Love Revenge - 10 books and stories free download online pdf in Gujarati

લવ રિવેન્જ - ૧૦

લવ રિવેન્જ
પ્રકરણ-10

"ઓયે....!" ખેતલપા પહોંચીને લાવણ્યાએ પાછળની તરફથી વિશાલની પીઠ ઉપર જોરથી ધબ્બો મારતાં કહ્યું "કેમ આમ સાવ કોરો-કોરો બેઠો છે...!? કઈંક મંગાવ..! આજે તો ડબલ મસ્કો મારીને મસ્કાબન મંગાવ...! મારાં તરફથી..!"
"ઓહો...!?" લાવણ્યાના ચહેરાની ખુશી જોઈને વિશાલ બોલ્યો "શું વાત છે આજે...!? પાર્ટી ફોર્મમાં છે....!"
"અરે you won't believe કે આજે શું થયું...!" લાવણ્યા દરેક ગુજરાતીની જેમ અડધું ગુજરાતી અડધું અંગ્રેજી બોલી "આજેતો સ્વર્ગના બધાંજ દેવતાઓ મારી ઉપર પ્રસન્ન થઈ ગયાં...!"
"એમ...!? શું વરદાન આપ્યું...!?" વિશાલ મ્હોં બનાવતા બોલ્યો
"સિદ્ધાર્થ....!" લાવણ્યા ફૂલફોર્મમાં આઇબ્રો નચવતા બોલી અને તરતજ વિશાલની બાજુમાં બાઇકની સીટ ઉપર બેઠી.
"એટ્લે...!?" વિશાલ તેની સામે જોઈને બોલ્યો.
"તું પહેલાં ડબલ મસ્કો અને એક કડક મીઠી મસાલા ચ્હા મંગાવ....!" લાવણ્યા કોઈ સાહેબની જેમ ટાઈટ થતાં બોલી.
"બીજું કઈં...!? લાટ સાહેબ....!?" વિશાલે કટાક્ષ કર્યો.
"ના...! વત્સ..!" લાવણ્યા તેનો પંજો ઊંચો કરી ટીખળ કરતાં બોલી.
વિશાલ ચાલતો ચાલતો કેશ કાઉન્ટર તરફ ગયો. લાવણ્યાએ મોબાઇલમાંથી નેહાનો નંબર કાઢી ડાયલ કર્યો.
"હાં....!બોલ..!?" થોડીવાર રિંગ વાગ્યા પછી નેહાએ ફોન ઉઠાવ્યો.
"સિદ્ધાર્થને કેવી જગ્યાએ ફરવા જવાનું ગમે...!?" લાવણ્યાએ પૂછ્યું.
"સિરિયસલિ તે મને આ પૂછવા ફોન કર્યો...!?" નેહા થોડું ચિડાઈ.
"કેમ...!? હજીપણ તું લેકચરમાં છે...!?"
"નો રે....!"
"તો પછી...!? તું સિદ્ધાર્થની જોડે મેરેજ ના કરવા ઇચ્છતી હોય તો કઈં નહીં પણ કમસે કમ એનું મન ડાઇવર્ટ કરવામાં હેલ્પ તો કર...!" લાવણ્યા તેને ખખડાવતાં બોલી.
"તું ઝપીશ નહીં એમને....!" નેહા આકળાઇ "સારું સાંભળ...! થોડું મગજ દોડાવ્યું હોત તો પણ ખબર પડી જાત...! એ ક્ષત્રિય છે....! અને ક્ષત્રીઓને ઐતિહાસિક સ્થળો બહુ ગમે....! સમજી..!"
"હમ્મ...!" લાવણ્યાએ એકલાં બેઠાં-બેઠાં ડોકું ધૂણાવ્યું "જો તું ઇચ્છતી હોઉ કે સિદ્ધાર્થ હવે મેરેજ માટે તારી જોડે લમણા ના લે તો તું મારી હેલ્પ કર....!"
"શેમાં હેલ્પ કરું...!?" નેહાને નવાઈ લાગી.
"એનું મન મારી બાજુ ડાઈવર્ટ કરવામાં....!"
"ઓહ...!" નેહાને વધુ નવાઈ લાગી "તું આ 'બલિદાન' કેમ આપવા માંગે છે...!?"
લાવણ્યા નેહાનો કટાક્ષ પામી ગઈ હોય એમ બોલી -"જો બકા...! હું ગોળ નથી ફેરવવા માંગતી...! તને એ નથી ગમતો....! fine...! મને ગમે છે...! સમજીને...! તો જો તારે એનાથી પીછો છોડાવવો હોય તો એ મારી બાજુ ખેંચાય એમાં મારી મદદ કર..!"
"fine....! બોલ બીજું શું પૂછે છે...!?" નેહાએ આખરે 'હાં' પાડી.
"તું બોલ...! એને ભાવતી આઇટમ શું છે..!?" લાવણ્યાએ પૂછ્યું
"બાજરીનો રોટલો....!" નેહા બોલી "ઘી લગાડેલો...!"
"ઓહ તારી...!" લાવણ્યાએ તેનાં કપાળે હાથ દીધો "એટલેજ તે ના પાડી મેરેજની...!?"
"હાં....!" નેહા લાવણ્યાના કટાક્ષનો જવાબ આકળાઇને આપ્યો "તું પણ ના પાડી દેજે...! એ ઓછામાં ઓછા સાત બાજરીના રોટલાં ખાઈ જાય છે...! તું થેપી-થેપીને થાકી જઈશ...! સમજી..!"
"અરે બાપરે...! આખા સાત...!?" લાવણ્યાની આંખો પહોળી થઈ ગઈ.
"હાં...! બીજું શું જાણવું છે બોલ..!?"
"અમ્મ....!" લાવણ્યાએ કેશ કાઉન્ટર તરફથી વિશાલને આવતો જોયો "બસ....! બીજું પછી...! bye....!"
લાવણ્યાએ ફોન કટ કર્યો. વિશાલ હવે તેનાં બંને હાથમાં મસ્કાબનની પ્લેટો લઈને આવ્યો.
"આ લે.....!" વિશાલે એક પ્લેટ લાવણ્યા તરફ ધરી.
લાવણ્યાએ પ્લેટ લઈને સાચવીને પડે નહીં એરીતે બાઇકની ટાંકી ઉપર મૂકી.
"ચ્હા ના લાવ્યો....!?" લાવણ્યાએ પૂછ્યું.
"લાવું છું મેડમ....!" વિશાલે ફરી કટાક્ષ કર્યો અને ચ્હા લેવા માટે પાછો ગયો.
"લે...! ગરમ છે...!" વિશાળ ચ્હાનો કપ આપતાં બોલ્યો "હવે બોલ શું વાત છે...!? આટલી ખુશ શેની છે...!?"
ચ્હા અને મસ્કાબનની મજા લેતાં-લેતાં લાવણ્યાએ નેહા અને સિદ્ધાર્થના મેરેજ વિષે તેમજ સિદ્ધાર્થ અને તેની પણ બધીજ વાત માંડીને કરી.
"ખરેખર હો...!" વિશાલ બોલ્યો "તારું નસીબ તો અચાનક ચમકી ગયું...!"
"હાં....! મનેતો ખરેખર વિશ્વાસ નથી થતો..!" લાવણ્યા બોલી "હવે શું કરું એને મારી બાજુ ખેંચવાં માટે....!?"
"કઈં ના કરીશ....!" વિશાલ બોલ્યો "જેમ ચાલે છે એમ ચાલવા દે...! બહુ ઉતાવળ ના કરીશ...!સિદ્ધાર્થ એવો છોકરો નથી કે નેહાએ ના પડતાં તે તરતજ તારી બાજુ ઢળી પડે...! થોડો સમય આપ...!"
"હમ્મ...!" લાવણ્યા વિચારી રહી.
"એની જોડે વધુ સમય વિતાવ...! પણ યાદ રાખજે...!" વિશાલ થોડું અટક્યો "સાવ ચીપ છોકરીઓની જેમ એની જોડે ફ્લર્ટ ના કરતી...! બહુ વધુ પડતો ભાવ ના આપતી..! નહીંતો સિદ્ધાર્થ તારી જગ્યાએ કોઈ બીજી શોધવાનો પ્રયત્ન કરશે....!"
"ના...રે....!" લાવણ્યા બોલી "હું કોઈ બીજી જોડે એને નહીં જવા દઉં....!"
"તું કે'તીતીને કે તે એને ક્યાંય ફરવા જવાનું પૂછ્યું છે....!?"
"હાં....! એ આજે સાંજે જવાબ આપવાનો છે....!"
"તો એનેજ જવાબ આપવા દેજે ....! તું સામેથી ના પૂછતી....! એનો ફોન કે મેસેજ આવે તો તરત રિપ્લાઇ ના આપતી...!"
"યાર....! સિદ્ધાર્થ ના કેસમાં ભાવ ખાવો બહુ અઘરું કામ છે હો...!"
"એ એકલો છે...! નેહાથી મન ડાયવર્ટ કરવાં માટે એને કોઈકની જરૂર છે...! એટ્લેજ જો એને તું એક સારો ઓપ્શન તરીકે દેખાઇ તો એ ચોક્કસ તારી બાજુ ખેંચાશે...! નેહાની જેમ થોડી selfrespected ગર્લ બન....! બહુ ભાવ ના આપીશ...! પછી જો....!"
"ok baba....!"
ત્યારપછી બંનેએ લગભગ કલ્લાકેક જેવુ બેસને ચર્ચા કરી. પછી લાવણ્યા પોતાની એક્ટિવા લઈને ઘર તરફ જવા નીકળી. તે ઘરે પહોંચીને એક્ટિવા કમ્પાઉન્ડમાં પાર્ક કરતી હતી ત્યાંજ સિદ્ધાર્થનો ફોન આવ્યો.
રિંગ વાગી રહેલા મોબાઇલમાં લાવણ્યાએ સિદ્ધાર્થનો નંબર જોયો અને ફોન પાછો તેનાં પર્સમાં મૂક્યો.
"ભાવ ખાવાનો...!" લાવણ્યા મનમાં બબડી અને એક્ટિવાની ચાવી કાઢીને ઘરમાં જવા લાગી.
******
રાતના લગભગ દસ વાગ્યે સિદ્ધાર્થને ફોન લગાડયો. થોડીવાર રિંગ વાગ્યા પછી સિદ્ધાર્થે ફોન ઉઠાવ્યો.
"હેલ્લો....! સોરી sid...!" સિદ્ધાર્થે ફોન ઉઠાવતાંજ લાવણ્યા પ્રેમથી બોલી "હું એક્ટિવા ઉપર હતી અને પછી ઘરે આવીને મમ્મીને કામમાં મદદ કરવામાં ભૂલી ગઈ....! સોરી યાર...!"
"હાં....! સારું....!" સિદ્ધાર્થ બોલ્યો "કઈં વાંધો નઈ....! મને નહોતી ખબર તું ઘરનું કામ પણ કરી જાણે છે...!?"
"કેમ....!? ના કરી શકું...!?" લાવણ્યા ખોટો ગુસ્સો કરતાં બોલી "મેં તને ચ્હા બનાવીને નહોતી પીવડાવી....!? મને બધુ આવડે છે....!"
"ઓહ હા.....!બરાબર બોલી ....!"
"બોલ શું હતું..!?" લાવણ્યા જાણી જોઈને અજાણ બનતાં બોલી.
"બસ....! કઈનઈ....! તું કે'તીતીને...! ક્યાંક ફરવા જવાનું...!?" સિદ્ધાર્થે યાદ અપાવ્યું.
"ઓહ....! હાં....! બોલને ક્યાં જવું છે...!?" લાવણ્યાએ ભાવ ખાવાનું નાટક ચાલુ રાખ્યું "તને કેવી જગ્યાએ ફરવાનું ગમે...!?"
"મને તો ઐતિહાસિક જગ્યાઓ ઉપર ફરવા જવાનું ગમે....!" સિદ્ધાર્થ બોલ્યો.
"મોઢેરાં જઈએ....! સૂર્યમંદિર જોવા....!?" લાવણ્યાથી અમસ્તુંજ બોલી ગઈ.
"હાં....! ચલ....!" સિદ્ધાર્થ બોલ્યો.
"તો પછી પાકું...!" લાવણ્યા ખુશ થતાં બોલી "કાલે સવારે વે'લ્લાં નીકળીશું...!? ok...!?"
"કેટલાં વાગે...!?"
"તું કે'?
"આઠ વાગે...! ચાલશે...!?" સિદ્ધાર્થે પૂછ્યું.
"હાં....! ચાલશે...!"
"પણ વરસાદનું શું....!?" સિદ્ધાર્થે પૂછ્યું
"એમાં શું જાન...!" લાવણ્યાથી બોલી જવાયું "I mean...! તારી જોડે પલળવાની મજા આવશે...!"
"હા....હા....હા.....!" સિદ્ધાર્થ હસી પડ્યો "...'જાન' ચાલશે....!"
"જાન ચાલશે....!?" લાવણ્યા ચોંકી અને ખુશ થઈને મનમાં બબડી "તો પછી કાલે મળીએ...! ok...!"
"ok...! bye....!" સિદ્ધાર્થે કહ્યું અને ફોન કટ કર્યો.
લાવણ્યા ફોન મૂકીને ખુશ થતાં બેડ ઉપર લંબાવ્યું. તેનાં માટે સવાર સુધી રાહ જોવી એ જાણે એક આખો યુગ પસાર કરવાં જેવુ હતું.
*****
"મે કીધું હતું ને....! વરસાદ હેરાન કરશે...!"બાઇક ચલાવી રહેલાં સિદ્ધાર્થે તેની પાછળ બેઠેલી લાવણ્યાને કહ્યું. બન્ને સવારમાં વહેલાંજ અમદાવાદ-મહેસાણા થઈને મોઢેરાં જવા નીકળી ગયાં હતાં. તેઓ કલોલ પહોંચ્યાં ને વરસાદ ચાલુ થઈ ગયો હતો.
"ઇઇઇ.....!" વરસાદનાં તેજ છાંટાંથી પોતાને બચાવવાં સિદ્ધાર્થને એકદમ ચીપકી ગઈ. એમ કરવાં જતાં તેનાં લાવણ્યમય ઉન્નત સ્તન સિદ્ધાર્થની મજબૂત અને કઠોર બેકને સ્પર્શ થઈ ગયાં. લાવણ્યાનું આખું શરીર ધ્રુજી ઉઠ્યું અને તેણે પોતાની પકડ સિદ્ધાર્થની કમર ફરતે વધુ મજબૂત કરી. તેનાં પંજા સિદ્ધાર્થનાં એબ્સ ઉપર સ્પર્શ થતાં લાવણ્યાને જાણે કોઈ ગ્રીક ગોડની મુર્તિ ઉપર હાથ ફેરવ્યો હોય એવું લાગ્યું.
"તારે કાર લેવાં જેવી હતી...!" લાવણ્યા સિદ્ધાર્થનાં કાન નજીક તેનું મોઢું લાવતાં બોલી.
"કેમ...!?" સિદ્ધાર્થને નવાઈ લાગી.
"એક તારું આવું ગ્રીક ગોડ જેવુ બોડી....! એમાય આ વરસાદ....!એમાય તે સફેદ શર્ટ પહેર્યો છે...! અંદર બનીયાન પણ નથી પહેરી....!" લાવણ્યાએ સિદ્ધાર્થનાં ખભા ઉપર તેની દાઢી ટેકવી "તને શું ખબર હું કેવીરીતે કંટ્રોલ કરી રહી છું...!?"
"મને એમ કે તને આદત હશે આ બધાની....!"
"તારા જેવાં છોકરાની આદત નથી..." લાવણ્યા બોલી.
"અરે મારાં કરતાં વધુ સારી બોડીવાળા ઢગલો છોકરાઓ પડ્યાં છે....!"
"હાં...! પણ છોકરીઓને એવું ના હોય કે ગમે તે ગમી જાય....!" લાવણ્યા બોલી "બધાં છોકરાઓ "સિદ્ધાર્થ" નથી હોતાં...!"
"તું નહીં જીતવા દે એમને.....!?" સિદ્ધાર્થ મોઢું હલાવી રહ્યો "બોલ...! ક્યાંય ઊભું રહેવું છે....!? ચ્હા-બા પીવા....!?"
"હાં...! જરૂર...! કોઈ સારી કીટલી જોઈને ઊભી રાખ...!" લાવણ્યાએ કીધું.
લગભગ એકાદ કિલોમીટર જેટલું બાઇક ચલાવીને હાઇવેની ડાબીબાજુ એક મોટી ચ્હાની કીટલી જોઈને બાઇક ઊભી રાખી. વરસાદને લીધે સિદ્ધાર્થ મોટેભાગે પલળી ગયો હતો. પલળવાને લીધે તેનાં વ્હાઇટ શર્ટમાંથી તેનું ગ્રીક ગોડ જેવુ બોડી વધુ આકર્ષક લાગી રહ્યું હતું. લાવણ્યા પણ મોટેભાગે પલળી ગઈ હતી. તેણે ઘેરા બ્લ્યુ કલરનો પંજાબી ડ્રેસ પહેર્યો હતો જે પલળવાને લીધે તેનાં શરીરને ચોંટી ગયો હતો, જેથી તેનાં શરીરનાં બધાંજ ઘાટીલાં અને મરોડદાર આંગો વધુ ઉપસીને દેખાઈ રહ્યાં હતા.
રોમેન્ટીક વરસાદી મૌસમને લીધે ચ્હાની કીટલી ઉપર લાવણ્યા અને સિદ્ધાર્થ જેવા ઘણાં બધાં કપલ્સ ગરમાં-ગરમ ચ્હાની ચૂસકીઓ લઈ રહ્યાં હતા. ઘાસનાં છાંપરાવાળી ચ્હાની કીટલીનાં કેશ કાઉન્ટર ઉપર જઈને સિદ્ધાર્થે બે કપ ચ્હાનાં પૈસા આપીને ચ્હા લીધી અને બાઇક પાસે ઊભેલી લાવણ્યા જોડે આવ્યો. વરસાદ લગભગ થંભી ગયો હતો.
ગરમ ચ્હાનાં બે કપ હાથમાં પકડીને સિદ્ધાર્થ લાવણ્યા પાસે આવ્યો અને તેની સામે એક કપ ધર્યો.
"આ લે....!" સિદ્ધાર્થ કપ આપતાં બોલ્યો "ગરમ છે...!"
"તારા જેટલો નહીં...!" લાવણ્યા તેની આંખો નચાવતા તેની સાથે ફ્લર્ટ કરતાં બોલી.
"શું તું પણ....!" સિદ્ધાર્થે માથું હલાવ્યું.
"તને નથી ગમતું હું તારી જોડે ફ્લર્ટ કરું એ...!?" લાવણ્યાએ ચ્હાની ચૂસકી મારતાં પૂછ્યું "જો તું comfortable ના હોવ....! તો હું નઈ કરું...!"
જવાબમાં સિદ્ધાર્થે હળવું સ્મિત આપ્યું અને આડું જોયું. લાવણ્યા પણ તેની મૂક સહમતી સમજી હળવું હસી. લાવણ્યાના મોઢે નેહાની કોઈક વાત આવી ગઈ. જોકે સિદ્ધાર્થનું મૂડ ખરાબ થાય એના કરતાં તેણે ચૂપ રહેવું સારું સમજયું.
"તારે કોઈ બોયફ્રેન્ડ નથી...!?"સિદ્ધાર્થે ચ્હા પીતાં-પીતાં પૂછ્યું.
"તું બનીશ....!?" લાવણ્યાએ સીધું પૂછી લીધું. સિદ્ધાર્થ ફરી આડું જોઈને હસ્યો.
"કેમ....!? મારાંમાં કોઈ પ્રોબ્લેમ..!?" લાવણ્યાએ પૂછ્યું.
"તું આટલી ઉતાવળી કેમ છે...!?" સિદ્ધાર્થે પૂછ્યું.
"તારા જેવો છોકરો હાથમાંથી જલ્દી સરકી ના જાય એટ્લે ઉતાવળ કરવી પડે....! હું નેહા જેવી મુરખી નથી....!" લાવણ્યાએ ફરીવાર તેની આંખો નચાવી "હવે બોલ....! મારાંમાં શું પ્રોબ્લેમ છે....!?"
"કોઈ પ્રોબ્લેમ નથી....!" સિદ્ધાર્થે ચ્હાના કપને અડી રહેલાં લાવણ્યા ગુલાબી અધરો સામે જોઈ રહેતા કહ્યું "બસ તું ઉતાવળી બહુ થઈ જાય છે...!"
"પણ મને એમ કે તું નેહાથી તારું મન ડાઈવર્ટ કરવાં માંગે છે...!"
"હાં પણ મને થોડો ટાઈમ તો આપ...!"
"Sid....! હું સમજી શકું છું તારી પ્રોબ્લેમ.....!" લાવણ્યા સિદ્ધાર્થની વધુ નજીક આવી "પણ just give it a chance....! તુજ તારું મન બીજામાં નઈ લગાડે તો કેવીરીતે ચાલશે....!?"
"લાવ ખાલી કપ.....! હું મૂકી આવું...!" કહીને સિદ્ધાર્થે લાવણ્યાના હાથમાંથી કપ લીધો અને પાછો ટી-સ્ટોલમાં ગયો. થોડીવારમાં કપ મૂકીને તે પાછો આવ્યો. બાઇક ઉપર બેસીને તેણે બાઇક સ્ટાર્ટ કર્યું. લાવણ્યા હળવેથી બાઇક પાછળ બેઠી. તે હવે જાણીજોઈને સિદ્ધાર્થને એકદમ ચીપકીને બેઠી. પોતાનાં બંને હાથ તેણે સિદ્ધાર્થની કમર ફરતે વીંટાળી તેની ચેસ્ટ પાસે કચકચાવીને પકડ્યાં. સિદ્ધાર્થે જોકે કોઈ વાંધો ના લીધો. ધીમી સ્પીડે બાઇક મુખ્ય રસ્તે લઈ સિદ્ધાર્થે બાઇક પાછી મોઢેરાં તરફ મારી મૂકી.
*******
"આ સૂર્યકુંડ તો જો કેટલો વિશાળ છે...!" સિદ્ધાર્થે મોઢેરાં સૂર્યમંદિરના સૂર્યકુંડના કિનારે ઊભા રહીને લાવણ્યાને કહ્યું. બંને મોઢેરાં પહોંચી ગયાં હતાં. મંદિરના કોમ્પ્લેક્સમાં પ્રવેશીને તેઓ સૂર્યકુંડ પાસે ઊભા હતાં.
"હમ્મ....! આટલાં બધાં પગથિયાં ઉતરીને નીચે કોણ જતું હશે...!?" લાવણ્યા સૂર્યકુંડના અગણિત પગથિયાં જોઈ રહેતાં બોલી. સિદ્ધાર્થ હળવું હસ્યો.
"કોણે બંધાવ્યું હતું આ....!?" લાવણ્યાએ સિદ્ધાર્થ સામે જોયું.
"ભીમદેવ પહેલાંએ....! સોલંકીવંશના રાજાએ....!" સિદ્ધાર્થે કહ્યું "લગભગ હજારેક વર્ષ થવાં આવ્યા...!"
"હમ્મ....! મને એમ કે તું ખાલી ખાલી બણગાં ફૂંકતો'તો....!" લાવણ્યાએ કહ્યું "તારાં ઐતિહાસિક સ્થળોના શોખ વિષે....!"
"મંદિરનું આખું કોમ્પ્લેક્સ મેરુ-ગુર્જર શૈલી અથવાતો જેને ચાલુક્ય શૈલી કહેવાય એ શૈલીમાં બંધાયું છે....!" સિદ્ધાર્થ બોલવા લાગ્યો "અ......"
"ઓ....! હેલ્લો...!" લાવણ્યા વચ્ચે બોલી "હું અંહિયાં ઇતિહાસ શીખવા નથી આવી....! Ok....! હું સમજી ગઈ તને આ બધાંનું સારું નોલેજ છે...!"
સિદ્ધાર્થ હસતો હસતો માથું ધૂણવવા લાગ્યો અને મંદિરના મુખ્ય કોમ્પ્લેક્સ તરફ ચાલવા લાગ્યો.
"જોકે....! તારાં જેવા હોટ છોકરા માટે આવું બધુ નોલેજ....! કેટલું બોરિંગ કેવાય યાર...!" લાવણ્યાએ લગોલગ ચાલતાં-ચાલતાં સિદ્ધાર્થને ચીડવ્યો. વરસાદના લીધે અનેક જગ્યાએ નાનાં-મોટાં ખાબોચિયાં ભરાયેલાં હતાં. લાવણ્યા માર્ગમાં આવતાં એક ખાબોચિયામાં કૂદી.
"છપાક...!"
"અરે....! શું કરે છે....!?" પાણીના છાંટાં ઊડતાં સિદ્ધાર્થ બોલ્યો.
"મજા આવે છે...!" લાવણ્યા નાનાં બાળકની જેમ બોલી.
બંને લગભગ કલ્લાકેક જેટલું મંદિરના કોમ્પ્લેક્સમાં ફર્યા. મંદિરના ગર્ભગૃહ, સભામંડપ તેમજ મંદિરના લગભગ દરેક ભાગ અને દીવાલો ઉપર કરેલી અદભૂત કોતરણી વિષે સિદ્ધાર્થ વચ્ચે લાવણ્યાને સમજાવતો રહેતો. જોકે લાવણ્યા મોટેભાગે તેનો મજાક ઉડાવતી રહેતી.
"હા...! આ કઇંક કામનું છે....!" લાવણ્યાએ મદિરની બહારની દીવાલ ઉપર કોતરેલી સ્ત્રી-પુરુષની સંભોગની ક્રિયા દર્શાવતી એક મુર્તિ જોતાં બોલી અને સિદ્ધાર્થ સામે જોયું "હવે આના વિષે નઇ સમજાવે...!"
"મને લાગે છે કે તું ઓલરેડી આના વિષે મારા કરતાં વધારે જાણે છે...!" સિદ્ધાર્થે કટાક્ષ કર્યો.
"તો હું તને સમજાવું...!?" લાવણ્યાએ ફરીવાર તેની આઇબ્રો નચાવી અને સિદ્ધાર્થને દીવાલના ટેકે ધક્કો દીધો. તેના બંન્ને ખભા પકડીને તેણે માદક આંખે તેની સામે જોયું.
"તારે પ્રેક્ટિકલ જોવું છે કે થીયરી...!?" લાવણ્યાએ ડબલ મિનિંગ વાક્ય કહ્યું અને ફરીવાર તેની આઈબ્રો નચાવી.
"આ માંદીર છે લાવણ્યા...!" સિદ્ધાર્થ તેના હાથ હટાવાતા બોલ્યો.
"ઉફ્ફ.....! જે લાઈનો મારે બોલવી જોઈએ એ બધી તું બોલે છે...!" લાવણ્યાએ છણકો કર્યો "ચલ હવે....!એક કિસ તો આપ...!"
"લાવણ્યા....!?" સિદ્ધાર્થ હવે થોડું ચિડાયો.
"તો શું...! મંદિરની દીવાલો ઉપર પણ આવી મૂર્તિઓ મૂકેલી છે....! અને તું...!?" લાવણ્યાએ જાણે નિસાસો નાંખતી હોય એમ બોલી.
"કેમકે એ લોકો સેક્સની બાબતમાં આપણાં કરતાં વધુ સ્વાભાવિક હતાં...! એ લોકો માટે સેક્સની ચર્ચા કે સેક્સ એ કોઈ સૂગ ચડે એવી ગંદી બાબત નહોતી...!" સિદ્ધાર્થ બોલ્યો "એ લોકો આ બાબતે આપણાં કરતાં વધુ મોડર્ન હતાં....!"
"હા પણ તું જૂનવાણી છે....! એ લોકો કરતાં પણ....!" લાવણ્યાએ ટીખળ કરી.
"એવું નથી યાર....!" સિદ્ધાર્થ થોડો અકળાયો.
"Ok બાબા...! I know તારે થોડો ટાઈમ જોઈએ છે....!" લાવણ્યા તેનાથી દૂર ખસી "ચાલ હવે....! કાઈંક ખાઈશું....! કે પછી હું તને કાચોને કાચો ખાવાનું શરૂ કરું....!?"
"તું નોનવેજીટેરિયન છે....!?" સિદ્ધાર્થે ટીખળ કરી. બંને મંદિરની બહાર જવા લાગ્યાં.
"ના....! પણ તારાં માટે થઈ જઈશ....! બોલ ક્યાંથી શરૂ કરું...!" લાવણ્યાએ ચાલતાં-ચાલતાં પોતાનાં ખભા સિદ્ધાર્થના ખભાને અથડાવ્યા "તારાં હોંઠથી......!" લાવણ્યા તેનાં એકદમજ સિદ્ધાર્થના હોંઠ સુધી ઝાપટી જાણે તેને બચકું ભરવાની હોય એમ "કે પછી તારાં હાથથી....!" લાવણ્યા તેનાં હાથ પકડી લીધા.
"તું નહીં સુધરે નઇ....!?" સિદ્ધાર્થ હસ્યો.
"સાચું કહું...!" લાવણ્યા ચાલતાં-ચાલતાં અટકી. સિદ્ધાર્થે તેની સામે જોયું "તું પે'લ્લો છોકરો છે ....! જેની જોડે હું આટલું ઓપન ફ્લર્ટ કરું છું...! ખબર નઇ કેમ....! પણ ...! પણ તું છેજ એવો.....!" લાવણ્યા તેની સામે પ્રેમથી જોઈ રહી. તેની આંખો થોડી ભીની થઈ ગઈ.
"તું રડતી નઇ મહેરબાની કરીને....!" સિદ્ધાર્થ મજાક કરતાં બોલ્યો. લાવણ્યા હસી પડી. બંને ફરીવાર જોડે ચાલવા લાગ્યાં.
"એ.....!" લાવણ્યાએ અચાનક ચપટી વગાડી અને બોલી.
"અરે ....! તું દયા જેવુ કેમ કરે છે....!" સિદ્ધાર્થ બોલ્યો.
"કોણ દયા...!?"
"જેઠાલાલની દયા....! એ પણ એને કઇંક સૂઝે એટ્લે આવુજ અચાનક "એ..." એવું બોલતી હોય છે...! અને એકદમજ તાલી પાડતી હોય છે...!" સિદ્ધાર્થ બોલ્યો.
"હા....હા....હા...!" લાવણ્યા હસી પડી "તું જોવે છે...!?"
"જૂના એપિસોડ જોતો'તો....! નવા તો અમુક ટાઈમે સાવ ફાલતુ હોય છે...!" સિદ્ધાર્થ હસતાં મોઢે બોલ્યો. લાવણ્યા તેનાં ગાલમાં પડતાં ખાડા જોઈ રહી.
"બોલ....! શું કે'તીતી....!?" સિદ્ધાર્થે તેની સામે જોઈ રહેલી લાવણ્યાને કહ્યું.
"એક ફોટોતો પાડીએ આપણાં બે'નો....!" લાવણ્યાએ કહ્યું અને તેનો મોબાઇલ કાઢ્યો.
"છોડને હવે...!" સિદ્ધાર્થે કોઈપણ જાતોનો રસ દાખવ્યા વિના કહ્યું.
"ના...! મારેતો પાડવોજ છે....! તારી જોડે અહીં આવ્યાની કોઈક તો યાદગીરી જોઈએજ...!" લાવણ્યાએ એટલું કહીને તેની સામેથી આવતાં એક યુવાનને જોયો "excuse me...! અમારો બે-ત્રણ ફોટા પાડશો....!?"
ઓલાં યુવાને હકારમાં ડોકું ધૂણાવ્યું અને લાવણ્યાએ ધારે ફોન તેનાં હાથમાં લીધો. લાવણ્યાએ જબરદસ્તી સિદ્ધાર્થ જોડે પાંચ-છ ફોટા પડાવી લીધાં. કેટલાંક ફોટોમાં તો તેણે જાણે સિદ્ધાર્થને કિસ કરવાંનો પોઝ બનાવ્યો. સિદ્ધાર્થ થોડું ચિડાયો. પણ લાવણ્યાની જિદ્દ સામે તેનું કઈંના ચાલ્યું.
ફોટાઓ ખેંચીને તેઓ મોઢેરાંથી નીકળી હાઇવે ઉપર એક હોટેલમાં રોકાયા અને જમ્યા. ત્યારબાદ ત્યાંથી સાંજ પડતાં ઘરે જવા નીકળ્યા. સિદ્ધાર્થ લાવણ્યાને તેનાં ઘરે ડ્રોપ કરી આવ્યો. લાવણ્યાએ ફરીવાર જબરદસ્તી સિદ્ધાર્થને ઘરમાં બોલાવી પોતાનાં હાથની ચ્હા પીવડાવી. આખો દિવસ લાવણ્યાએ પોતાની કોઈને કોઈ જિદ્દ સિદ્ધાર્થ પાસે મનાવડાવી.
લાવણ્યા પોતે જાણી ગઈ હતી કે સિદ્ધાર્થ પાસે કોઈપણ વાત કેવીરીતે મનાવડાવવી. ઘરે આવ્યાં પછીપણ તેણે સિદ્ધાર્થ જોડે લગભગ કલ્લાક જેટલું ફોન ઉપર વાત કરી આખા દિવસની વાતો વગોળ્યા કરી.
રાતના લગભગ અગિયાર વાગ્યે તેણે નેહાને ફોન કર્યો.
"have you .... two had sex...!?" નેહાએ ફોન ઉપાડતાજ લાવણ્યાએ સીધું પૂછ્યું.
"what....!? excuse me...!?" નેહા ચોંકી પડી.
"એમાં ચોંકે છે શું...!? મને તો કહી શકેને...!?"
"લાવણ્યા...! મને "તું" સમજી રાખી છે...!?" નેહા તાડૂકી અને કટાક્ષમાં બોલી "હું એમ કોઈની પણ જોડે સૂઈ નથી જતી...!"
"હું પણ નથી સૂઈ જતી...!" લાવણ્યા બોલી "મારી પણ 'ચોઈસ' છે. ok...!"
"Let me guess...! સિદ્ધાર્થ તારી ચોઈસ છે....! કે પછી ઓલો કોણ હતો....! અરે હાં....! વિશાલ....! ગ્રેટ ચોઈસ લાવણ્યા...!" નેહાએ ફરીવાર કટાક્ષ કર્યો.
લાવણ્યા સમસમી ગઈ અને ગુસ્સામાં આજુબાજુ જોવા લાગી.
"છોડ...! હું ફક્ત એટલું જાણવા માંગતી હતી કે એને તારો કયો બોડીપાર્ટ વધુ ગમે છે...!" લાવણ્યા ધીરેથી બોલી "મને એમ કે સેક્સ માણતી વખતે એણે કદાચ તને કીધું હશે....!"
"ઓહ ગોડ લાવણ્યા...!" હવે નેહાએ તેનાં માથે હાથ દીધો "તને સહેજપણ શરમ નથી આવતી....!"
"અરે તું છોકરી....! હું છોકરી.....! સેક્સ વિષે ચર્ચા કરવામાં શેની શરમ...!?"
"ફાઇન....!ફાઇન....!" નેહાએ આખરે કંટાળીને કીધું "સાંભળ....!"
"તો તમે ....! ખરેખર સેક્સ...!?" લાવણ્યાએ આશંકિત સ્વરમાં પૂછ્યું.
"ના રે બાબા...! મે કીધું તો ખરા ....! હું એમ કોઇનીપણ જોડે નથી સૂઈ જતી...!" નેહા ચિડાઈ.
"ok....! બોલ....!"
"એને મારી કમર બહુ ગમે છે....!" નેહા બોલી "એ મને ઘણીવાર કહી ચૂક્યો છે....!"
"તું તો મોટેભાગે ફૂલ ડ્રેસ પહેરતી હોય છે....!" લાવણ્યા યાદ કરતાં બોલી "તો પછી એણે તારી કમર કેવીરીતે જોઈ...!?"
"અમારાં મમ્મી-પપ્પાએ અમારાં લગ્ન નક્કી કરી દીધા પછી અમે લોકો એક મેરેજ ફંકશનમાં મળ્યાં હતાં....! હું છોકરાંવાળા તરફથી હતી....! સિદ્ધાર્થ છોકરીવાળા તરફથી....!"
"wait....! આ તો ઊંધું છે...! મુવીઝમાં તો...!" લાવણ્યા વચ્ચે બોલી.
"તું સાંભળીશ હવે...!" નેહા ચિડાઈ.
"હા.....હા સોરી...બોલ!"
"સિદ્ધાર્થે મને પહેલીવાર ત્યાંજ જોઈ હતી...!" નેહા બોલી "મેં ચણિયાચોલી પહેરી હતી...! એમાં મારી કમર એને મારી કમર બહુ ગમી હતી....!"
"તો એને તને શું જોઈને ગમાડી હતી....! કમર કે મોઢું..!?" લાવણ્યાએ નેહાને ચીડવી.
"એ તું એનેજ પૂછી લેજે...!" નેહા ચિડાઈ.
"હા...હા....હા....!બોલ બોલ આગળ બોલ પછી શું...!?"
"શું પછી શું...!?" નેહા બોલી "કીધું તો ખરા....! એને મારી કમર સૌથી વધારે ગમે છે....! એ કેટલીયવાર કહી ચૂક્યો છે....!તારો શું પ્લાન છે....! એની સામે belly dance કરવાનો...!?"
"ના રે.....!" લાવણ્યા બોલી "હું એવું શું કરું કે એને પણ હું તારી જેમ ગમી જાઉં....! ભલેને પછી એની માટે મારે થોડું expose કરવું પડે...!"
"લાવણ્યા...! એને એવી છોકરીઓ બહુ નથી ગમતી જે મોડર્નના નામે બહુ વધારે પડતાં expose કરે એવા કપડાં પહેરે...!" નેહાએ કટાક્ષ કર્યો "એ ક્ષત્રિય છે....! માપનું શરીર ખુલ્લુ હોય એવુજ એને ગમે છે...!"
"તો કોઈ આઇડિયા આપ...!" લાવણ્યાએ પૂછ્યું.
"થોડી રાહ જો....! નવરાત્રિ આવે છે....!" નેહાએ કહ્યું. અને લાવણ્યાના ચહેરા ઉપર હળવું સ્મિત આવી ગયું.
"હમ્મ...! એનો ફેવરિટ કલર...!?" લાવણ્યાએ પુછ્યું
"ચણિયાચોલીમાં તો કોઈપણ ચાલશે....! તું નવરાત્રિ આવવા દે...! પછી હુજ તને એકદમ હોટમ હોટ લાગે એવી તૈયાર કરી આપીશ....!" નેહા સામેથી કીધું.
"ok thanks....!" લાવણ્યાએ કહ્યું. થોડીવાર વધુ સિદ્ધાર્થ વિષે વાત કર્યાબાદ તેણે ફોન કટ કર્યો. પોતાનાં બેડઉપર પડે પડે લાવણ્યા તે સિદ્ધાર્થ વિષે વિચારતી રહી. હવે સિદ્ધાર્થના મન ઉપર પોતાની કામણગારી કમરનો જાદુ પાથરવા માટે તે આતુર મને નવરાત્રિની રાહ જોવા લાગી.

*******

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED