લવ રીવેન્જ - ૨ S I D D H A R T H દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ રીવેન્જ - ૨

લવ રીવેન્જ

પ્રકરણ-૨

“તો સમજ્યો તારે આ કામ કરવાનું છે.....એ બાઈકવાળા ને થોડો મેથીપાક આપવાનો છે....got it...?” બીજા દિવસે સવારે લાવણ્યાએ કોલેજ પહોંચીને વિશાલ જોડે વાત કરતા કહ્યું.

બંને કોલેજની કેન્ટીનમાં બેઠાં હતાં. એ બાઈકવાળા યુવાનને પાઠ ભણાવવાનું નક્કી કરી ચુકેલી લાવણ્યા તેના ગ્રુપથી અલગ જુદાં ટેબલ ઉપર વિશાલ જોડે બેઠી હતી.

“મને શું મળશે....?” ટાઈટ પિંક ટોપ અને જીન્સમાં સજેલી લાવણ્યાના પુષ્ટ ઉભારો સામે જોઈ રહેલો વિશાલ તેની આંખો નચાવતા બોલ્યો.

“તારે શું જોઈએ છે...?” લાવણ્યાએ સીધો પ્રશ્ન પૂછ્ય

“તને ખબર છે ને કે કોલેજમાં લડાઈ-ઝગડા કરવાથી મારી ઈમેજની પથારી ફરી ગઈ છે...?” વિશાલે કહ્યું “મારા બાપા મારી ઉપર છલ્લે બહુ બગડ્યા હતાં. તેમણે તો મને કહી દીધું છે કે હવે જો હું કોઈપણ ઝમેલામાં ફસાયો તો એ મારા નામનું નાહી નાખશે.....

તું સીધા મુદ્દાની વાત કર..!” લાવણ્યાએ કડક સ્વરમાં કહ્યું “તારે જોઈએ છે શું એ કેહ?”

“એક હેન્ડસમ છોકરાને એક હોટ છોકરી જોડે શું જોઈએ ....!?” વિશાલે ફરીવાર લાવણ્યાને છંછેડતા ઘમંડી સ્વરમાં કહ્યું.

“વિશાલ...!” લાવણ્યાએ કડક થતાં કહ્યું “મગજની નસો ના ખેંચ”

Ok....ok fine.....!” વિશાલે લાવણ્યાનું મગજ ઠંડુ કરતાં કહ્યું “મારું કામ્યા જોડે setting કરાવ....”

કામ્યા...!?” લાવણ્યાએ કટાક્ષ કરતાં કહ્યું “તું મજાક કરે છે...?”

“કેમ...એમાં મજાક શું....!?” વિશાલે કીધું “જ્યારે હું તારા જેવી સુપર હોટ છોકરીનો બોયફ્રેન્ડ બની શકતો હોઉં તો પછી....કામ્યા તો તારા કરતાં ક્યાંય નીચા લેવલની છે....!”

વિશાલે વખાણ કરતાં લાવણ્યાનો ઘમંડ પંપાળ્યો. લાવણ્યાના ચહેરા ઉપર પોતાની જાત ઉપર ગર્વ કરતી હોય તેવાં ભાવ આવ્યા.

“fine.....!” લાવણ્યાએ તેનો હાથ આગળ લંબાવ્યો “Deal...!”

“Deal....!” વિશાલે પણ પોતાનો હાથ લંબાવ્યો પછી કહ્યું “મારે ફ્રેશર્સ પાર્ટીમાં એ મારી જોડે જોઈએ...ok?”

“હમ્મ....!” લાવણ્યાએ હામી ભરી “પણ યાદ રાખજે..” લાવણ્યાએ ચેતવણીના સુરમાં કહ્યું “બહુ મોટી બબાલ નથી કરવાની....”

હાં...હાં સમજી ગયો....ખાલી પાઠ ભણાવવા પુરતો....એ તારાથી ડરીને તારી માફી માંગે બસ....got it baby...” વિશાલે કાલાવેડા કરતાં કહ્યું.

“તો પછી ઉભો થા હવે ચાલ પાર્કિંગ બાજુ....” લાવણ્યા ઉભી થતાં બોલી “એ આવતોજ હશે..”

***

લાવણ્યા, વિશાલ જોડે પાર્કિંગ તરફ જઈ રહી હતી. વિશાલે તેનાં બીજા બે-ત્રણ લફંગા મિત્રોને પણ સાથે લીધા હતા. પાર્કિંગ તરફ જઈ રહેલી ટોળકીને માર્ગમાં નેહા મળી.

“લાવણ્યા....!” નેહાએ લાવણ્યાને વિશાલ જોડે જતાં જોઇને અચરજ પામતાં કહ્યું “તમારું તો ગયા વર્ષેજ બ્રેક અપ થઇ ગયું હતુંને ..!? If I am not wrong...?”

“Mind your own business…” લાવણ્યાએ તેની આદત પ્રમાણે તોછડાં સ્વરમાં કહ્યું.

“You know what Lavanya….! You don’t deserve any better…” નેહાએ લાવણ્યાની તોછડાઈનો રોકડો જવાબ આપતાં કહ્યું અને ત્યાંથી ચાલવા લાગી.

લાવણ્યા તેણે અવગણીને આગળ ચાલી. બાકીની ટોળકી પણ જોડે ચાલી.

“મને લાગે છે આપડે ફરી એક થઇ જવું જોઈએ” પાર્કિંગ તરફ જતા-જતા વિશાલ લાવણ્યાને છેડતાં બોલ્યો.

“Shut up....!” લાવણ્યાએ ધીમા પણ કઠોર સ્વરમાં પરખાવ્યું.

વિશાલ લુચ્ચું હસવા લાગ્યો.

***

પાર્કિંગ તરફ જઈ રહેલી ટોળકીમાં સૌથી આગળ ચાલી રહેલી લાવણ્યાએ ઓલા યુવાનને પાર્કિંગ તરફથી કેન્ટીન તરફના રસ્તે તેમની સામેજ આવતાં જોયો.

લાવણ્યાએ તરતજ વિશાલને એ યુવાન તરફ મોઢું હલાવીને ઈશારામાં કીધું “હમ્મ..એજ છે...”

વિશાલે સામેથી આવી રહેલાં યુવાનને જોયો. લગભગ ૫ ફૂટ ૯ ઇંચ જેટલી ઉંચાઈ અને કસાયેલું શરીર. સ્કાય બ્લુ જીન્સ અને નેવી બ્લુ પોલો ટીશર્ટમાં સજ્જ યુવાન વિશાલ કરતા હાઈટમાં ઉંચો અને થોડો “ટફ” દેખાતો હતો.

મોટેભાગે પોતાનાંથી કમજોર લોકો ઉપર દાદાગીરી કરી ખાતાં વિશાલનું નામ ભલે કોલેજના માથાભારે યુવાનોમાં લેવાતું, પણ વિશાલ પોતે પણ બબાલ કરતી વખતે એ ચોક્કસ જોતો કે સામેવાળાને “પહોંચી” વળશે કે નહિ.

સામેથી આવી રહેલાં યુવાનનાં કસાયેલાં બાવડાં જોઇને વિશાલને હોલીવુડની મુવીનો રેમ્બો યાદ આવી ગયો.

વિશાલે તેની હાઈટ બોડી જોઇને તેનાં ગળામાંથી થુંક નીચે ઉતાર્યું. પણ પોતાની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ લાવણ્યાની સામે પોતાની “ઈજ્જતનો સવાલ છે” એમ માની વિશાલે તેનું મન કઠણ કર્યું.

“મને જવાનો રસ્તો મળશે....!?” ઓલા યુવાને રસ્તામાં ઉભેલી ટોળકીની નજીક આવતાંક કહ્યું. તેણે લાવણ્યા તરફ એક નજર નાખી.

“તે મારી ગર્લફ્રેન્ડ સાથે મિસબિહેવ કેમ કર્યું...!?” વિશાલે શક્ય હોય એટલી કડક અવાજમાં કહ્યું.

“કઇ ગર્લફ્રેન્ડ.....!?” ઓલા યુવાને સપાટ સ્વરમાં કોઈપણ જાતના હાવ ભાવ કે ડર વિના કહ્યું.

“મારી વાત કરે છે એ....!” લાવણ્યાએ વિશાલની પાછળથી આગળ આવતા કહ્યું

“oh....તો તું બદલો લેવાં તારા આ બધાં ફોલ્ડરીયા લઈને આવી છું..નઈ..!?” યુવાને તુચ્છતાપૂર્વક કહ્યું.

“એ ભાઈ ...!” વિશાલે થોડો ઉંચો અવાજ કરતા કહ્યું “માફી માંગી લે સીધી રીતે ....તો વાત અહીજ પતિ જાય...નહિ તો નઈ મજા આવે....!”

“એમ.....!” યુવાને જાણે વિશાલની વાતની ખીલ્લી ઉડાવતો હોય એમ મોઢું કરીને બોલ્યો “તો પછી ...તમારામાંથી કોણ પહેલું માર ખાશે....!?” યુવાન વિશાલની વધુ નજીક આવ્યો.

યુવાનનો કોન્ફીડન્સ જોઇને વિશાલ થોડો ગભરાયો.

“સિધ્ધાર્થ...!” વિશાલ હિંમત કરીને કંઇક બોલવા જતો હતો ત્યાંજ તેમની ટોળકીની પાછળથી એ યુવાનને કોઈકે તેનાં નામની બુમ મારી બોલાવ્યો.

એ કોલેજના ટ્રસ્ટી હતા. જે લાવણ્યાની ટોળકીની પાછળ થોડે દુર ઉભા રહી સિધાર્થને હાથ હલાવી બોલાવી રહ્યા હતા.

“સિધ્ધાર્થ હં......!” લાવણ્યાએ પહેલાં ટ્રસ્ટી સામે જોયું અને પછી એ યુવાન-સિધ્ધાર્થ સામે જોઇને મનમાં બબડી.

સિદ્ધાર્થે વિશાલ સામે જોયું. વિશાલે સિધ્ધાર્થને જવા માટે જગ્યા કરી આપી.

સિધ્ધાર્થ ત્યાંથી આગળ ચાલ્યો. વિશાલ સિંહ જેવી ચાલથી ચાલીને જઈ રહેલાં સિધ્ધાર્થને જોઈએ રહ્યો. સિધ્ધાર્થના જતાં રહ્યાં પછી લાવણ્યાએ વિશાલ સામે જોયું.

“ટ્રસ્ટીનો કોઈ ઓળખીતો લાગે છે...!?” વિશાલે તેની સામે જોઈ રહેલી લાવણ્યા સામે જોઇને કહ્યું.

“હમ્મ...” લાવણ્યાએ હામી ભરી “તો ....! તું ડર્યો તો નથીને....!?”

“હું એમ કોઈનાથી નથી ડરતો...!” વિશાલે શેખી મારી “પણ ટ્રસ્ટીનાં ઓળખીતાં જોડે બબાલ કરવી એટલી તું સમજે છે ને....! મારી જોડે-જોડે તું પણ કોલેજમાંથી ફેંકાઈ જઈશ”.

લાવણ્યા વિચારે ચડી ગઈ. વિશાલની વાત સાચી હતી. ટોળકી પાછી કેન્ટીન તરફ ફરી.

***

“આપણી ડીલ યાદ છે ને ....!” કેન્ટીનમાં ચા-નાસ્તો ઓર્ડર કર્યા પછી વિશાલ બોલ્યો. બધાં ટેબલની ફરતે ખુરશીઓમાં ટોળું વળીને બેઠાં હતા.

જોડે નેહા પણ બેઠી હતી. તેની અને લાવણ્યાની વચ્ચે કાયમ અણબનાવ રહેતો. લાવણ્યાએ તેની હાજરી અવગણી હતી. નેહાએ પણ એજ કર્યું હતું. જોકે ઈચ્છા નાં હોવા છતાં પણ નેહાને તેઓની વાતો સંભળાઈ રહી હતી.

“પણ તે ઓલા સિધ્ધાર્થને હજી પાઠ નથી ભણાવ્યો...!” લાવણ્યાએ સપાટ સ્વરમાં કહ્યું “ડીલ એને પાઠ ભણાવવાના બદલામાં થઇ હતી....તો હવે તે તારું કામ નથી કર્યું તો ડીલ કેન્સલ...”

“લૂક લાવણ્યા...!” નેહા વચ્ચે બોલી “તું શા માટે એ છોકરાની જોડે પંગો લે છે. હું ક્યારની તમારી વાતો સાંભળી રહી છું.” થોડું અટકી નેહા નકારમાં માથું ધુણવાતી ફરી બોલી “યાર એ ટ્રસ્ટીનો કોઈ સગો છે. મેં એવું સાંભળ્યું છે”

“Listen લાવણ્યા....!” વિશાલે ચેતવણી ઉચ્ચારતા કહ્યું “આપણી ડીલ ટ્રસ્ટીના કોઈ ઓળખીતાંની જોડે બબાલ કરવાની નહોતી થઇ” વિશાલ તેની ખુરશીમાં ટટ્ટાર થયો “જો તે કોઈ નાટક કર્યું અને કામ્યાનું સેટિંગ મારી જોડે નાં થયું તો પાર્ટીમાં..”

“તો....!?” લાવણ્યા એની ખુરશીમાં થોડી ઉભી થતાં ઉકળી ઉઠી “તો તું શું........”

લાવણ્યા બોલતાં-બોલતાં અટકી ગઈ. વિશાલની વાત સાંભળી તેનાં મગજમાં ઝબકારો થયો. તેનાં મોઢાં ઉપર કુટિલ હાસ્ય રેલાઈ ગયું.

વિશાલ, નેહા અને બાકીનાં લાવણ્યાના ચહેરાના બદલાયેલાં હાવભાવ જોઈ રહ્યા. વિશાલ અને નેહા જે લાવણ્યાને ઘણાં સમયથી ઓળખતા હતા તેમને બંનેને સૌથી પહેલાં લાવણ્યાના એ બદલાયેલાં ભાવ વિષે ખબર પડી ગઈ.

“તારા મનમાં કોઈક પ્લાનિંગ ચાલે છે...નઈ ...?” વિશાલ અંદાજો લગાવતા બોલી પડ્યો.

“લાવણ્યા ...!” નેહા બોલી “હું પણ એજ કેહવા જતી હતી...કોઈપણ વિચાર આવ્યો હોય ...છોડી દે હો.....ખરેખર નહિતો તું બહુ મોટી મુસીબતમાં ભરાઈશ”

“હું એવું કંઈ નથી કરવાની જેવું તમે બંને વિચારો છો....ok...” લાવણ્યાએ બંનેને દિલાસો આપતાં બોલી “મારે બસ એને મારો બોયફ્રેન્ડ બનાવવો છે....!”

“પાઠ ભણાવવાથી સીધો બોયફ્રેન્ડ...!?” વિશાલ અચરજ પામતાં બોલ્યો

“હાં...મને પણ આ ગણિત કંઈ સમજાયું નહિ...?” લાવણ્યાની જમણી તરફની ખુરશીમાં બેઠેલો રોનક બોલી ઉઠ્યો.

“કેમ ....એમાં શું...!?” લાવણ્યાએ ખભા ઉલાળ્યા “એ હેન્ડસમ છે...ઉંચો છે...મારી જોડે શોભે એવો છે..અને નવા વર્ષમાં મારે નવો બોયફ્રેન્ડ પણ જોઈએ છે”

“સમજી ગઈ....!” નેહા બોલી “તું એને પેહલાં તારો બોયફ્રેન્ડ બનાવીશ પછી એને પાઠ ભણાવીશ ...right...!?”

“you got it babes...!” લાવણ્યાએ નેહાના ગાલ ખેંચ્યા અને કાલાવેડા કરતી હોય એમ બોલી “જોયું તું મને કેટલી સારી સમજે છે. છતાં પણ તું કારણ વગરની મારી જોડે ઝઘડ્યા કરતી હોય છે”

ઓહ please લાવણ્યા..!” નેહા અકળાઈ.

વિશાલ ...!” લાવણ્યાએ વિશાલની સામે જોતા કહ્યું “ઘરે જતા પહેલાં તું મને મળજે ...હું તને આખો પ્લાન સમજાવીશ...”

વિશાલે હકારમાં માથું ધુણાવ્યું.

લાવણ્યા....stop this nonsense” નેહાએ ફરી ચેતવણી આપતાં કહ્યું “Remember ....એ ટ્રસ્ટીનો ઓળખીતો છે..!”

નેહા...!” લાવણ્યાએ હાથ લાંબો કરતા કહ્યું “તારો time વેસ્ટ નાં કર. મારે જે કરવું હશે એ કરીનેજ રહીશ....I want revenge...!”

***

આગળ વાંચો પ્રકરણ-૩ માં

સિધ્ધાર્થ જોડે બદલો લેવા માટે લાવણ્યાએ વિશાલ સાથે મળીને શું પ્લાન કર્યું હશે...?