જેથી કરીનેઅંત ને યથાર્થ સ્વરૂપે સમજી ને કથા દ્વારા અપાયેલા સંદેશને ન્યાય આપી શકાય. રોમન એક જંગલ scientist છે અને તેનુ સર્વ પ્રથમ અને અંતિમ કર્તવ્ય છે કે જંગલ અને જંગલી ઓ ને બચાવવા .રોમને કથાના પ્રારંભમાં તેની ઉપર છલ્લી પ્રયોગાત્મક બુદ્ધિથી એ રાત્રે જંગલમાં રોકાવાનો નિર્ણય કર્યો હતો અને કથાનો લગભગ યથાર્થ આરંભ પણ એ પ્રથમ રાત્રિ થી જ થયો હતો. સંસારના દરેક પ્રયોગાત્મક પુરુષ ની સૌથી પહેલી કમજોરી એક જ હોય છે અને તે કમજોરીનું નામ છે લાલચ .રોમન પણ invisible એનિમલ ની લાલચમાં આવ્યો અને ડોક્ટર અલી કોચર ની પાસે ગયો. પરંતુ ત્યાંથી તેને નિરાશા જ પ્રાપ્ત થઈ.અને તેને એક અહેસાસ પણ થયો કે હું કોઈક સમસ્યામાં ઘેરાઇ ચૂક્યો છું. ત્યાંથી તે ગૌતમ સીસા પાસે ગયો અને તેને એ સત્યની જાણ થઇ કે જો female ને મારી નાંખવા વાળા કીલર નું પણ કોઈક ના દ્વારા મૃત્યુ થાય તો ફીમેલ ના આત્માને શાંતિ મળે તેમ છે.આ સત્ય હતું અને પરમ સત્ય હતું. હત્યાં પામેલા મોટાભાગના માનવીઓ પ્રેત બની ને ભટકતા જ રહેતા હોય છે કારણ કે તેમનો આત્મા તડપતો હોય છે.એ હત્યાનો બદલો લેવા ગૌતમ ની કહેલી આ વાત સાંભળીને રોમન બીજી જ સેકન્ડે કીલર ને મારવા માટે તૈયાર થઈ જાય છે અને એક સામાન્ય અને સાધારણ મનુષ્યની જેમ સ્વાર્થી બનીને વિચારવા લાગે છે .પરંતુ ગૌતમ સીસા ના ઉગ્ર વાક્યો એ રોમન ની અંદર ના જંગલ સાઇન્ટીસ્ટ ને જંજોડી નાખ્યો અને તેને આ પરિસ્થિતિને તેની સમાપ્તિ સુધી સહન કરવા માટે વિવશ કરી દીધો.એ પછી પણ રોમન સતત બે માનસિક ભૂમિકાઓ ભજવતો રહ્યો એક તો એક પારિવારિક પુરુષ અને બીજો જંગલ scientist .પારિવારિક પુરુષ રોમન ને વારંવાર કહેતો હતો કે કિલરને મારી નાખ અને ફરીથી નવેસરથી જીવનની શરૂઆત કરી દે. પરંતુ જંગલ scientist તેને આમ કરતાં રોકતો હતો અને અંતે જીત પણ રોમન ની અંદરના જંગલ સાઇન્ટીસ્ટ ની જ થઇ.તેણે તેનું સર્વસ્વ દાવ પર લગાડી દીધું અને અવધૂત સ્ય અવધુત જીવન જંગલ માં જીવવા માટે તૈયાર થઈ ગયો.રોમન ધારતે તો તેના કેમેરામાં સોફ્ટવેર્ડ થયેલા કીલર ના ફુટેજીસ વડે કિલર ને શોધીને મારી શકતે હતો પરંતુ તેને આમ નહીં કરીને વનવાસ નો સ્વીકાર કર્યો. જે માનવજાત માટે ઉદાહરણ સ્વરૂપ છે.કથા રૂપી સિક્કાની બીજી બાજુ ની હાઈલાઈટ્સ એવી છે કે મોટાભાગના માનવીઓ અગમ નીગમ એટલે કે પારલૌકિક એટલે કે પ્રેતાત્મા ઈત્યાદિની સમસ્યાથી જયારે ઘેરાઈ જાય છે એટલે ઢોંગી તાંત્રિકો અને બાબાઓની સામે દોડી જાય છે.જો રૂમનું અને લક્ષી કદાચ ની પાસે ગયા હોત તો પણ તે તાંત્રિકે અંશતઃ હે મિલને કો સારી હોત અને તેને જીવનમાં થી જવામાટે અસીમ યાતના ઓ પહોંચાડી હોત. જ્યારે કથા નો બીજો મુખ્ય અંશ એવો પણ છે કે આધ્યાત્મિક બુદ્ધિથી રહિત કોઈ પ્રયોગાત્મક મનુષ્ય પણ પોતાની જ સ્વ બુદ્ધિથી આવી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે .કથા ને જો બરાબર ધ્યાનથી વાંચી હશે તો એક વાત સમજાઈ જશે કે રોમને એક પણ વાર આધ્યાત્મિકતા નો આશ્રય નહોતો કર્યો .તેણે તેની પ્રયોગાત્મકતા ને female સાથેની મિત્રાચારી બાજુ વાળી અને તે સફળ પણ રહ્યો.આ પણ પારલૌકિક જગતનું એક રહસ્યમય સત્ય જ છે કે પારલૌકિક જીવાત્માઓ જ્યારે જ્યારે માનવી ને દેખાય છે કે માનવીને પોતાની ઉપસ્થિતિ ની જાણ કરે છે ત્યારે ત્યારે માનવીના કરકમળો સૌભાગ્ય થી છલકાઈ જતા હોય છે.પછી આવા પારલૌકિક જીવાત્માઓ માં પ્રેતાત્માઓ જ કેમ ના દેખાતા હોય?