લવ રિવેન્જ - 34 S I D D H A R T H દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ રિવેન્જ - 34

લવ રિવેન્જ

પ્રકરણ-34 New

એક ખાસ નોંધ: આ ચેપ્ટરનો અંત મારાં પરમમિત્ર- શ્રી વિકટ “સુદર્શન” દ્વારા લખવામાં આવ્યો છે. આ ચેપ્ટર સહીત લવ રિવેન્જનાં ઘણાં ચેપ્ટર્સના તેઓ એડિટર પણ છે.

*****

“ધૂમ મચાલે....! ધૂમ મચાલે....! ધૂમ મચાલે....! ધૂમ....!”  જેવાં જોશથી ભરેલાં સોંન્ગ ઉપર નારાયણગુરુ કોલેજનાં સ્ટુડન્ટ્સ ગ્રુપે ધમાકેદાર ડાન્સ પર્ફોમન્સ આપ્યું.

સાતેક દિવસ ચાલનારાં યૂથ ફેસ્ટિવલનાં ઇવેન્ટનું આયોજન ગુજરાત યુનિવર્સિટીનીજ સંલગ્ન એલડી કોલેજનાં વિશાળ ગ્રાઉંડમાં કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત યુનિવર્સિટી હેઠળ આવતી હોય એવી અમદાવાદની લગભગ વીસથી વધુ કોલેજનાં સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો.

વિશાળ લંબચોરસ સ્ટેજને રંગબેરંગી સ્પોટલાઇટ્સથી સજાવાયું હતું. સ્ટેજની ડાબી બાજુ બેકસ્ટેજનાં રેડ પડદાંની જોડે કોર્નરમાં ઇવેન્ટનું એન્કરિંગ કરનાર એન્કર માટે લાકડાંનું ઊભું માઇક બોક્સ મુકાયું હતું. સ્ટેજની સામે  મેદાનમાં કોલેજોનાં ટ્રસ્ટીઝ, પ્રિન્સિપાલ્સ, ટીચર્સ, વગેરેને બેસવાં માટે લાંબા રેડ ગાદીવાળાં સોફાં રખાયાં હતાં. સોફાંની સૌથી આગળની રૉ VVIP મહેમાનો માટે અનામત રખાઈ હતી. યૂથ ફેસ્ટિવલનાં ઇવેન્ટનું ઓપનિંગ પરંપરાગત રીતે સરસ્વતી દેવીની પુજા અને મંત્રોચ્ચારની વિધિ વડે ગુજરાતનાં શિક્ષણમંત્રીશ્રીનાં હસ્તે કરાયું હતું.

બધાંની પાછળ ઓડિયન્સ માટે બેસવાની વ્યવસ્થા પણ કરાઇ હતી. જોકે ઓડિયન્સમાં મોટેભાગે કોલેજોનાં એ સ્ટુડન્ટ્સ હતાં જેમણે યૂથ ફેસ્ટિવલમાં ભાગ નોહોતો લીધો પણ તેઓ ઇવેન્ટ જોવાં આવ્યાં હતાં. ઉત્સાહમાં આવી ગયેલાં મોટાભાગનાં સ્ટુડન્ટ્સ બેસવાંની જગ્યાએ ઊભાં-ઊભાં હાથ ઊંચા કરી ચિચિયારીઓ પાડી રહ્યાં હતાં અને કુદકાં ભરી રહ્યાં હતાં. મેદાનમાં આજુબાજુ યૂથ ફેસ્ટિવલને સ્પોન્સર કરનાર અલગ-અલગ સ્પોન્સરોનાં એડ્સ લાગેલાં હતાં. એમજ નાસ્તાં-પાણી માટે પણઅનેક સ્ટૉલ્સ લાગેલી હતી.

યૂથ ફેસ્ટિવલનાં ઇવેન્ટની ઓપનિંગ સેરેમની પછી તરતજ નારાયણગુરુ કોલેજનાં સ્ટુડન્ટ્સ ગ્રુપે ધમાકેદાર ડાન્સ પર્ફોમન્સ આપ્યું. ચિચિયારીઓ અને તાળીઓનાં અવાજથી આખાં મેદાન આખું ગુંજી ઉઠ્યું.

“તો....! જોશ જગાવીદે એવું પર્ફોમન્સ હતુંને….!?”તે ઇવેન્ટની એન્કર હતી જે માઇક  બોક્સનાં માઇકમાં બોલી રહી હતી.

મસ્ત-મજાની રેડ કલરની લૉવેઈસ્ટ સાડીમાં સજ્જ એ ખૂબસૂરત એન્કરનું નામ અવંતિકા હતું જે અમદાવાદની નામાંકિત સેંન્ટ ઝેવિયર કોલેજની સ્ટુડન્ટ હતી. તે જ્યારે-જ્યારે  સ્ટેજ ઉપર એન્કરિંગ કરવાં આવતી, તેને જોઈને ભીડમાં હાજર કેટલાંય યુવાનો સિટીઓ મારતાં અને ચિચિયારીઓ પાડતાં.

“નારાયણગુરુ કોલેજનાં સ્ટુડન્ટ્સે તો ખરેખરમાં ધૂમ મચાવી દીધી રાઇટ....!” એન્કર અવંતિકા બોલી અને નીચે ચિચિયારીઓ પાડી રહેલાં સ્ટુડન્ટ્સે વધુ જોરથી અવાજ કર્યો.

“તો હવે આગળ વધીએ...! મિત્રો...! આજે દશેરાં છે....! અને આપડે સૌ જાણીએ છે આ પર્વ શેનું છે...! તેમજ તેનું મહત્વ શું છે....! અને આજનાં દિવસે શરૂ થયેલાં આ ઇવેન્ટમાં જો નવરાત્રિની કે દશેરાંને લગતું કોઈ પર્ફોમન્સ ના હોય...! એવું બને...!?” અવંતિકાએ હવે બોક્સ માઇકનાં ડેસ્ક ઉપર મુકેલાં લિસ્ટમાં જોઈને સહેજ ઊંચા સ્વરમાં કહ્યું-

....તો તાળીઓનાં ગડગડાટ વડે વેલકમ કરો આજનાં નેક્સ્ટ પર્ફોમન્સને...! જે છે “દશાવતાર....!” બાય સ્ટુડન્ટ્સ ઓફ એલ.ડી. એન્જીનિયરીંગ....!”

-----

એક ડાન્સ સ્વરૂપે ભગવાન વિષ્ણુના અવતારોની કહાની દર્શાવતાં “દશાવતાર” મંત્ર મુગ્ધ કરીદે તેવાં એલ.ડી. એન્જીનિયરીંગ કોલેજનાં સ્તુડેનટ્સના પરફોર્મન્સને લોકોએ તાળીઓના ગડગડાટ અને ચિચિયારીઓ વડે વધાવી લીધું.

ત્યાર પછી પણ બે-ત્રણ કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા એક પછી એક પરફોર્મન્સ આપવામાં આવ્યાં. દરેક એક્ટની એનાઉન્સમેન્ટ એન્કર અવંતિકા માઈક બોક્સ ઉપર આવીને કરતી. એનાઉન્સમેન્ટ કરીને તરતજ પરફોર્મન્સ શરુ થતાં પહેલાંજ અવંતિકા માઈક બોક્સની જોડે બનેલાં સ્ટેજના દરવાજાની પાછળ જઈને બેક સ્ટેજ ઉભી રહી જતી.

-----

“વિવાન ક્યાં છે...!?” લાંબી બાંયની બ્લેક હાલ્ફ ટી-શર્ટ, બ્લ્યુ જીન્સ અને હાથમાં નોટપેડ લઈને ઊભેલી નેહાએ આજુબાજુ ટોળું વળીને ઊભેલાં બધાં સ્ટુડન્ટ્સ સામે જોઈને પૂછ્યું.

LD કોલેજનાં જે ગ્રાઉંડમાં યૂથ ફેસ્ટિવલ ચાલી રહ્યો હતો તેજ ગ્રાઉંડમાં સ્ટેજથી સહેજ દૂર ડાબી બાજુ બનેલાં બે માળનાં એક લંબચોરસ બિલ્ડિંગમાં HL કોલેજનાં સ્ટુડન્ટ્સને ફાળવવાંમાં આવેલાં રૂમમાં ફેસ્ટિવલમાં ભાગ લેનારાં બધાં સ્ટુડન્ટ્સ ઊભાં હતાં. દરેક કોલેજનાં સ્ટુડન્ટ્સ જેમણે યૂથ ફેસ્ટિવલમાં પાર્ટિસિપેટ કર્યું હોય તેમને એ બિલ્ડિંગમાં એક લેડિઝ-એક જેંટ્સ એમ બે રૂમો ફાળવવાંમાં આવ્યાં હતાં. ખાસ્સાં મોટાં કહી શકાય તેવાં દરેક રૂમમાં એક-એક 65 ઇંચનું LED પણ લાગેલું હતું જેમાં યૂથ ફેસ્ટિવલનું ટેલિકાસ્ટ થઈ રહ્યું  હતું.

“અંકલી....! વિવાનનો કોઈ અત્તોપત્તો....!?” LEDની જોડે ઊભેલી નેહાને જોતાં-જોતાં લાવણ્યાએ જોડે ઊભેલી અંકિતાને ધીરેથી પૂછ્યું.

“શું ખબર...!?”અંકિતાએ ખભાં ઉલાળ્યા.

“જો એ ના આયો તો ....! નેહાતો પાગલ થઈ જશે...! “દશાવતાર” વાળા એક્ટ પછી આપડી કોલેજનાં બોયઝનું સોલો રેમ્પ વૉક છે...!”  લાવણ્યાએ ધીરેથી અંકિતાને કહ્યું.

“મને તો લાગે છે....! કે એ નઈજ ..!”

“સોરી...સોરી....લેટ થઈ ગ્યું...!” અંકિતા પોતાની વાત પૂરી કરે ત્યાંજ વિવાન રૂમનો દરવાજો ધડ દઈને ખોલીને અંદર દાખલ થયો “અમારાં કપડાં પ્રેસ થઈને નો’તાં આયેલાં..!”

“માય ગોડ.....!” વિવાનને જોતાંજ અંકિતાનું આંખો મોટી થઈ ગઈ અને તે મલકાઈ ઉઠી “આ છોકરોતો જો....!”

બ્લેક ફોર્મલ બ્લેઝર, એની અંદર વ્હાઈટ શર્ટ, બ્લેક ટાઈમાં તૈયાર થયેલો વિવાન ઊભો-ઊભો તેનું કાનુડાં જેવું મારકણું સ્મિત રેલાવી રહ્યો હતો. રૂમમાં હાજર બધી ગર્લ્સ એકીટશે વિવાન સામે જોઈ રહી.

“ઇશ્શ.....!”  વિવાનને જોઈને બીજાં ગ્રૂપની એક હોટ છોકરી મેઘાંથી બોલી જવાયું. તેણે વિવાન સામે જોઈને આંખ પણ મારી. પ્રતીભાવમાં વિવાને માત્ર સ્મિત આપ્યું.

જેલસ થઈ ગયેલી અંકિતાએ ઘુરકીને મેઘાં સામે જોયું. મેઘાંએ ઘમંડમાં પોતાની આઈબ્રો નચાવી.

“આણેતો સાચેજ વાળ કપાવી નાંખ્યા...!?” લાવણ્યાએ અંકિતાને ધીમેથી સ્મિત કરીને કહ્યું.

અંકિતાએ વિવાનને તેની “જટાઓ” કપાવી નાંખવાનો ટોંન્ટ માર્યો હતો, અને વિવાન સાચેજ શોર્ટ હેયર કરીને આવી ગયો. ફોર્મલ સૂટમાં સજ્જ વિવાને મધ્યમ વાળ કપાવી એકદમ પર્ફેક્ટ રીતે ઓળ્યા હતાં.

“યાર ખરું કરો છો તમે લોકો..!” નેહા ચિડાઈને વિવાનની જોડે આવતાં બોલી “અને તું એકલો કેમ છે...!? બાકીનાં બોયઝ ક્યાં છે...!? આપડો વારો આવી ગ્યો યાર...!”

“એ લોકો બેક સ્ટેજજ ઊભાં છે....! આપડી કોલેજનું નામ એનાઉન્સ થાય એની રાહ જોવે છે...!” વિવાન બોલ્યો.

“તો જલ્દી ચાલ...!” નેહા બોલી અને વિવાનનું બાવડું પકડીને ચાલવાં લાગી.

નેહાની જોડે જઈ રહેલાં વિવાને રૂમનાં દરવાજામાંથી બહાર નીકળતાં-નીકળતાં અંકિતા તરફ પાછું જોઈને તેનું એજ નટખટ સ્મિત રેલાવ્યું. અંકિતાથી પરાણે હસાઈ ગયું અને તેણીએ પોતાનાં ચેહરા ઉપર ઘમંડનાં ભાવ લાવીને આડું જોઈ લીધું.

“ચાલને આપડે પણ જોઈએ....! અંકિતા બોલી અને લાવણ્યાનું બાવડું પકડીને ખેંચવાં લાગી.

“અરે પણ અહિયાં LED સ્ક્રીન ઉપર દેખાશેજ....!”  લાવણ્યાએ LED તરફ હાથ કરીને કહ્યું.

“અરે આપડી કોલેજના છોકરાઓને ચીયર નઈ’ કરવાનું...!?” અંકિતા ફરીવાર લાવણ્યાનું બાવડું ખેંચી ચાલવાં લાગી.

“બધાં છોકરાઓને ચીયર કરવાનું...!? કે ખાલી વિવાનને ચીયર કરવાનું...!?” રૂમની બહાર નીકળતાં-નીકળતાં લાવણ્યાએ તેની આઈબ્રો નચાવીને કહ્યું.

“તારો સિદ્ધાર્થ ક્યાં છે તું એમ કે’ને પે’લ્લાં....!?” અંકિતા પોતાનું હસવું દબાવીને વાત બદલાતાં બોલી.

“એ આઈજ ગ્યો છે....! કાર પાર્ક કરીને આવેજ છે...!” લાવણ્યા બોલી “હમણાંજ વાત થઈ એની જોડે...!”

તેમની પાછળ-પાછળ મેઘાં, નિરાલી સહિત HL કોલેજનાં બીજાં કેટલાંક સ્ટુડન્ટ્સનું ટોળું પણ જવાં લાગ્યું.

-----

“જિયો રે બાહુબલી....! હમ્મ....!”  એલ.ડી. એન્જીનિયરીંગ કોલેજનાં સ્ટુડન્ટ્સનું એ સોંન્ગ ઉપર ધમાકેદાર પર્ફોમન્સ “દશાવતાર” હજી જસ્ટ પૂરું થયું હતું’ને માઇક બોક્સનાં માઇકમાં ઇવેન્ટની એન્કર અવંતિકા બોલી રહી હતી.

“જિયો...જિયો....! એલ.ડી. એન્જીનિયરીંગનાં સ્ટુડન્ટ્સ તમે તો આગ લગાવી દીધી સ્ટેજ ઉપર...! રાઇટ ફ્રેન્ડ્સ...!?” અવંતિકાએ પહેલાં બેકસ્ટેજ જઈ રહેલાં એલ.ડી. એન્જીનિયરીંગનાં સ્ટુડન્ટ્સને જોયું અને પછી મેદાનમાં ચિચિયારીઓ પાડી રહેલાં ક્રાઉડ સામે જોઈને કહ્યું.

અવંતિકાએ પૂછેલાં પ્રશ્નનાં જવાબમાં ક્રાઉડમાં ઉભેલાં સ્ટુડન્ટ્સે વધુ જોરથી હર્ષનાદ કર્યો.

“તો હવે આગળ વધીએ....! આજનાં આપણાં નેક્સ્ટ પર્ફોમન્સ તરફ...!” અવંતિકા લિસ્ટમાં જોઈને બોલવાં લાગી “જે છે....! સોલો રેમ્પ વૉક બાય HL  કોલેજ બોયઝ....! જેની થિમ છે....! “ફોર્મલ્સ..!” અને તેમનાં સ્પોન્સર છે....! મહેતાં Reymond showroom….. સ્વસ્તિક ચાર રસ્તા CG Road….!”

“તો તાળીઓથી સ્વાગત કરો...! HL કોલેજનાં બોયઝનું....!”

-----

“આપડી કોલેજને Reymond showroomનાં સ્પોન્સર કેવીરીતે મલી ગ્યાં.....!?”  એન્કર અવંતિકાએ કરેલી એનાઉન્સમેંટ સાંભળીને ક્રાઉડમાં ઊભેલી અંકિતાએ જોડે ઊભેલી લાવણ્યાને આંખો મોટી કરીને પૂછ્યું.

ક્રાઉડનો ઘોંઘાટ વધારે હોવાથી બંને સહેજ મોટેથી બોલી રહ્યાં હતાં.

“એ પણ CG Roadનાં આટલાં મોટાં શૉરૂમને સ્પોન્સર..... નઈ...!?”  અંકિતાની જોડે ઊભેલી કામ્યાએ સાંભળ્યુ અને બોલી.

“વિવાન સ્પોન્સર લાવ્યો.....!” લાવણ્યાએ પણ આંખો મોટી કરીને કહ્યું અને પછી અંકિતા સામે જોયું“તું નાહકનો એને ડોબો કે’છે....! એ છોકરો બવ હોશિયાર છે....!”

અંકિતાએ મોઢું મચકોડીને રેમ્પ તરફ જોયું. સ્ટેજને અટેચ કરીને બનાવેલી લાંબી રેમ્પ આગળજ અંકિતા અને લાવણ્યા સહિત તેમની કોલેજનું ટોળું ઊભું હતું.

એનાઉન્સમેંટ પૂરી થતાંજ આખાં સ્ટેજ ઉપર અંધારું છવાઈ ગયું.

“બદતમીઝ દિલ......!”  બૉલીવુડની હિટ મૂવી “યે જવાની હે દિવાની”ના એ એનર્જેટીક સોંન્ગનાં ઓપેનિંગ મ્યુઝિક સાથે સ્ટેજની બધીજ લાઇટો ઓન થઈ ગઈ અને બેક સ્ટેજનાં એન્ટ્રન્સમાંથી એક પછી એક ફોર્મલ સૂટ અને ફોર્મલ શર્ટ, ટાઈ, પેન્ટ પહેરેલાં યુવાનો વૉક કરતાં-કરતાં આવવાં લાગ્યાં. સૂટ પેહરેલાં કેટલાંક યુવાનોનાં હાથમાં બ્લેક લેધર સૂઈટકેસ પણ હતી.

વારાફરતી બધાં બોયઝ સ્ટેજ ઉપર આગળ વધ્યાં અને સ્ટેજની આગળજ રેમ્પવૉક માટે બનાવાયેલી સીધી લાંબી “T” આકારની રેમ્પ તરફ જવાં લાગ્યાં. લગભગ દસેક જેટલાં યુવાનો વારાફરતી રેમ્પનાં છેડે આવ્યાં પાંચ-પાંચનાં ગ્રૂપમાં વહેંચાઈને “T” આકારની રેમ્પનાં ડાબી-જમણીબાજુ જવાં લાગ્યાં. બંને સાઈડે પહોંચીને એકબીજાંથી થોડાં-થોડાં અંતરે તેઓ ઊભાં રહ્યાં અને નીચે બેઠેલાં જજીસ તરફ એક નજર નાંખી પોઝ આપ્યો.

પોતાની કોલેજનાં બોયઝને રેમ્પ ઉપર જોઈને નીચે ભીડમાં સ્ટેજની નજીક ઉભેલાં HL કોલેજનાં ટોળાંએ ચિચિયારીઓ પાડી. ટોળાંમાં ઊભેલી જે ગર્લ્સનાં બોયફ્રેન્ડ્સ પણ રેમ્પ ઉપર સૂટ-બુટમાં વૉક કરી રહ્યાં હતાં તે બધી ગર્લ્સ પણ પોતાનાં હાથમાં મોબાઇલ ચાલુ કરીને રેકોર્ડિંગ કરી રહી અને તેમનાં બોયફ્રેન્ડ્સને ચીયર અપ કરી રહી.

કોલેજનાં રૂટિન દિવસોમાં જે યુવાનો જીન્સ-ટીશર્ટ જેવાં રફ કપડાં પહેરતાં હતાં તેમજ જેવી-તેવી હેયરસ્ટાઈલ કરતાં હતાં તેમને પર્ફેક્ટ ફીટીંગવાળાં ફોર્મલ કપડાં અને એકદમ પ્રોફેશનલ હેયરસ્ટાઈલમાં જોઈને અન્ય કોલેજનાં યુવાન-યુવતીઓ પણ મોટેથી બૂમો પાડી ચીયર કરવાં લાગ્યાં.

HL કોલેજનાં ટોળાંની ગર્લ્સની ચિચિયારીઓ ત્યારે વધી ગઈ જ્યારે સૌથી છેલ્લે બેક સ્ટેજ તરફથી બ્લેક સૂટમાં પોતાનું કાતિલ સ્મિત રેલાવતો વિવાન વૉક કરીને આવ્યો.

 

“કેમ...! હવે ચૂપ ઊભી છે…!?” રેમ્પનાં છેડે વચ્ચો-વચ્ચ આવીને પોઝ આપી રહેલાં વિવાનને તાળીઓથી વધાવી રહેલી લાવણ્યાએ અંકિતાને સહેજ ઊંચાં સ્વરમાં પૂછ્યું “ચીયર કરવાં આવીતી....! તો ચીયર કરને...!”

“તો તું ચીયર કરને....! તને કોણ નાં પાડે છે...!?” અંકિતાએ સહેજ ચિડાઈને કહ્યું.

“વિવાનની જગ્યાએ સિદ્ધાર્થ હોત....! તો શ્યોર કરત....!” લાવણ્યાએ જીભ કાઢીને અંકિતાને ચિડાવી.

----

“ઓસ્સમ યાર....!” રેમ્પ વૉક પૂરું થયાં પછી બેક સ્ટેજ ગ્રુપનાં બધાં વિવાનને અને રેમ્પ વૉકમાં પાર્ટિસિપેટ કરનારાં બોયઝને વખાણી રહ્યાં હતાં.

“તે તો સ્ટેજ ઉપર આગ લગાડી દીધી....!” વિવાનને ઘેરીને જોડે ઉભેલો પ્રેમ બોલ્યો.

કામ્યા, ત્રિશા અને રોનક પણ ત્યાંજ ઊભાં હતાં. બધાંના વખાણ સામે વિવાન માત્ર સ્મિત કરીને પ્રતિભાવ આપતો રહ્યો.

લાવણ્યા અને અંકિતા પણ ટોળાંમાં ઘેરાયેલાં વિવાનની જોડે વાત કરવાં તે ટોળાંમાંથી છૂટો થાય એની રાહ જોઈ રહ્યાં હતાં.

“આ તો જાણે કોઈ મૂવીનો હીરો હોય એવો ફેમસ થઈ ગ્યો...!” ટોળાંમાં ઘેરાયેલાં વિવાનને જોઈ રહીને અંકિતા ટોંન્ટમાં બોલી.

“શું અંકલી તું પણ...!” લાવણ્યા માથું ધૂણાવીને બોલી.

થોડીવાર પછી વિવાન ટોળામાંથી બહાર આવ્યો અને અંકિતા અને લાવણ્યાની પાસે આવ્યો.

“તો કેવું લાગ્યું....!?” વિવાને પહેલાં લાવણ્યા અને પછી અંકિતા સામે જોઈને ઉત્સાહપૂર્વક પૂછ્યું.

 

“ભંગાર….! સાવ વાંદરો લાગતો તું....!” અંકિતા ચિડાયેલાં મોઢે એવાંજ ટોંન્ટભર્યા સ્વરમાં બોલી.

“અંકલી....!” લાવણ્યાએ અંકિતાને કોણી મારી છણકો કર્યો.

“તું કાયમ મારી જોડે આવીજ રીતે કેમ વાત કરે છે...!?” વિવાન પણ સહેજ ચિડાઈને બોલ્યો.

“તો શું યાર....! જ્યારે જોવો ત્યારે કરડવાજ દોડે છે...!” લાવણ્યાએ ફરીવાર છણકો કરીને કહ્યું.

“મને નઈ ખબર મને શું થઈ જાય છે....!” અંકિતા વીલું મોઢું કરી નાનાં બાળકની જેમ બોલી “મારે બોલવું કઈંક બીજું હોય છે અને બોલાઈ કઈંક બીજું જાય છે....! સોરી....!”

“સોરી તો એવી રીતે બોલે છે જાણે બેન્કની લૉનનો હપ્તો બાઉન્સ થઈ ગ્યો હોય.....!” વિવાન અંકિતાની ખેંચતાં બોલ્યો.

લાવણ્યા હસી પડી. અંકિતા પરાણે પોતાનું હસવું દબાવી રહી.

 

“વિવાન.....!” ત્યાંજ પાછળથી નેહાનો અવાજ આવ્યો “સુપર્બ હોં.....! જોરદાર...!”

હાથમાં નોટપેડ અને પેન લઈને નેહાએ તેમની જોડે આવતાં-આવતાં કહ્યું.

“થેંક્સ...!” વિવાન ઔપચારિક સ્મિત આપીને બોલ્યો.

“જજીસનાં એક્સપ્રેશન્સ ઉપરથી તો લાગે છે કે....! બોયઝ રેમ્પમાં આપડો એવોર્ડ પાક્કો....!” નેહાએ ખુશ થઈને બોલી.

લાવણ્યા અને અંકિતા તેને સાંભળી રહ્યાં.

“લાવણ્યા...! અંકિતા...!” નેહાએ પેન તેમની તરફ ધરીને કહ્યું “તમારાં રેમ્પ વૉક પે’લ્લાં...! અમ્મ....!” નેહા હવે નોટપેડમાં જોવા લાગી “હાં....! એચ કે કોલેજનું ગર્લ્સ રેમ્પ વૉક છે….! પછી ઝેવિયર કોલેજનાં સ્ટુડન્ટ્સનું પ્લે છે....! પછી સહજાનંદ કોલેજનાં સ્ટુડન્ટ્સનું ગ્રૂપ dance છે .....! અને પછી આપડું ગર્લ્સ રેમ્પ વૉક...!”

નેહાએ હવે બંને તરફ જોયું “એટ્લે આપડી જોડે લગભગ....! અમ્મ...! પોણો કલ્લાક જેટલો ટાઈમ છે....! તો ફટાફટ રૂમમાં ચાલો....! કેમકે જે થીમ તમે લોકોએ સિલેક્ટ કરી છે....! એ થીમનાં કપડાં પહેરતાં તમને લોકોને સે’જેય અડધો કલ્લાક તો નીકળીજ જશે....! હમ્મ...!”

“હાં...હાં....! અમે આઈએજ છે....!” અંકિતાએ ધીરેથી કહ્યું.

“ગ્રેટ....! જલ્દી આવો....!” એટલું કહીને નેહા ત્યાંથી જવાં લાગી.

“જબરી સુધરી થઈ ગઈ આ છોકરી તો....!” બિલ્ડિંગ તરફ જઈ રહેલી નેહા થોડે દૂર પહોંચતાંજ  અંકિતાએ લાવણ્યાને કહ્યું.

“હમ્મ....!” જઈ રહેલી નેહાની પીઠ તાકીને લાવણ્યાએ હુંકારો ભર્યો અને કહ્યું “સવારે નવરાત્રિ સેલિબ્રેશનમાં મારી જોડે સિદ્ધાર્થનો ફોટો જોઈને પણ કશું રીએક્ટ નો’તું કર્યું....!”

 

“હમ્મ....!” અંકિતાએ હુંકારો ભર્યો અને નેહાને બિલ્ડિંગમાં પ્રવેશતાં જોઈ રહી.

----

“થોડી હજી લૉ વેઈસ્ટ રાખો...” રૂમમાં તૈયાર થઈ રહેલી લાવણ્યાને જોઈ રહીને નેહાએ કહ્યું “કમર સહેજ વધારે ખુલ્લી રે’ એ રીતે....!”

બધી છોકરીઓ રેમ્પ વૉક માટે તૈયાર થઈ રહી હતી.

“આટલી....!?” કમર સહેજ વધુ ખુલ્લી રાખી લાવણ્યાએ નેહા સામે જોયું.

“હમ્મ...! સરસ....! આજ રીતે....!” નેહાએ કહ્યું “બધાંએ આજરીતે કરવાનું છે....!”

નેહાએ સહેજ મોટેથી આજુબાજુ તૈયાર થઈ રહેલી છોકરીઓને જોઈને કહ્યું.

“સાડીઓનું સેલેક્શન બહુજ સરસ છે હોં....!” નેહાએ લાવણ્યા સામે જોઈ તેણીનાં વખાણ કરતાં કહ્યું “થીમ પણ સરસ છે...! “Angles in Sarees...!?”

“થેંક્સ....!” નેહાનાં બદલાયેલાં બિહેવિયરથી મૂંઝાયેલી લાવણ્યાએ એક નજર અંકિતા સામે જોયું પછી પાછું નેહા સામે જોઈને કહ્યું.

“આશ્રમ રોડનાં આસોપાલવ શૉરૂમ સ્પોન્સર છેને...!?” નેહાએ પૂછ્યું.

“હાં….! એ લોકોને પણ વિવાને એગ્રી કર્યા’તા....!” લાવણ્યા બોલી.

“ટ્રીન....ટ્રીન....ટ્રીન.....!” ત્યાંજ લાવણ્યાનાં ફોનની રિંગ વાગી.

“મારો ફોન છે....!” ડ્રેસિંગ ટેબલનાં મિરર જોડે પડેલાં પોતાનાં ફોનની સ્ક્રીન લાઈટ જોઈને લાવણ્યાએ નેહા સામે જોયું અને તરતજ મિરર જોડે જઈને પોતાનો ફોન ઉઠાવી લીધો.

“સિડ....!” લાવણ્યા ધીરેથી બોલી અને રૂમનાં એક ખૂણામાં નેહાથી સહેજ દૂર આવી ગઈ.

“બોલ જાન.....!” નેહાએ સામે એક નજર નાંખી લાવણ્યાએ ધીરેથી કહ્યું.

“ક્યાં છો તમે લોકો....!?” સિદ્ધાર્થે સામેથી પૂછ્યું.

“રૂમમાં....!” લાવણ્યાએ ધીરેથી કહ્યું.

“અચ્છા....!તો હું આવું છું....!”

“નાં...નાં...! અરે અહિયાં બધી ગર્લ્સ તૈયાર થાય છે....! કોઈએ સરખાં કપડાં પણ નઈ પે’ર્યા....!” લાવણ્યા નાના બાળકની જેમ મોઢું મચકોડીને બોલી “મને નાં ગમે  તું બીજી છોકરીઓને આવાં અડધાં કપડાંમાં જોવે....!”

“તો.....!? હવે....!?”

“એક કામ કરને....! તું સ્ટેજ પાસેજ જાને....! અમારો રેમ્પ વૉકનો ટાઈમ થઈજ ગ્યો છે....!” લાવણ્યા બોલી “હું ઈચ્છું છું.... કે તું મને રેમ્પ ઉપર જોવે....!”

“સારું....! તો આપડે તારું રેમ્પ વૉક પતે એ પછી મલીએ....! બાય...!”

 

“કિસી તો આપ....! બેસ્ટ ઓફ લક માટે..!?” લાવણ્યા કાલી ભાષાંમાં બોલી.

“ઉમ્મા....! બસ....! બાય....!”

“ઉમ્મા.....!” લાવણ્યાએ પણ ફોન ઉપર સિદ્ધાર્થને “કિસ” આપી અને કૉલ કટ કર્યો.

----

“ટન......! ટન....! ટન.....!”

“ઈન આંખો કી મસ્તી કે........! હા....આ.......આ.....!”

ઉમરાઓ જાન મૂવીનાં ફેમસ ગીત “ઈન આંખો કી મસ્તી કે....! મસ્તાને હઝારો હૈ....!” નાં રિમિકસ વર્ઝન સોંન્ગ ઉપર HL કોલેજની ગર્લ્સ રેમ્પ ઉપર વૉક કરતી-કરતી આવી.

“ઈન આંખો કી મસ્તી કે.....! મસતાને હઝારો હૈ....! મસતાને હઝારો હૈ....!

શરીરની જોડે ચોંટી જતી લૉ વેઈસ્ટ સિલ્ક સાડી, ખુલ્લી રહેતી કમર ઉપર વીંટાળેલી વેઈસ્ટ ચેઈન અને મોઢાં ઉપર થોડાં બેફિકર અને ઘમંડનાં ભાવ. પોતાની નમણી નાજુક કમરને અદાથી લચકાવતી એકથી એક સુંદર છોકરીઓ જેવી રેમ્પ ઉપર આવીને એક પછી એક ઊભી રહી અને પોઝ આપી રહી કે ભીડમાં ઉભેલાં યુવાનોએ સિટીઓ અને બૂમો મારી-મારી આખું વાતાવરણ ગજાવી મૂક્યું.

એમાંય છેલ્લે જ્યારે લહેરીયાવાળી સિલ્ક સાડી પહેરેલી લાવણ્યા અને અંકિતા એકબીજાંની સમાંતર રહીને કેટ વૉક કરતી-કરતી આવી અને પોઝ આપ્યો, તો મોટાંભાગનાં યુવાનોએ પોતાનાં મોબાઇલનાં કેમેરાં ચાલું કરી દીધાં.

“સિડ....! ક્યાં છે તું....!?”રેમ્પની આગળ સેન્ટરમાં ઊભાં રહીને પોઝ આપી રહેલી લાવણ્યાએ સ્ટેજ પાસે ઉભેલાં ટોળાંમાં સિદ્ધાર્થને શોધવાંનો પ્રયત્ન કરતાં નજર ફેરવી.

“ઈક તુમ હી નહીં તનહા, ઉલ્ફતમે મેરી રુસવા.....! ઉલ્ફતમે મેરી રુસવા આ.....!

ઇસ શહેર મેં તુમ જૈસે....! દીવાને હઝારો હૈ....! દીવાને હઝારો હૈ....!”

ગીતની એ લાઇન ઉપર બધીજ ગર્લ્સે તેમનો ફોટાઓ પાડી રહેલાં છોકરાઓની સામે ઘમંડથી જોયું અને  પોતાનાં  ડાબી-જમણી બાજુ કમર ઉપર વારાફરતી હાથ મૂકી-મૂકીને બંને બાજુની ઓડિયન્સને પોઝ આપ્યો. લાવણ્યાએ પણ એજરીતે ડાબી-જમણી બાજુ જોઈ પોઝ આપ્યો  અને ભીડમાં સિદ્ધાર્થને શોધવાનો પ્રયત્ન કરી જોયો. આમ છતાં, ઉછળકૂદ કરી રહેલી ભયંકર મેદની અને ઝગારાં મારતી લાઇટ્સની રોશનીને લીધે સિદ્ધાર્થ ક્યાંય ના દેખાયો.

“એ મને જોતોજ હશે....!” લાવણ્યા પોતાનાં મનને મનાવતી હોય એમ તે મનમાં બબડી.

પોઝ આપવાનો સમય પૂરો થતાં અગાઉ નક્કી થયાં મુજબ પહેલાં અન્ય ગર્લ્સ બેક સ્ટેજ તરફ રેમ્પ વૉક કરીને જવાં લાગી અને એ પછી અંકિતા અને લાવણ્યા પણ બેક સ્ટેજ તરફ જવાં લાગી.

---

 

 

“અરે લાવણ્યા...! ક્યાં જઈ રહી છે...!?” રેમ્પ વૉક પત્યા પછી બેક સ્ટેજથી ઉતાવળા પગલે બિલ્ડિંગ તરફ જઈ રહેલી લાવણ્યાને અંકિતાએ ટોકતાં કહ્યું.

“સિડને મલવું છે...!” લાવણ્યા ઉતાવળા સ્વરમાં બોલી અને પાછી ફરી જવાં લાગી.

“લવ....!” લાવણ્યા હજીતો પાછીજ ફરી હતી ત્યાંજ સિદ્ધાર્થ આવી પહોંચ્યો.

“સિડ....! જાન....!” લાવણ્યા આવેગપૂર્વક સિદ્ધાર્થને વળગી પડી “ક્યાં હતો તું...!? દેખાયોજ નઈ...!? તે મને જોઈ...!? કેવી લાગુ છું હું..!?”

એક સાથે ઘણાં પ્રશ્નો પૂછી લઈ લાવણ્યા ઉત્સાહપૂર્વક ગોળ-ગોળ ફરીને તેણે પહેરેલી લહેરીયાવાળી સિલ્ક સાડી બતાવવાં લાગી. અંકિતા સહિત અન્ય છોકરીઓ હવે સહેજ દૂર ઊભાં-ઊભાં રેમ્પ વૉકની અંદરો-અંદર ચર્ચા કરવાં લાગી.

“બવ મસ્ત લાગે છે....!” સિદ્ધાર્થ મૂંઝાયેલાં ચેહરે સહેજ ઢીલાં સ્વરમાં બોલ્યો.

“શું થયું...!? કેમ આવું બોલે છે...!?” લાવણ્યાએ તરતજ સિદ્ધાર્થના ચેહરા ઉપરનો તણાવ પારખી લીધો.

“કઈં નઈ....! માથું દુખે છે...!” સિદ્ધાર્થ એજરીતે બોલ્યો “તું બોલને...! શું કામ હતું...!? તું કઈંક કે’તીતીને....!”

“તો તું પેઈન કીલર લઈ લેને બેબી....!” લાવણ્યાએ સિદ્ધાર્થનાં કપાળે વ્હાલથી હાથ ફેરવ્યો.

“શું કામ હતું મારું..!?” સિદ્ધાર્થે પરાણે હળવું સ્મિત કર્યું અને ફરીવાર પૂછ્યું.

“હું સોંન્ગ ગાતી હોવ.....! ત્યારે તું આગળ નીચે સ્ટેજ પાસે હાજર રઈશ....!?” લાવણ્યાએ દયામણું મોઢું કરીને પૂછ્યું.

“હું રેમ્પ વૉક વખતે પણ ત્યાંજ હતો લવ......!?” સિદ્ધાર્થ બોલ્યો.

“હાં....! પણ તું મને દેખાયોજ નઈ....! મેં કેટલો શોધ્યો....!” લાવણ્યા ફરિયાદ કરતી હોય એમ નાનાં બાળકની જેમ બોલી “એટ્લે કવ છું....! સ્ટેજની આગળજ....! આપડાં ગ્રૂપની જોડે….!”

“સિદ્ધાર્થ....!” સિદ્ધાર્થ બોલવાંજ જતો હતો ત્યાંજ નેહાએ પાછળથી બૂમ પાડી.

નેહાને જોતાંજ લાવણ્યા થોડી ગભરાઈ અને સિદ્ધાર્થથી સહેજ દૂર ખસી ગઈ.

“તારે સોંન્ગનું પર્ફોમન્સ નથી આપવાનું...!?” નેહા બેયની જોડે આવીને ઊભી રહી અને બોલી.

“હાં પણ.... હજીતો વાર છેને....!?” સિદ્ધાર્થ બોલ્યો.

“અરે ક્યાં વાર છે...!” નેહાએ દલીલ કરતાં કહ્યું “હવે બીજી કોલેજીસનાં ખાલી બે પર્ફોમન્સ પછી લાવણ્યાનું સોંગ છે...! અને પછી બીજાં એક પર્ફોમન્સ પછી તારું સોંગ છે...!”

“તું જલ્દી તૈયાર થા...! ચાલ...! જેંટ્સ રૂમમાં...!” નેહાએ કડક સ્વરમાં કહ્યું અને પછી લાવણ્યા સામે જોયું “અને લાવણ્યા...! તારે પણ સોંગ માટે કપડાં બદલવાનાં છેને...! ચલ જલ્દી તું પણ લેડિઝ રૂમમાં  ...!”

 

લાવણ્યાએ હકારમાં ડોકું ધૂણાવ્યું અને નેહા પાછી ફરીને ચાલવાં લાગી.

“સિડ....! તું ત્યાં હાજર રે’જેને...! મારાં સોંન્ગ વખતે...!?” નેહા સહેજ આગળ જતાંજ લાવણ્યા ફરીવાર વિનંતીભર્યા સ્વરમાં બોલી “હું જ....જે સોન્ગ ગાવાની છું......!” ભાવુક થઇ ગયેલી લાવણ્યાએ સિદ્ધાર્થનાં ગાલે વ્હાલથી હાથ મુક્યો “એ....એ...તારા માટેજ છે.....! તારા માટે....!”

સિદ્ધાર્થે પરાણે સ્મિત કર્યું.

“હું ....જે પણ....સ્ટેજ ઉપર કઈશ.....! એ પણ તારા માટેજ છે....!” લાવણ્યા એજરીતે આગળ બોલી.

“એટલે....!?” સિદ્ધાર્થ મૂંઝાયો “શું કે’વાની....!?”

“સિદ્ધાર્થ....! કેટલી વાર...!?” જતાં-જતાં નેહાએ પાછાં ફરીને સિદ્ધાર્થને બોલાવ્યો “ચાલ જલ્દી હવે...! લાવણ્યા તું પણ તું લેડિઝ રૂમમાં પહોંચ....! હું આવું છું......!”

“સોરી હાં...! લવ...! ચાલ....! હું જવ...! પછી વાત કરીએ...! હમ્મ...!” પરેશાન ચેહરે સિદ્ધાર્થે એટલું કહ્યું અને ત્યાંથી જવાં લાગ્યો.

“તારાં સોંન્ગ વખતે હું સ્ટેજ પાસેજ નીચે ઊભો રઈશ....! ચોક્કસ...!” સિદ્ધાર્થ જતાં-જતાં પાછું ફરીને સ્મિત કરીને બોલ્યો.

નેહા હજી ત્યાંજ ઊભી હતી. સિદ્ધાર્થ ઉતાવળાં પગલે તેની તરફ જવાં લાગ્યો.

ઢીલી થઈ ગયેલી લાવણ્યાએ પરાણે સ્મિત કર્યું અને ત્યાંજ ઊભી રહી.

“શું થયું....!? સિદ્ધાર્થે “હા” પાડી...!?” અંકિતાએ જોડે આવી લાવણ્યાના ખભે હાથ મૂકતાં હળવેથી કહ્યું.

“હમ્મ....! પણ મને નથી લાગતું કે નેહા એને રૂમની બહાર નીકળવાં દેશે...!” લાવણ્યા સિદ્ધાર્થ અને નેહાને બિલ્ડિંગમાં પ્રવેશતાં જોઈ રહીને બોલી “એ સિડના પર્ફોમન્સનાં બા’ને એને ત્યાંજ રોકી રાખશે....!”

“હમ્મ.....! મને પણ એવુંજ લાગે છે...!” અંકિતા બોલી.

“તું ખાલી એટલું કરજેને.....!” દયામણું મોઢું કરીને લાવણ્યાએ અંકિતા સામે જોયું “કે હું સોંગ ગાતી હોવ....ત્યારે સિડ ત્યાં હાજર હોય....!”

“ડોન્ટ વરી....! હું સિડને ગમેતેમ કરીને લઈ આઈશ...! હમ્મ....!” અંકિતાએ લાવણ્યાના ગાલે પ્રેમથી હાથ મૂકીને કહ્યું “આજે ગમે તે થાય....! પણ તમે બેય એકબીજાને તમારાં દિલની વાત કહીજ દેજો...!”

લાવણ્યાની આંખ સહેજ ભીંજાઈ અને તે અંકિતા સામે તાકી રહી.

“તું સિડને સ્ટેજની નજીક મને દેખાય એરીતે ઊભાં રેવાનું કેજે....!” સજળ આંખે લાવણ્યા બોલી.

લાવણ્યાનાં ઢીલા ચેહરાને જોઈ રહેલી અંકિતાએ વ્હાલથી હકારમાં માથું ધૂણાવી દીધું.

----

 

“વાહ શું શાનદાર પર્ફોમન્સ હતું....!” માઇક બોક્સમાં હવે ફરીવાર અવંતિકા બોલી રહી હતી “એક પણ શબ્દ બોલ્યાં વગર પણ માત્ર પોતાનાં હાવભાવ વડે....! લોકોના દિલ જીતીલે એવું પર્ફોમન્સ....! ફરી એકવાર તાળીઓ થઈ જાય મિત્રો...!”

અવંતિકાએ બોલતાંજ PT કોલેજનાં સ્ટુડન્ટ્સ દ્વારાં સ્ટેજ ઉપર અપાયેલાં “માઈમ” કહેવાતાં એક્ટનાં પર્ફોમન્સને લોકોએ ફરીવાર તાળીઓથી વધાવી લીધું. (માઈમ- એક એવી આર્ટ છે જેમાં કલાકાર કોઈ એક ટોપીક ઉપર કઈંપણ બોલ્યાં વગર માત્ર પોતાનાં ચેહરાનાં હાવભાવ કે શરીરનાં હલનચલન વડે પરફોર્મ કરે છે).

ત્યારબાદ KS મેનેજમેંટ કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારાં પણ “ભવાઈ” નામનું એક કોમેડી નાટક ભજવાયું. જેને પણ લોકોએ તાળીઓનાં ગડગડાટ દ્વારાં વધાવી લીધું.

“તો હવે આજનું નેક્સ્ટ પર્ફોમન્સ છે....! સોલો ફિમેલ સિંગિંગ.....! બાય મિસ લાવણ્યા....! ફ્રોમ HL કોલેજ.....!” અવંતિકાએ લાવણ્યાનું નામ એનાઉન્સ કર્યું અને ભીડમાં ઉભેલાં HL કોલેજનાં છોકરાઓએ ચિચિયારીઓ અને તાળીઓ પાડી.

સ્ટેજ ઉપર ફરીવાર અંધારું છવાઈ ગયું. ઓડિયન્સમાં શાંતિ પથરાઈ ગઈ.

લાવણ્યા જે સોંન્ગ ગાવાની હતી તેમાં શરૂઆતમાં બેકગ્રાઉંડ મ્યુઝિકમાં પિઆનોની ટ્યુન વાગી. સ્ટેજ ઉપરજ એક સાઇડે લાઈવ બેન્ડ બેસેલું હતું. કોઈ પણ સ્ટુડન્ટ જ્યારે સોંન્ગ ગાતું ત્યારે એ બેડ એ સોંન્ગનું મ્યુઝિક પણ જોડે-જોડે પ્લે કરતું.

સ્ટેજ ઉપર પરફોર્મ કરનાર આર્ટિસ્ટ ઉપર પડતી ગોળ સ્પોટ લાઈટ સિવાય આખાં સ્ટેજ ઉપર અંધારું છવાયેલું રહ્યું અને સ્પોટ લાઈટનાં પ્રકાશમાં હવે સ્ટેજનાં આગળનાં છેડે બ્લેક કલરનાં લાંબા પાર્ટી ડ્રેસમાં લાવણ્યા ઊભેલી દેખાઈ. જ્યારે સ્ટેજ ઉપર અંધારું થયું હતું ત્યારેજ લાવણ્યા ત્યાં આવીને ઊભી રહી ગઈ હતી. ડ્રેસની આગળ નેકલાઈન પાસે લાવણ્યાએ નાનકડું પણ પાવરફૂલ પિન માઈક ભરાવ્યું હતું. પિન માઈકને બ્લ્યુ ટૂથથી ઓડિયન્સને સાંભળવાં મૂકવામાં આવેલાં સ્પીકર્સ સાથે કનેકટ કરેલું હતું. હાથમાં લાંબુ માઇક પકડીને પર્ફોમન્સ આપવું અનકમ્ફર્ટેબલ હોવાથી સિંગિંગ સિવાય પ્લેમાં ભાગ લેનારાં સ્ટુડન્ટ્સ પણ આવાંજ પિન માઇકનો ઉપયોગ કરતાં.

“તું આતાં સિનેમે.....! જબ..જબ સાંસે ભરતી હું.....!

તેરે દિલકી ગલીઓ સે....! મેં હર રોઝ ગુઝરતી હું....!”

ભીની આંખે લાવણ્યાએ તેનાં કર્ણપ્રિય અવાજમાં MS Dhoni મૂવીનું એ સોંન્ગ ગાવાનું શરૂ કર્યું. ગાતાં-ગાતાં લાવણ્યા સ્ટેજની આજુબાજુની ભીડમાં નજર ફેરવી. સ્ટેજની આગળ સહેજ ડાબી બાજુ લાવણ્યાએ અંકિતા, કામ્યા, પ્રેમ અને રોનકની જોડેજ મૂંઝાયેલાં ચેહરે સિદ્ધાર્થને ઉભેલો જોયો.

સિદ્ધાર્થને જોઈ ખુશ થઈ ગયેલી લાવણ્યાએ સામે જોઈ રહીનેજ સોંન્ગ આગળ ગાયું.

“હવા કે જૈસે ચલતાં હૈ તું....! મેં રેત જૈસે ઊડતી હું.....!” સોંન્ગની એ લાઈન ઉપર લાવણ્યાએ પાર્કિંગ શેડમાં થયેલી સિદ્ધાર્થ જોડેની પહેલી મુલાકાતનું દ્રશ્ય દેખાઈ ગયું જ્યારે બ્લેક શર્ટમાં તેણીએ સિદ્ધાર્થને પ્રથમ વાર પાર્કિંગ શેડમાં આવતો જોયો હતો અને તેનાંજ બાઇક ઉપર બેઠેલી લાવણ્યા તેનાં દેવદૂત જેવાં દેખાવ ઉપર મોહી પડી હતી.

“કૌન તુઝે...યું પ્યાર કરેગાં....! જૈસે મેં કરતી હું.....!

...હા....આ....આ....આ......!”

 

ધિમાં સુંદર અવાજમાં ગાઈ રહેલી લાવણ્યાનાં અવાજને ઓડિયન્સ સહેજપણ અવાજ કર્યા વિના મંત્રમુગ્ધ થઈને સાંભળી રહી. સિદ્ધાર્થને જોઈને ભાવુક થઈ ગયેલી લાવણ્યાએ હવે એક નજર ઓડિયન્સ તરફ ફેરવી પોતાનાં આવેગો ઉપર કાબૂ મેળવવાં પ્રયત્ન કર્યો.

“મેરી નઝર કા સફર.....!” છેવટે લાવણ્યએ ફરીવાર સિદ્ધાર્થ સામે જોયું અને સોંન્ગની એ લાઈન્સ ગાઈ “તુઝપે હી આકે રૂકે.....!”

“કેહને કો બાકી હૈ ક્યાં......! કેહના થા જો કેહ ચૂકે...!

મેરી નિગાહેં હૈ....! તેરી નિગાહો પે...!

તુઝે ખબર ક્યાં....! બેખબર....!

મેં તુઝસે હી છૂપ-છૂપ કર...! તેરી આંખે પઢતી હું....!”

સોંન્ગની લાઇન્સ ઉપર લાવણ્યાને હવે એ કેન્ટીનનાં દ્રશ્યો યાદ આવવાં લાગ્યાં જ્યારે નેહાએ સિદ્ધાર્થને મેરેજ માટે પહેલીવાર ના પાડી હતી અને સ્ટ્રેસમાં આવી ગયેલાં સિદ્ધાર્થની આંખોમાં લાવણ્યા એની તકલીફને વાંચવાનો પ્રયત્ન કરતી રહેતી હતી.

“કૌન તુઝે...યું પ્યાર કરેગાં....! જૈસે મેં કરતી હું.....!

...હા....આ....આ....આ......!”

સોંન્ગની અંતિમ લાઈન્સ વચ્ચેનું મ્યુઝિક પ્લે થઈ રહ્યું હતું. લાવણ્યા હવે ફરીવાર ઓડિયન્સ સામે શૂન્યમનસ્ક થઈને જોઈ રહી. તેણીની નજર સામે હવે સિદ્ધાર્થનાં બાઇક ઉપર મોઢેરાં જતી વખતે વરસાદમાં ભીંજાયાંની ઘટના તરવરી ઉઠી. વ્હાઈટ શર્ટમાં સિદ્ધાર્થનાં ભીંજાયેલાં અને કસાયેલાં શરીરની બેક ઉપર જ્યારે લાવણ્યાનાં ઉરજોનો પ્રથમ સ્પર્શ થયો, ત્યારે જે ઊર્જા લાવણ્યાએ અનુભવી હતી એવીજ ઉર્જાનો પ્રવાહ લાવણ્યાને હવે ફીલ થવાં લાગ્યો અને તેનું આખું શરીર એક ક્ષણ માટે ધ્રુજી ગયું.

“તુજો મુઝે આ મિલાઆ....! સાપને હુએ સરફીરે....!

હાથો મેં આતે નહીં ઈ.....! ઉડતે હે લમહે મેરે....!”

ભૂતકાળની યાદોમાંથી જાણે બહાર આવી હોય એમ લાવણ્યાએ સોંન્ગ આગળ ગાયું અને સિદ્ધાર્થ સામે ભાવભીની આંખે જોયે રાખ્યું.

“મેરી હસી તુઝ્સે....! મેરી ખુશી તુઝસે....!

તુઝે ખબર ક્યાં...! બેખબર....!”

“જીસ દિન તુઝકો નાં દેખું....! પાગલ-પાગલ ફિરતી હું....!”

“કૌન તુઝે...યું પ્યાર કરેગાં....! જૈસે મેં કરતી હું.....!

...હા....આ....આ....આ......!

...હા....આ....આ....આ......!”

 

 

સોંન્ગનું એંન્ડિંગ મ્યુઝિક ગુંજતું રહ્યું. લાવણ્યાએ પોતાની ભીની આંખનાં ખૂણા લૂંછયા.

મ્યુઝિક પૂર્ણ થતાં લાવણ્યાએ સહેજ માથું નીચે નમાવી ઓડિયન્સ અને જજીસનું અભિવાદન કર્યું.

“આઈ લવ યૂ....!” લાવણ્યા બોલી ગઈ.

ઓડીયન્સ તરફથી મળેલાં પ્રતિસાદના અભિવાદન માટે લાવણ્યાએ એ શબ્દો કહ્યાં છે એવું માની ઓડિયન્સે તાળીઓ પાડીને લાવણ્યાનાં પર્ફોમન્સને વધાવી લીધું. જોકે કોઈને નો’તી ખબર કે લાવણ્યાએ એ ત્રણ મેજિકલ વર્ડ્સ બોલાતી વખતે તેણીની નજર સિદ્ધાર્થ ઉપરજ ટકાવેલી રાખી હતી. સિદ્ધાર્થ સામે જોઈ રહીને તે શબ્દો બોલાતી વખતે લાવણ્યાની આંખોતો ભીંજાઈજ હતી, સાથે સાથે સ્ટેજ પાસે ક્રાઉડમાં સિદ્ધાર્થ જોડે ઉભેલી અંકિતાની આંખો પણ ભીંજાઈ ગઈ હતી.

પોતે કરેલાં એકરારની સામે સિદ્ધાર્થ શું પ્રતિભાવ આપે છે એ જોવાં લાવણ્યા સ્ટેજ ઉપર કેટલીક ક્ષણો અટકી અને સિદ્ધાર્થ સામે જોઈ રહી. પોતાનાં સ્વભાવ મુજબ સિદ્ધાર્થે એક હળવું પ્રેમાળ સ્મિત આપ્યું. લાવણ્યા ખુશ થઇ ગઈ અને પોતાની આંખના ખૂણા લુંછતી બેક સ્ટેજના દરવાજા તરફ જવા લાગી.

“વન્સ મો.......ર....! વન્સ મો.......ર....!” ઓડિયન્સમાં ઉભેલાં છોકરાઓ ચિચિયારીઓ પાડી રહ્યાં.

સ્માઇલ કરતી-કરતી એન્કર અવંતિકા માઇક બોક્સ પાસે આવીને ઊભી રહી.

“વાહ.....! હ્રદયને સ્પર્શી જાય એવું પર્ફોમન્સ હતું....!” લાવણ્યા જઈ રહી હતી ત્યારે અવંતિકા એકનજર લાવણ્યા તરફ અને પછી ઓડિયન્સ સામે જોઈને બોલી “એવું લાગ્યું જાણે....કોઈ પોતાનાં દિલની ફીલિંગ્સ વ્યક્ત કરી રહ્યું હોય...!”

ઓડિયન્સમાંથી હજીપણ “વન્સ મોર” નાં નારાઓ લાગી રહ્યાં હતાં.

“વન્સ મોર...”ની ઓડિયન્સની ડીમાંન્ડને સ્મિત કરીને અવગણીને અવંતિકા લીસ્ટમાં જોઇને માઈક બોક્સમાં ત્યારપછીના પરફોર્મન્સની એનાઉન્સમેન્ટ કરવાં લાગી.

-----

“લાવણ્યા....! ઓસ્સમ યાર....! મસ્ત ગાયું તે તો.....!” સોન્ગ પરફોર્મન્સ પછી બેકસ્ટેજ લાવણ્યાના ગ્રુપ સહીત HL કોલેજના અન્ય સ્ટુડેંટસ લાવણ્યાને ઘેરી વળ્યાં.

“થેંન્ક યું.....!” ભીડમાંથી ઉંચી થઈ-થઈને લાવણ્યા સિદ્ધાર્થને શોધી રહી.

“કેટલું રોમેન્ટિક સોન્ગ સિલેક્ટ કર્યું’તું તે યાર....!” લાવણ્યાને ઘેરીને બધાં જોડે ઉભેલો રોનક બોલ્યો.

“સીડ નઈ દેખાતો....!”  સિદ્ધાર્થને જોવાં રઘવાઈ થઈ ગયેલી લાવણ્યા મનમાં બબડી.

તે એજરીતે પોતાનાં પંજા ઉપર ઉંચી થઈને સિદ્ધાર્થને શોધી રહી.

“સીડ.....!” સહેજ દુર આવીને ઉભાં રહેલાં સિદ્ધાર્થને જોઇને લાવણ્યા બોલી ગઈ અને તરતજ ભીડ વચ્ચેથી જગ્યા કરીને તેની તરફ દોડી ગઈ.

સિદ્ધાર્થ જોડે પહોંચીને લાવણ્યા તેને વળગીજ પડવાંની ત્યાંજ તેણીની નજર આજુબાજુ ઉભેલાં પોતાની અને અન્ય કોલેજના સ્ટુડન્ટ્સ ઉપર પડી. સિદ્ધાર્થને વળગી પડવાનાં પોતાનાં આવેગોને માંડ કાબૂ કરતી લાવણ્યા તરતજ અટકી ગઈ અને સિદ્ધાર્થની ગરદન ફરતે વિટાળવા ઊઠવેલા પોતાનાં હાથ એકદમ પાછાં ખેંચી લીધાં.

“સિડ.....! ત...તે સંભાળ્યુંને...!?” સિદ્ધાર્થની જોડે પહોંચી જઈને લાવણ્યાએ સજળ આંખે કહ્યું “મ્મ.....! જે કીધું એ.....છેલ્લે....! મેં....ત...તારા માટે કીધું’તું.....!”

“હાં...અ....!”

“આવું ના ચાલે....!? મને એમ કે તે મારાં માટે કીધું’તું....!”  સિદ્ધાર્થ બોલવાજ જતો ત્યાં અંકિતાએ લાવણ્યાની પીઠ ઉપર ટપલી મારીને કહ્યું “હું કેટલું ચીયર કરતી’તી તને....! સિડતો ચૂપચાપ ઊભો’તો.....!”

“એ  એવોજ છે....! કઈં બોલે નઈ.....!” સિદ્ધાર્થ સામે જોઈ રહીને લાવણ્યા મનમાં બબડી “પોતાની ફીલિંગ્સ કદી એક્સ્પ્રેસ નઈ કરતો.....!”

“શું થયું છે તને....!?” ઉતરી ગયેલાં સિદ્ધાર્થના ચેહરાને જોઈને અંકિતાએ તેને ચિડાવતી હોય એમ પૂછ્યું “કેમ આવું દેવઉદાસ જેવુ મોઢું કરીને ફરે છે....!?”

“અંકલી.....!” લાવણ્યા નારાજ થઈ હોય એમ અંકિતાની સામે જોઈને ધીરેથી બોલી. “સારું...... સારું.....હું તો એનું મૂડ ઠીક થાય એટ્લે બોલી....!” પોતાનાં બંને કાન પકડી અંકિતાએ સિદ્ધાર્થ અને લાવણ્યા સામે જોઈને કહ્યું.

“હું જાઉં....! મારે કપડાં ચેઈન્જ કરવાં છે....!” સિદ્ધાર્થ ધીરેથી બોલ્યો “મારાં સોંન્ગનો ટાઈમ થવાં આયો છે....!”

“સ....સિડ...! તું પણ તારી વાત કઈશને....!?” લાવણ્યા એજરીતે ઈમોશનલ સ્વરમાં બોલી “જે રીતે મ્મ...મેં કીધું...!”

કઈંપણ બોલ્યાં વગર સિદ્ધાર્થે પરાણે હળવું સ્મિત કર્યું. સિ દ્ધાર્થનાં જવાબની રાહ જોતી લાવણ્યા તેની સામે આતુર નજરે જોઈ રહી.

મૂંઝાયેલાં ચેહરે કેટલીક ક્ષણો લાવણ્યા સામે જોયાં બાદ હકારમાં માથું ધૂણાવી સિદ્ધાર્થ પાછો ફરી જવાં લાગ્યો.

“તું યૂથ ફેસ્ટિવલમાં ના આવતીને.....!” સિદ્ધાર્થનાં ચેહરા ઉપરની મૂંઝવણને પારખી ગયેલી લાવણ્યા જઈ રહેલાં સિદ્ધાર્થની પીઠ તાકી રહીને સવારે પાર્કિંગ શેડમાં તેણે કહેલી વાત વિષે વિચારી રહી.

“હું જાણું છું જાન.....!” લાવણ્યા મનમાં બબડી “તું મને બઉ લવ કરે છે....! તને પણ મારી એટલીજ ચિંતા છે.....! નેહા મારી ઇન્સલ્ટ કરશે બધાંની વચ્ચે એજ બીકે કદાચ તું નો’તો ઈચ્છતો કે હું યૂથ ફેસ્ટિવલમાં આવું.....!”

“એવું કઈં ના થયુંને....!?” વિચારી રહેલી લાવણ્યાની સામે જોઈ રહીને અંકિતા શાંત સ્વરમાં બોલી.

“હેં ...!? શું....!?” મુંઝયેલી લાવણ્યાએ પૂછ્યું.

“તારું રેમ્પ વૉક પતી ગયું.....સોંન્ગ પણ પતી ગયું....તો પણ નેહાએ કશુંજ ના કર્યું....!” અંકિતા બોલી “મને એમ હતું...! કે તારાં ગમેતે એક પર્ફોર્મન્સ વખતે એ ભવાડો કરશેજ.....!”

એક ઊંડો શ્વાસ ભરીને લાવણ્યા બોલી “મને પણ એજ હતું.....! કે એ એજ ટાઈમે કઈંક કરશે....! કાંતો રેમ્પ વૉક વખતે.....કાંતો સોંન્ગ વખતે.....!”  લાવણ્યા હવે નકારમાં માથું ધૂણાંવા લાગી “પણ એણે એવું કઈં ના કર્યું.....!?”

અંકિતા વિચારે ચઢી ગઈ અને શૂન્યમનસ્ક તાકી રહી.

“મને નઈ લાગતું કે બીજી કોલેજનાં આટલાં બધાં સ્ટુડન્ટ્સ, આટલાં બધાં VVIP ગેસ્ટ અને એમાંય સિદ્ધાર્થનાં મામાની હાજરીમાં એ કોઈ ભવાડો કરે....!” લાવણ્યા માથું ધૂણાવીને બોલી “યૂથ ફેસ્ટિવલની આપડી કોલેજની બધી જવાબદારી એની ઉપર છે.....! તો જો એ કોઈ ભવાડો કરે તો ઇમેજ એનીજ ખરાબ થાયને....!?”

“હમ્મ....! એ વાત તો સાચી છે....!” અંકિતા હવે લાવણ્યાએ કહેલી વાત ઉપર વિચાર કરવાં લાગી.

બંને થોડીવાર મૌન થઈ ગયાં.

“છોડને....!” વિચારે ચઢી ગયેલી અંકિતાને જગાડતી હોય એમ લાવણ્યા તેનાં ખભે ઢંઢોળીને બોલી “મારે હવે એ બધુ નઈ વિચારવું....! સિડ પણ મારાં સોંન્ગ ગાવાનો છે....! એટ્લે મારે ફાલતુ બાબતોમાં મારો મૂડ ખરાબ નઈ કરવો....!”

સિદ્ધાર્થ એનાં દિલની વાત કહેવાનો છે એ વિચારીને લાવણ્યા ફરીવાર ખુશ થઈ ગઈ અને સ્ટેજ આગળ પોતાનાં ગ્રૂપનાં ફ્રેન્ડ્સ જોડે ઊભાં રહેવા માટે ચાલવાં લાગી.

“ચાલ હવે ....!” લાવણ્યએ જતાં-જતાં અંકિતા સામે જોઈને કહ્યું અને જવાં લાગી.

“આટલાં બધાં સ્ટુડન્ટ્સ, આટલાં બધાં VVIP ગેસ્ટ અને એમાંય સિદ્ધાર્થનાં મામાની હાજરીમાં એ કોઈ ભવાડો કરે....!?” લાવણ્યાની વાતને અંકિતા મનમાં વિચારતી રહી.

“એ કોઈ ભવાડો કરે તો ઇમેજ એનીજ ખરાબ થાય....!”

“તો પછી સિદ્ધાર્થે લાવણ્યાને યૂથ ફેસ્ટિવલમાં આવવાની નાં કેમ પાડી....!?” અંકિતા એજ વાત ઉપર ફરીવાર વિચારે ચઢી ગઈ.

-----

“તો હવે આજનું આપણું નેક્સ્ટ પર્ફોમન્સ છે....!

“તો હવે આગળ વધીએ આજનાં આપણાં નેક્સ્ટ પર્ફોમન્સ તરફ.....! જે છે....!” તાળીઓનો ગડગડાટ શાંત થતાં એન્કર અવંતિકાએ લિસ્ટમાં જોઈ સહેજ ઊંચા અવાજમાં આગળ એનાઉન્સમેંન્ટ કરી “Male Singing બાય “Siddhaarth” ફ્રોમ HL Commerce કોલેજ......!”

“સિદ્ધાઆ.......ર્થ.........! સિદ્ધાઆ.......ર્થ......!”

“સિદ્ધાઆ.......ર્થ.........! સિદ્ધાઆ.......ર્થ......!”

સિદ્ધાર્થનું નામ એનાઉન્સ થતાંજ ભીડમાં ઊભેલી HL કોલેજની છોકરીઓ જોરશોરથી તેનાં નામની ચિચિયારીઓ પાડવાં લાગી. જ્યારથી લાવણ્યાએ સિદ્ધાર્થ માટે ગાયેલું “બેપનાહ” સોંન્ગ વાઈરલ થયું હતું, ત્યારથી HL કોલેજનાં બોયઝની ડ્રીમ ગર્લ એવી લાવણ્યાનાં બોયફ્રેન્ડ તરીકે સિદ્ધાર્થ પણ “ફેમસ” થઈ ગયો હતો.

 

 

અંધારું થઇ ગયેલાં સ્ટેજનાં આગળના ભાગે પહેલી સ્પોટ લાઈટનું ગોળ અજવાળું પડ્યું.  સ્પોટ લાઈટના અજવાળાંમાં લાકડાંના એક સ્ટૂલની જોડે ગીટાર સ્ટેન્ડ ઉપર ઉભું મુકેલું  એક ગીટાર પડ્યું હતું અને સ્ટૂલની આગળ એક માઈક ગોઠવેલું હતું.

“સિદ્ધાઆ.......ર્થ.........! સિદ્ધાઆ.......ર્થ......!”

“ઓહો....! આટલું બધું એક્સકાઈટમેંન્ટ.....!” ભીડમાંથી લાગી રહેલાં “સિદ્ધાર્થ” નાં નામનાં નારાંઓ સાંભળી એન્કર અવંતિકાએ સ્ટેજ આગળ ઊભેલી છોકરીઓનાં ટોળાં સામે જોઈને કહ્યું “લાગે છે કે સિદ્ધાર્થનું પર્ફોમન્સ ખાસ છે....! હવેતો હું પણ વેઈટ કરી રહી છું....! પ્લીઝ સિદ્ધાર્થ.....!” અવંતિકાએ હવે બેકસ્ટેજનાં દરવાજા સામે સહેજ ઊંચાં સ્વરમાં કહ્યું “Come on stage……!”

ત્યાંજ બેકસ્ટેજનાં દરવાજા ઉપર સ્પોટ લાઈટનું ગોળ શેપમાં અજવાળું પડ્યું અને સિદ્ધાર્થ બેક સ્ટેજનાં દાદરા ચઢતો દેખાયો. તેણે બ્લેક કલરનો લીનનનો ચાઈનીઝ કોલરવાળો શર્ટ અને ખાખી કાર્ગો પેન્ટ પહેર્યું હતું. પોતાની આદત મુજબ તેણે શર્ટનું ઉપલું એક બટન ખુલ્લું રાખ્યું હતું જેમાંથી તેનાં ગૌરવર્ણી ગળામાં પહેરેલી રુદ્રાક્ષની માળા ડોકાઈ રહી હતી. લાંબી બાંયનાં શર્ટની સ્લીવ તેણે ફોલ્ડ કરીને કોણી સુધી વાળી હતી જેથી તેનાં કસાયેલાં હાથની ઉપસી ગયેલી નસો દેખાતી હતી. ડાબા હાથનાં કાંડે તેણે લાવણ્યાએ ગિફ્ટ આપેલી વૉચ બાંધી હતી.

કોર્નરમાં માઈક બોક્સની જોડે ઊભેલી એન્કર અવંતિકા પણ લાંબા ક્લીનશેવ્ડ ચેહરાવાળા સિદ્ધાર્થને આંખો મોટી કરીને જોઈ રહી. કામદેવ જેવી સિદ્ધાર્થની આભાંથી અંજાઈ ગયેલી અવંતિકા એનાઉન્સમેંન્ટ કર્યા પછી બેક સ્ટેજ જવાની જગ્યાએ એક ક્ષણમાટે ત્યાંજ ઊભી-ઊભી સિદ્ધાર્થને જોઈ રહી.

બેકસ્ટેજનાં દાદરાં ચઢતો સિદ્ધાર્થ હવે છેલ્લાં દાદરે અટક્યો. નીચાં નમીને તે સ્ટેજને પગે લાગ્યો. સિદ્ધાર્થ જાણે કોઈ મુવીનો હીરો હોય એમ તે હવે ચાલતો-ચાલતો સ્ટેજ ઉપર આગળનાં ભાગે મૂકેલાં એ સ્ટૂલ તરફ જવાં લાગ્યો.

“સિદ્ધાઆ.......ર્થ.........! સિદ્ધાઆ.......ર્થ......!”

ભીડમાંથી હજીપણ સિદ્ધાર્થનાં નામની ચિચિયારીઓ પડી રહી હતી. ચિચિયારીઓ સાંભળીને અવંતિકા જાણે સિદ્ધાર્થનાં સંમોહનમાંથી બહાર આવી હોય એમ ઝડપથી માઈકની બાજુમાં બનેલાં દરવાજામાંથી બેકસ્ટેજ જતી રહી. સ્ટેજ પાછળજ ઉભાં રહીને હવે તે સિદ્ધાર્થને જોઈ રહી.

 

સિદ્ધાર્થને સ્ટેજ ઉપર જોતાંજ લાવણ્યાની જોડે ઊભેલાં ગ્રૂપના મિત્રો સહિત HL સિવાય અન્ય કોલેજના સ્ટુડેંનટ્સ પણ ચિચિયારીઓ પાડવાં લાગ્યાં.

સ્પોટ લાઈટનું અજવાળું સિદ્ધાર્થને ફોલો કરી રહ્યું.  સ્ટેજની આગળના ભાગે ભીડમાં ઉભેલી લાવણ્યા ભાન ભૂલીને સિદ્ધાર્થને સ્ટૂલ તરફ જતો જોઈજ રહી.

સ્ટૂલ પાસે પહોંચીને સિદ્ધાર્થ એક પગ સ્ટેજ ઉપર અને એક પગ સ્ટૂલનાં સ્ટેન્ડ ઉપર ટેકવીને બેઠો. સ્ટૂલ ઉપર બેસી તેણે બાજુમાં ગીટાર સ્ટેન્ડ ઉપર ઉભું મુકેલું ગીટાર હાથમાં લીધું. ગીટારના તારને ચકાસીને તેણે આગળ મુકેલું માઈક પોતાની હાઈટ પ્રમાણે એડજસ્ટ કર્યું. ફરી એકવાર ગીટારનાં Headstock ઉપર લાગેલાં સ્ક્રુ જેવાં ટ્યુનર્સ (Tuners)ને ફેરવીને તેણે લુઝ થઈ ગયેલાં ગીટારનાં તારને વધું ટાઈટ કર્યા.

 

“સિદ્ધાઆ.......ર્થ.........! સિદ્ધાઆ.......ર્થ......!”

સિદ્ધાર્થે એક નજર હવે બુમો પાડી રહેલી ભીડ સામે જોયું અને હળવું સ્માઈલ આપ્યું. ભીડ ઉપર નજર ફેરવતાં છેવટે સિદ્ધાર્થે તેની ડાબી બાજુ ઉભેલાં લાવણ્યા સહીત તેનાં ગ્રુપ સામે જોયું. અંકિતા અને લાવણ્યા બંને જોડેજ સ્ટેજ આગળ ઉભાં હતાં. લાવણ્યા સામે જોઇને સિદ્ધાર્થે હળવું સ્મિત કર્યું અને નજર સામે ઓડિયન્સ તરફ ફેરવી.

“તું હજીપણ કેમ મુંઝાયેલો છે....!?” સ્ટેજની નજીક જ ઉભેલી લાવણ્યાએ સિદ્ધાર્થનાં એ સ્માઈલ પાછળની મૂંઝવણ વાંચી લીધી અને મનમાં બબડી.

ભીડની ચિચિયારીઓ ધીરે-ધીરે શમવા લાગી. ફરી એક નજર સ્ટેજની નજીક ઉભેલી લાવણ્યા તરફ નાંખી સિદ્ધાર્થે જમણીબાજુના કોર્નરમાં બેઠેલાં ઓરકેસ્ટ્રા તરફ નાંખી હકારમાં માથું ધુણાવી ઈશારો કર્યો.

“લાવણ્યા સીડ કેટલો.....!”

“કંઈજ બોલતી નઈ....! એક શબ્દ પણ નઈ...!”  અંકિતા કંઈક બોલવાંજ જતી હતી ત્યાંજ લાવણ્યાએ ચેતવણી આપતી હોય એમ આંગળી ધરીને કડક સ્વરમાં કહ્યું “આ સોન્ગ ગાઈને સીડ મારાં માટે એનાં પ્રેમનો એકરાર કરવાનો છે....!” લાવણ્યા હવે સિદ્ધાર્થ સામે પ્રેમથી જોયું “અને મારે ખોવાઈ જવું છે....! એનાં પ્રેમના એકરારનાં એ ગીતમાં....! મારે ડૂબી જવું છે...! ખોવાઈ જવું છે....!”

“હાં.... સારું નઈ બોલું....! બસ...!” સિદ્ધાર્થ સામે જોઈ રહેલી લાવણ્યાના ચેહરાની એ ખુશી જોઇને અંકિતા મનમાંજ બબડી.

સિદ્ધાર્થનો ઈશારો મળતાંજ ઓરકેસ્ટ્રાએ સોન્ગની શરૂઆતનું મ્યુઝીક પ્લે કરવાનું ચાલું કર્યું. જોડે-જોડે સિદ્ધાર્થે પણ તેનાં ગીટાર ઉપર એ સોન્ગની ટ્યુન રેલાવી.

ગીટારની એ ટ્યુન લાવણ્યાને જાણે પહેલાં પણ સાંભળી હોય એવાં કોઈ સોન્ગની લાગી. જોકે તે સોન્ગ યાદ કરવાં મથી રહી.

“મેરી બેચેનીઓ કો ......ચેન મિ...લ જાયેએ......!”

ત્યાંજ સિદ્ધાર્થે ગીટાર ઉપર સોન્ગની ટ્યુન વગાડતાં- વગાડતાં ગાવાનું શરુ કર્યું.

“તેરાંઆ..... ચેહરાઆ....જબ નઝર આયે....!

તેરાંઆ..... ચેહરાઆ....જબ નઝર આયે....!”

 

મેરે દીવાનેપન કોઓ... સબ્ર મિ...લ જાયેએ......!

તેરાંઆ..... ચેહરાઆ....જબ નઝર આયે....!”

બોલીવુડમાં જેને મધ જેવાં મીઠાં અને હુંફાળા અવાજના માલિક કહેવાય છે એ અરિજીત સિંઘની અવાજમાં ગવાયેલું એકાદ વર્ષ પહેલાં રીલીઝ થયેલી મુવી “સનમ તેરી કસમ”નું એ ગીત સિદ્ધાર્થના અવાજમાં યુથ ફેસ્ટીવલમાં હાજર લોકો સાંભળી રહ્યાં.

 

 

 

“ઝીક્ર તુમ્હારા.... જબ જબ હોતાં હૈ....!

દેખોના આંખોસે ભીગા ભીગા પ્યાર.......બેહ જાતા હૈ....!

મેરી તન્હાઈઓ કો...! નૂર મિ....લ જાયેએ....!

તેરાંઆ..... ચેહરાઆ....જબ નઝર આયે....!

તેરાંઆ..... ચેહરાઆ....જબ નઝર આયે....!”

મધનાં મીઠાં ટપકાં પડતાં હોય એવાં સિદ્ધાર્થના એ અવાજમાં લગભગ બધાંજ જાણે ખોવાઈ ગયાં.

“મેં રાતદિન યે દુઆ કરુંઉ.....! તેરે લિયે મેં જીઉ મરુંઉ...!

ચારો પેહેર તુઝે દેખાં કરું .....મેરાં જહાં એ તુઝપે ફના કરુંઉ....!”

સોન્ગ ગઈ રહેલાં સિદ્ધાર્થનો અવાજ એટલો પરફેક્ટ હતો કે સ્ટેજ ઉપર જાણે અરીજીત સિંઘ જીવંત થઇ ગયો હોય એમ ઓડીયન્સમાં સન્નાટો છવાઈ ગયો.

“ઝીક્ર તુમ્હારા.... જબ જબ હોતાં હૈ....!

દેખોના હોંઠો પે તેરાં એહસાસ રેહ જાતા હૈ....!”

જાણે ભાવતું ભોજન મળી ગયું હોય એમ લગભગ બધાંજ લોકોનાં ચેહરા ઉપર સ્મિત હતું એકમાત્ર લાવણ્યાને બાદ કરતાં. સ્ટેજની આગળ નજીક ઉભેલી લાવણ્યા ઉપર જાણે વજ્રાઘાત થયો એમ તે સ્થિર થઈ ગઈ હતી. આઘાતથી આંખો મોટી કરીને લાવણ્યા સોન્ગ ગાઈ સિદ્ધાર્થ સામે જોઈ રહી હતી.

“મેરે હર રાસ્તે કો......! મંઝીલ મિ...લ જા...એ....!

તેરાંઆ..... ચેહરાઆ....જબ નઝર આયે....!

તેરાંઆ..... ચેહરાઆ....જબ નઝર આયે....!”

સિદ્ધાર્થ જેમ-જેમ સોન્ગ આગળ ગાતો જતો હતો, તેમ-તેમ લાવણ્યાનાં ધબકારાં વધતાં જ જતાં હતાં.  પોતાનાં બે હાથ મોઢાં ઉપર રાખીને લાવણ્યા સિદ્ધાર્થ સામે જોઈજ રહી અને એક વર્ષ પહેલાંની એ ઘટનાં યાદ કરી રહી.

 

““આ ગીત.....! આ ગીત તો...! “એણે” ગાયું’તું....!” જાણે શ્વાસ પણ લેવાનું ભૂલી ગઈ હોય એમ લાવણ્યા હવે સ્તબ્ધ થઈ ગઈ અને મનમાં બબડી “મારાં માટે....!”

સ્તબ્ધ લાવણ્યાની નજર છેક હવે સિદ્ધાર્થનાં પહેરવેશ ઉપર ગઈ.

“એજ ચાઈનિઝ કોલરવાળો બ્લેક શર્ટ….! એવુંજ ખાખી કાર્ગો પેન્ટ......!”

સિદ્ધાર્થના પહેરવેશને નિહાળી રહેલી લાવણ્યા બબડી. કેટલીક ક્ષણો સુધી તેનાં પહેરવેશને જોઈ રહ્યાં પછી લાવણ્યાની નજર હવે સિદ્ધાર્થના ગીટાર ઉપર પડી.

 

“અને...... એજ ગીટાર....!”  સિદ્ધાર્થના હાથમાં એ ગીટાર જોઇને હવે લાવણ્યા વધુ ચોંકી અને મનમાં બબડી.

સહેજ જુનું દેખાતું તે એજ ગીટાર હતું જેની ઉપર લાવણ્યાએ લગભગ એક વર્ષ પહેલાં પોતાનો “ઓટોગ્રાફ” આપ્યો હતો.  પોતે કરેલાં એ ઓટોગ્રાફની સાઈન પણ લાવણ્યાએ ગીટાર ઉપર દેખાઈ.

તેણીની આંખ સામેનું એ દ્રશ્ય હવે બદલાઈ ગયું અને એક વર્ષ પહેલાંનો એ ભૂતકાળ નજર સામે તરવરી ઉઠ્યો. ભૂતકાળના એ દ્રશ્યો લાવણ્યાની આંખ સામે કોઈ ફિલ્મની પટ્ટીને જેમ ચાલવાં લાગ્યાં. અને એ યાદો તાજી થઈ જતાં તેણીની આંખ ભીંજાઈ ગઈ. સ્ટેજ ઉપર ગાઈ રહેલાં સિદ્ધાર્થની જગ્યાએ લાવણ્યાને અન્ય કોઈનો ચેહરો દેખાઈ ગયો અને તેનાં મોઢાંમાંથી એ નામ આપોઆપ સરી પડ્યું-

“આરવ......!”

*******

J I G N E S H

Instagram: @jignesh_sid19

 

નોંધ: વાર્તામાં ઉપયોગમાં લીધેલ સોન્ગ્સના લીરીક્સ ઉપર લેખકનો કોઈ હકદાવો નથી.