Success: Money or Dream? - 4.1 books and stories free download online pdf in Gujarati

Success: Money or Dream? - 4.1

પ્રકરણ ૪.૧ મુખ્ય પાત્ર પરિચય:
મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)
કિંજલ મહેતા
સ્વાતિ (મોહન ની સેક્રેટરી)


ગતાંક થી ચાલુ,

પ્રકરણ: ૪.૧ The Love… Life… Experiences

વર્ષ: 1999

આ વર્ષે ભારત-પાકિસ્તાન વચ્ચે કારગિલ માં જંગ થયો. આ યુદ્ધ માં ભારતીય વાયુ સેના ને “Operation White Sea” ના કોડ નેમ થી ઓળખવામાં આવ્યો. આ યુદ્ધ માં અંદાજીત 4000 સૈનિકો શહીદ થયા, અને લોક સભા માં જણાવ્યા મુજબ જંગ ના 3 વર્ષ બાદ 390 સૈનિકો એ આપઘાત કર્યો. 26 જુલાઈ, 1999 ના રોજ 60 દિવસ ના અંતે ભારતે આ જંગ માં ફતેહ હાંસલ કરી. આ દિવસ ની ઉજવણી કારગિલ વિજય દિવસ તરીકે કરવામાં આવે છે. આ કદાચ માત્ર એક સંયોગ હોઈ શકે કે જ્યારે ભી ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ યુદ્ધ થયું ત્યારે મોહન ની જિંદગી માં પણ ઘણા ફેરફાર થયા. આ હિસાબ થી જ આ વર્ષે પણ એની જિંદગી માં એક નવું તોફાન આવવાનું હતું.

શિકાગો શહેર માં,

“સર, તમને એક મેલ આવ્યો છે.” મોહન ની સેક્રેટરી સ્વાતિ એ જણાવ્યું.
“તો એ મેલ નો જવાબ આપી દે, સ્વાતિ. કેટલી વાર તને મારે સમજાવું પડશે?” મોહને સ્વાતિ ને કહ્યું, એનો બીજો કોલ ચાલુ હતો.
“પણ સર! આ ખાસ તમારા માટે છે, તમે એક વાર જોઈ તો લ્યો.”
મોહને સ્વાતિ ને ગુસ્સા થી જોયું અને એ પછી એ મેલ માં ની વિગત વાંચવા લાગ્યો. અને એ વાંચીને એના હાથ માંથી એનો ફોન પડી ગયો.
એ મેલ માં કોર્ટ ની નોટિસ હતી, જે ભારત થી આવી હતી, અને એ તેમની પત્ની તરફ થી હતી જે છૂટાછેડા બાબત માં હતી.
મોહને સ્વાતિ ને કહ્યું, “આજ ની અને આવતા એક અઠવાડિયા ની બધી મિટિંગ કેન્સલ કરી નાખ, અને તાત્કાલિક ભારત જવા માટે ની ફ્લાઈટ ટીકીટ બુક કરાવી આપ.”
“પણ, સર?”
“જેમ કહ્યું, એમ કર.” મોહને ચીસ પાડીને ગુસ્સા માં કહ્યું.
“ઓકે સર. સોરી સર!”
મોહને કોઈ પ્રતિક્રિયા ના આપી, તે કોઈ થી વાત કરવાના મૂડ માં ના હતો. 18 વર્ષ ના લગ્નજીવન બાદ મોહને નહોતું વિચાર્યું કે આવું થશે. તે એના હોટલ ના રૂમ માં ગયો અને ત્યાં થી એની પત્ની ને કોલ કર્યો, પણ કોલ ના લાગ્યો. તે તેની પત્ની થી ફક્ત એટલું જાણવા માંગતો હતો, કે શું કામ એણે આવું કર્યું? સ્વાતિ એ બધી પ્રક્રિયા પુરી પાડી અને મોહન ને ભારત રવાના કરી દીધો. ફ્લાઈટ માં મોહન પોતાના જુના સંસ્મરણો ને તાજી કરવા લાગ્યો, કે જેથી એ જાણી શકે કે એની ભૂલ શું હતી.”

જુના સંસ્મરણો,

“કોઈની આંખો આટલી ઉદાસ કેમ હોઈ શકે? તે અત્યારે શું વિચારી રહી છે? શું મારે એની સાથે વાત કરવી જોઈએ? કે પછી ફક્ત એને જોયે જ રાખું? એ મને એને જોતા જોઈ લેશે તો શું થશે?”

મોહન જ્યારે એરપોર્ટ પર થી કિંજલ ને લેવા ગયો હતો ત્યારે કિંજલ ને અરીસા માં જોઈને આવું વિચારી રહ્યો હતો. કિંજલ બારી ના બહાર ના દ્રશ્યો ને નિહાળી રહી હતી. મોહને એ દિવસે પહેલી વાર એને જોયો હતો. એ જે ભવિષ્ય માં એની પત્ની બનવાની હતી. આ પહેલી નજરે પ્રેમ જેવું ના હતું, પણ કિંજલ ને જોઈને મોહન સાથે જે થયું એ કોઈ જાદુ થી વિશેષ હતું, જે એણે ક્યારેય નહોતું અનુભવ્યું.

મોહન એના રોજ ની દિનચર્યા ને અનુસરવા લાગ્યો, અને જે વસ્તુઓ ની એને જરૂર રહેતી એ બધું એ લાવી આપતો. મોહન ફક્ત એ જાણવા માંગતો હતો કે, ‘તે આટલી સુંદર છે, અમીર છે, સમજુ છે, પણ તે મને ખુશ કેમ નથી લાગતી? તે હંમેશા ઉદાસ કેમ રહે છે? એની જિંદગી માં શું ખૂટે છે? એની પાસે બધું તો છે!’ મોહન હંમેશા એની સાથે વાત કરવાનો પ્રયાસ કરતો, પણ હકીકત એ હતી કે એ માત્ર એક નોકર હતો, જેને લીધે એ એની જોડે વાત કરવાની હિંમત એકઠી નહોતો કરી શકતો. તે એના વિશે ક્યારેક સપના પણ જોતો હતો જેમાં એ કોઈ મોટી મુસીબત માં છે અને મોહન એ એક જ એવી વ્યક્તિ છે જે એને આ મુસીબત માંથી છોડાવી શકશે.

એકવાર કિંજલે મોહન ને અરીસા સામે એક્ટિંગ કરતા જોઈ લીધો, તે એની પાસે ગઈ અને બોલી, “તું શું કરે છે?”
“કંઈ જ નહીં, મેડમ.” મોહને ગભરાટ ભર્યા સ્વરે કહ્યું.
“મેં હમણાં જ જોયું, તું કંઈક તો કરી રહ્યો હતો.”
“એક્ટિંગ મેડમ, હું માત્ર એક્ટિંગ કરી રહ્યો હતો.”

મોહન ના પગ ધ્રુજી રહ્યા હતા, તેના હાથ કંપી રહ્યા હતા અને એના માથા પર થી પરસેવો પડી રહ્યો હતો. એવું નહોતું કે એણે કંઈ ખોટું કર્યું હોઈ, પણ એ કોઈ છોકરી થી વાત કરી રહ્યો હતો એટલે આવું થતું હતું. તે શાયદ પહેલી છોકરી હતી જેની સાથે એ વાત કરી રહ્યો હતો. આ જ કારણે એના હોઠ અને જીભ પણ કંપી રહ્યા હતા.

“એક્ટિંગ?” કિંજલે પૂછ્યું.
“હા, મેડમ.”
“તો તને શું લાગે છે કે તું એક્ટર છો?”
“ના મેડમ, મને એવું નથી લાગતું, પણ હું એક્ટર બનવા માંગુ છું.” મોહને કિંજલ ને કહ્યું, પછી એને થયું કે એને આવું કહેવાની જરૂર ના હતી.
તે હસવા લાગી, આવું કરતા મોહને એને પહેલી વાર જોયો.
“તારું નામ શું છે?”
“મોહન મેડમ.” તેણે કહ્યું અને કંઈક ખોટું બોલી ગયો હોઈ એમ એણે પોતાની જીભ દાંત નીચે દબાવી દીધી અને આંખ બંધ કરી દીધા. આ જોઈને અને સાંભળીને કિંજલ પાછું હસવા લાગી. મોહને પોતાની આંખ ખોલી અને બસ એને જોઈ રહ્યો.

*તે હસતી વેળાએ અદભુત રીતે સુંદર લાગી રહી હતી. તેની મુસ્કાન, તેનું હસવું એ પ્રાકૃતિક રીતે સુંદર હતું. જ્યારે તે હસતી, તેની આંખો નાની થઈ જતી હતી, અને આંખ ના ખૂણે જરાક અશ્રુઓ જમા થઈ જતા હતા. હસતી વખતે તેના ગાલ ગજબ ચમકી રહ્યા હતા, તે દિલ ખોલીને હસી રહી હતી. તેના દાંત અધિક લાંબા હતા તેમ છતાં હસતી વખતે એ પણ સુંદર લાગી રહ્યા હતા.*

“મારો અર્થ એમ હતો કે મારું નામ મોહન છે, મેડમ.”

(ક્રમશ:)

આ સંપૂર્ણ નવલકથા English ભાષા માં Amazon તેમજ Google Play Books પર e-book અને paperback format માં ઉપલબ્ધ છે.

વધુ વિગત માટે લેખક નો સંપર્ક કરો:

Anil Patel (Bunny)
Mobile: 91 9898018461 (Only Whatsapp)
E-mail: anil_the_knight@yahoo.in

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED