Adhura premni anokhi dastaan - 16 books and stories free download online pdf in Gujarati

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 16

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૧૬



કલ્પેશભાઈની વાત પૂરી થતાં જ પાછળથી એક પ્રચંડ અવાજ આવ્યો. જે સાંભળી બધાંએ પાછળ જોયું. પાછળ જોતાં જ બધાનાં હોંશ ઉડી ગયા.

પાછળ આશાબેન પોલીસને લઈને, ત્યાં આવી પહોંચ્યા હતાં. પોલીસને જોતાં જ કલ્પેશભાઈને એક જોરદાર ઝટકો લાગ્યો.

ગોડાઉનની અંદર પ્રવેશીને આશાબેને કહ્યું, "કલ્પેશે જ મારાં પતિનું એક્સિડન્ટ કરાવ્યું છે. આને ગિરફ્તાર કરી લો."

આશાબેનનાં એ શબ્દો સાંભળી કલ્પેશભાઈએ કહ્યું, "મને કેટલાં વર્ષો પછી મારી દિકરી મળી છે. મને એકવાર તેને મળી લેવાં દો. પછી તમે જે સજા આપો એ મને મંજૂર છે."

કલ્પેશભાઈની વાતને પોલીસે મંજૂર કરી. પોલીસ ઈન્સ્પેકટરની 'હાં' મળતાં જ કલ્પેશભાઈ અદિતિ પાસે ગયાં. અદિતિની અને કલ્પેશભાઈની બંનેની આંખો આંસુથી છલકાઈ રહી હતી. અદિતિ એ વાતથી ખુશ હતી કે, કલ્પેશભાઈના લીધે તેની માતાનું મૃત્યુ નહોતું થયું. છતાં પણ કલ્પેશભાઈએ કિશનભાઈને માર્યાં. એ વાતનું અદિતિને ખૂબ જ દુઃખ હતું.

કલ્પેશભાઈ અદિતિને ગળે મળવાં ગયાં. પણ અદિતિએ તેમને હાથનાં ઈશારે જ પોતાનાથી દૂર થવાનું કહી દીધું. અદિતિના એવું કરવાથી કલ્પેશભાઈને ખૂબ જ દુઃખ થયું.

"ઠીક છે, બેટા. જેવી તારી મરજી. પણ મેં કાંઈ ખોટું નથી કર્યું. જે તને ખૂબ જ જલ્દી ખબર પડી જાશે."

કલ્પેશભાઈની વાત સાંભળી ફરી આશાબેને કહ્યું, "ઇન્સ્પેક્ટર સાહેબ, હવે કોની રાહ જોવો છો? અદિતિ પણ તેનાં ખૂની બાપને મળવા નથી માંગતી. તો હવે તમે આને - કલ્પેશભાઈ સામે ગુસ્સાભરી નજરે જોતાં - અહીંથી લઈ જાવ."

ઇન્સ્પેક્ટર આશાબેનનાં કહેવાથી કલ્પેશભાઈને ગિરફ્તાર કરીને લઈ ગયાં.

તેમનાં ગયાં પછી આદિત્યએ આશાબેનને પૂછ્યું, "તમે અહીં કેવી રીતે આવ્યાં મમ્મી?"

આદિત્યના સવાલનો જવાબ આપતાં આશાબેને કહ્યું.

*****

સુરત

મેં તમારાં ગયાં પછી તને ફોન કર્યો. મને બહું જ ગભરામણ થતી હતી. જાણે કાંઈ ખોટું થયું હોય એવી. મેં તને ફોન કર્યો. પણ ફોન સુજાતાએ ઉપાડ્યો હતો. જે મને પાછળથી ખબર પડી, જ્યારે તેણે કહ્યું.

"આન્ટી હું સુજાતા બોલું છું. આદિત્ય કાર ચલાવે છે. અહીં બધું ઠીક છે."

પણ મને તેનાં શબ્દો પરથી જ ખબર પડી ગઈ હતી કે, તે ખોટું બોલી રહી છે. કેમકે, તું કોઈપણ કાર્ય કરતો હોય. તો પણ મારો ફોન આવે ને, તું વાત નાં કરે. એવું આટલાં વર્ષોમાં ક્યારેય નથી બન્યું.

તો‌ હું ત્યારે જ અમદાવાદ આવવા નીકળી ગઈ. અહીં આવી તો‌ અદિતિ અને આરાધ્યા પણ અહીં હતાં. આરાધ્યાને અદિતિ‌ તારી પાસે આવતાં હતાં. ત્યારે હું પણ તેની પાછળ આવી. અમે હજું તારાં રૂમ સુધી પહોંચીએ એ પહેલાં જ અમે તને કલ્પેશભાઈ સાથે બહાર જતાં જોયો.

તમને બહાર જતાં જોઈને, અદિતિ અને આરાધ્યા તમારી પાછળ આવી. હું પણ એ લોકોની પાછળ નીકળી પડી. અહીં આવી મને જે ખબર પડી, એ પછી મેં પોલીસને જાણ કરી દીધી.

*****

અમદાવાદ

આશાબેને પોતે કેવી રીતે અહીં આવ્યાં એ બધું વિગતવાર જણાવ્યું. તેમની વાત પૂરી થતાં આદિત્યએ કહ્યું, "મમ્મી હવે તમે આરાધ્યા અને અદિતિની સાથે સુરત જતાં રહો."

"તો તારે અહીં શું કામ છે? તું પણ મારી સાથે જ આવ."

"મારે હજું સુજાતાને તેનાં પપ્પા સાથે મળાવવાની બાકી છે. તેને કલ્પેશભાઈ વિશે પણ જણાવવું છે. તો હું બે દિવસ પછી સુજાતા અને માધવઅંકલ સાથે જ સુરત આવીશ."

"ઠીક છે, પણ સમયસર આવી જજે."

"ઓકે, મમ્મી."

આશાબેન અને આદિત્યની વાત પૂરી થતાં આરાધ્યાએ કહ્યું, "આદિત્ય મારે અહીં એક કામ છે. અદિતિ તું આશા આંટી સાથે જતી રહે."

"ઠીક છે, માસી."

અદિતિ અને આશાબેન બંને સુરત જવા રવાનાં થયાં. આરાધ્યા પણ ઓટોરિક્ષા કરીને જતી રહી.

આદિત્ય ફરી હોટેલે જવા નીકળ્યો. તે હોટેલ પહોંચ્યો ત્યાં રાતનાં બાર વાગી ગયાં હતાં. તો તે આવીને તરત સૂઈ ગયો.

*****

રાતનાં બે વાગે (અમદાવાદ હોટેલ)

બધું યાદ કર્યા પછી આદિત્યને એક જ વિચાર આવતો હતો. તે સુજાતાને બધી હકીકત કેવી રીતે જણાવશે? પરંતુ, તે એક વાતથી ખુશ હતો. તે માધવભાઈને બચાવવામાં સફળ રહ્યો હતો.

આદિત્ય માટે એકલાં બધું સંભાળવું અઘરું રહ્યું હતું. છતાં સુજાતાની ખુશી માટે આદિત્ય કાંઈ પણ કરવાં તૈયાર હતો.

આદિત્ય સુજાતાને તેનાં પિતા સાથે મળાવનાની ખુશી યાદ કરીને‌ સૂઈ ગયો.

*****

આ તરફ સુજાતાને પણ અનેક વિચારોએ ઘેરી લીધી હતી. તે હજું પણ હોટેલ રૂમની બારી પાસે ઉભી રહીને અત્યાર સુધી જે બન્યું એ યાદ કરી રહી હતી.

મારાં જીવનમાં અનેક બદલાવ આવ્યાં. જે બદલાવોથી ક્યારેક ખુશી મળી, તો ક્યારેક ઉદાસી મળી. જે ઈચ્છ્યું એ મળ્યું નહીં ને, જે મળ્યું તેની જરૂર નહોતી. તેમ છતાંય જે થયું એ સ્વીકારીને આગળ વધતાં શીખી લીધું. પરંતુ, આજે જે મળ્યું, એ બધાંથી બેસ્ટ છે.

આદિત્ય એક જ છે, જે મને માંગ્યા વગર મળ્યો. એ એક જ છે, જેનાં મળવાથી મને સૌથી વધુ ખુશી થઈ છે. હવે બસ પપ્પાની એકની જ કમી છે. હવે કાંઈ પણ કરીને તે મળી જાય, તો મારે વધું કાંઈ જોઈતું નથી.

અત્યાર સુધી જે નથી મળ્યું. તે બધી વસ્તુઓનો અફસોસ છોડીને, બસ આદિત્ય અને પપ્પા બધાં સાથે મળીને આગળનું જીવન ખુશીઓથી પસાર કરીશું.




(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED