છે. આ નવલકથા ની વાર્તા ને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી અને જો વાર્તા ની સરખામણી કોઈ સાથે થતી હશે તો એ માત્ર એક સંયોગ હોઈ શકે.
નવલકથા ની વાર્તા આ મુજબ છે, ઘણા સમય પહેલા મોહન રાજવંશી (મુખ્ય નાયક) જેને બૉલીવુડ માં કામ કરવાનું સપનું છે. જેને માટે એ ઘણી મહેનત અને સંઘર્ષ કરે છે, પરંતુ તેની કિસ્મત માં કંઈક બીજું જ લખેલું હોઈ છે. સદનસીબે કે પછી એની બદનસીબે એ સફળ ઉદ્યોગપતિ બની જાય છે, પણ જ્યારે એણે વિચાર્યું પણ ના હોઈ ત્યારે એટલે કે 65 વર્ષ ની ઉંમરે એને બૉલીવુડ માં કામ કરવાનો મોકો મળે છે.
તો એ બૉલીવુડ નો સ્ટાર કેમ બને છે? અને એના માટે શું-શું કિંમત ચૂકવવી પડે છે? એના માટે સફળતા શું છે? પૈસા કે પછી એનું સપનું?

પ્રસ્તાવના

વર્તમાન દિવસ, લોસ એન્જલસ માં ક્યાંક,

“શું થઈ રહ્યું છે તમને? તમે થોડાક ચિંતિત જણાઈ રહ્યા છો. તમે થોડોક સમય આરામ કરો. આ પહેલી વાર નથી કે તમે કોઈ ને ઇન્ટરવ્યુ આપી રહ્યા હોઈ તો પછી કેમ મૂંઝાયેલા જણાઈ રહ્યા છો? આ પહેલા પણ તમે ઘણા ઇન્ટરવ્યુ આપેલા છે.” એડમ ગુડવીલે કહ્યું.
“હા.” મોહન રાજવંશી એ પ્રત્યુત્તર આપતા કહ્યું, “પણ, આ પ્રકાર નો ઇન્ટરવ્યુ મેં ક્યારેય નથી આપ્યો.” મોહને જવાબ માં ઉમેર્યું અને તે પછી પોતાના ઊંડા વિચારો માં ડૂબી ગયો.

“તું શું કામ ચિંતા કરે છે? આ દિવસ ના તો તે હંમેશા થી સપના જોયા છે. આખી જિંદગી આ દિવસ ની રાહ જોઈ છે, અને આજે જ્યારે તારા બધા સ્વપ્નો સાકાર થઈ રહ્યા છે ત્યારે તું મૂંઝાઈ શેનો રહ્યો છે? હા આ સપના ને પુરા થતા જે સમય લાગ્યો છે, શાયદ એના હિસાબે આ મૂંઝવણ હોઈ શકે કાં પછી હું અત્યારે કંઈક વધારે જ પડતું વિચારી રહ્યો છું.”

અને સમય થઈ ગયો,
સમય થઈ ગયો હતો એડમ ગુડવીલ ના લાઈવ ચેટ શો નો જેનું નામ હતું, “The Miraculous Person – Talk show with Adam Goodwill” અને આજ ના શો માં અતિથિ તરીકે સ્ટેજ પર હાજર હતા; મોહન રાજવંશી; ભારત ના પ્રખ્યાત ઉદ્યોગપતિ. જે આશરે છેલ્લા 30 વર્ષ થી ઉદ્યોગ જગત માં સક્રિય હતા. એમણે દેશ તેમજ વિદેશ માં ઘણા ઇન્ટરવ્યુ આપેલા હતા, પરંતુ આજ નો ઇન્ટરવ્યુ તેમણે આપેલ બધા ઇન્ટરવ્યુ થી અલગ હતો. મોહન રાજવંશી ને જાણ હતી કે આ અગાઉ આપેલા ઇન્ટરવ્યુ જેવું નહીં હોઈ કેમકે આજે પૂછવામાં આવેલા સવાલો અલગ હશે અને દેખીતી રીતે એમના જવાબો પણ પહેલા જેવા નહીં હોઈ.

વધુ આવતા અંક માં…

આવતા અંક ની એક ઝલક,

આવતા અંક માં આ નવલકથા નો પ્રકરણ 1 રજૂ કરવામાં આવશે. પ્રકરણ નું નામ છે, ‘The Interview’. આ પ્રકરણ માં એડમ ગુડવીલ મોહન રાજવંશી ને એમના વીતેલા જીવન વિશે પૂછશે, અને મોહન ને બૉલીવુડ માં 65 વર્ષ ની ઉંમરે નાયક તરીકે નું સ્થાન કેમ પ્રાપ્ત થયું તે જાણવા પ્રયાસ કરશે. તો મોહન રાજવંશી અને એડમ ગુડવીલ વચ્ચે થયેલા સંવાદ ને માણવા આવતા અંક ની રાહ જુઓ.

આ સંપૂર્ણ નવલકથા English ભાષા માં Amazon તેમજ Google Play Books પર e-book અને paperback format માં ઉપલબ્ધ છે.

વધુ વિગત માટે લેખક નો સંપર્ક કરો:

Anil Patel (Bunny)
Mobile: 91 9898018461 (Only Whatsapp)
E-mail: anilpatel.myid@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED