લવ રિવેન્જ - ૯ S I D D H A R T H દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

લવ રિવેન્જ - ૯

લવ રિવેંજ
પ્રકરણ-9


"તો ....! તું વડોદરાનો રહેવાસી છે....! એમને...!?" મસ્ત રોમેન્ટીક વાદળછાયાં વરસાદી વાતાવરણમાં લાવણ્યા અને સિદ્ધાર્થ રિવરફ્રન્ટ ઉપર વોક કરી રહ્યાં હતાં.
"હમ્મ...!" સિદ્ધાર્થે હામી ભરી.
"તું રોજે વડોદરાથી આવે છે....!?" લાવણ્યાએ પૂછ્યું.
"ના...!" સિદ્ધાર્થ બોલ્યો "હું અંહિયા મારાં મામાને ત્યાં રહું છું...!"
"ohk...!"
બંને થોડીવાર સુધી ચૂપચાપ આગળ ચાલ્યાં.
"આ શનિ-રવિ તું ફ્રી છે...!?" લાવણ્યાએ તેની સામે જોયું.
"હાં...! કેમ...!?"
"તારી ઈચ્છા હોય તો આપણે નજીકમાં ક્યાંક ફરવા જઈએ...!?" લાવણ્યાએ પૂછ્યું.
સિદ્ધાર્થ સાબરમતી નદીમાં તરી રહેલી સ્પીડ બોટો તરફ જોયું અને વિચારવા લાગ્યો.
"જો તું કમ્ફર્ટેબલ હોય તોજ હો...!" લાવણ્યાએ ફરી કહ્યું.
"અમ્મ...! હું વિચારું જોવું...!" સિદ્ધાર્થ બોલ્યો "તને વાંધો ના હોય તો સાંજે કહું...!?"
"ફોન કે watsapp...!?"
"જોઈશ...!" સિદ્ધાર્થે હસતાં ચેહરે બોલ્યો.
"હું તો તારું મન નેહામાંથી ડાઈવર્ટ કરવાં કહેતી હતી....!" લાવણ્યા બોલી.
"હાં....! મારે પણ મન ક્યાંક બીજેતો લગાડવુંજ છે..!"
"ખરું blunder કરી નાંખ્યું આ છોકરીએ....!"
"તું ફરી એનાં ટોપિક ઉપર આવી ગઈ..!?" સિદ્ધાર્થ થોડું ચિડાયો.
"ઉપ્સ...! સોરી....!" લાવણ્યાએ કાન પકડ્યા "મગજમાં એનીજ વાત ઘૂમી રહી છે..!"
"મનેતો હવે ભૂખ લાગી છે...! ક્યાંક લંચ લઈએ..!" સિદ્ધાર્થે પૂછ્યું.
"હાં....! કેમ નઈ...!" લાવણ્યા ઉત્સાહી સ્વરમાં બોલી.
"તો બોલ ક્યાં જવું છે...!?" સિદ્ધાર્થ બોલ્યો.
"આમ્મ....!" લાવણ્યા વિચારવા લાગી "મને તો કઇં સૂઝતું નથી...! ઓહ હાં...! જો તને સ્ટ્રીટ ફૂડ ચાલે એવું હોય તો લૉ ગાર્ડન જઈએ....!?"
"હાં ચાલશે...!" સિદ્ધાર્થ બોલ્યો અને તેનાં ગોગલ્સ ચડાવ્યા.
"મને એમ કે તું ફિટનેસનો શોખીન છે તો કદાચ તને ના ગમે...!" લાવણ્યા બોલી.
"નાં...! કોઈક દિવસ તો ચાલી જાય...!" સિદ્ધાર્થ બોલ્યો. બંને હવે ઉપર જવા માટે રિવરફ્રંટનાં પગથિયાં ચઢવાં લાગ્યાં.
સિદ્ધાર્થે પાર્ક કરેલાં બાઇક પાસે આવીને સિદ્ધાર્થ બાઇક ઉપર બેઠો. લાવણ્યા જોડે ઊભી રહીને તેનાં મોઢે દુપટ્ટો બાંધવાં લાગી.
"આ શું કરે છે....!?" લાવણ્યાને મોઢે દુપટ્ટો બાંધતાં જોઈને સિદ્ધાર્થ બોલ્યો.
"પોલ્યુશનથી બચવા...!" લાવણ્યા બોલી.
"તો માસ્ક પહેર...! બાકી દુપટ્ટા વડે તારો આ સુંદર ચેહરો શું કામ ઢાંકે છે...!?" સિદ્ધાર્થ બોલ્યો. લાવણ્યાને તો જાણે કોઇકે સરપ્રાઇઝ ગિફ્ટ આપી હોય એમ તે મનમાં ખુશ થઈ ગઈ. તેણે દુપટ્ટો તેનાં ગળામાં પાછો ભરાવી દીધો અને સિદ્ધાર્થનાં બાઇક પાછળ બેસી ગઈ.
સિદ્ધાર્થે બાઇક ગિયરમાં નાંખી વાળ્યું. મુખ્ય રસ્તા સુધી આવ્યાં બાદ તેણે બાઇક આશ્રમ રોડ થઈને લૉ ગાર્ડન તરફ મારી મૂક્યું.
વરસાદનાં રોમેન્ટીક માહોલને લૉ ગાર્ડનનાં ખાણીપીણી બજારમાં જબરી ભીડ હતી. બંને એક સ્ટોલમાં ભાજીપાવ જમ્યા. થોડું આજુબાજુ હરીફરીને સિદ્ધાર્થ લાવણ્યાને મૂકવા જોધપુર તેનાં ઘરે મૂકવા આવ્યો.
"અંદર નઈ આવે...!?" લાવણ્યા તેનાં ઘરનાં કમ્પાઉન્ડનાં પગથિયે ઊભાં રહીને બોલી "હું મસ્ત ચ્હા પીવડાવું...! આવાં ભીનાં-ભીનાં મોસમમાં મજા આવી જશે...!"
સિદ્ધાર્થ કઇંક બોલવા જતો હતો ત્યાંજ પાછળથી લાવણ્યાનાં મમ્મી સુભદ્રાબેન આવ્યાં કમ્પાઉન્ડમાં ચાલતાં-ચાલતાં ગેટ સુધી આવ્યાં.
"અરે લાવણ્યા....!" પાછળથી આવતાં તેઓ બોલ્યાં અને સિદ્ધાર્થ તરફ જોયું "કોણ છે આ..!?"
"મમ્મી....! આ સિદ્ધાર્થ છે..!" લાવણ્યાએ પરિચય આપતાં કહ્યું "સિદ્ધાર્થ...!આ..!"
"તારાં મમ્મી...! I know...!" સિદ્ધાર્થ વચ્ચે બોલ્યો "તારાં જેવાંજ દેખાય છે...! એકદમ સુંદર..!"
લાવણ્યા અને તેનાં મમ્મી બંને હસી પડ્યાં.
"અંદર આવને બેટાં..!" સુભદ્રાબેન બોલ્યાં.
"હવે તમે કીધું છે તો આવવુંજ પડશે...!" એટલું કહીને સિદ્ધાર્થે ગોગલ્સ કાઢ્યાં અને બાઇક સ્ટેન્ડ કરીને નીચે ઉતર્યો.
લાવણ્યા તો જાણે સાતમા આસમાને ઉડવા લાગી. આજે તેનો આખો દિવસ સુધરી ગયો હતો.
"તમે બેસો હું ચ્હા બનાવી લાવું...!" સુભદ્રાબેન ડ્રૉઇંગરૂમમાં પ્રવેશતાંજ બોલ્યાં અને કિચન તરફ જવા લાગ્યા.
"લાવણ્યા તું ચ્હા બનાવવાની હતીને...!?" સિદ્ધાર્થે સોફામાં બેસતાંજ યાદ કરાવ્યુ.
"હાં....! હાં...!" લાવણ્યા હવે વધુ ખુશ થઈ ગઈ "મમ્મી તો રે'વાદે હું બનાવું છું...!" એટલું કહીને લાવણ્યા કિચન તરફ દોડીને ગઈ. સુભદ્રાબેન પણ કિચનમાં ગયા.
સિદ્ધાર્થ બેઠોબેઠો મોબાઇલ મંતરવા લાગ્યો. થોડીવારમાં લાવણ્યા ટ્રેમાં ચ્હા બનાવીને લઈ આવી. સુભદ્રાબેન જોકે કિચનમાંજ રહ્યા.
"અમ્મ..! ચ્હા સારી છે...!" સામે સોફાંમાં બેઠેલી લાવણ્યા તરફ જોઈને સિદ્ધાર્થે કહ્યું.
"Aw thank you...!" લાવણ્યા ખુશ થઈ ગઈ.
ચ્હા પીધાં પછીપણ સિદ્ધાર્થ લગભગ અડધો કલ્લાક લાવણ્યાનાં ઘરે બેઠો. સુભદ્રાબેન પણ થોડીવાર સુધી તેમની જોડે બેઠા. તેમણે સિદ્ધાર્થને તેનાં ઘર-પરિવાર વિષે થોડીઘણી પૂછતાછ પણ કરી લીધી. લગભગ સાડા પાંચે સિદ્ધાર્થ લાવણ્યાનાં ઘરેથી નીકળી ગયો. કમ્પાઉન્ડ સુધી સિદ્ધાર્થને છોડવા ગયેલી લાવણ્યાનો ઉત્સાહ નહોતો સમાતો. તેનાં ગયાં પછી તરતજ લાવણ્યાએ વિશાલને ફોન લગાડ્યો.
"ક્યાં છે...!?" લાવણ્યા ઉત્સાહપૂર્વક બોલી.
"તું ક્યાં છે ...!?" વિશાલ તાડૂકયો "હું તો ખેતલાપા આવી ગયો..!"
"હાય હાય...! પાંચ વાગી પણ ગયાં.....!"
"સાડા પાંચ થયાં...!" વિશાલ ચિડાઈને બોલ્યો "જલ્દી આવ..!"
"Ok ok...!" લાવણ્યા બોલી અને પોતાનું એક્ટિવા કમ્પાઉન્ડમાંથી બહાર કાઢી દુપટ્ટો બાંધી ખેતલપા તરફ ચાલી.
*****
નોંધ: કેટલીક ટેકનિકલ સમસ્યાઓને લીધે પ્રકરણ-9 વધુ લખી શક્યો નથી જે બદલ હું ખૂબ દિલગીર છું. પ્રકરણ-10માં વધુ content હશે એ વાતની ખાતરી આપું છું.