લવ રિવેન્જ - 33 S I D D H A R T H દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

લવ રિવેન્જ - 33

લવ રિવેન્જ

પ્રકરણ-33



“લવ.....! સાડાં ચાર વાગવાં આયા....!” સિદ્ધાર્થે તેની છાતી ઉપર માથું ઢાળીને સૂતી લાવણ્યાને કહ્યું “ઘરે નથી જવું તારે....1?”

બહાર હમણાંજ અટકેલાં ધોધમાર વરસાદ પછી પણ વાદળોનો ગડગડાટ ચાલુજ હતો.

“ઊંહુ.....! નઈ જવું....!” સિદ્ધાર્થની છાતી ઉપરજ માથું ઢાળી રાખીને લાવણ્યા નાનાં બાળકની જેમ બોલી.

“લવ....! આન્ટી બોલશે તને...!”

“કોઈ વાંધો નઈ જાન....!” લાવણ્યાએ હવે સિદ્ધાર્થના હોંઠ ઉપર હળવેથી આંગળી આંગળી ફેરવીને કહ્યું “હું સાંભળી લઇશ...! હમ્મ...!”

લાવણ્યા પાછી સિદ્ધાર્થનાં ખોળાંમાં તેણીનાં ઘૂંટણ વાળીને બેઠી થઈ અને સિદ્ધાર્થ ચેહરો તેનાં બંને હાથમાં વ્હાલથી પકડી લીધો.

“નશો થઈ ગ્યો મને તો તારો જાન.....!” લાવણ્યા માદક સ્વરમાં સિદ્ધાર્થ સામે જોઈને બોલી પછી પોતાનું મોઢું ઝુકાવી સિદ્ધાર્થનાં હોંઠ નજીક લઈ ગઈ.

“લવ....! અ...! નઈ...!” સિદ્ધાર્થે લાવણ્યાનાં ખભે હાથ મૂકી તેણીને અટકાવી અને મોઢું બીજી તરફ ફેરવી લીધું.

“અરે..! હવે કેમ શરમાય છે...!?” લાવણ્યા શરારત ભર્યું સ્મિત કરીને બોલી અને સિદ્ધાર્થનાં ગાલે હાથ મૂકીને ફરીવાર તેનું મોઢું પોતની તરફ કર્યું “હવે તો હું મન ભરીને તને કિસી પણ કરીશ અને બચકાં પણ ભરીશ....!”

સિદ્ધાર્થને કિસ કરવાં લાવણ્યા ફરીવાર પોતાનાં હોંઠ તેનાં હોંઠની નજીક લઈ ગઈ. સિદ્ધાર્થે ફરીવાર તેનું મોઢું ફેરવી લીધું.

“શું થ્યું....! ક..કેમ આ રીતે મ્હોં ફેરવે છે....!?” લાવણ્યા હવે સહેજ ભાવુક થઈ “મ્મ...મારી સામે તો જો....!”

“લાવણ્યા...! અ....!”

“લવ કેને....! લાવણ્યા નઈ....! લવ...! ત...તારી લવ...!”

સિદ્ધાર્થે દયામણું મોઢું કરીને તેણી સામે જોયું “અ...આ બવ....! મોટી ભૂલ થઈ ગઈ લવ...!”

નજર ચૂરાવતો રહીને સિદ્ધાર્થ માંડ-માંડ બોલ્યો.

“ક...કેમ આવ....આવું બોલે છે...!?” લાવણ્યાની આંખ હવે ભીંજાઈ ગઈ “હું....હું....ન...નાં ગમી તને...!”

“નાં.. હું...!”

“સિડ....! I know કે...કે....હું...વ....વર્જીન નઈ...! પણ...પણ...! તારી જોડે જે ફીલિંગ આઈ...! એ....એ....! કદી કોઈની જોડે નઈ આઈ....! સ...સાચે કવ છું...!”

“મારો કે’વાનો એ મિનિંગ નોતો લવ.....!” લાવણ્યાનાં ગાલે આવી ગયેલી તેનાં લાંબા વાળની લટ હટાવીને સિદ્ધાર્થ શાંત સ્વરમાં બોલ્યો.

“તો શું થયું....!? ક...કેમ ના પાડે છે મને....! હ..હવે આટલાં ક્લોઝ થઈ ગ્યાં પછીતો કિસ કરવાંદે મને....!”

“લાવણ્યા...! અ...!” મૂંઝાયેલો સિદ્ધાર્થ ફરીવાર આમતેમ જોઈ નજર ચૂરાવાં લાગ્યો.

“સિડ....! બેબી....!” લાવણ્યા ફરીવાર તેનો ચેહરો વ્હાલથી પકડી લીધો “તારાં મનમાં જે હોય...! એ મને કે’….! હમ્મ...! શેયર કર મારી જોડે....!”

“ન....નેહા....! અ...! મેં....! એને ચિટ કરી.....!” કાંપતા સ્વરમાં સિદ્ધાર્થ માંડ-માંડ બોલ્યો “અને....! મેં.....! મેં....ત.....તને પણ ચિટ કરી....!”

“ઓહ બેબી તું ....તું કેમ આવું વિચારે છે....!? તે કોઈને ચિટ નઈ કર્યા ....! જે પણ થયું...! એમાં ફર્સ્ટ સ્ટેપ તો મારોજ હતો....! મારી મરજીથી થયું બધું....! અને..અને....! હું તારાં વિષે બધુંજ જાણું છું....! તું પણ જાણે જ છે....! તો....તો....ચિટિંગ શેની...!? સિડ...!? અને નેહા....નેહાતો....! સારી છોકરી નઈ....! એ....! એ....તને કેટલો ટોર્ચર કરે છે....! તો....!”

“નેહા ગમે તેવી હોય લવ....!” લાવણ્યાને ટોકતાં સિદ્ધાર્થ ઠંડા સ્વરમાં બોલ્યો “પણ એ ચિટિંગ ડિઝર્વ નઈ કરતી......!”

સિદ્ધાર્થનાં ચેહરા ઉપર આવી ગયેલાં એ ભાવોને જોઈને લાવણ્યાને આંચકો લાગ્યો.

“લવ….! જો તું નેહા હોત તો....!?” સિદ્ધાર્થે પૂછ્યું “તો પણ તું આવુંજ કે’ત ....!? બોલ....!?”

“તું સાચું કે’છે સિડ....! નેહા ગમે તેવી હોય....!” લાવણ્યા ઢીલી થઈ ગઈ અને મનમાં બબડી “પણ એ ચિટિંગ ડિઝર્વ નઈ કરતી......!

“સિડ.....! મ્મ....! મેં તને ફોર્સ કર્યો’તો....! તારો ક...કોઈ વાંક નઈ....!” લાવણ્યા સિદ્ધાર્થને સમજાવતી હોય એમ બોલી.

“એવું કઈં નથી લવ....! શરૂઆતમાં નઈ....! પણ....! પછીતો મારી પણ મરજી હતીજ....!” એટલું કહીને સિદ્ધાર્થ ફરી તેનું મ્હોં ફેરવી લીધું.

“સિડ....! આમ જો....!” લાવણ્યાએ તેનું મ્હોં પોતાની તરફ કર્યું “જે થયું.....! એ ....એ....એક નેચરલ મોમેન્ટ હતી....! જે આવી અને આપડે જીવી લીધી.....!”

“મારાં મેરેજ છે લવ....! એની જોડે....!” સિદ્ધાર્થ ભીની આંખે બોલ્યો.

“સિડ....! તું....તું...! એની જોડે મેરેજના કરને....!” લાવણ્યા પણ ભીની આંખે બોલી.

“લાવણ્યા....! અમારાં એકવાર વચન અપાઈ ગયું...! તો એ ના તૂટે.....!”

“પણ નેહા ઓલરેડી વચન તોડી ચૂકી છે સિડ....!” લાવણ્યા ભારપૂર્વક દલીલ કરતાં બોલી “એણે જ્યારે તને મેરેજ ના પાડી અને સબંધ તોડ્યો.....! ત્યારેજ તું એ સબંધ માટેનું વચન નિભાવવાંની ફરજથી છૂટો થઈ ગ્યો છું.....!”

લાવણ્યાની વાત સાંભળી હવે સિદ્ધાર્થ વિચારે ચઢી ગયો અને શૂન્યમનસ્ક થઈને તાકી રહ્યો.

“સિડ.....!” લાવણ્યાએ તેનાં ગાલે હાથ મૂક્યો અને ફરીવાર ભારપૂર્વક બોલી “યાદ છે...! એ આપડી ફ્રેન્ડશીપ હજીતો સ્ટાર્ટજ થઈ’તી.....! તારાં અને નેહાના મેરેજ લેવાનાં હતાં ....!? એનાં થોડાં દિવસો પે’લ્લાંજ નેહાએ તારી જોડે મેરેજ માટે ના પાડી દીધી હતી....! બોલ....! યાદ છે....!?”

“હાં....! ઘરમાં એ વખતે અમારાં મેરેજની તૈયારીઓ ચાલું થઈ....! અને નેહાએ ઘસીને ના પાડી દીધી....!” સિદ્ધાર્થ એજરીતે મૂંઝાઇને વિચારતો-વિચારતો બોલ્યો“ એવું કઈને....! કે ...એણે કોઈક બીજું ગમે છે...!”

“હાં...! એજ વખતે....!” લાવણ્યા બોલી ”જ્યારે મેં એને રીઝન પૂછ્યું’તું....! ત્યારે એણે એવુંજ કીધું’તું કે she loves someone else….!”

સિદ્ધાર્થ ફરીવાર વિચારે ચઢી ગયો.

“સિડ....! જાન…..! જે સબંધનું વચન નિભાવવાંની તું વાત કરે છે....! એ સબંધ ઓલરેડી તૂટી ચૂક્યો છે....! અને હવે ફરીવાર જ્યારે તમારાં મેરેજ નક્કી થયાં.....! ત્યારે તને કોઈએ પૂછ્યું .....! કે તારે એની જોડે મેરેજ કરવાં છે કે નઈ....!? બોલ....!?”

કારની બહાર આકાશમાં વાદળોનો ગડગડાટ સંભળાયો. સિદ્ધાર્થ એજરીતે વિચારોમાં ખોવાયેલો રહ્યો.

“જ્યારે ફરીવાર આ સબંધ બંધાયો....!” લાવણ્યા ભીની આંખે સિદ્ધાર્થની ચેસ્ટ ઉપર હ્રદયનાં ભાગે હાથ મૂક્યો “ત્યારે તને કોઈએ પૂછ્યું.....! કે તારે સબંધ બાંધવો છે કે નઈ....! બોલ...!?”

“નેહાએ સબંધ તોડતી વખતે કઈ દીધું....! કે એને કોઈ બીજું ગમે છે....! પણ તને કોઈએ પૂછ્યું કે તને કોણ ગમે છે....?! બોલ....!?”

સિદ્ધાર્થ મૌન થઈને લાવણ્યાને સાંભળી રહ્યો અને વિચારી રહ્યો.

“નઈ પૂછ્યુંને....!? તે ફરીવાર મેરેજ કરવાં માટે “હાં” નઈ પાડીને..!? તો પછી તું ...કોઈ વચનથી નઈ બંધાયેલો.....! કોઈનાથી નઈ બંધાયેલો....!”

વિચારે ચઢી ગયેલાં સિદ્ધાર્થના ચેહરાને લાવણ્યા ભીની આંખે બે ઘડી જોઈ રહી પછી બોલી “જ્યારે તું કોઈનાથી બંધાયેલો નથી....! તો પછી આપડી વચ્ચે જે થયું એમાં કશું ખોટું નથી....! તે ....કે મેં ......! કોઈ ભૂલ નઈ કરી...! કોઈ ભૂલ નઈ કરી.....! જાન....!”

કેટલીક ક્ષણો સુધી સિદ્ધાર્થ લાવણ્યએ કહેલી વાતો ઉપર વિચારતો રહ્યો. લાવણ્યા હળવેથી તેનાં ખોળાંમાં વધુ નજીક સરકી અને તેનું માથું વ્હાલથી પકડી તેને આલિંગનમાં જકડી લીધો. લાવણ્યાનાં ઉરજો ઉપર નાનાં બાળકની જેમ પોતાનું માથું ઢાળી સિદ્ધાર્થ કારની વિન્ડોમાંથી બહાર દ્રશ્ય તાકી રહ્યો. હળવેથી તેણે પણ લાવણ્યાને પોતાનાં આલિંગનમાં જકડી લીધી. લાવણ્યા પ્રેમથી તેનાં વાળમાં હાથ ફેરવી રહી.

----

“બહુ લેટ થઈ ગયું લવ….!” લાવણ્યાનાં ઘર આગળ કાર ઊભી રાખતાં સિદ્ધાર્થ બોલ્યો “ચાલ...! હું અંદર આવીને આન્ટીને સોરી કઈ દવ....!”

“ડોન્ટ વરી....! મમ્મીને તું બવ ગમે છે....!” લાવણ્યાએ સ્મિત કરીને કહ્યું “એને ખબરજ છે....! આપડે જોડે છીએ...!”

કારનો દરવાજો ખોલીને બંને નીચે ઉતાર્યા. કમ્પાઉન્ડનો લોખંડનો નાનો ગેટ ખોલી બંને જણ ઓટલાં ઉપર ચાલી રહ્યાં હતાં ત્યાંજ લાવણ્યાનાં ઘરનો મેઈન ખુલવાનો અવાજ આવ્યો.

બંને હવે મેઈન ડોર પાસે પહોંચ્યાંજ હતાં ત્યાંજ લાવણ્યાનાં મમ્મી સુભદ્રાબેને દરવાજો ખોલ્યો. સુભદ્રાબેનને જોઈને સિદ્ધાર્થે સ્મિત કર્યું. જોકે તેઓ કોઈ જાતનો પ્રતીભાવ આપ્યાં વિના ઘરમાં અંદર જતાં રહ્યાં.

ઘરનાં ઉંબરે અટકીને સિદ્ધાર્થે લાવણ્યા સામે મૂંઝાઈને જોયું. જવાબમાં લાવણ્યાએ પરાણે સ્મિત કર્યું.

“તને કઈં ભાન પડે છે....!” હજીતો બંને ઘરમાં દાખલ થયાંજ હતાં ત્યાંજ સુભદ્રાબેન ઊંચા સ્વરમાં લાવણ્યાને બોલ્યાં “આ ટાઈમ તો જો....!”

“મ્મ....મમ્મી.....! અ...!” ડઘાઈ ગયેલી લાવણ્યા સોફાં પાસે ઊભી થઈ ગઈ.

“આન્ટી....! સોરી....!” જોડેજ ઉભેલો સિદ્ધાર્થ બોલ્યો.

“સિદ્ધાર્થ....!” સુભદ્રાબેને સિદ્ધાર્થ સામે હાથ કરીને સહેજ ધિમાં સ્વરમાં કહ્યું “બેટાં....! આ વધારે પડતું છે હોં...!”

“સ....સોરી આન્ટી....!” સિદ્ધાર્થ મોઢું નીચું કરીને માંડ બોલ્યો.

સિદ્ધાર્થનું ઉતરી ગયેલું મોઢું જોઈને લાવણ્યાની આંખ ભીની થઈ ગઈ.

“મ્મ....મારો વાંક હતો....!” સિદ્ધાર્થનો હાથ પકડીને લાવણ્યાએ તેનો સ્વર સ્વસ્થ કરતાં કહ્યું “એને શું કામ બોલે છે...! એનો કોઈ વાંક નો’તો...! એ તો મને વે’લ્લોજ ઘરે મૂકવાં આવતો’તો...! પ...પણ મેં જ જીદ કરી એને રોકી રાખ્યો....!”

“લાવણ્યા તું....!”

“પ્લીઝ આન્ટી ….!” સિદ્ધાર્થ આગળ આવીને તરતજ સુભદ્રાબેનને વળગી પડ્યો અને ભીનાં સ્વરમાં બોલ્યો “સોરી....! પ્લીઝ ….!”

લાવણ્યાની આંખમાંથી આંસુની ધાર વહી. સિદ્ધાર્થને વળગી રહેલાં સુભદ્રાબેનને પણ રડવું આવી ગયું. સિદ્ધાર્થની પીઠ ઉપર તેઓ થોડીવાર વ્હાલથી હાથ ફેરવી રહ્યાં.

“મમ્મી....!” લાવણ્યા હવે જોડે આવી અને રડતાં-રડતાં બોલી “છ.....છેલ્લું નોરતું હતું.....! તો....! તો....! પછી બધાં કદાચ...ભ....ભેગાં ના થઈએ તો....! એટ્લે...એટ્લે...!”

“સારું હવે....!” સુભદ્રાબેન મીઠો છણકો કરીને પોતાનું મોઢું લૂંછતાં બોલ્યાં “અને તું....!” સુભદ્રાબેને હવે સિદ્ધાર્થનો કાન ખેંચ્યો “એકતો લેટ આવાનું....! અને ઉપરથી આ રીતે વળગી પાડીને ગુસ્સો પણ નઈ કરવાં દેવાનો....!?”

“આહ.....! આન્ટી.....!” સિદ્ધાર્થ તેની આંખ બંધ કરીને સુભદ્રાબેન સામે જોઈ રહ્યો “સોરી...સોરી....! હવે તો લાવણ્યા કે’…. તો પણ હું લેટ નઈ કરું બસ....!”

લાવણ્યાથી રડતાં-રડતાં પરાણે હસાઈ ગયું.

“બાપરે....!” સિદ્ધાર્થ તેનાં કાને હાથ ફેરવતાં બોલ્યો “તમે કાન ખેંચો છો.....! અને તમારી છોકરી.....! ગાલ....!”

“સિડ....!” લાવણ્યાએ હસીને સિદ્ધાર્થના બાવડે હળવેથી પંચ કર્યો.

“તું બેસ....! હું ચ્હા બનાવીને લાવું....!” સુભદ્રાબેન બોલ્યાં અને કિચન તરફ જવાં લાગ્યાં.

“અરે ના આન્ટી....! મારે ઘરે જઈને થોડો આરામ કરવો છે....!” સિદ્ધાર્થે તેનાં કાંડે બાંધેલી વૉચમાં જોઈને કહ્યું “પાંચ વાગ્યા છે અને હમણાં સાડાં નવ વાગ્યે પાર્ટી પ્લૉટ ઉપર દશેરાંનું હવન છે.....! એટ્લે અત્યારે ઘરે જઈને હું થોડો આરામ કરી લવ....! હવન આખો દિવસ ચાલશે...!”

“તો તું અંહિયાંજ સૂઈજાને....! મારાં ઘરે....!” લાવણ્યા નાના બાળકો જેવુ મોઢું બનાવીને બોલી “પછી આપડે જોડેજ કોલેજ જઈશું...!”

“પણ મારે પાર્ટી પ્લૉટ ઉપર જવાનું છે....!” સિદ્ધાર્થ દલીલ કરતાં બોલ્યો “અને મારે નહાઈને કપડાં નઈ બદલવાનાં....!?”

“અરે હાં નઈ....!” લાવણ્યા ઢીલું મોઢું કરીને બોલી.

“ચાલો....! હું જાઉં....!” સુભદ્રાબેન સામે જોઈને સિદ્ધાર્થે માથું હલાવ્યું અને પાછો ફરી જવાં લાગ્યો.

સુભદ્રાબેન ઓટલે થોડે સુધી આવ્યાં પછી અટકી ગયાં.

“તું કોલેજ નઈ આવે....!?” ઓટલાંનાં પગથિયે ઊભાં રહીને વિલાં મોઢે લાવણ્યા બોલી.

“લવ....! નઈ મેળ પડે....!” સિદ્ધાર્થે પાછાં ફરીને તેણીની હથેળીઓ હાથમાં પકડીને કહ્યું “હવનમાં ટાઈમ લાગશે....! હવે હું સાંજે સીધો GMDC ગ્રાઉંન્ડ ઉપરજ આઈશ....! યૂથ ફેસ્ટિવલમાં....!”

“ઓહો....! આખો દિવસ તારા વગર કાઢવાનો....! ઊંહુ...!” લાવણ્યા સાવ ઢીલી થઈને બોલી.

“ચાલ જાઉં હું....! મોડું થશે....! હમ્મ...! બાય.....!”

“બાય.....!” ઉદાસ સ્વરમાં લાવણ્યા ઢીલું મોઢું કરીને બોલી.

કારમાં બેસી સિદ્ધાર્થે કાર ઘુમાવી લીધી અને જતાં-જતાં લાવણ્યા તરફ એક હળવું સ્મિત કર્યું. લાવણ્યા જોકે તેનાં સ્મિત પાછળ છુપાયેલી મૂંઝવણને પારખી ગઈ.

“કદાચ તું હજીપણ મૂંઝાયેલો છે....!” લાવણ્યા સોસાયટીનાં ગેટ તરફ જઈ રહેલી સિદ્ધાર્થની કારને જોઈ રહી અને મનમાં બબડી “પણ હું નથી જાન.....! હું નથી મુંઝાયેલી...!”

-----

“ઉમ્મા...! એકદમ મસ્ત લાગે છે તું તો....!” મિરરમાં પોતાનાં પ્રતિબિંબને જોઈને લાવણ્યા બબડી.

ગોલ્ડન કલરનો સ્લીવલેસ ડ્રેસ અને દુપટ્ટો, છુટ્ટા વાળ, કાનમાં સરસ મઝાનાં ઝૂમકા પેરીને લાવણ્યા સજીધજીને કોલેજ જવાં તૈયાર થઈ ગઈ. ક્યાંય સુધી લાવણ્યા પોતાને કાંચમાં જોઈને મલકાઈ રહી.

“પણ શું ફાયદો....!?” કાંચમાં જોઈને લાવણ્યા પોતાનાંજ પ્રતિબિંબ જોડે વાતો કરવાં લાગી “સિડતો આજે કોલેજ અવાનોજ નઈને....! હુંહ...!”

લાવણ્યા મોઢું મચકોડીને નારાજ થતી હોય એમ નાટક કરવાં લાગી.

“આવાદે સાંજે એને....! આખા દિવસની કિસીઓ વસૂલ કરી લવ...!”

એવાં નખરાં કરતી વખતે કાંચમાં પોતાનો ચેહરો જોઈને લાવણ્યાથી હસી પડાયું.

“પાગલ થઈ ગઈ હું તો....!” લાવણ્યા કાંચમાં જોઈ રહીને બોલી.

પછી તરતજ પોતાનાં વૉર્ડરોબ પાસે દોડી ગઈ અંદર કઈંક ખાંખાંખોળાં કરવાં લાગી. વૉર્ડરોબમાંથી સિદ્ધાર્થે ગિફ્ટ આપેલી ચણિયાચોલી જે લાવણ્યાએ આગલી રાત્રે પણ પહેરી હતી તે કાઢીને લાવણ્યાએ બે ઘડી ભીની તેને આંખે જોઈ રહી. ચણિયાચોલીની લહેરીયાની ડિઝાઈન ઉપર લાવણ્યાએ ભાવથી હાથ ફેરવ્યો. ચણિયાચોલી લઈને તે પાછી હવે મિરર સામે ઊભી રહી.

“અમ્મ....!” પોતાનાં નાકની નજીક ચણિયાચોલી લઈ જઈને લાવણ્યાએ એક ઊંડો શ્વાસ ભર્યો “તારા અત્તરની એ મહેક મારાં શરીરની જેમ મારાં કપડાંમાં પણ બેસી ગઈ જાન.....!”

વધુ એક વખત ઊંડો શ્વાસ ભરીને લાવણ્યાએ એ મહેકને પોતાની અંદર ઊતરતી મહેસુસ કરી. સિદ્ધાર્થ સાથે માણેલી એ સુંદર ક્ષણોનાં એ દ્રશ્યો હવે લાવણ્યાની નજરો સામે તરવરી ઉઠતાં લાવણ્યાએ શરમાઈને તેનું મોઢું ચણિયાચોલીમાં છુપાવી દીધું.

“શરમાય છે શેની...!?” લાવણ્યા ફરીવાર હવે કાંચમાં જોઈને બોલવાં લાગી “હવેતો એ તારો થઈ ગ્યો....! હી...હી...!”

કાંચમાં જોઈ રહીને ક્યાંય સુધી એવાં નખરાં કર્યા પછી લાવણ્યા છેવટે કોલેજ જવાં નીકળી.

----

“બાપરે....! બાપરે....! લેટ થઈ ગયું....!” કોલેજનાં ગેટમાંથી ઉતાવળાં પગલે એન્ટર થતાં-થતાં લાવણ્યા બબડી “યૂથ ફેસ્ટિવલની તૈયાર બાકી છે....!”

“ટ્રીન....ટ્રીન....ટ્રીન.....!” ત્યાંજ લાવણ્યાનાં ફોનની રિંગ વાગી.

પોતાનાં ખભે લટકાવેલાં હેન્ડબેગમાંથી લાવણ્યાએ તેનો મોબાઇલ કાઢ્યો.

“અરે વાહ...સિડ....!” સ્ક્રીન ઉપર સિદ્ધાર્થનો નંબર જોઈને લાવણ્યા ખુશ થઈ ગઈ.

“હાય જાન....! ઉમ્મા....ઉમ્મા....ઉમ્મા....!” કોલેજનાં પેવમેંન્ટ ટ્રેક ઉપર અટકીને લાવણ્યા સિદ્ધાર્થને કિસ કરતી હોય એમ તેનાં ફોનને ચૂમવાં લાગી “તનેજ યાદ કરતી’તી.....!”

“તું ક્યાં છે....!?” સામેથી સિદ્ધાર્થે પુછ્યું.

“કોલેજમાં....! બીજે ક્યાં....!?” ખુશ થઈ ગયેલી લાવણ્યા નાનાં બાળકની જેમ કુદ્કાં ભરતી-ભરતી બોલી.

“એમ નઈ કે’તો....! કોલેજમાં ક્યાં છે....! કેન્ટીનમાં કે....!?”

“અરે ના....ના....! હજી તો હાલજ આઈ....! ગેટમાંથી જસ્ટ એન્ટરજ થઈ છું....!”

“તો...અ...! તને થોડો ટાઈમ મલશે....!?”

“અરે જાન....! કેમ આવું પૂછે છે....!? હું તારીજ થઈ ગઈ હવેતો....!” લાવણ્યા ઉત્સાહથી બોલી પછી મનમાં બબડી “અને તું મારો....!”

“તો હું આવું છું કોલેજ....! મારે તને મલવું છે...!” સિદ્ધાર્થ ઉતાવળાં સ્વરમાં બોલ્યો “તું પાર્કિંગમાં મારી વેઇટ કરજે હોને.....!”

“ઓયે હોયે....! સાચે તું આવે છે...!?” લાવણ્યા હવે વધુ ઉત્સાહમાં આવી ગઈ અને ગોળ-ગોળ ફુદરડી ફરવાં લાગી.

કોલેજમાંતરફ જતાં બીજાં સ્ટુડન્ટ્સ તેણીને જોઈને સ્મિત કાર રહ્યાં.

“હાં.....! બસ....! તને જોયાં વગર મન નઈ લાગતું.....!” સિદ્ધાર્થ ધિમાં સ્વરમાં બોલ્યો.

“Aww માલું બેબી.....! જલ્દી આવ....! હું પાર્કિંગમાંજ ઊભી છું....!”

“સારું.....! ઊમ્મા.....! બાય....!”

“અરે....એ....એ... હેલ્લો....!” સિદ્ધાર્થે ફોન પર “કિસ” આપીને ફોન કટ કરી દીધો.

લાવણ્યાનો ઉત્સાહ જાણે સમાતો ના હોય એમ તે ત્યાંજ ઊભી રહીને ફરીવાર ઉછાળતાં- ઉછાળતાં એક-બે ફુદરડી ફરી ગઈ.

એવાંજ ઉત્સાહથી કુદકાં ભરતી-ભરતી લાવણ્યા હવે પાર્કિંગમાં આવી ગઈ. પાર્કિંગ શેડમાં મુકેલાં વ્હીકલ પાસે ઊભી-ઊભી લાવણ્યા સવારની જેમ નખરાં કરવાં લાગી.

------

“લાવણ્યા....!?” પાર્કિંગમાં ઊભી-ઊભી લાવણ્યા હવે મોઢાં બનાવી-બનાવીને પોતાનાં મોબાઇલમાં સેલ્ફિ લઈ રહી ત્યાંજ પાછળથી વિવાનનો અવાજ આવ્યો.

“શું વાત છે....!? બહુ ફોર્મમાં છે....!” સ્કાય બ્લ્યુ શર્ટ અને ગોલ્ડન ફ્રેમવાળાં ગોગલ્સમાં રોજ જેવોજ કાતિલ લાગતો વિવાન પોતાનું બાઇક પાર્કિંગ શેડમાં પાર્ક કરતાં બો લ્યો.

“કેમ....!? કોઈ ખુશ પણ ના થાય....!?” લાવણ્યાએ ઉત્સાહભર્યા સ્વરમાં કહ્યું.

“હમ્મ....! સમજ્યો...! સિદ્ધાર્થે ગઈકાલે છેલ્લી ઘડીએ પોતાનું પ્રોમિસ નિભાવી દીધું એટ્લે રાઇટ...!?” બાઇક ઉપરથી ઉતરી ગોગલ્સ કાઢી પોતાનાં ખીસ્સાંમાં મૂકતો વિવાન લાવણ્યાની જોડે આવીને ઊભો રહ્યો.

“હાં....! એવુંજ કઈંક....!” લાવણ્યા મલકાઈને બોલી “હવે વધારે કઈં ના પૂછતો....!”

“ઓકે બાબા....! પણ તું અહિયાં શું કરે છે....!? ડ્રામા સ્ટુડિયોમાં બધાં સ્ટુડન્ટ્સ વેઇટ કરેછે આપડી....! સાંજનાં યૂથ ફેસ્ટિવલની ફાઇનલ તૈયારી કરી લઈએને....!”

“તું જા.....! હું થોડીવારમાં આવું છું....! મારે થોડું પર્સનલ કામ છે...!”

“Let me guess.....! સિદ્ધાર્થ આવે છે તને મલવાં....! નઈ.....!?” વિવાને ઝીણી આંખ કરીને પૂછ્યું.

“હાં.....!” લાવણ્યા પરાણે પોતાનું સ્મિત દબાવી રાખીને બોલી.

“મેં સાંભળ્યું છે કે ...........!” લાવણ્યાનાં ખુશખુશાલ ચેહરાને કેટલીક ક્ષણો જોઈ રહ્યાં બાદ વિવાન સહેજ ગંભીર સ્વરમાં બોલ્યો “એ નેહા જોડે મેરેજ કરવાનો છે....!? દિવાળીએ....!?”
“નઈ....નઈ....! એ...એને એ છોકરી નઈ ગમતી....!” લાવણ્યાનું મૂડ અચાનકજ બદલાઈ ગયું અને તે ઈમોશનલ સ્વરમાં બોલી “હ....હું ગમુ છું.....એને હુંજ ગમુંછું...!”

“તને પાક્કી ખબર છે....! કે એને તુજ ગમે છે....!?”

“હાસ્તો....! કેમ....!? એ મને કેટલો લવ કરે છે....! તને ખબર છે...!?” લાવણ્યા ભારપૂર્વક બોલી.

“એણે તને કીધું કે એ તને લવ કરે છે...!?” વિવાને શાંતિથી પૂછ્યું “કે પછી તે એને એ ત્રણ મેજીકલ શબ્દો કહ્યાં......! “આઇ લવ યુ” કહ્યું....!?”

“પણ...પણ એમાં કેવાની શું જરૂર...!?” લાવણ્યા બોલી “એનાં બિહેવીયરમાં મારાં માટેનો એનો પ્રેમ વર્તાય તો છે....! એ પ્રેમ જતાવેતો છે...! અને....અને....! અમે હવે...! બ..બવ ક્લોઝ થઈ ગયાં છે એકબીજાંની....!”

“લાવણ્યા....!” વિવાન ફરીવાર શાંતિથી બોલ્યો “ક્લોઝ હોવ કે નાં હોવ....! પણ પ્રેમ જતાવવો જેટલો જરૂરી છે....! એટલોજ જરૂરી પ્રેમનો એકરાર કરવો પણ છે....!”

લાવણ્યા શૂન્યમનસ્ક થઈ ગઈ અને વિચારે ચડી ગઈ.

“પ્રેમનાં એકરાર વિના કોને ખબર પડે કે કોઈ તમને પ્રેમ કરે છે કે પછી તમારાં પ્રેમનાં બદલાંમાં તમારાં તરફ સહાનુભૂતિ વ્યક્ત કરે છે...!?” થોડીવાર મૌન રહ્યાં પછી વિવાન ફરી બોલ્યો.

“પ્રેમ જતાવવો જેટલો જરૂરી છે....! એટલોજ જરૂરી પ્રેમનો એકરાર કરવો પણ છે....!” લાવણ્યાનાં મનમાં એ શબ્દો ઘુમરાવાં લાગ્યાં.

“તારું એ સ્મિત તારા હોંઠોની કોઈ કરામત તો નઈ હોયને....! જેને હું પ્રેમ સમજું છું....! એ તારી આદત તો નઈ હોયને....!?” વિવાન કોઈ કવિતાની લાઈનો સંભળાવતો હોય એમ બોલ્યો.

“સિદ્ધાર્થ જેવાં છોકરાઓ...!” વિવાન તેનું મ્હોં લાવણ્યાની સહેજ નજીક લાવીને ફરી બોલ્યો “દરેક છોકરીઓ જોડે પ્રેમથીજ બિહેવ કરે છે....! કોઈ વાત માટે તેઓ કોઈ છોકરીને હર્ટ નથી કરતાં....!”

લાવણ્યા વિવાનની વાત ઉપર વિચારે ચઢી ગઈ.

“ત....તમે સ...સિદ્ધાર્થ ટાઈપનાં બધાં છોકરાંઓ આવાજ ક...કેમ હોવછો....!?” લાવણ્યાએ દુ:ખી સ્વરમાં પૂછ્યું.

“એટ્લે ....!? કેવાં.....!?” વિવાને મૂંઝાયેલાં ચેહરે તેની સામે જોયું.

“વ....વાવાઝોડાં જેવાં....!”

“હી...હી....હી... શું...!?” વિવાનથી હસાઈ ગયું.

“હાં....! વાવાઝોડાંની જેમ આવાનું અને પછી રેતની જેમ વિચારોનું વંટોળ જગાવીને જતાં રેવાનું....!” લાવણ્યા નાનાં બાળકની જેમ ફરિયાદ કરતી હોય એમ મોઢું બનાવીને બોલી “હવે હું શું કરું....!?”

“અમે ફિઝીકલ પણ થઈ ગ્યાં....! પણ “આઈ લવ યુ” કે’વાનું ભૂલી ગ્યાં....!” લાવણ્યા પછી મનમાં બબડી.

“અરે કેમ શું કરું એટ્લે....!? કઈદે એને “આઈ લવ યુ....!” વળી...!”

“કેવીરીતે કે’વું...!?” લાવણ્યા એવુંજ મોઢું કરીને બોલી.

“અરે મોઢેથી વળી કેમ....!” વિવાન લાવણ્યાને ચીડાવતો હોય એમ બોલ્યો.

“તું.....! માર ખાઈશ હોં વિવાનડા....!” ચિડાઈ ગયેલી લાવણ્યા વિવાનને મારવાં જતી હોય એમ હાથ ઉગામ્યો.

“હાં...હાં....હાં.....!” વિવાન હસી પડ્યો અને લાવણ્યાથી સહેજ દૂર ખસી ગયો.

“સિરિયસલી કે’ને.....!” લાવણ્યા એજરીતે ચિડાઈને બોલી.

“જો....! સિદ્ધાર્થને દેખાડો નઈ ગમતો રાઇટ....!?” વિવાન બોલ્યો “તો તું એને સીધે સીધું “આઈ લવ યુ” કઈદે....! બાકી ઘૂંટણ ઉપર બેસીને ગુલાબ આપીને.....! એવાં ફાલતું નાટક એને નઈ જામે....!”

“હમ્મ....!” લાવણ્યા વિચારવાં લાગી.

“બહુ ઝાઝું નાં વિચાર....!” લાવણ્યાને વિચારતી જોઈને વિવાન બોલ્યો “બસ....! કઈદે....! હમ્મ...!”

શૂન્યમનસ્ક થઈ ગયેલી લાવણ્યાએ તાકી રહીને ડોકું ધૂણાવ્યું.

“ચાલ હવે....! હું જાઉં.....! તારું “પ.....ર્સનલ” કામ પતે....!” વિવાન સ્મિત કરીને લહેકો લઈને બોલ્યો “એટ્લે જલ્દી આય....! ડ્રામા સ્ટુડિયોમાં....! બાય...!”

લાવણ્યાએ હકારમાં માથું ધૂણાવી દીધું.

“પ્રેમ જતાવવો જેટલો જરૂરી છે....! એટલોજ જરૂરી પ્રેમનો એકરાર કરવો પણ છે....!”

વિવાન જતાં રહ્યાં પછી પણ લાવણ્યા એજ વાતોમાં વિચારે ખોવાઈ ગઈ.

-----

“ભાઉ.....!” લાવણ્યા વિચારોમાં ખોવાયેલી હતી ત્યાંજ પાછળથી સિદ્ધાર્થે આવીને તેણીને ડરાવી દીધી.

“મમ્મી....!” લાવણ્ય ઝબકી ગઈ હોય એમ તરતજ તેણીએ પાછળ ફરીને જોયું “સિડ તું....! ઊભોરે...!”

લાવણ્યા સિદ્ધાર્થને જાણે મારવાં જતી હોય એમ એની તરફ પોતાનાં બંને હાથ ઊંચા કરીને ઝાપટી.

“અરે....! આ છોકરીતો જો...!” સિદ્ધાર્થે તરતજ તેણીનાં બંને હાથ પકડી લીધાં.

“આવી રીતે બિવડાવે કોઈ....!?” લાવણ્યા પોતાનાં હાથ છોડવતી હોય એમ તેનાં કાંડા મચેડી રહી.

સિદ્ધાર્થ સ્મિત કરીને તેણી સામે જોઈ રહ્યો.

“આ રીતે કેમ જોવે છે....!?” લાવણ્યા હવે અટકી અને મલકાઈને બોલી.

“બસ....! તને જોવી ગમે છે....!?” સિદ્ધાર્થ ધીમા સ્વરમાં બોલ્યો.

“આવું....નાં જોને....!” લાવણ્યાએ શરમાઈને આડું જોઈ લીધું.

“કેમ......!?” સિદ્ધાર્થ એજરીતે લાવણ્યા સામે જોઈ રહ્યો.

“અમ્મ...!” લાવણ્યાએ શમરાઈને સિદ્ધાર્થની છાતીમાં પોતાનું માથું ભરાવી દીધું.

સિદ્ધાર્થનાં શર્ટમાંથી બહાર દેખાઈ રહેલી રુદ્રાક્ષની માળાંને લાવણ્યા પોતાની આંગળી વડે રમાડી રહી. કેટલીક ક્ષણો એમજ વીતી.

“લ...લવ....!” સિદ્ધાર્થે લાવણ્યાની ફરતે તેનાં બંને હાથ વીંટાળી તેણી સામે ભીની આંખે જોયું “ગઈકાલની રાત પછી....! જાણે હું....”હું” નથી રહ્યો....! એવું લાગે છે જાણે....!હું...હું...! જોડાઈ ગ્યો હોવ....! તારી જોડે...! મ્મ...મને બસ એ બધુંજ યાદ આયા કરે છે....!” સિદ્ધાર્થે લાવણ્યાને કચકચાવીને પોતાનાં આલિંગનમાં દબાવી દીધી.

“સિડ....! બેબી...!” લાવણ્યાની આંખમાં પાણી આવી ગયું તે સિદ્ધાર્થની પીઠ ઉપર અને તેનાં વાળમાં વ્હાલથી હાથ ફેરવતી બોલી “મારી પણ એજ હાલત છે....! ત...તારો એ ટચ....! તારી આ મહેક.....! ક...કશુંજ નઈ ભૂલાતું....! હું ....હું બસ....! પાગલ થઈ છું.....! સિડ....! પાગલ થઈ ગઈ છું...! તારાં આ....હોંઠ....!” લાવણ્યાએ સિદ્ધાર્થનાં હોંઠ ઉપર આંગળી મૂકી “હવેતો ગુલાબ પણ ચુભે છે કાંટાની જેમ....! તારાં આ હોંઠને ચૂમ્યાં પછી....!”

“લવ....! તું પણ....! જે મારે બોલવું જોઈએ ….! એ બધું તુંજ બોલી જાય છે...!”

ભીની આંખે સિદ્ધાર્થ પણ લાવણ્યા સામે જોઈ રહ્યો.

“હું સાચું કવ છું....જાન….!” લાવણ્યા સિદ્ધાર્થનાં ગાલે વ્હાલથી હાથ મૂકીને બોલી “પે’લ્લાં તને ખોવાનો ડર લાગતો’તો....! પણ હવે....!” લાવણ્યા પોતાનાં હોંઠ સિદ્ધાર્થનાં હોંઠની નજીક લઈ ગઈ “તારામાં ખોવાઈ જવાનો ડર લાગે છે....!”

“ઊંહુ....! નાં....!” લાવણ્યા સિદ્ધાર્થનાં હોંઠ ચૂમવાંજ જતી હતી ત્યાંજ સિદ્ધાર્થે તેનું મ્હોં પાછું ખેંચી લીધું.

“અરે....! કેમ આવું કરે છે...! હવે શું વાંધો છે....!?” લાવણ્યા નાનાં બાળકની જેમ નારાજ થઈ.

“આમજો....! CCTV......!” સિદ્ધાર્થે લાવણ્યાનાં ગાલે પકડી તેનું મ્હોં પાર્કિંગ શેડનાં પતરાંની રેલિંગ ઉપર લાગેલાં કેમેરાં તરફ ફેરવ્યું “પછી વિડીયો વાઇરલ થશે....!”

“તો હવે મારે કિસી જોઈતી હોયતો....!?” લાવણ્યા એજરીતે બોલી પછી માથું ધૂણાવવાં લાગી “નઈ....નઈ....! મારેતો જોઈએજ....! હું કઈં ના જાણું...! બસ....!” એટલું કહીને લાવણ્યાએ સિદ્ધાર્થનો ચેહરો સખ્તાઈથી પોતાનાં બંને હાથ વડે પકડી લીધો અને જબરજસ્તી તેને કિસ કરવાં લાગી.

“અરે તું....! અમ્મ...!” સિદ્ધાર્થનાં હોંઠ ભીડાઈ ગયાં “લ...વ....! આહ..!”

“ઓહો..! સોરી...!” લાવણ્યા ડરી ગઈ અને સિદ્ધાર્થનાં હોંઠને જોઈ રહી “હે ભગવાન...! કટ લાગી ગ્યો....! સોરી....સોરી...! જાન....!”

કિસ કરવાંની લ્હાયમાં લાવણ્યાએ સિદ્ધાર્થનાં હોંઠ ઉપર વધુ જોરથી બાઈટ કરી લેતાં તેનાં હોંઠ ઉપર નાનો કટ લાગી ગયો અને તેમાંથી બ્લડ આવી ગયું.

“સિડ....! બ...બેબી....સોરી...!” સિદ્ધાર્થનાં હોંઠ ઉપર આંગળી મૂકીને લાવણ્યા બ્લડ લૂંછવાં લાગી “નારાજ નાં થતોને....! પ્લીઝ...! બ...બવ એકસાઈટ થઈ જવાયું....! તો...તો...!”

“લવ....!” સિદ્ધાર્થે લાવણ્યાને આલીગંનમાં જકડી લીધી અને તેણીનાં કાનમાં ધીરેથી બોલ્યો “તું મને આવીજ ગમે છે....! એકદમ...! જિદ્દીલી....! અલ્લડ....!”

“સાચે...!” લાવણ્યા બાળકની જેમ મોટી આંખો કરીને બોલી.

“હાં સાચે....!” સિદ્ધાર્થે લાવણ્યાનાં ગાલ ખેંચ્યાં.

“તો...તો...બીજી એક કિસી....!” લાવણ્યાએ સિદ્ધાર્થનું મ્હોં ફરી પકડી લીધું.

“અરે....! બસ....!” સિદ્ધાર્થે તેનું મ્હોં ફેરવી લીધું ઉતાવળા સ્વરમાં બોલ્યો “લવ....! મારે તને કઈંક કે’વું છે....!”

“મારે પણ....!” લાવણ્યા ખુશ થઈ ગઈ તેને વિવાનની વાત યાદ આઈ ગઈ.

“લવ....! પે’લ્લાં હું...!”

“હાં....! આ વખતે તો તારોજ પે’લ્લો વારો....! બોલ...!”

----

“અરે યાર લાવણ્યા હજી ના આવી....!?”ડ્રામા સ્ટુડિયોમાં અન્ય સ્ટુડન્ટ્સ સાથે યૂથ ફેસ્ટિવલની તૈયારી કરી રહેલી અંકિતા બબડી “કેટલું લેટ થયું યાર....!”

“રેમ્પ વોકની ફાઇનલ પ્રેક્ટિસ થઈ જાય....! એટ્લે બસ...!” ફેસ્ટિવલમાં ભાગ લેનાર એક અન્ય છોકરી નિરાલી બોલી “એને ફોનતો કર....! ખબર પડે....! કેટલે છે...!”

“હમ્મ....!” અંકિતાએ તેનાં જીન્સના પોકેટમાંથી તેનો ફોન કાઢ્યો અને લાવણ્યાનો નંબર ડાયલ કર્યો.

“ટ્રીન....ટ્રીન....ટ્રીન.....!” લાવણ્યાનાં ફોનની રિંગ વાગી.

----

“લવ...! પ્લીઝ મારી વાત માનને....!” સિદ્ધાર્થે દયામણું મોઢું કરીને ફરીવાર કહ્યું.

“જાન....! હું તને કયારની સમજાવું છું....! તું ટેન્શન નાં લઇશને....! હું જોઈ લઈશ બધું....! હમ્મ....!” સિદ્ધાર્થનાં ગાલે હાથ મૂકીને લાવણ્યા વ્હાલથી બોલી “અને હવે...! તું મારી વાત સાંભળ...! મારે તને કઈંક કે’વું છે...!”

“પણ લવ.....!”

“ટ્રીન....ટ્રીન....ટ્રીન.....!” ત્યાંજ લાવણ્યા અને સિદ્ધાર્થ બંનેનાં ફોનની રિંગ એક સાથે વાગી.

“અંકિતાનો ફોન છે....!” લાવણ્યાએ તેનાં મોબાઈલમાં નંબર જોઈને કહ્યું.

“મામાનો ફોન....!” સિદ્ધાર્થ આંખો મોટી કરીને બોલ્યો “બાપરે...! સાડાં નવ થઈ પણ ગ્યાં....! હવન શરૂ થવાનો ટાઈમ થઈ ગ્યો....! લવ....! મ્મ મારે નીકળવું પડશે...! મામા એટ્લેજ ફોન કરે છે...! હું જાવ હોં....! બાય....!”

“અરે...અરે....! પણ મારી વાત અધૂરી છે....!” લાવણ્યાએ અંકિતાનો ફોન રિસીવ કર્યા વિના કટ કર્યો અને સિદ્ધાર્થનો હાથ પકડીને તેને રોક્યો.

“લવ....! અત્યારે નઈ હોં....! સાડાં નવતો અંહિયાંજ થઈ ગ્યાં....! હું નઈ પોં’ચું....! તો મામાં કકળાટ કરશે...!” સિદ્ધાર્થ ઉતાવળાં સ્વરમાં બોલ્યો “સાંજે મળીએ ત્યારે કે’જે....હોં...!”

“બધાંની વચ્ચે કે’વાય એવી વાત નથી પણ બેબી...!”

“તો...તો આપડે યૂથ ફેસ્ટિવલનો આજનો ઇવેન્ટ પૂરો થાય એ પછી રિવરફ્રન્ટ જઈશું...! બસ...! ત્યાં કઈ દેજે....! અને હાં....!” સિદ્ધાર્થે હવે ફરીવાર લાવણ્યાના ગાલ ખેંચ્યાં “રિવર ફ્રન્ટ ઉપર તારે મને જેટલાં બચકાં ભરવાં હોય એટલાં ભરી લેજે બસ....! પણ અત્યારે મને જવાંદે....!”

“લાલચ આપે છે મને....!? હમ્મ...!?” લાવણ્યાએ હવે સિદ્ધાર્થનું મોઢું પકડી લીધું અને કાલી ભાષાંમાં બોલી “બચકાંતો હું તને માલું જ્યાલે મન થાય ત્યાલે ભલીશ....! ઉમ્મ...!”

લાવણ્યાએ ફરી એકવાર જોરજબરદસ્તીથી સિદ્ધાર્થના હોંઠ ઉપર ચુંબન કરી લીધું.

“હવે બાય હોં....!” સિદ્ધાર્થ એટલું કહીને પાછો ફર્યો અને ઉતાવળાં પગલે કોલેજના ગેટ તરફ જવાં લાગ્યો.

“તારું બાઈક ક્યાં ગયું...!?” લાવણ્યાએ જઈ રહેલાં સિદ્ધાર્થને મોટેથી બોલીને પૂછ્યું.

“હું બરોડાંથી કાર લઈને આયોતો....!” ચાલતાં-ચાલતાં પાછાં ફરી સિદ્ધાર્થે કહ્યું અને એક ફ્લાઇંગ કિસ આપી.

ખુશ થઈને ઊછળી પડેલી લાવણ્યાએ પણ વળતી એક ફ્લાઇંગ કિસ આપી અને સિદ્ધાર્થને ગેટની બહાર જતો જોઈ રહી.

-----

“અરે શું યાર.....! ક્યારની તને ફોન કરું છું....! ઉપાડતી કેમ નથી...!?” લાવણ્યા હજીતો ડ્રામા સ્ટુડિયોમાં એન્ટર થઈજ હતી ત્યાંજ ચિડાયેલી અંકિતા બોલી ઉઠી.

“પણ હું બીઝી હતી....!” લાવણ્યા બાળકની જેમ દયામણું મોઢું કરીને બોલી.

“જો...જો.....આવું મોઢું ના બનાવ હોં....!” અંકિતા પરાણે પોતાનું હસવું દબાવીને બોલી “માર ખાઈશ નઈતો.....!”

“અરે પણ સાચે હું બીઝી હતી....!”

“જા વાતજ નઈ કરું તારી જોડે....!” અંકિતા નારાજ થતી હોય એમ નાટક કરતાં બોલી અને લાવણ્યા તરફ પીઠ કરીને ઊભી રહી.

“અરે એવું થોડી ચાલે ડાર્લીંગ.....!” લાવણ્યાએ પાછળથી અંકિતાની ગરદન ઉપર હાથ વીંટાળીને જકડી લીધી “તું વાત નઈ કરેતો હું તો હું જોરજોરાઈ કરીશ તારી ઉપર...!”

એટલું કહીને લાવણ્યએ અંકિતાને ગાલે બચકું ભરવાં માંડ્યુ.

“ઈઈઈ....! આ છોકરીતો જો...!” અંકિતાએ તરતજ તેનું મોઢું આઘું કરી લીધું અને સામે ઊભેલી નિરાલી સામે જોઈને બોલી “પાગલ થઈ ગઈ છે કે શું...!?”

“હમ્મ....! બવ મૂડમાં લાગે છે....!” નિરાલી તેની

આંખ મીંચકારીને બોલી.

“હાં....! આજેતો બવ મૂડમાંજ છુ....! આજે તો તું ગઈ અંકલી....!” લાવણ્યા હજીપણ એજરીતે અંકિતાને બચકું ભરવાંનો પ્રયત્ન કરવાં લાગી.

“અરે ....! તું...! શું થયું છે તને આજે....!?” અંકિતા હવે પોતાને છોડવી સ્ટેજ તરફ ભાગી.

લાવણ્યા પણ તેની પાછળ દોડી. અંકિતા હજીતો સ્ટેજની જોડે પહોંચીજ હતી ત્યાંજ તે સ્ટેજ પાછળથી અચાનક આવી ચડેલી નેહા જોડે અથડાઈ.

“અરે....! શું કરે છે યાર...!” ચિડાયેલી નેહા સહેજ મોટેથી બોલી. તેણીનાં હાથમાં રહેલું નોટપેડ નીચે પડી જતાં નીચાં વળી ઉઠાવાં લાગી.

નેહાને જોઈને લાવણ્યા અટકી ગઈ. સ્ટેજ ઉપર તેમજ ડ્રામા સ્ટુડિયોમાં પ્રેક્ટિસ કરી રહેલાં અન્ય સ્ટુડન્ટ્સ હવે એ તરફ જોવાં લાગ્યાં.

લાવણ્યાની નજર હવે નેહાના કપડાં ઉપર પડી. તેણીએ નેહાને ઉપરથી લઈને નીચે સુધી જોઈ. ગઈકાલની જેમજ નેહાએ આજે પણ “હોટ” કપડાં પહેર્યા હતાં. લૉ-વેઈસ્ટ જીન્સ અને સ્લીવલેસ પિન્ક ટી-શર્ટને તેણે ગાંઠવાળી પહેરી હતી. જેને લીધે તેણીની આંખી કમર આગલા દિવસની જેમજ ખુલ્લી દેખાય. મસ્ત મજાની હેયર સ્ટાઈલ, આઈ લાઇનર કરેલી સરસ કામણગારી આંખો.

લાવણ્યા બે ઘડી તેણીને જોતીજ રહી ગઈ. ડ્રામા સ્ટુડિયોમાં હજાર બીજાં સ્ટુડન્ટ્સ ખાસ કરીને છોકરાઓ નેહાને તાકી રહ્યાં. ટોળું વળીને ઉભેલા બે-ત્રણ છોકરાઓતો નેહાની ગોરી કમર અને તેનાં ફિગર વિષે અંદરો અંદર “કોમેન્ટો” કરવાં લાગ્યાં.

“તમે લોકો મસ્તી કરવાનું બંધ કરશો....! અને યૂથ ફેસ્ટિવલની તૈયારી ઉપર ધ્યાન આપશો...!?” નેહાએ સહેજ ચિડાયેલાં પણ ધિમાં સ્વરમાં પહેલાં અંકિતા અને પછી લાવણ્યા સામે જોઈને કહ્યું.

“સ..સોરી...!” અંકિતા ગભરાઈને બોલી.

“લાવણ્યા...!?” ચીડયેલા ચેહરે નેહાએ હવે લાવણ્યા સામે જોયું “રેમ્પ વોકની થીમ નક્કી થઈ ગઈ....!? અને કપડાં....! આઈ ગ્યાં...!?”

“હેં....! હાં.....! હાં...!” લાવણ્યા જાણે તંદ્રામાંથી બહાર આવી હોય એમ બોલી “ક...કપડાં આઈ ગ્યાં અને થીમ પણ નક્કી થઈ ગઈ....!”

“ગુડ.....! અને રેમ્પવૉકમાં બેકગ્રાઉંન્ડ મ્યુઝિક કે સોંન્ગ કયું રાખવાનું છે...!?” નેહાએ પૂછ્યું અને પછી જાતેજ બોલી “પ્લીઝ હાં....! “ફેશન કા જલવા” વાળુંતો ના જ બોલતી...! એ ઓલરેડી બીજી કોલેજવાળાઓએ સિલેક્ટ કરીજ લીધું હશે....!”

“ હમ્મ...! એ હું નક્કી કરી લઈશ.....!” લાવણ્યા બોલી.

“કોઈ સારું રિમિક્સ સોંન્ગ સિલેક્ટ કરજે....!” નેહા બોલી “અને હવે મને તમે લોકો એકવાર વૉક કરીને બતાવીદો.....! એટ્લે ફાઈનલ થાય....!”

લાવણ્યાએ ડોકું ધૂણાવ્યું અને અંકિતા સામે જોયું.

અંકિતા સહિત બીજી જે ગર્લ્સે રેમ્પ વૉકમાં પાર્ટીસિપેટ કરવાની હતી તેઓ હવે સ્ટેજ તરફ જવાં લાગ્યાં. ડ્રામા સ્ટુડિયોમાં હાજર અન્ય સ્ટુડન્ટ્સ હવે એ લોકોને જોઈ રહ્યાં.

“તે જોયું...!? આજકાલ આ છોકરી બવ બોડી એક્સપોઝ કરવાં લાગી છે...!” સ્ટેજ તરફ જતાં-જતાં અંકિતાએ જોડે ચાલી રહેલી લાવણ્યાને કહ્યું.

“હમ્મ....! પણ સિડને આવું નઈ ગમતું.....!” લાવણ્યા બોલી.

“મનેતો લાગે છે....! સિડે આ ચાંપલીની જોડે મેરેજની ના પાડી દીધી હશે....!” અંકિતા બોલી.

“સાચે....! તને એવું લાગે છે...!?” લાવણ્યા આંખો મોટી કરીને બોલી.

સ્ટેજની એક સાઇડે બનેલાં પગથિયાં ચઢીને બધી ગર્લ્સ હવે સ્ટેજની પાછળની બાજુ એન્ટ્રન્સ તરફ ચાલીને જવાં લાગી.

“હમ્મ...! તોજ આ છોકરી સિડને ગમે એવાં કપડાં પે’રેને....!” અંકિતા તર્ક કરતી હોય એમ બોલી.

“may be…!”

લાવણ્યા સહિત બધીજ ગર્લ્સ હવે સ્ટેજના પાછલાં છેડે આવીને ઊભાં રહ્યાં.

“અંકિતા તું સૌથી આગળ...! પછી હું....! અને પછી નિરાલી અને બાકીની ગર્લ્સ...!” લાવણ્યા બોલી.

અંકિતાએ ડોકું હલાવ્યું અને સૌથી આગળ ઊભી રહી. ત્યાર પછી લાવણ્યા અને બીજી ગર્લ્સ એકની પાછળ એક એમ લાઈનમાં ઊભી રહી.

“ઓકે....! સ્ટાર્ટ....!” લાવણ્યા બોલી અને પહેલાં અંકિતા અને પછી વારાફરતી બધી ગર્લ્સ પોતપોતાની કમરે હાથ મૂકીને કેટવૉક કરતી-કરતી સ્ટેજનાં આગળનાં છેડાં તરફ જવાં લાગી.

“નાં....! નોટ ગૂડ....!” હજીતો અંકિતા અને લાવણ્યા સ્ટેજનાં અગાળનાં છેડે પહોંચવાંજ આવ્યાં હતાં ત્યાંજ નીચે ઊભેલી નેહા મોટેથી બધાંને સંભળાય એ રીતે બોલી ઉઠી “આ તો જૂનાં જમાનાંનાં રેમ્પ વૉક જેવું લાગે છે....!”

સ્ટેજનાં અગાળનાં છેડે આવીને લાવણ્યા અને બીજી ગર્લ્સ ઊભી રહી ગઈ અને નેહાને સાંભળવા લાગી.

“એક કામ કરો...! “તમે કૂલ દસ છોકરીઓ છોને....! અને દરેક કોલેજને રેમ્પવૉક માટે લગભગ બે મિનિટનો ટાઈમ મળશે...! રાઇટ...! નેહા સમજાવા લાગી “તો...પહેલાં નિરાલી અને બાકીની આઠ ગર્લ્સ રેમ્પ વૉક કરતી-કરતી આવશે....! અને ચાર ગર્લ્સ સ્ટેજની જમણી બાજુ અને બીજી ચાર સ્ટેજની ડાબી બાજુની સાઇડે વચ્ચે જગ્યા રાખીને લાઈનમાં ચાલશે અને આગળનાં છેડે આવીને વન બાય વન બધી ગર્લ્સ પોત-પોતાની સાઇડે વળીને સ્ટેજનાં છેડે ઊભી રે’શે અને પાંચેક સેકંડનો પોઝ આપશે....! ત્યાં સુધી લાવણ્યા અને અંકિતા....! તમે બેય..! સ્ટેજની પાછળજ ઊભાં રે’શો..! પછી પાંચ સેકંડનાં પોઝ પછી એક પછી એક બધી ગર્લ્સ પાછી બેક સ્ટેજ બાજુ જવાં લાગશે...! એજ રીતે વચ્ચે જગ્યા રાખીને...! ડાબી-જમણી બાજુ....! રાઇટ....!?”

લાવણ્યા સહિત સ્ટેજ ઊભાં-ઊભાં સાંભળી રહેલી બધી ગર્લ્સે હકારમાં માથું ધૂણાવ્યું.

“પછી જેવી બંને લાઈનની સૌથી આગળની પે’લ્લી છોકરી ઓલ્મોસ્ટ સ્ટેજનાં પાછળનાં છેડે પોં’ચે....!” નેહા આગળ સમજાવાં લાગી “કે તરતજ તું અને અંકિતા.....! બેય એકબીજાની જોડે વૉક કરતાં-કરતાં આવશો....! સ્ટેજનાં છેક આગળનાં છેડે આવીને પે’લ્લાં તમે બેય જોડે ઊભાં રહીને પોઝ આપશો પછી એક બીજાને ક્રોસ કરીને ડાબી જમણી બાજુનાં છેડે આવીને ફરીવાર પોઝ આપશો....! રાઇટ...! તમારો પોઝ થોડો વધારે લાંબો હશે....! લગભગ દસેક સેકંડનો....! પછી તમે બેય પાછાં જોડે આવીને ઊભાં રે’શો અને પોઝ આપશો….! અને ફાઈનલી પાછાં બેકસ્ટેજ જવાં લાગશો....! ગોટ ઈટ..!?”

“જોરદાર હોં....!” નેહાની જોડે ઉભેલો એક છોકરો રિતેશ બોલ્યો.

નેહાએ તેની સામે જોઈને સ્મિત કર્યું.

“ચાલો હવે એ પ્રમાણે રિહર્સલ કરો....!” નેહા બોલી અને બધી ગર્લ્સ પાછી બેકસ્ટેજ તરફ જવાં લાગી.

-----

“હજી થોડી પ્રેક્ટિસની જરૂર છે....!” સ્ટેજ ઉપર રેમ્પ વૉકની પ્રેક્ટિસ કરી રહેલી લાવણ્યા અને બીજી ગર્લ્સને જોઈને નીચે ઊભેલી નેહા બોલી “હવે થોડીવાર બ્રેક લઈલો....! પછી કન્ટીન્યુ કરીએ....!”

બધી ગર્લ્સ હવે સ્ટેજ ઉપરથી નીચે ઉતરવાં લાગી. નેહા તેનાં નોટપેડમાં પાનાં ઊથલાવી રહી.

“અમ્મ....! બધાં અહિયાં આવો....!” નેહાએ નોટપેડમાં જોઈ રહીને તેનો એક હાથ ઊંચો કરીને કહ્યું.

બધી ગર્લ્સ નેહા જોડે જવાં લાગી. નેહા તેનાં ઘૂંટણવાળીને નીચે બેસી ગઈ. લાવણ્યા સહિત બધાં હવે નેહાની આજુબાજુ સર્કલમાં બેસવાં લાગી. લાવણ્યા અને અંકિતા નેહાની સામે બેઠી.

“હવે જોવો....! યૂથ ફેસ્ટિવલના ઇવેન્ટનું સ્ટેજ આ રીતે બનેલું છે...!” નેહા બધાંની સામે નોટપેડમાં સ્ટેજનું રફ સ્કેચ બનાવીને સમજાવા લાગી.

લાવણ્યા સહિત બધાં સહેજ વધુ નજીક આવીને જોવાં લાગ્યાં.

----

“સમજાઈ ગયું બધાંને...!?” નેહાએ વારાફરતી બધાં સામે જોઈને પૂછ્યું.

લાવણ્યા સહિત બધાંએ હકારમાં ડોકું ધૂણાવ્યું.

“અરે..! અંકિતા...! આ તો ગઈકાલનાં ગરબાંનો pic છેને....!?” નેહાની જોડેજ બેઠેલી નિરાલીએ તેનાં ફોનમાં અંકિતાની ફેસબૂક વૉલ ઉપર અંકિતાએ પોસ્ટ કરેલાં નવમા નોરતાંનો ગ્રૂપ સેલ્ફી ફોટો બતાવતાં કહ્યું.

ફોટોમાં લાવણ્યા સહિત અંકિતા, કામ્યા પ્રેમ વગેરે બધાંજ હતાં. અંકિતાએ એ ફોટો છેલ્લાં નોરતાંનાં સેલિબ્રેશન પછી ખેંચ્યો હતો.

“નેહા...! તું કેમ નથી આ ફોટાંમાં....!?” નિરાલીએ પોતાનાં ફોનની સ્ક્રીન નેહા તરફ ધરી “તું પણ છેજને આ લોકોનાં ગ્રૂપમાં...!?”

“સિદ્ધાર્થ....!?” નેહાનાં ચેહરાનો જાણે રંગજ ઊડી ગયો હોય એમ તે આંખો મોટી કરીને નિરાલીનાં ફોનમાં ફોટોને જોઈ રહી અને હોંઠ ફફડાવતી મનમાં બબડી.

ફોટોમાં લાવણ્યાની જોડે સિદ્ધાર્થ પણ ઊભો હતો. લાવણ્યાએ તેનું બાવડું પકડી રાખ્યું હતું અને ચોંટીને સિદ્ધાર્થની જોડે પોઝ આપ્યો હતો.

અંકિતા નેહાનાં ચેહરા ઉપર બદલાઈ ગયેલાં ભાવોને જોઈ રહી. ગભરાઈ ગયેલી લાવણ્યા નેહા સામે જોઈ બેઠાં-બેઠાં ધ્રૂજવાં લાગી અને અંકિતા સામે જોવાં લાગી.

“હું બીઝી હતી....!” નેહાએ પોતાનાં ચેહરા ઉપરનાં ભાવોને શક્ય એટલાં છુપાવતાં ઠંડા સ્વરમાં કહ્યું “ચાલો....! હવે રિહર્સલ કરીએ....!”

એટલું કહીને નેહા ઊભી થઈ ગઈ. એક-બીજા સાથે ઇશારામાં વાત કરવાનો પ્રયત્ન કરી રહેલાં લાવણ્યા અને અંકિતા સહિત બીજાં બધાં પણ ઊભાં થઈ ગયાં અને સ્ટેજ તરફ જવાં લાગ્યાં.

“તે જોયું....!?” સ્ટેજ તરફ જતાં-જતાં અંકિતાએ લાવણ્યાને ધીરેથી પૂછ્યું.

“હાં....! જોયું...!” લાવણ્યા નેહાનો ચેહરો યાદ કરતાં બોલી.

“શું જોયું....!?” અંકિતા જાણે ખાતરી કરતી હોય એમ પૂછ્યું.

“મને લાગે છે કે એને નો’તી ખબર કે ગઈકાલે સિદ્ધાર્થ અમદાવાદ હતો અને આપડી જોડે ગરબાંમાં હતો....!” લાવણ્યાએ કીધું.

“Exactly…..!” અંકિતાએ ભારપૂર્વક કહ્યું.

“મનેતો લાગે છે કે નેહા હવે બધાની વચ્ચે આપડો ભવાડો કરશે....!” લાવણ્યા હવે સ્ટેજનાં પગથિયાં પાસે અટકીને ગભારાતાં-ગભરાતાં બોલી.

“અરે તું ચિંતા નાં કર....! હું છુંને ....!” હવે અંદરથી ગભરાઈ રહેલી અંકિતા પરાણે લાવણ્યાને હિમ્મત આપતાં બોલી.

-----

“પર્ફેક્ટ.....! આજરીતે....!” નેહા બોલી.

લગભગ પોણો કલ્લાક સુધી રેમ્પવૉકની પ્રેક્ટિસ ચાલી. અનેકવાર રિપીટ કર્યા પછી છેવટે નેહાએ કહ્યાં મુજબ રેમ્પવૉકની સિકવન્સ બેસી જતાં નેહા સહિત ડ્રામા સ્ટુડિયોમાં હાજર બધાં સ્ટુડન્ટ્સએ તાળીઓ પાડી બધાંને વધાવી લીધાં.

“હવે તમે લોકો બે -ત્રણવાર રિહર્સલ કરીલો....! હું ઓડિટોરિયમ જવછું....! મારે બીજું કામ છે...!” નેહા બોલી અને ત્યાંથી બહાર જવાં લાગી.

“હાશ....! કંટાળી જવાયું....!?” સ્ટેજના છેડે પગ લબડાવીને નીચે બેસતાં અંકિતા બોલી.

“હમ્મ.....! હવેતો યૂથ ફેસ્ટિવલ પતે એટ્લે શાંતિ.....!” લાવણ્યા પણ જોડે બેસી ગઈ.

અન્ય સ્ટુડન્ટ્સ હવે પોતપોતાની રીતે ટોળાં બનાવીને ગપ્પાં મારવાં લાગ્યાં.

“કેમ ખોવાયેલી-ખોવાયેલી છે....!?” વિચારોમાં ખોવાયેલી લાવણ્યાને જોઈને અંકિતાએ પૂછ્યું.

“અમ્મ...! કેમની કઉં એને....!?” વિચારોમાંજ અટવાયેલી રહેલી લાવણ્યા બોલી.

“શું કે’વું છે...!? કોને કે’વું છે...!?” અંકિતાએ મૂંઝાઇને પૂછ્યું.

“હેં....શું...!?” લાવણ્યા જાણે ઊંઘમાંથી ઝબકી હોય એમ બોલી.

“અરે તું બોલી...! કે “કેમની કઉં”...! તો શું કે’વું છે અને કોને કે’વું છે...! એમ પૂછું છું....!”

“સિડને કેવું છે...!” લાવણ્યા મૂંઝાયેલું મોઢું કરીને બોલી.

“શું....!?”

“આઈ લવ યુ....!” લાવણ્યા એજરીતે બોલી.

“હી....હી.....! શું....!? તે હજી સુધી એને આઈ લવ યુ નઈ કીધું....!?”

“નઈ કીધું.....!” લાવણ્યા રડું-રડું થઈ ગઈ.

“અરે પણ એમાં આવું મોઢું શું કામ કરે છે...! તમે બેય એકબીજાને આટલો લવ તો કરોજ છો.....! એ વાતની ખબર તમને બેયને છેતો ખરીજને….!? તમે બેય જતાવો તો છોજને….!”

“વિવાન કે’તો તો કે પ્રેમ જતાવવો જેટલો જરૂરી છે....! એટલોજ પ્રેમનો એકરાર કરવો પણ છે....!”

“ઓહો.....! એટલેજ....! એમ કે’ને....! આવાં વિચિત્ર વિચારો એ ડોબાંના મગજમાં જ આવે....! હુંય વિચારું કે તને ક્યાંથી આવું બધું મગજમાં આવ્યું....!”

“કેમ...! એમાં ખોટું શું છે....!?”

“અરે લાવણ્યા...!” અંકિતા હવે લાવણ્યાના ખભાં હચમચાવીને બોલી “આટલો બધો લવ તમે બેય એકબીજાને કરો છો તો....! પછી “આઈ લવ યુ” ની ફોર્માલિટીની ક્યાં જરૂર છે...!?”

“ના....વિવાનની વાત સાચી છે....!” લાવણ્યા ભારપૂર્વક બોલી “મારે સિડને “આઈ લવ યુ” કેવું જોઈએ....! અને કેવુંજ જોઈએ....!”

“તો પછી કઈદેને....! એમાં આટલી મૂંઝાય છે શું કામ.....!?”

“એજ તો નઈ સમજાતું.....! કે હું એને કેવીરીતે કવ....!?”

“કેમ ઓલાં ડોબાંએ કોઈ આઇડિયા ના આપ્યો...!?” અંકિતાએ ટોંન્ટ માર્યો.

“એણેતો એવું કીધું....! કે સિડ બવ સ્ટ્રેઈટ છોકરો છે....! તો હું પણ એને સીધે-સીધું કઈ દઉં....! કોઈ જાતનો દેખાડો કર્યા વિના....!”

“હમ્મ....! આમતો છે ડોબો....! પણ વાતો બવ ઇંટેલીજેંન્ટ કરે છે....!”

“હી...હી...વિવાન ડોબો નથી હવે....!” લાવણ્યાથી પરાણે હસાઈ ગયું.

“હમ્મ....!” અંકિતા વિચારે ચઢી ગઈ.

લાવણ્યા પણ મૌન થઈને વિચારવાં લાગી.

“કઈં સૂઝયું.....!?” થોડીવાર પછી પણ કઈં ના સૂઝતા લાવણ્યાએ અંકિતાને પૂછ્યું.

અંકિતાએ માછલી જેવાં હોંઠ કરીને નકારમાં માથું ધુણાવ્યું.

“અરે હાં....!” અંકિતાને અચાનક ચપટી વગાડીને કહ્યું “તું એનાં માટે કોઈ એવું સોંગ ગાઈલેને...!?”

“સોંન્ગ...!?” લાવણ્યા મૂંઝાઈ.

“અરે યાર....! આજે સાંજે યૂથ ફેસ્ટિવલમાં તારે ફિમેલ સિંગિંગમાં સોંન્ગ ગાવાનુંજ છેને....! તો પછી તું એવું કોઈક સોંન્ગ ગાને જેમાં તારી ફિલિંગ્સ એક્સ્પ્રેસ થઈ જાય....!”

લાવણ્યા વિચારવાં લાગી.

“અરે આનાથી બેસ્ટ ચાન્સ શું હોય યાર....! તું વિચાર કે બધાની સામે તું તારી એનાં માટેની ફિલિંગ્સ કઈ દઇશ....! આટલો જોરદાર પ્રપોઝતો કોઈએ નઈ કર્યો હોયને...?!”

“આઈડિયા તો બઉ મસ્ત છે....!” લાવણ્યા હવે સ્મિત કરીને બોલી “પણ...સિડને ગમશે...!?”

“અરે કેમ નઈ...! તારું “બેપનાહ”વાળું સોંગ એને કેટલું ગમ્યું’તું યાદ છેને...!?” અંકિતાએ યાદ અપાવ્યું.

“હાં....! એ મને કે’તો તો પણ ખરાં.....!”

“તો પછી ડન....! આજે સાંજે....!” અંકિતા મૂવીનો કોઈ સિન સમજાવતી હોય એમ તેનાં બે હાથ લાંબા કરીને બોલી “બધાં.....આ......ની વચ્ચે....! તું.....! તારાં....! પ્રેમનો એકરાર કરી દેજે...! અને ..........! પછી.....! ઉફ્ફ.....! સિડ...તને દોડીને ….! પકડી લેશે....!” અંકિતાએ બેઠાં બેઠાંજ લાવણ્યાને તેણીની કમરમાંથી પકડી લીધી “અને પછી....! તને જોરદાર ક્સિસ્સ.....!”

અંકિતા લાવણ્યાને ચૂમતી હોય એમ તેનાં હોંઠ તેનાં ગાલની નજીક લઈ જવાં લાગી.

“ઈ.....! અંકલી...!” લાવણ્યાએ અંકિતાના ગાલ ઉપર ટપલી મારીને તેને દૂર હડસેલી.

“હાં...હાં....હાં....! બોલ કેવો લાગ્યો આઇડયા....!”

“જોર....!” લાવણ્યાએ સ્મિત કર્યું.

“તો.....! હવે સોંન્ગ વિચારીએ....!?” અંકિતાએ કીધું અને પછી બંને સોંન્ગ વિચારવાં લાગ્યાં.
------

સાંજના લગભગ પાંચ વાગવાં આવ્યાં હતાં. યૂથ ફેસ્ટિવલનો ઇવેન્ટ શરૂ થાય એ પહેલાં ઘરે જઈને ફેશ થવા અંકિતાની એક્ટિવાં ઉપર બેસીને બંને લાવણ્યાના ઘરે જઈ રહ્યાં હતાં.

“મને તો હજીયે નવાઈ લાગે છે...!” એક્ટિવાં ચલાવતાં- ચલાવતાં અંકિતાએ પાછળ બેઠેલી લાવણ્યાને કહ્યું “નેહાએ કઈજ કર્યું નઈ.....! ગરબાનો ફોટો જોયાં પછી પણ એ shock થઈ ગઈ’તી....!”

લાવણ્યા કઈંપણ બોલ્યાં વગર સાંભળી રહી અને આજુબાજુ પસાર થતાં દ્રશ્યોને જોઈ રહી.

“મે નોતું કીધું....! સિદ્ધાર્થ અને નેહા એકબીજાની નજીક આઈ ગ્યાં છે....! અને તારા અસ્તિત્વથી નેહાને હવે કોઈ ફેર નથી પડતો....!” લાવણ્યાએ કઈંના બોલતાં અંકિતાએ આગળ કહ્યું “પણ હવે એવું લાગે છે કે સિદ્ધાર્થ નેહાને ભાવ નથી આપતો...! એટ્લે કદાચ નેહા તારી જોડે છુપું કોમ્પિટિશન કરી રહી હોય એવું લાગે છે....!”

વિચારે ચઢી ગયેલી લાવણ્યા એક્ટિવાંની આગળ જઈ રહેલાં વાહનો જોઈ રહી.

“કદાચ તારી વાત સાચી હોઈ શકે છે....!” થોડીવાર લાવણ્યા છેવટે બોલી “સિડ પણ આજે મને યૂથ ફેસ્ટિવલમાં આવવાની ના પડતો હતો....!”

“કેમ....!?” અંકિતાએ હળવાં આશ્ચર્યથી પૂછ્યું.

લાવણ્યા ફરીવાર મૌન થઈ ગઈ અને સિદ્ધાર્થ સાથે સવારે પાર્કિંગ શેડમાં થયેલી વાતચિત યાદ કરી રહી.

“કેમ...! એ તો મેં સિડને નઈ પૂછ્યું....!” વાત ટાળવાં લાવણ્યા ખભાં ઉલાળતાં બોલી “હવે અમે બેય બવ ક્લોઝ થઈ ગ્યાં છે....! અને સિડ મને લવ કરે જ છે....! અને રહી વાત યૂથ ફેસ્ટિવલમાં નઈ જવાની....! તો હું તો જવાનીજ.....! જે થવું હોય એ થાય...!”

લાવણ્યાનો જવાબ સાંભળીને અંકિતા મૌન થઈ ગઈ અને એક્ટિવાં ડ્રાઇવ કરી રહી.

“કઈં સમજાતું નથી....!” એક્ટિવાં ચલાવી રહેલી અંકિતા મનમાં બબડી રહી “સિદ્ધાર્થે લાવણ્યાને યૂથ ફેસ્ટિવમમાં જવાની ના કેમ પાડી....!?”

એકસાથે અનેક વિચારો હવે અંકિતાનાં મનને ઘેરી વળ્યાં.

“નેહાનું સિદ્ધાર્થને મેરેજ માટે નાં પાડવી....!”

“લાવણ્યા અને સિદ્ધાર્થનું એકબીજાની ક્લોઝ થવું....!”

“નેહાનું ફરીવાર મેરેજ માટે “હા...!” પાડવું.....!”

“સિદ્ધાર્થનું બરોડાં જવું....! બરોડાં જાય ત્યારે લાવણ્યાનાં ફોન નાં ઉપાડવા.....! મેસેજનો રિપ્લાય ના કરવો....! કે સામેથી જવાબ નાં આપવો....!”

“નેહા જોડે આખો શોપિંગ, મૂવીમાં સ્પેન્ડ કરવો....!”

“નાની-નાની વાતે ઝગડા કરનારી નેહાનું વર્તન અચાનક બદલાઈ જવું....!”

“ જાણે લાવણ્યાની જોડે છૂપું કોમ્પિટિશન કરતી હોય એવાં કપડાં પહેરવાં....!”

“આખરે વાત શું હશે....!?”

અચાનક કઈંક વિચાર આવી જતાં અંકિતાનાં શરીરમાં હળવી ધ્રુજારી આવી ગઈ.

“ક્યાંક એવું તો નથીને.....! કે શાંત થઈ ગયેલી નેહા....! અચાનક કોઈ મોટું તોફાન લઈને તો નઈ આવેને....!”

*******

નોંધ: વાર્તામાં ઉપયોગમાં લેવાયેલાં કોઈપણ સોંગ્સનાં લીરિક્સ ઉપર લેખકનો કોઈ હકદાવો નથી.

-J I G N E S H