અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 17 Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 17

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૧૭



આદિત્ય વહેલી સવારે ઉઠીને સુજાતાના રૂમમાં ગયો. સુજાતા હજું ઉઠી નહોતી. આદિત્ય તેની પાસે જઈને બેઠો. તેનો હાથ પકડીને તેને ચૂમી લીધો.

સુજાતા આદિત્યની એ હરકતથી જાગી ગઈ. સુજાતાએ આંખો ખોલી, એટલે આદિત્યએ કહ્યું, "ગુડ મોર્નિંગ, ચકી."

"યાર હવે તો મને ચકી નાં કે!!"

"કેમ?? હું તને પ્રેમ કરું તો ચકી નાં કહી શકું. એવો કોઈ નિયમ છે??"

"હાં."

"કોણે બનાવ્યો એવો નિયમ??"

"મેં બનાવ્યો એવો નિયમ. હવે તું મને ચકી નહીં કહે."

"તો શું કહું? બોલ. જાનુ કહું કે, બેબી કહું?? મારાં દિલની ચોર કહું કે, મારાં દિલની રાણી કહું??"

"એવું કાંઈ નહીં."

"તો કેવું કહું?? તું જ કહે, હું તને શું કહીને બોલાવું?"

"સુજી, તું મને સુજી કહીશ."

"સુજી જ શાં માટે?"

"મને એવાં બધાં પ્રેમીઓ બોલે એવાં શબ્દો નથી પસંદ. બધાં કરે, એવું આપણે પણ કરવું, એવું જરૂરી તો નથી ને? મને મારું નામ જ પસંદ છે, તો તું મારાં નામથી જ મને બોલાવીશ. પણ તેને ટૂંકું કરીને. સુજાતાનું 'સુજી' કરીને."

"તો તું પણ મને મારાં નામે જ બોલાવજે, પણ ટૂંકું કરીને, આદિત્યનું 'આદિ' કરીને."

"એ તો હું એ નામથી જ બોલાવવાની હતી. તો હવે આપણે એકબીજાને આ નામથી જ બોલાવીશું."

"ઓકે, હવે તું જલ્દી તૈયાર થઈ જા. તારાં માટે એક સરપ્રાઈઝ છે."

"સરપ્રાઈઝ? શું સરપ્રાઈઝ છે? બોલને જલ્દી."

"હાં, સરપ્રાઈઝ. પણ હું કહીશ નહીં."

"પ્લીઝ જલ્દી કેને, શું સરપ્રાઈઝ છે?"

"એ હું તને બતાવીશ. તું પહેલાં તૈયાર થઈને નીચે આવ.હું પાર્કિંગ એરિયામાં તારી રાહ જોવ છું, ને હાં દશ થાય ત્યાં આવી જાજે."

"ઓકે."

આદિત્ય સુજાતાના કપાળને ચૂમીને દરવાજો ખોલી બહાર નીકળી ગયો. સુજાતા સરપ્રાઈઝનું નામ સાંભળીને ફટાફટ તૈયાર થઈ ગઈ.

તેણે આજે ઘેરાં ગુલાબી રંગનો ઝભ્ભો અને બ્લુ કલરની પટિયાલા સલવાર પહેરી હતી. ગુલાબી કલરમાં સુજાતા સાચે જ કોઈ ગુલાબની માફક ખીલી ઉઠી હતી. તેનાં ગુલાબી હોઠોને આછાં ગુલાબી રંગની લિપસ્ટિક વધું ગુલાબી બનાવી રહી હતી. કાળી મોટી આંખોને કાળું કાજલ કોઈ પણ વ્યક્તિને ઘાયલ કરવાં કાફી હતું.

સુજાતાએ તૈયાર થઈને એક નજર ઘડિયાળ તરફ કરી. ઘડિયાળમાં દશમાં બસ પાંચ જ મિનિટની વાર હતી. સુજાતાએ ફટાફટ એક હાથમાં બ્રેસલેટ પહેર્યું, ને ડોકમાં ઝીણો એવો ચેન પહેરીને નીચે પાર્કિંગ એરિયામાં જવા નીકળી ગઈ.

સુજાતાએ પાર્કિંગ એરિયામાં પહોંચીને જોયું, તો આદિત્ય ગાડીમાં બેસીને તેની જ રાહ જોઈ રહ્યો હતો. સુજાતા આદિત્યની કાર તરફ ગઈ, ને દરવાજો ખોલીને અંદર બેસી ગઈ.

થોડીવારમાં બંને java કાફેમાં પહોંચી ગયાં. અંદર પહોંચીને આદિત્ય કોર્નરના ટેબલ પર એક વ્યક્તિ બેઠાં હતાં. એ તરફ ચાલવા લાગ્યો. એ રીતે અજાણ્યાં માણસનાં ટેબલ પાસે આદિત્યને જતાં જોઈને, સુજાતાને નવાઈ લાગી. એ ટેબલ પાસે પહોંચીને આદિત્યએ કહ્યું, "આ છે - બંને હાથ પેલાં વ્યક્તિ તરફ કરી - તારું સરપ્રાઈઝ."

એ વ્યક્તિ તરફ જોઈને, સુજાતાને લાગ્યું. તેણે તે વ્યક્તિને ક્યાંક જોયાં છે. સુજાતાને અસમંજસમાં મુકાયેલી જોઈને, આદિત્યએ તેનાં ખંભા પર હાથ મૂક્યો.

"આ તારાં પપ્પા છે, માધવ ખુરાના. તારાં અસલી પપ્પા."

પોતાનાં પપ્પાને નજર સમક્ષ જોઈને, સુજાતા ખુશખુશાલ થઈ ગઈ. બંને બાપ દિકરી એકબીજાને ભેટી પડ્યાં.

બાપ અને દિકરી વચ્ચેનો સંબંધ ખૂબ જ અણમોલ હોય છે. દરેક પિતાને તેની દિકરી કોઈ પરીથી ઓછી નથી હોતી. જે પ્રેમ અત્યારે સુજાતા અને માધવભાઈ વચ્ચે સાફ સાફ દેખાતો હતો.

સુજાતા આદિત્યની સામે જોઈને મુસ્કુરાતી હતી, ને મનોમન જ તેનો આભાર માની રહી હતી.

થોડીવાર પછી બંને બાપ દિકરી અલગ પડ્યાં. બધાં ખુરશી પર બેસી ગયાં. બેસીને સુજાતા આદિત્ય તરફ પ્રશ્નાર્થભરી નજરે જોવા લાગી. આદિત્ય સુજાતાની એ નજર શું કહેવા માંગતી હતી? એ સમજી ગયો.

"મને ખબર છે, તું શું જાણવાં માંગે છે. તારાં પપ્પાને મેં, આરાધ્યા, અદિતિ અને મારાં મમ્મી અમે બધાંએ મળીને કાલ રાત્રે બાર વાગ્યે છોડાવ્યા.

"અદિતિ કલ્પેશઅંકલની પહેલી પત્ની રાધિકાની છોકરી છે. આરાધ્યા રાધિકાની મિત્ર હતી. આથી આરાધ્યા અદિતિ સાથે તારાં પપ્પાને છોડાવવા ત્યાં આવી હતી.

"કેમકે, કલ્પેશઅંકલે મારાં પપ્પાનું એક્સિડન્ટ કરાવ્યું હતું. અત્યારે તેઓ જેલમાં છે. આ બધું કાલે આપણે કાંકરિયા તળાવેથી પાછાં ફર્યાં, ત્યારે થયું. બધું એટલી જલ્દી થયું કે, મને તને કાંઈ પણ જણાવવાનો મોકો જ નાં મળ્યો."

"તારાં મમ્મીને તો મેં કાલે કાંઈ પણ કહ્યું નહોતું. તો તે અહીં કેવી રીતે આવ્યાં?"

"તેમને તારાં અવાજ પરથી ખબર પડી ગઈ હતી કે, અહીં કંઈક ખોટું થયું છે. તો એ ત્યારે જ અમદાવાદ આવવા નીકળી ગયાં હતાં. તે આરાધ્યાને હકીકત જણાવી દીધી હતી. જેનાં લીધે તેઓ પણ અદિતિ સાથે અહીં આવી પહોંચ્યાં. તે કલ્પેશઅંકલને અદિતિ તેની છોકરી છે. એ જણાવવા આવ્યાં હતાં.

"પરંતુ, કલ્પેશઅંકલે મને કહ્યું કે, તેમણે જ મારાં પપ્પાને માર્યા છે. એ વાત સાંભળીને, આરાધ્યા અને અદિતિ અમારી પાછળ આવ્યાં. આરાધ્યા અને અદિતિને અમારી પાછળ આવતાં જોઈને, મમ્મી પણ તેમની પાછળ આવ્યાં. ત્યાં પહોંચી મમ્મીએ પોલીસને જાણ કરી, ને પોલીસ કલ્પેશઅંકલને ગિરફ્તાર કરી ગઈ."

*****

અમદાવાદ (પોલીસ સ્ટેશન)

આરાધ્યા કલ્પેશભાઈને મળવાં પોલીસ સ્ટેશન આવી હતી. કાલે કલ્પેશભાઈએ કહ્યું કે, તેમણે જે કર્યું, એ સારું કર્યું છે. એ વાતથી આરાધ્યા પરેશાન હતી. આખરે કોઈને જાનથી મારી નાખવું, એ કામ કેવી રીતે સારું હોઈ શકે?

આરાધ્યા એ જ વાતનો જવાબ મેળવવા પોલીસ સ્ટેશન આવી હતી. ઇન્સ્પેક્ટરની મંજૂરી મળતાં, આરાધ્યા જે લોકઅપમાં કલ્પેશભાઈ હતાં, એ તરફ ગઈ.

આરાધ્યાને ત્યાં જોઈને, કલ્પેશભાઈને નવાઈ લાગી.

"મને જોઈને આશ્ચર્યચકિત થવાની જરૂર નથી. હું તમને એ જ પૂછવા આવી છું કે, તમે કિશનને માર્યો એમાં શું સારું કર્યું છે? કે તમે અદિતિને એમ કહ્યું કે, તમે જે કર્યું એ સારું કર્યું છે."

"મેં આદિત્યને ખોટું કહ્યું હતું કે, મેં રૂપિયા માટે કિશનને માર્યો હતો."

"તો તમે કિશનને શાં માટે માર્યો?"

"કિશન અહીં માધવને છોડવાં માટે નહીં, પણ માધવને મારવાં આવતો હતો. જે વાતની ખબર મને પહેલેથી હતી. આસ્થાને કિશન વિશે કોઈ જાણકારી નહોતી. કિશન સુધર્યો પણ નહોતો.

"મને બધી હકીકત પહેલેથી ખબર જ છે. કિશન મારી પાસે માધવ બનીને રૂપિયા માંગતો, આદિત્ય તેનો સાથ આપતો, આદિત્યએ સુજાતા અને રાજુનો સાથ આપ્યો. એ બધી મને ખબર છે."

"તો તમે અમને કહ્યું શાં માટે નહીં? જસવંતભાઈએ પણ અમને શાં માટે કાંઈ નાં જણાવ્યું?"

"અરવિંદભાઈએ અમને નાં પાડી હતી. તેમનાં કહેવાથી જ મેં કમલાબેન સાથે લગ્ન કર્યા હતાં. જેથી કિશનને વિશ્વાસ આવી જાય કે, અમે બધાં માધવને નફરત કરીએ છીએ."

"તો આસ્થાને બધી ખબર પડી ગઈ છે, ને કિશન સુધરી ગયો છે, ને તે માધવને છોડવાં માટે જતો હતો. એ બધું શું હતું?"

"એ પણ અરવિંદભાઈના કહેવાથી જ કરવું પડ્યું. રાજુ સુજાતાને પ્રેમ કરે છે, ને આદિત્ય પણ સુજાતાને પ્રેમ કરે છે. જો મેં રૂપિયા માટે કિશનને માર્યો, એ વાતની જાણ આશાબેનને થાય. તો એ આ બધું સુજાતાના પપ્પાને શોધવાનાં લીધે થયું. એમ સમજી સુજાતાને નફરત કરે.

"જેથી સુજાતાનાં લગ્ન આદિત્ય સાથે નાં થાય. જે વાતનો ફાયદો ઉઠાવી અરવિંદભાઈ સુજાતાના લગ્ન રાજુ સાથે કરાવી શકે. તો આ બધું મારે અરવિંદભાઈના કહેવાથી કરવું પડ્યું."

"જેવું વિચારી તમે આ બધું કર્યું. એવું કાંઈ થયું જ નથી. આશાબેન સુજાતાથી જરાં પણ ગુસ્સે નથી."

"એ તો સારી વાત છે. હવે આદિત્ય અને સુજાતાને કોઈ અલગ નાં કરે, એ જવાબદારી તારી છે. તારે જ એ બંનને અલગ થતાં રોકવાના છે."

"ઓકે, હું તેમને ક્યારેય અલગ થવા નહીં દવ. એ મારું વચન છે તમને."

આરાધ્યા કલ્પેશભાઈને પોતે સુજાતા અને આદિત્યને એકબીજાથી અલગ થવા નહીં દે. એવું વચન આપી ત્યાંથી જતી રહી.


(ક્રમશઃ)